પરીક્ષામાં પેપર આ રીતે લખો, નક્કી ચાર-પાંચ માર્ક્સ વધારે મળશે…

    ૧૦-માર્ચ-૨૦૧૮

 
પારીક્ષામાં વિષયદીઠ પાંચ સાત માર્ક્સ માત્ર આ થોડી વાતો યાદ રાખી તેને ઉત્તરવહી પર ઉતારીને વધારી શકાય છે. જે બે વાત મહત્વની છે તે આ રહી…
 
૧) પરીક્ષા કેવી રીતે આપવી, અને
 
૨) પેપર કેવી રીતે લખવું…
૧) પરીક્ષા કેવી રીતે આપવી….
 
તમે કહેશો આમાં શું ધ્યાન રાખવાનું? પણ મિત્રો સાચી વાત એ છે કે પરીક્ષાના દિવસે ઘણા વિદ્યાર્થીઓએ વાચેલું બધુ હોવા છાતા તે કન્ફ્યુસ હોય છે. તેને ચિંતા હોય છે અને અંત સમય માં અફડાતફડીમાં તેઓ ભૂલ કરી બેસતા હોય છે. આવા સમયે થોડું ધ્યાન રાખવા જેવું છે
 
શાંત, એકાગ્રમય રહો…
 
પહેલા તો પારીક્ષા આપવા જઈ રહ્યા છો, યુદ્ધ લડવા નહિ એટલે ગભરાઇ ન જાવ, આપણે જીવનની પરીકક્ષામાં પાસ થવાનું છે,આ પરીક્ષા તો તેની એક કડી છે. એટલે શાંત રહો, રઘવાય ન થાવ, હું શાંત રહીને પરીક્ષા આપીશ, અને જે આવડે છે તે બધું જ ઉત્તરવહીમાં લખી નાખીશ તેનો વિશ્વાસ લઈને પરીક્ષા આપવા જાવ…નથી આવડતું, જો હુ નાપાસ થઈ તો…આવી બધી ફાલતું બાબતો પર ધ્યાન ન આપો. માત્ર પરીક્ષામાં જ ધ્યાન કેન્દ્રિત કરો…
 
સાથે રાખો…
 
ઘડિયાળ હંમેશાં સાથે રાખો…સમય મહત્વનો છે. આખા વર્ષની મહેનત બતાવવા તમારી પાસે માત્ર ૩ કલાક જ છે. પ્રશ્ન ના માર્ક પ્રમાણે તેને લખવાનો સમય આપો…એક માર્કનો પ્રશ્ન હોય તો તેને આવડતો હોવા છતા ખૂબ મોટો ન લખો…એજ રીતે કોઇ મોટો જવાબ લખતા હોય અને વધારે સમય જતો હોય તો તે પ્રશ્ન માટે તમે સમય નક્કી કરી તે સમય પછી તેને અધૂરો છોડી દો…છેલ્લે સમય મળે તો પૂરો કરવો…આ સમય જાળાવવા ઘડિયાળ સામે જ રાખો….
 
આ ઉપરાંત..
 
કંપાસ, ફૂટપટ્ટી, રબ્બર, પરિકર, પેન્શિલ તૈયાર રાખો, પરીક્ષામાં સાદી પેન વાપરો, મોંઘી કે પકડતા ન ફાવે તેવી કે જેલ પેનથી પેપર ન લખો. પેપર આપવા જવાના આગલા દિવસે જ આ તૈયારી કરી લો...શક્ય હોય તો પાણીની બોટલ પણ સાથે રાખો…
 

 
 
પેપર હાથમાંઆવે ત્યારે…
 
પેપર હાથમાં આવે એટલે તેને બે થી ત્રણ વાર વાંચો…આજું બાજુ વાળા શું કરે છે તેની ચિંતા છોડો. તમે પહેલા બરાબર પૂછાયેલા પ્રશ્નો વાંચો. શું કહેવા માગે છે તે પ્રશ્ન તે શમજો. ઘણી વાર પરીક્ષામાં એકનો એક પ્રશ્ન ફેરવી ફેરવીની પૂછવામાં આવતો હોય છે. એટલે કે જવાબ એક જ હોય પણ પ્રશ્ન પૂછવાની રીતે અલગ હોય. ઘણી વાર વિદ્યાર્થીઓને પરીક્ષાખંડની બહાર આવી ને ખબર પડે છે કે આનો તો જવાબ મને આવડતો હતો…આવું ન થાય માટે પેપરને બે વાર વાંચો…
પછી જે પ્રશ્નના જવાબ બરાબર આવદતા હોય તેની સામે ખરાની નિશાની કરી દો, થોડો આવડતો હોય તેની સામે પોઈન્ટા મુકી દો અને ન આવડતો હોય તેની સામે ચોકડી મારી દો…
 
