સંઘ : ઋષિપરંપરાનું આધુનિક સંસ્કરણ છે પ્રચારકજીવન : મા.શ્રી મોહનજી ભાગવત

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮


 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારકને ઋષિ સમાન સાધક માનવામાં આવે છે. પાંચજન્યના ૨૨ ઑક્ટોબર, ૨૦૦૬માં પ્રકાશિત નવદધીચિ અંક માટે તત્કાલીન સરકાર્યવાહ (વર્તમાન સરસંઘચાલક) શ્રી મોહનજી ભાગવતે થોડા તપોનિષ્ઠ પ્રચારકોના જીવનની ચર્ચા કરતાં પ્રચારકપદ્ધતિનું સુંદર વિશ્ર્લેષણ કર્યું છે.

શ્રીમદ્ શંકરાચાર્યનું પ્રસિદ્ધ વાક્ય છે, ‘मनुष्यत्वं मुमुक्षत्वं महापुरुष संश्रयः|’ આવું સૌભાગ્ય તો ઈશ્ર્વરકૃપાથી મળતું હોય છે, પણ એવું લાગે છે કે આવા મહાપુરુષોનો સંશ્રય સંઘને કારણે પ્રાપ્ત થયો છે.

આવાં એક નહીં અનેક ઉદાહરણ જોવા મળે છે. હું વિદર્ભમાં પ્રાંતપ્રચારક હતો ત્યારે શ્રી લક્ષ્મણરાવ ભિડે અમારા ક્ષેત્રપ્રચારક હતા. ૧૯૯૧-૯૨ની વાત હશે. મેં તેમનો પ્રવાસ અકોલા જિલ્લાના ભાંવેરી ગામ માટે બનાવ્યો. અકોલાના જિલ્લા સંઘચાલકજીનું ઘર ભાંવેરીમાં હતું. તેમને ત્યાં ભિડેજી રોકાયા, ત્યાં તેમની ગામના અગ્રણીઓ સાથે પણ વાતચીત થઈ. પછી અમે લોકો ગામમાં આંટો મારવા નીકળ્યા. ફક્ત બે-ત્રણ લોકો વાતો કરતા જઈ રહ્યા હતા, પરંતુ ભિડેજી આગળ વધ્યા ત્યારે અમે જોયું કે થોડા લોકો ઘરની બહાર ઊભા રહી તેમને જોઈ રહ્યા હતા.

થોડા વધુ આગળ ગયા તો આજુબાજુના -૧૦ ઘરના લોકો બહાર આવી ગયા. બધા નમસ્કાર કરીને આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા ત્યાં જોયું તો બધાં ઘરોમાંથી નાનામોટા સહુ ભિડેજીનું સ્વાગત કરવા માટે આંગણાંમાં ઊભા હતા. અમને આશ્ર્ચર્ય થયું કે શું થઈ રહ્યું છે ? ભિડેજી પ્રભાવી વક્તા પણ હતા. દૂબળું શરીર અને સાવ ધીમો અવાજ હતો. કાર્યક્રમ પૂરો કરી તેઓ આગળના પ્રવાસમાં નીકળી ગયા.

પણ મેં ૧૦-૧૫ દિવસ પછી વિભાગ પ્રચારક અને જિલ્લા પ્રચારકને કહ્યું કે જરા તપાસ તો કરો કે ભિડેજીના આવવાથી આટલી હલચલ થવાનું કારણ શું છે ? તેમણે પૂછપરછ કરી ત્યારે ગામના લોકોએ કહ્યું, ‘અમે ભગવાનને તો જોયા નથી, પણ ભિડેજીને જોતાં તેમનામાં અમને દિવ્યાત્માનાં દર્શન થયાં.

આવો પ્રભાવ હોય છે પ્રચારકોનો. વાત કેવી રીતે સમજાવી શકાય ? વિદેશપ્રવાસ દરમિયાન હું એકવાર ઇંગ્લૅન્ડ ગયો હતો, ત્યાં પણ એક ઘરની ગૃહિણીએ આવી વાત કહી. તેણે કહ્યું, ‘અમે ભગવાનને તો જોયા નથી, પણ ભીડેજીનું સ્મરણ કરું છું ત્યારે ભગવાનનું સ્મરણ થઈ જાય છે.

ભીડેજી સૌમ્ય અને આત્મવિલોપી સ્વભાવના હતા, પરંતુ જનમાનસ પર તેમનો આવો પ્રભાવ હતો.

