સમરસતા : કર્ણાટકના હજારો દલિતો દ્વારા દશોહા મઠમાં લાખો રોટલીઓ પહોંચાડી

    ૨૩-ફેબ્રુઆરી-૨૦૧૮


તમામ શ્રદ્ધાળુઓએ પ્રસાદના રૂપમાં રોટલીઓ આરોગી

મહારાષ્ટ્રની ભીમાકોરેગાઁવની ઘટના હોય કે, રોહિત વેમુલાની આત્મહત્યા, નક્સલી વામપંથી અને ઇસ્લામિક જેહાદીઓ ભારતીય સમાજને એકમેકની સાથે લડાવીને પોતાનો એજન્ડા ચલાવી રહ્યા છે, સમાજને જાતિઓમાં વિભાજિત કરવાના બદઇરાદા સાથે કોઈ પણ ઘટનાને જાતિગત વાઘા ચડાવી રજૂ કરી સમાજમાં હિંસાની આગ ભડકાવવાનું કામ કરે છે. ષડયંત્ર પાછળ દેશ બહારથી અને દેશમાંથી મોટા પ્રમાણમાં ફંડ મળે છે વાત હવે કોઈથી છૂપી નથી. રાજકીય સ્વાર્થ ખાતર પણ કેટલાક રાજકીય પક્ષો આવી ઘટના વખતે આગમાં ઘી નાખવાનું કામ કરે છે. તેમના ષડયંત્રમાં કથિત સેક્યુલર માધ્યમો પણ સામેલ છે. જમાત દલિતોના મન-મસ્તિષ્કમાં રીતે ઠસાવવામાં લાગેલી છે કે, તમારા ધર્મના લોકો તમારા દુશ્મનો છે. વામપંથી જેહાદીઓની વાતોમાં આવી આજે દેશ દલિત-ગેરદલિતના જાતિવાદમાં ભડકે બળી રહ્યો છે. આવે વખતે કર્ણાટક રાજ્યમાં એક અદ્ભુત ઘટના બની છે, જેની કથિત સેક્યુલર માધ્યમોએ નોંધ લેવાની તસ્દી લીધી નથી.

કર્ણાટકની સડકો પર તાજેતરમાં હજારો દલિતો ઊમટ્યા હતા અને દેશવિરોધી, સમાજવિરોધી તત્ત્વોને જોરદાર જવાબ આપ્યો હતો. કર્ણાટકના દસોહા મઠમાં દલિતો દ્વારા લાખો રોટલીઓ જમા કરાવવામાં આવી હતી. દસોહા મઠમાં દર વર્ષે એક યાત્રા નીકળે છે અને યાત્રામાં તમામ યાત્રીઓ માટે દલિત સમાજના લોકો દ્વારા રોટલીઓ જમા કરાવવામાં આવી હતી અને સમાજના તમામ વર્ણના લોકોએ રોટલીઓને પ્રસાદના રૂપે આરોગી હતી. ઘટનામાં સનાતનધર્મીઓએ વામપંથીઓ અને જેહાદીઓને સ્પષ્ટ સંદેશ પાઠવી દીધો છે કે, તેઓ ભલે ગમે તેટલું ઝેર ફેલાવી લે, કેટલાક લોકો ભલે તમારી વાતોમાં આવી જાય, પરંતુ મોટાભાગનો દલિત સમાજ આજે પણ તેમને સનાતન સમાજનું અભિન્ન અંગ માને છે અને સનાતન ધર્મને પોતાનો ધર્મ માને છે.

વામપંથીઓ-જેહાદીઓ દ્વારા દલિત સમાજના મનમાં ઝેર ભરવાનું કામ ૧૯૪૭થી પહેલાંનું ચાલી રહ્યું છે. આમ છતાં આજે પણ ભારતનો ૯૫ ટકા દલિત સમાજ સનાતનધર્મી રહ્યો છે. કર્ણાટકના હજારો દલિતોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, અમે સનાતન ધર્મના અભિન્ન ભાગ હતા, છીએ અને રહીશું. કોઈ વામપંથી, કોઈ જેહાદી ગમે તેટલા પ્રયત્નો કરી લે અમને અમારા મૂળમાંથી અલગ કરી શકવાનો નથી.