હવે બીજી વાત શરૂ થાય છે…
 
પેપર કેવી રીતે લખવું…
 
દરેક વિદ્યાર્થીની પેપર લખવાની સ્ટાઈલ જુદી જુદી હોય છે. પણ એક વાત નક્કી છે કે જેને સારા માર્ક્સ મળે છે તે વિદ્યાર્થી પ્રશ્નોના જવાબની રજૂઆત વ્યવસ્થિત રીતે કરી છે. આંખા પેપરની રજૂઆત જુવો તો પેપર ચકાસનાર જે શિક્ષક છે તેને પ્રભાવિત કરે તેવું હોય છે….બસ થોડા માર્ક્સ વધારે જોતા હોય તો તમારે આ પેપર ચકાસનાર જે શિક્ષક તમારા પ્રેશન્ટેશનથી પ્રભાવિત કરી દેવાના છે.
 
આ રીતે લખો…
# બને અટલા અક્ષર સારા કાઢો…
 
# ઉત્તરવહી બને એટલી સ્વચ્છ રાખો….ચેક ચાક ઓછી કરો
 
# જે પ્રશ્નનો જવાબ સારો આવદતો હોય તે જવાબ પહેલા લખો
 
# દરેક પ્રશ્નનો જવાબ નવા પાનેથી શરૂ કરો, જો એક પાના પર માત્ર ૭-૮ લિટીમાં જવાબ પૂર્ણ થઈ જતો હોય તો પણ નવો જવાબ નવા પાને શરૂ કરો…
 
# આપણૅ હંમેશાં જવાબ- ૧ ઉત્તરવહીમાં સાઈડના કૌંસમાં લખતા હોઇએ છીએ. આવું ન કરો. જવાબ ૧ ઉત્તરવહીની સેન્ટરમાં થોડા મોટા અક્ષરે લખો.
 
# પછી બે લીટી છોડીને જવાબ શરૂ કરો…
 
# આવું કરવાથી પેપર તપાસનારને માર્ક આપવાની જગ્યા મળશે અને તે છેલ્લે ટોટલ કરે તો તે સરળતાથી ટોટલ કરી શકે છે.
 
# હવે તમે કોઇ પણ જવાબ લખો તો તેમાં સબ ટાઇટલ હોય છે. તેને હાઈલાઈટ કરો.
 
# સબટાઈટાલ પતે એટાલે બે ટપકા કરી તેની બાજુ માથી જ જવાબ લખવાનું શરૂ ન કરો, પહેલા સબ ટાઈટલ લખો પછી તેની નીચે અન્ડર લાઈન કરો અને એક લિટી છોડી જવાબ લખવાનું શરૂ કરો…આ લેખની રજૂઆત જુવો…કેવી રીતે મુદ્દા, પેટા મુદ્દાને જગ્યા છોડી લખવામાં આવ્યા છે.
 
# અને હા જે પ્રશ્નનો જવાબ ન આવડતો હોય પણ છેલ્લે તમારી પાસે સમય હોય અને તે પ્રશ્ન સંદર્ભમાં તમને બિજું કંઈક આવડતું હોય તો તે ત્યાં લખી નખવું…
 
તમારે આ રીતે જ પેપર લખવાનું છે. નક્કી પેપર તપાસનારને તમે તમારી રજૂઆતથી પ્રભાવિત કરી શકશો…બે પાંચ માર્ક્સ તો આમ જ વધી જશે…
 
જુવો તસવીર….અહિં તમારી સમજ માટે એક પાનું લખીને તેનો ફોટો મુકવામાં આવ્યો છે