આવા હતા શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર. તેમને લીવરનું કૅન્સર હતું, તેમની અંતિમ ઇચ્છા હતી કે સ્વયંસેવકોને સંઘ વિશેના તેમના આકલન અને અનુભવ જણાવવા, ત્યારે તો તેઓ સરખું બોલી પણ શકતા નહોતા.

તેઓ સૂતાં સૂતાં મહાપ્રયત્ને વાત કરી શકતા. તો પણ તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો અને સ્થાન સ્થાન પરના સ્વયંસેવકો સાથે વાતો કરી. તેમનો સ્વયંસેવકો પ્રત્યે આવો સ્નેહ હતો. આવા સ્નેહને પોતાના જીવનની સાધના બનાવીને તેઓ ચાલ્યા. એટલે આપણે માત્ર હિન્દુ હિન્દુ ભાઈ ભાઈનાં ગીતો નથી ગાતા પણ આવા બંધુભાવને આપણા જીવનમાં ઉતારીએ છીએ.

સંઘ હોત તો આવી વ્યક્તિઓ સાથે આપણો પરિચય પણ થયો હોત. લોકો પ્રવાસી હતા, તપસ્વી હતા.

સહેજ વિચાર કરીએ, આવી વ્યક્તિઓ ગૃહસ્થ બની હોત તો તેઓ અત્યારે ક્યાં હોત ? તેમની પાસે ક્ષમતા અને પ્રતિભાની ખોટ હતી, પરંતુ બધું સંઘનાં ચરણોમાં સમર્પિત કરી દીધું. સંઘકાર્ય કરતી વખતે તેમના મનમાં બધી વાતોનો લેશ માત્ર પણ ગર્વ નહોતો. તો મેં થોડાં મોટાં નામોની વાત કરી પણ ઘણાં નામો એવાં છે જે ક્યારેય પ્રસિદ્ધ થયાં નથી. અટલજી પ્રધાનમંત્રી થયા એટલે શ્રી નારાયણરાવ તરટેનું નામ લોકોએ જાણ્યું.

શ્રી નારાયણરાવ તરટેને તમે પણ જોયા છે ને મેં પણ જોયા છે. તેમની પાસે અમસ્તા બેસવાથી પણ મન શાંત થઈ જતું. કશું પૂછવાની પણ ‚ પડતી નહોતી. મેં તો આવો અનુભવ કર્યો છે. આવી વ્યક્તિ આપણને જુએ અથવા જુએ પણ એટલી અનુભૂતિ કરીએ કે આપણે એમની સાથે છીએ તો કામ કરવા માટે એક નવી ઊર્જા તેમની પાસેથી પ્રાપ્ત કરી શકીએ.

શ્રી વસંતરાવ કસબેકર, વિદર્ભમાં વિભાગ પ્રચારક હતા. તેમણે એટલી બધી મહેનત કરી હતી કે ત્રણ-ચાર કો-ઑપરેટિવ બઁક અને ૫૦થી વધારે શાળાઓ તેમના સમયમાં નિર્માણ થઈ, જ્યારે તેઓ પ્રચારક તરીકે નીકળ્યા તે સમયે પ્રચારક પદ્ધતિ પણ પૂર્ણપણે પ્રસ્થાપિત હતી. એટલું નહીં તો તત્કાલીન પ્રાંત સંઘચાલકજીએ શ્રી ગુરુજીને પત્ર લખી વસંતરાવને પાછા બોલાવી લેવાની વિનંતી પણ કરી હતી, તેમણે લખ્યું હતું કે સંઘનું કામ સંન્યાસીઓનું નથી, ગૃહસ્થોનું છે. શ્રી ગુરુજીએ બીજું કાંઈ કરતાં તે પત્ર કસબેકરજીને મોકલી આપ્યો. વસંતરાવનો જવાબ હતો, ‘મેં તો જીવનભર સંઘકાર્ય કરવાનો નિર્ણય લઈ લીધો છે એટલે શ્રી ગુરુજી મને કહેશે તો પણ હું પાછો જઈશ નહીં, તો પાછા જવાનો પ્રશ્ર્ન ઊભો થતો નથી.’

શ્રી ગુરુજીએ તેમને પરત બોલાવ્યા, તો પણ તેમણે સંઘચાલકજીના સંતોષ માટે પોતાના એક મિત્રના મોટરગેરેજમાં પોતાનું નામ લખાવી દીધું અને કહ્યું કે મને ત્યાંથી ૩૫૦ રૂ. પગાર મળે છે, પરંતુ કામ એવા પ્રકારનું છે કે દિવસભર ખાલી સમય મળે છે. આવો ખુલાસો કરી તેઓ સંઘકાર્ય કરતા રહ્યા.

