ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની માત્ર વાતો, આપણે જ ચીનની આ ત્રણ કંપનીઓને ટોપ ટેનમાં પહોંચાડી છે..

    ૦૭-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
ભારત વિષે ચીન કંઈ ખરાબ બોલે તો આપણને સહન થતુ નથી. અને ન જ થવું જોઇએ. કોઈ ભારતીયને આ સહન ન થાય. પણ આ માત્ર બોલવા પૂરતું સિમિત છે. બાકી ચીનની વસ્તુઓમાં ખરીદવામાં આપણે નંબર વન છીએ. આવું એટલા માટે કે આપણા દમ પર એટલે કે ભારતીયોની ખરીદ અને સહનશક્તિના દમ પર ચીનની ત્રણ કંપનીઓ ટોપ પર પહોંચી ગઈ છે.
 
બહિષ્કાર માત્ર કહેવા પૂરતો જ…
 
મેઈડ ઇન ચાઈનાનો બહિષ્કાર માત્ર ફટાકડા કે રમકડાં પૂરતઓ સિમિત થઈ ગયો છે. અને એ પણ માત્ર બોલવા ખાતર. બાકી ખરીદી તો ચીનની વસ્તુઓની જ થાય છે. કદાચ ચીનની વસ્તુઓની ખરીદી આપણી મજબૂરી પણ હોય શકે. ઠીક છે પણ એક રીપોર્ટ આવ્યો છે. જેનો ભાવ કંઈક એવો છે કે ભારતીય ગ્રાહકોના દમ પર ચીનની ત્રણ કંપનીઓ વિશ્વમાં ટોપટેનની યાદીમાં આવી ગઈ છે.
 
આ રહી તે ત્રણ કંપનીઓ…
 
આ ત્રણ કંપની છે અપ્પો, શાઓમી અને હુવાવે. આ ત્રણ કંપનીઓ માટે વર્ષ ૨૦૧૭ ખૂબ સરસ રહ્યું. દુનિયાભરમાં આ કંપનીઓના મોબાઈલનું વેચાણ ઘટી રહ્યું છે ત્યારે ભારતમાં આ કંપનીઓ મોબાઈલનું ખૂબ વેચાણ કર્યું છે. જેના કારણે તે વિશ્વની આગળ પડતી મોબાઇલની યાદીમાં આગળના ક્રમે આવી ગઈ છે. આજે પણ ભારતમાં શઓમી અને ઓપ્પોના મોબાઈલ ભારતમાં ખૂબ વેંચાય છે.
 

 
 
થોડા આંકડા જુવો…
 
રીપોર્ટના આંકડા પ્રમાણે ચીનની હુવાવે, ઓપ્પો અને શઓમી કંપની વિશ્વની ટોપ પાંચ બ્રાંડેડ કંપનીઓની યાદીમાં આવી ગઈ છે. આ યાદીમાં એપલ અને સેમસંગ પણ છે. ચીનની મોબાઈલ બનાવતી કંપની શાઓમીએ ઓક્ટોબર-ડિસેમ્બર – ૨૦૧૭માં એટલે કે અ ત્રણ મહિના દરમિયાન ભારતીય બજારમાં સેમસંગ કંપનીને પાછળ કરી દીધી છે. આ વાત Canalys એ પોતાના તાજેતમાં રજૂ કરેલા રીપોર્ટમાં કહી છે. આ રીપોર્ટનું અનુમાન છે કે આ ત્રણ મહિના દરમિયાન શાઓમીએ ભારતમાં ૮૨ લાખ મોબાઈલ વેચ્યા. જ્યારે સેમસંગે ૭૩ લાખ મોબાઈલ વેચ્યા. જો કે સેમસંગ આ રીપોર્ટને માનવા તૈયાર નથી. તેનું માનવું છે કે તે આજે પણ ભારતીય બજારમાં નંબર વનની સ્થિતિમાં જ છે.
 
બીજી કંપનીઓ પણ આગળ છે…
 
આ રીપોર્ટનું સાચુ માનિયે તો ઈન્ડિયન સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીની ભાગીદારી ૨૭ ટકા છે, જ્યારે સેમસંગની ૨૫ ટકા જ છે. જોકે આ તો ત્રણ કંપનીઓની જ વાત છે પણ આ સિવાય ચીની કંપની લેનેવો, વીવો જેવી કંપનીઓનું પણ ભારતીય બજારોમાં રાજ ચાલે છે….
 

 
 
.ચીનની વસ્તુ ખરીદવામાં આપણે આગળ…
 
એટલે કે ચીની સસ્તી તો ઠીક પણ મોઘા મોબાઈલ જેવી વસ્તુઓ પણ ખરીદમાં આપણે નંબર વન પર છે. બજારની દૃષ્ટીએ ભારત વિશ્વનું સૌથી મોટું બજાર છે. જો માત્ર ભારતના બજારમાં કોઇ કંપની ચાલી જાય તો તે વેચાણની દ્રષ્ટિએ ટોપટેનેની યાદીમાં આરામથી આવી શકે છે. ઓપ્પો અને શઓમી સાથે પણ આવું જ થયું છે. માત્ર ભારતીય બજારના દમ પર આ કંપની વિશ્વની ટોપટેની યાદીમાં આવી ગઈ છે.
 
આપણે માત્ર ચેનની વસ્તુનો બહિષ્કાર કરવાની વાતો કરીએ છીએ, બાકી ખરીદી તો માત્ર ચીની વસ્તુઓની જ કરીએ છીએ. જેની સાબિતિ આ કંપનીઓ છે…!
 
 
 આ વીડિઓ પણ તમને ગમશે...

Inspirational quotes by great business leaders

- સફળ વ્યક્તિઓના સૂત્રો