અનુશાસન, રાષ્ટ્રપ્રેમ અને જીવન સંદેશનો ત્રિવેણી સંગમ એટલે મેરઠનો રાષ્ટ્રોદય સમાગમ

    ૨૬-ફેબ્રુઆરી-૨૦૧૮

 
ક્રાંતિકારીઓની ધરતી મેરઠમાં 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનો રાષ્ટ્રોદય સમાગમ યોજાઇ ગયો, જેમાં ત્રણ લાખ સ્વયંસેવકોની હાજરી હતી.
 
રાષ્ટ્રોદય કાર્યક્રમમાં સંબોધન કરતા સંઘના મા. સરસંઘચાલક મોહનજી ભાગવતે કહ્યું હતું કે, કાર્યક્રમમાં શક્તિપ્રદર્શન નથી થયું પણ શક્તિ માપવામાં આવી છે. ભારતમાં' લોકોના ભોજન, ભાષા, સંપ્રદાય, પુજા પદ્ધતિ અને પંથ અલગ-અલગ હોવા છતા પણ તમામ લોકોનું અસ્તિત્વ અને ધર્મ એક છે. તમામ લોકો' વિવિધતાને ધ્યાને રાખે છે. પણ વિવિધતા જ એકતા છે એ મુળ સત્ય છે.
 

 
 
તેમણે જણાવ્યું કે ત્યાગ' અને સંયમ જેવા મુલ્યો કોઈ એક પુજા કે સંપ્રદાયના ન હોઈ શકે. ભાગવતે કટ્ટર શબ્દનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, હિંદુ કટ્ટરતાનો અર્થ કટ્ટર અહિંસા અને કટ્ટર ઉદારતાથી જોડાયેલો છે.
 
ભારત હિંદુઓનું ઘર છે અને આ દેશમાં હિંદુઓ જવાબદાર લોકો છે. જો કે અત્યારે લોકો પોતાને ભુલી ગયા છે અને જાતિના નામે લડી રહ્યા છે. આ ઝઘડામાં દુનિયા પોતાનો લાભ મેળવી રહી છે.
 

 
 
મેરઠમાં રાષ્ટ્રોદય કાર્યક્રમની સાથે સાથે….
 
# ૩ લાખ કરતા વધું સ્વયંસેવકોએ હાજર રહ્યા
 
 
# પાંચ વર્ષથી લઈને ૯૬ વર્ષની ઉમર સુધીના સ્વયંસેવકો હાજર રહ્યા.
# ૬૫૦ એકરના મેદાનમાં યોજાયો આ સમાગમ.
 
# પાંચ કલાકના આ કાર્યકમા ગજવની સ્ફૂર્તિ બતાવી સ્વયંસેવકોએ.
  
# ૨૦ લાખ કરતા વધુ લોકોએ આ સમાગમને સોશિયલ મીડિયા પર લાઈવ જોયો
 

 
 
# ૬ લાખ કરતા વધારે ટીફિન બનાવાયા જે મેરઠના સ્થાનિક લોકોના ઘરમાં બનાવાયા હતા.
 
# ભોજન કરતી વખતે કોઇએ ન પૂછ્યુ કે આ ભોજન કોના, કયા ઘરમાંથી આવ્યું છે
 
# અહિં દલિત, મુસ્લિમ, વૈશ્ય, ક્ષત્રિય વચ્ચે કોઇ ભેદભાવ ન હતો. કેમ કે બધા રાષ્ટ્રપુત્રો હાજર રહ્યા હતા…
 
# હિન્દુ એક છે ના નારા સાથે દલિત સંતો સહિત અનેક સાધુગણ હજર રહ્યા.
 
# સ્વયંસેવકોએ સહભોજન કરી સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો.
 
# ૫૦૦૦ કરતા વધારે પોલિસકર્મીઓએ સંભાળી સુરક્ષાની વ્યવસ્થા.
 

 
 
# ૧૮ જેટલા ઊંચા વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા હતા.
 
# ૪૮ જેટલા એનએસજી કમાન્ડોની ટીમ ખાસ દિલ્હીથી મેરઠ આવી હતી…
 
# હેલ્થ અને પ્રાથમીક ઉપાચાર માટે નવ સ્વાસ્થ્ય કેન્દ્રો ઉભા કરાયા હતા જેમાં ૨૦૦ કરતા વધારે ડોકટરોની ટીમ ખડેપગે રહી..
 
# સમાગમ પૂર્ણ થયા પછી શહેરમાં ક્યાર ટ્રફિક જામ ન થયો, માત્ર ૨ જ કલાકમાં બધા વાહનો શહેરની બહાર આરામથી નિકળી ગયા.