આવી રીતે તેમણે બે વર્ષ સુધી કામ કર્યું તે પછી તેમને પ્રચારક તરીકેની માન્યતા મળી અને તેઓ પ્રચારક તરીકે નીકળ્યા. ૧૯૪૦ પહેલાંની વાત છે.

હું જ્યારે અકોલા જિલ્લા પ્રચારક હતો ત્યારે નવો નવો સંઘમાં જોડાએલો. એક વિદ્યાર્થી વિસ્તારક નીકળ્યો. મેં તેને એક સ્થાન પર મોકલ્યો, પરંતુ ત્યાં તેને કહેવામાં આવ્યું કે અમે તમારો ખર્ચ વહન નહીં કરી શકીએ એટલે તમે પરત જતા રહો. તેનો જવાબ હતો, ‘મને સંઘે મોકલ્યો છે. સંઘ કહેશે તો હું પાછો જઈશ. નહીં તો નહીં જાઉં. જો તમે મારી વ્યવસ્થા કરી શકો તો હું જાતે મારી વ્યવસ્થા કરી લઈશ. તમે મારી ચિંતા કરો. તે ત્યાં રહ્યો અને સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે પછી પણ તે વર્ષ સુધી પ્રચારક રહ્યો. એટલે નવા લોકોમાં પણ એવી પ્રેરણા તીવ્રતાથી કામ કરી રહી છે જે જૂના લોકોમાં કરતી હતી. સંઘકાર્યમાં બીજું કોઈ તત્ત્વ કામ નથી કરતું, માત્ર આત્મતત્ત્વ કરે છે. યાદવરાવ જોશી કહેતા કે પોતાના સ્નેહથી સ્વયંસેવકની મનોવૃત્તિને સીંચિત કરો. તે સ્નેહને કારણે સ્વયંસેવક વિચારે છે અને તેનામાં કાર્ય માટેની તડપ નિર્માણ થાય છે. તે તડપ નિર્માણ થયા પછી બાકી બધી વસ્તુઓ અંકુરિત થાય તે સ્વાભાવિક અને સરળ પ્રક્રિયા છે. સંઘનો સ્વયંસેવક સ્નેહના આધાર પર કાર્ય કરે છે, તેને બીજું કાંઈ દેખાતું નથી, પણ માત્ર દુન્યવી દૃષ્ટિથી જોઈએ તો પ્રચારક બનવું તે ખોટનો ધંધો છે. પ્રચારકે પોતાની સુરક્ષા સહિત બધી ચિંતાઓને ત્યાગીને નીકળવાનું હોય છે.’

ત્રિપુરામાં અમારા ચાર પ્રચારકોની હત્યા થઈ. એટલે પ્રચારકોને તો કોઈ પ્રકારની સુરક્ષા છે કે કોઈ બાંહેધરી કે અમુક જગ્યા પર પ્રચારક સારું કામ કરી રહ્યો છે એટલે તે ત્યાં રહેશે. અમે તેને બદલી શકીએ છીએ. એટલે એક પ્રચારક પોતે પોતાને પણ અંધકારમાં છોડે છે. આવી હિંમત માણસ ત્યારે કરી શકે છે જ્યારે હૃદય તડપતું હોય. ભિડેજી, ઇનામદારજી જેવા અનેક લોકોને મેં જોયા છે, કારણ કે નાનપણથી અમારે ઘેર સંઘનું વાતાવરણ છે. લોકો ખૂબ કષ્ટ સહન કરતા હતા. ભાઉરાવ દેવરસને પક્ષાઘાત (લકવો) થયો હતો. તો પણ તેકામ બાકી અને હું પણ બાકીએવું કહીને પોતાને યોગ્ય સિદ્ધ કરવા મથતા અને કાર્યરત રહેતા. શ્રી દત્તોપંતજી ઠેંગડી ડર્બનના પ્રથમ હિન્દુ સંમેલનમાં ગયા હતા, ત્યાં વિમાનમથકે ઊતરીને ગાડી તરફ ગયા ત્યારે સાથેના કાર્યકર્તાઓએ જોયું કે તેમનો ઝભ્ભો બગલમાંથી લાલ થઈ રહ્યો હતો. હકીકતમાં ત્યાં પડેલા એક ઘામાંથી લોહી વહી રહ્યું હતું, પરંતુ ઠેંગડીજીએ કહ્યું કે નાનકડો ઘા છે. એકાદ દિવસમાં ‚ઝાઈ જશે. તમે ચિંતા કરશો. બધા આશ્ર્ચર્યમાં પડી ગયા. હમણાં થોડા દિવસ પહેલાં મુકુંદ દેવનું અવસાન થઈ ગયું, હું જ્યારે અકોલામાં નગર પ્રચારક હતો ત્યારે તે એક શાખાનો કાર્યવાહ હતો. સંઘવિચારથી પ્રભાવિત થઈ સતત કાર્ય કરતો રહ્યો... નક્સલ પ્રભાવિત ચંદ્રપુરમાં જીવના જોખમે કામ કર્યું. હું જે ક્ષેત્રમાં વિદ્યાર્થી વિસ્તારક બનીને ગયો હતો ત્યારે ત્યાં માત્ર બે શાખા લાગતી હતી. આગળ જતાં હું ત્યાંનો પ્રાંતપ્રચારક બન્યો. બધાની મહેનત અને સહયોગથી આજે ત્યાં ૪૦થી વધુ શાખાઓ લાગી રહી છે, તે ક્ષેત્રમાં કામ કરતી વખતે મેં જે લોકોને તૈયાર કર્યા તે લોકો અત્યારે ત્યાં ખૂબ મોટું પરિવર્તન લાવી ચૂક્યા છે.

