IND VS SA: ચોથી વન ડેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઉતરશે ગુલાબી ડ્રેસમા!

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮

 
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી વન ડે ફૂલ ગુલાબી થવાની છે. જો આ મેચ જોશો તો તમેન ચારે બાજુ ગુલાબી રંગ જ જોવા મળશે. મેચના દરેક આયોજનમાં, તેના સ્ટેજથી લઈને પ્રેસ કોન્ફરન્સ સુધી બધુ જ ગુલાબી રંગથી રંગવાની તૈયારી થઈ ગઈ છે. મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ગુલાબી રંગના ડ્રેસમાં રમતી જોવા મળવાની છે. આ ઉપરાંત મેચ જોવા આવનાર દર્શકો પણ ગુલાબી રંગના અલગ અલગ કપડા પહેરીને આવવાના છે. એટલે આ મેચનો દિવસ ગુલાબી રહેઅવાનો છે.
આતલું વાચ્યા પછી તમે કહેશો કે ગુલાબી રંગની વાત તો બરાબર પણ આવું આયોજન કેમ કરવામાં આવ્યુ? તો વાત જાણે એમ છે કે મહિલાઓને થનાર બ્રેસ્ટ કેંસર પ્રત્યે જાગૃતિ ફેલાવવા આ પ્રકારનું કેમ્પેન દક્ષિણ આફ્રિકામાં ચલાવવામાં આવી રહ્યું છે. જેને દક્ષિણ આફ્રિકા, ક્રિકેટપ્રેમી અને આયોજકો કેટાલાક વર્ષોથી સમર્થન કરી રહ્યા છે. આ અભિયાનનું નામ છે #Pitchcupinpink. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ, ખેલાડી અને એનજીઓ સાથે મળીને મહિલાઓને થનાર બ્રેસ્ટ કેંસર પ્રત્યે જાગૃતતા ફેલાવવા અને પૈસા એકઠા કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહ્યા છે.
 
 
 
હવે લોકોનો ઉત્સાહ જુવો. આ મેચને જોવા લોકો ગુલાબી રંગના ડ્રેસની ખરિદી કરી રહ્યા છે. આફ્રિકામાં આ દિવસ માટે ગુલાબી રંગના કપડાની માંગ વધી ગઈ છે. સ્ટેડિયમને અદંરથી ગુલાબી રંગે રંગવા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેચને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે.
 
 
 
 
અભિયાન સારુ પણ એક ટેંશન છે…!
 
અભિયાન સારુ પણ એક ટેંશન એ છે ગુલાબી રંગ આફ્રિકાની ટીમ માટે લકી સાબિત થયો છે. આફ્રિકાની ટીમ જ્યારે-જ્યારે ગુલાબી રંગની જર્સીમાં મેચ રમવા ઉતરી છે ત્યારે ત્યારે હંમેશા તેની જીત થઈ છે. આ ગુલાબી જર્સીમાં તેમણે એક પણ મેચ નથી હારી. હવે જોવાનું એ રહેશે તે શનિવારે પિંક ડે પર ગુલાબી રંગમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની જીત થાય છે કે કેમ?