દુર્ગા પૂજામાં ભાગ લેવા આ ક્રિકેટર “સરદાર” બની ગયો! તમે ઓળખ્યો તેને?

    ૦૩-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
સેલિબ્રીટીનું જીવન સરસ હોય છે પણ તેઓ મન ફાવે તેમ ફરી શકતા નથી. ઘરની બહાર એકલા નીકળવું હોય તો તેઓ વિચારી શકતા પણ નથી? એમાય જો સેલિબ્રીટી ક્રિકેટર હોય તો ભારતમાં પૂછવું જ શું. પણ તેમ છતા ભારતમાં ફરવા સેલિબ્રીટીઓ કંઈક ને કંઈક તોડ શોધી લેતા હોય છે.
 
આવો જ તોડ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ પણ કર્યો હતો. તેના જીવન પર આધારિત એક પુસ્તક છે “અ સેંચુરી ઈઝ નોટ ઈનફ”. જેમા ગાંગુલીએ ખુલાસો કર્યો છે કે સાર્વજકિન સ્થળ પર મજા માણવા, મુક્ત રીતે સામાન્ય લોકોની જેમ હરવા-ફરવા અમારે વેશ બદલીને જવું પડે છે. ગાંગુલીના કહેવા પ્રમાણે તેઓ એકવાર કોલકાતામાં દૂર્ગાપૂજામાં ભાગલેવા માટે “સરદાર”નો વેશ ધારણ કરી ગયા હતા. મહત્વની વાત એ છે કે તે માટે મેકઅપ આર્ટિસની વ્યવસ્થા ખૂદ તેની પત્ની ડોનાએ કરી આપી હતી. આ ધટનાનો ઉલ્લેખ સૌરવ ગાંગુલીની પુસ્તક છે “અ સેંચુરી ઈઝ નોટ ઈનફ” માં તેણે કર્યો છે…