પરિવર્તનનું એક ઉદાહરણ જોઈએ. ૧૯૬૭ની વાત છે. સમયે હું ચંદ્રપુરમાં એક કૉલેજમાં અભ્યાસ કરતો હતો. ગૌરક્ષા આંદોલન માટે પુરીના શંકરાચાર્ય ઉપવાસ ઉપર બેઠા હતા. બંધનું આહ્વાન કર્યું હતું, તેથી અમે બધા લોકો કૉલેજ બંધ કરાવવા માટે પહોંચ્યા, પણ અમે ૨૦-૨૫ હતા. એટલે અમારે ત્યાંથી ભાગવું પડ્યું અને આજે આપણે જોઈએ છીએ કે સ્વયંસેવકોના એક આહ્વાનથી સંપૂર્ણ કૉલેજ બંધ થઈ જાય છે. અમારા પ્રચારકો અને કાર્યકર્તાઓ દ્વારા બધા વર્ગ, બધી જાતિઓની વચ્ચે જે કામ થયું છે તેનું પરિણામ છે. આવું પરિવર્તન ગામોમાં બજારોમાં બધી જગ્યાએ જોવા મળે છે.

સંઘ જેવા મનુષ્યના નિર્માણની વાત કરે છે એવા અમે નિર્માણ કર્યા છે. પ્રચારક ૮૦ વર્ષની ઉંમરે પણ સક્રિય રહે છે, તે વિચારે છે કે શરીરમાં જે પણ છે તે બધું નિચોવી લેવાનું છે, તેની પાછળ તેમનું મન અને કાર્યની સફળતાની ઊર્જા પણ કામ કરતી હોય છે. એવું કરવામાં તેમને આનંદ આવે છે, તેથી તેઓ હંમેશાં કરતા રહે છે. તેમણે એવું તેઓએ એવું નક્કી કર્યું છે કે પોતાનું શરીર, મન, બુદ્ધિની સાર્થકતા કાર્યમાં ઘસાઈ જવામાં છે. કામ કર્યા પછી તેમને માન-અપમાનની પરવા નથી. એટલે જ્યાં સુધી પગ ચાલે છે ત્યાં સુધી સંઘકાર્ય કરવાની ઇચ્છા ધરાવે છે.

લોકો એવું નથી જોતા કે બહાર શું થઈ રહ્યું છે. એટલું વિચારે છે કે તેમણે લીધેલી પ્રતિજ્ઞા અનુસાર જીવન હોડમાં મૂકી દેવાનું છે. મારે કોઈ પણ પ્રકારનું શ્રેય નથી જોઈતું. મારે તો એટલો સંતોષ જોઈએ કે મેં નિયમ અને અનુશાસનનું પાલન જીવનભર ચલાવ્યું છે. મારો ધર્મ છે. જો તે કંઈ વિચારે છે તો એટલું કે મેં ૧૦ લોકોને કામ સાથે જોડ્યા છે. જેમ નારાયણરાવ તરટેએ ક્યારેય એવું નથી કહ્યું કે મેં અટલજીને તૈયાર કર્યા છે. તેમ બાકી લોકો પણ નથી કહેતા. મેં અમુકને તૈયાર કર્યા છે. ભગવાનનું કામ છે અને બધાએ મળીને કર્યું છે, પરંતુ વાત સાચી છે કે અટલજી જ્યારે ૧૧ વર્ષના હતા ત્યારે તરટેજી ત્યાં પ્રચારક હતા અને તેઓ અટલજીને શાખામાં લાવ્યા હતા. આવા તપસ્વીઓને કાંઈ મળ્યું કે નહીં મળ્યું તેની ચિંતા નથી રહેતી.

