સુપ્રિમ કોર્ટે કહ્યું- અયોધ્યા કેસને ભૂમિ વિવાદ તરીકે જોવામાં આવે

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૮

 
અયોધ્યા બાબતે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુન્ની વકફ બોર્ડે કહ્યું કે, તેમને દસ્તાવેજોના અનુવાદ માટે હજુ વધુ સમય જોઇએ છે. સુપ્રીમ કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 14 માર્ચના રોજ હાથ ધરશે. કોર્ટે સાત માર્ચ સુધી દસ્તાવેજો જમા કરવા કહ્યું હતું. જો કે કપિલ સિબ્બલ આ મામલે કોર્ટમાં હાજર રહ્યા નહોતા.
 
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, પ્રથમ મુખ્ય અરજીકર્તાઓની સુનાવણી થશે અને બાદમાં અન્ય અરજીકર્તાઓ પર સુનાવણી થશે. આ મામલે સંબંધિત 42 પુસ્તકોનું બે સપ્તાહમાં અંગ્રેજી અનુવાદ જમા કરવામાં આવે અને તમામ પક્ષોને આપવામાં આવે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, ગીતા અને રામાયણના અનુવાદ પણ કોર્ટમાં જમા થવા જોઇએ.