બિહારના સમસ્તીપુરમાં બાળકો સવારે સ્કૂલ જવાના સમયે રેલગાડીના ડબ્બામાં જઈને બેસી જાય છે. આ ડબ્બા તેમને કયાંય લઈ જતા નથી, પરંતુ આ જ તેમની સ્કૂલ છે સમસ્તીપુરની એક સ્કૂલમાં બાળકોને સ્કૂલમાં આવવા આકર્ષવા માટે એને પેઈન્ટ કરવામાં નવીનતા લાવવામાં આવી છે બહારથી જુઓ તો અદલ રેલવેના ડબ્બા જ લાગે એવી ડિઝાઇન થઈ છે. આ નવીનીકરણ પછી વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં મજા આવી રહી છે એટલું જ નહીં, આસપાસના લોકોમાં પણ એ આકર્ષણનું કેન્દ્ર છે.