બસ, કામ કરવું છે અધ્યાત્મ નિહિત છે. તેમના જીવનની કાર્યથી જાણકારી મળે છે. એટલા માટે મૃત્યુ સમયે પણ આવા લોકોનું આચરણ અલગ હોય છે. ભિડેજીનું ઉદાહરણ છે કે જ્યારે તેમને આભાસ થઈ ગયો કે મૃત્યુ તેમની સામે છે ત્યારે તેમણે વિશ્ર્વવિભાગના કાર્યકર્તાઓને પત્ર લખ્યો કે, ‘તમે ચિંતા કરો, મને સહેજ પણ ચિંતા નથી. હવે તો હું વધારે સુંદર થવા જઈ રહ્યો છું.’ તેમણે લોકોને સમજાવતાં લખ્યું કે શરીર જર્જરિત થઈ ગયું છે એટલે જન્મની ભૂલોને સુધારી લઈને આગળના જન્મમાં આનાથી વધારે સુંદર જીવન લઈને મને કાર્ય કરવાનો અવસર મળશે. આનંદની વાત છે, દુ:ખની નહીં. ભિડેજી, ઇનામદારજી જેવા લોકો નાનપણથી કેવા હતા તો આપણે નથી જોયા. તેમને તો વરિષ્ઠ પ્રચારકો સ્વ‚પે મેં તેમને જોયા છે, પણ શ્રી સુબ્રમણ્યમ જેવા પ્રચારકોને તો હું નાનપણથી ઓળખું છું. નાનપણમાં તો તેઓ અસામાન્ય હતા. સંઘમાં આવીને અસામાન્ય બન્યા. સંઘમાં એવું તંત્ર વિકસિત થાય છે, પરંતુ સૌથી વધારે મહત્ત્વની વાત તો છે કે તેમણે પોતાના મનને એવું બનાવી લીધું કે સમર્પણ મારા જીવનનું લક્ષ્ય છે. શું થાય છે, શું નથી થતું તે મારો પ્રશ્ર્ન નથી.

હું એટલું જાણું છું કે હું જે સપનું જોઈ રહ્યો છું તે ભગવાનની ઇચ્છાથી પૂર્ણ થઈ જવાનું છે અને મારા જીવતાં થશે અને નિમિત્ત કોઈ પણ બને તો પણ માર્ગે થશે. માર્ગમાં પોતાને વિલીન થઈ જવું મારું કામ છે. એવી ભાવના રાખી જે પ્રચારકજીવન સ્વીકારે છે તેનો આવો વિકાસ થાય છે. આવાં ઉદાહરણો આપણને પ્રચારકોની પહેલી અને બીજી પેઢીમાં જોવા મળે છે. આપણી ત્રીજી પેઢી છે. ચોથી અને પાંચમી પેઢીમાં પણ સાધનાને ચાલતી આપણે જોઈ શકીએ છીએ. તેમ છતાં બધા સાધકો તેમાં સફળ નથી થઈ શકતા. કેટલાક વચ્ચેથી પાછા વળી જાય છે, છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે નવી પેઢીમાં પણ રસ્તા પર ચાલીને સફળ થવાનો ઉમંગ ધરાવતા લોકો છે. એટલે ચિંતાનું કોઈ કારણ નથી. આવા હજારો નવા અને જૂના પ્રચારકો છે. આપણે જોયું હશે જેમનાં ઉદાહરણો આપીને આપણે વાત કરીએ છીએ તેઓસેલિબ્રિટીનથી.

આને આપણે એક સહજ અને સ્વાભાવિક પ્રક્રિયાસ્વ‚પે જોઈએ છીએ. ભારતની તપોનિધિ છે. ઋષિજીવનની દેશ, કાળ, પરિસ્થિતિ અનુસારની સુસંગત શોધ છે.

* * *

અનુવાદ : કેતન સોજિત્રા