તંત્રી સ્થાનેથી : જો જીતા વો હી શાસન કરેગા, અન્ય સિર્ફ વિરોધ ?

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

ભારતમાં ઋતુઓ છે પરંતુ ચૂંટણીની મૌસમ તો કાયમ . જવલ્લે સમાચારપત્રોના મથાળા કે ટીવી ચેનલનો પ્રાઈમ ટાઈમ, ચૂંટણીથી તાવગ્રસ્ત હોય અને કયા નેતાએ કઈ અણછાજતી વાતો કે લવારી કરી છે તે બાબતે ઉગ્ર ચર્ચા ચાલતી હોય.

તમારી પાસે બેમોદીછે. અમારી પાસે બેગુપ્તા’. પ્રજા નક્કી કરે થી માંડીનેપંજાને વોટ આપ્યો તો સરકારી સ્કીમનો લાભ નહીં મળે. ‘પપ્પુશબ્દનો ઉપયોગ ઇલેક્શન દરમિયાન પાર્ટી જાહેરાતોમાં કરવા પર પ્રતિબંધ, ‘નીચશબ્દ વાપરવા બદલ મણીશંકર ઐય્યરને પાણીચું, પાકિસ્તાન દ્વારા રાજ્યની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ, કોંગ્રેસના નેતાઓની પૂર્વ પાકિસ્તાની વિદેશમંત્રી સાથે ગુપ્ત બેઠક, આત્યંતિક હિન્દુત્વથી આતંકવાદ, ઇઝ ઑફ ડુઈંગ બીઝનેસના બદલે ઇઝ ઓફ ડુઈંગ મર્ડર, ભારત જલાઓ પાર્ટી (લાલુ), મુસ્લિમ શહીદો ? (ઓવૈસી) કે કસાબ... કોંગ્રેસ, સમાજવાદી અને બહુજન... સુધીની અનેક પ્રતિક્રિયાઓ જાહેરસભાઓમાં પ્રકટ થાય છે. માત્ર હૈયાધારણ હોય તો કોંગ્રેસ પ્રમુખ દ્વારાઅમે પ્રધાનમંત્રીના પદની ગરીમા શોભાવતાં તેમના અંગે અણછાજતા શબ્દપ્રયોગ રોકીશું ભલે અમારા માટે તે કંઈપણ કહે.’ માત્ર શાબ્દિક સહાનુભૂતિ કે તેનું પાલન ગભરાયેલા કોંગ્રેસ નેતાઓ કરશે ? કર્ણાટકમાં મુખ્યમંત્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્ર્વહિન્દુ પરિષદ, બજરંગદળ તથા ભાજપા માટે હલકી, અસભ્ય અને આતંકી ભાષા હમણાં વાપરી ચૂક્યા છે.

વર્ષમાં રાજ્યોની ચૂંટણીઓમાં કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ મોટાં રાજ્યો છે. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસના શાસન સામે ભાજપા, જનતાદળ તથા કોંગ્રેસનો સંઘર્ષ છે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપાનું શાસન, કોંગ્રેસની બેઠકો નહીવત, અનુક્રમે ૨૧ અને ૫૭ છે જ્યારે ભાજપા ૧૬૩ અને ૧૬૫ સાથે ખૂબ આગળ છે. ત્યાંનું એક વિચિત્ર સ્લોગનમોદી, હમેં તુમસે કોઈ બૈર નહી, પરંતુ મામાજી કી ખૈર નહીલોકમાનસની પ્રતિતિ, આંશિક, પરંતુ જરૂર ઉજાગર કરે છે. ભાજપા પાસે ૧૯ રાજ્યોમાં સરકાર છે. વાતાવરણ વચ્ચે વિદેશ સ્થિત, વિશ્ર્વ પ્રખ્યાત યુનિવર્સિટીઝમાં બેઠેલા વિદ્વાનો, ભારતીય જનમાનસનો અંદાજ કાઢી તેમના સંશોધન પત્રોમાં ભારપૂર્વક રજૂ કરે છે. ‘ભારતની પ્રજાને મોદીમાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે. રાજ્યોના પરિણામ કંઈ પણ હોય, સામાન્ય ચૂંટણીઓમાં મોદી સર્વસ્વીકૃત છે.’

કોંગ્રેસ માટે પરિસ્થિતિને બદલવા, બીજેપી માટે ટકાવી રાખવા, સોશિયલ મીડિયામાં જબરદસ્ત સંઘર્ષ છે. ત્યાં પણ તીખી, હલકી ભાષા અને કાર્ટૂનો દ્વારા રાહુલ-મોદીને હલકા ચિતરવામાં ઉભય પક્ષે હોડ છે. કેટલા અંશે વ્યાજબી ? છેવટે તો પાર્ટીઓ તથા તેના કાર્યકર્તાઓની માનસિકતા અને ચરિત્રનું પ્રમાણ ને ?

હીરાબજારના નીરવ મોદી-ચોક્સી દ્વારા ‚રૂ. ૧૧૦૦૦ કરોડના બેન્ક NPA તથા વિદેશ ભાગી જવા સંદર્ભે પંજાબ નેશનલ બેન્ક, અન્ય રાષ્ટ્રીયકૃત બેન્કો તથા પ્રાઈવેટ બેન્કો, ભાજપા અને કોંગ્રેસના ચતુષ્કોણમાં. કોંગ્રેસ તથા સરકારે એકબીજા પર આક્ષેપો શરૂ કર્યા છે. છતાંય પ્રધાનમંત્રીનું લોકસભાનું બેંક NPA બાબતે વક્તવ્ય અત્યંત સૂચક છે. દેશની બેન્કોમાં આર્થિક સંકટ ઊભુ કરવામાં પહેલાંની સરકારોની ભૂમિકા જેટલી સ્પષ્ટ થાય તેટલું માત્ર રાજકીય દૃષ્ટિએ નહીં, દેશની આર્થિક સધ્ધરતા અને ભારતની વૈશ્ર્વિક શાખ સંદર્ભેય ઘણું યોગ્ય. માટે ક્યાં, શું, કેટલું બોલવું તે શાસક પક્ષ અને કહેવાતા વિરોધ પક્ષેય નક્કી કરવું જોઈએ.

અન્યથા કોંગ્રેસ દ્વારા બદલાયેલ ચૂંટણી રણનીતિમાં રાજ્યના નેતાઓને આગળ કરી, મુખ્યમંત્રીના દાવેદાર રાજ્યમાંથી રાખવાનો સીલસીલો અમરીંદરથી શરૂ થઈ, સિધ્ધારામૈયા પર ટક્યો છે. કેન્દ્રીય નેતાગીરી મદદ પૂરતી, રાહુલ ચૂંટણીજીતવામાટેનો ચહેરો નહીં તેનાથી થોડોય ફાયદો જરૂર થશે. છતાં "જો જીતા વો હી શાસન કરેગા, અન્ય સિર્ફ વિરોધ. રાજસ્થાનની બે લોકસભા તથા એક વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતવાથી કોંગ્રેસ જરૂર ગેલમાં છે, પરંતુ યુપીની / બહુમતી પછી કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પરિણામો ભાજપાને ૨૦૧૮માં દિલ્હીની સત્તા કાયમ કરવા, વહેલી ચૂંટણી માટે તૈયાર કરે તો ફરી નવા જુસ્સા સાથે કેન્દ્ર સરકાર તો ભાજપાની .

- મુકેશ શાહ