માતૃભાષા

    ૧૭-ફેબ્રુઆરી-૨૦૧૮


 

 
બ્રૉડ-વૅ ના નાટકોમાં એક એવો કમાલનો એક્ટર કે દેશ બદલાય, સાથી કલાકારો બદલાય પણ કલાકાર બધે હોય અને ચાહના પણ એવી મેળવે, શારીરિક ભાષા સાથે જે તે દેશ-પ્રદેશની ભાષાની એક‚પતા સાધવાની સિદ્ધિ તેને જાણે સહજ.

ફાંકડી ફ્રેંચ બોલીને જબરું ફારસ ભજવી જાણે, પ્રેક્ષકોને પેટ ભરીને હસાવે. અપ-ટુ-ડેટ અંગ્રેજીમાં શેક્સપિરિયન ટ્રેજેડીમાં ઑડિયન્સને ચોધાર આંસુએ રડાવે. જબરી જર્મન બોલીને, સસ્પેન્સ નાટકમાંના તેના સંવાદો પ્રેક્ષકોને ડરાવી દે, ભય પમાડી દે ને ઉત્સુકતા જગાડી દે.

ભલભલા કલાકારો, પ્રેક્ષકો અને વિવેચકો સુધ્ધાં નક્કી કરી શકે કે તેની માતૃભાષા કઈઅનુભવીએ યુક્તિ કરી, રંગમંચમાં ખીલી ઉંધી ખોસી દીધી. જેવી કલાકારના પગમાં ઘુસી કે તેના મોઢામાંથી રશિયન ભાષામાં ગાળ નીકળી !

છે માનવ અને ભાષાનો નાળ સંબંધ.

વારસાગત સંસ્કારોના વહન માટે અને ભાવવિશ્ર્વ તથા વિચાર જગતના વિસ્તાર માટે માતૃભાષાથી શ્રેષ્ઠ બીજી કોઈ ભાષા હોય તેવું દુનિયાનો કોઈ ભાષાશાસ્ત્રી, માનસશાસ્ત્રી કે સમાજશાસ્ત્રી માનતો નથી, તો પછી આજના મા-બાપો કોને રવાડે ચડાયા છે ?

બાળક વિચારે માતૃભાષામાં, સ્વપ્ન જુએ માતૃભાષામાં, સહજ સંસ્કાર પ્રવાહ અને કુદરતી કૌટુંબિક પર્યાવરણથી ઉખડેલો છોડ હોય એવા વિદ્યાર્થીના ચહેરાઓ અંગ્રેજી માધ્યમની શાળામાં જોવા મળે.

માતૃભાષામાં બોલવાની, લખવાની, અરે ઝઘડવાની ક્ષમતા ગુમાવનારને ઝટ તેની ગરીબાઈ નજરે ચડતી નથી.

- નરેન્દ્ર ત્રિવેદી