ખબર-એ-પાકિસ્તાન : અબ તેરા ક્યા હોગા પાકિસ્તાન ?

    ૧૦-માર્ચ-૨૦૧૮


 

એફએટીએફનો પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં સામેલ કરવાનો સંકેત

ટેરર ફાઈનાન્સિંગને અટકાવવામાં નિષ્ફળ રહ્યા બાદ FATF દ્વારા પાકિસ્તાનના અર્થતંત્રને ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવી ચૂક્યું છે. ચીન, સાઉદી અરેબિયા અને તુર્કીએ રૂઆતમાં FATFના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હવે પાકિસ્તાનના ખાસ મિત્ર ચીને મામલે પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. સૌપ્રથમ સાઉદી અરેબિયાએ પોતાના હાથ પાછા ખેંચ્યા, ત્યાર બાદ હવે ચીને પણ પીછેહટ કરી છે.

ચીને પાકિસ્તાનને બાબતની સૂચના પણ આપી દીધી છે કે તે મામલે હસ્તક્ષેપ નહીં કરે. પાકિસ્તાનના સમાચાર પત્ર ડોનના જણાવ્યા અનુસાર ચીને કહ્યું છે કે, નિષ્ફળ પ્રસ્તાવને સમર્થન આપી તે પોતાની સ્થિતિ નબળી બનાવવા નથી માંગતું. જેથી હવે પાકિસ્તાનના અર્થતંત્ર પર બ્લેક લિસ્ટ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જો જૂન સુધીમાં પાકિસ્તાન ટેરર ફંડિગનો અંત આણવાની વિસ્તૃત યોજના નહીં તૈયાર કરે તો તેનું નામ બ્લેક લિસ્ટની યાદીમાં સામેલ કરી દેવામાં આવશે.

૩૭ દેશોના ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ગત સપ્તાહે પેરિસમાં ફુલ મેમ્બર બેઠક કરી હતી. તેમાં પાકિસ્તાનને એવા દેશોની વોચલિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું કે જ્યાં આતંકવાદી સંગઠન હજી પણ ફંડ એકત્ર કરી રહ્યાં છે. મામલે કાર્યવાહી કરતા FATF પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરી દીધું હતું. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદના વિત્તપોષણનો સામનો કરવામાં રણનૈતિક ખામીઓ ધરાવતા દેશોના રૂપમાં ચિહ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવને ભારત ઉપરાંત બ્રિટન, ફ્રાંસ અને જર્મનીએ સમર્થન આપ્યું હતું.

જોકે અગાઉ ૨૦મી ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં ચીન, સાઉદી અરેબિયા અને તુર્કીએ મળીને પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. સાઉદી અરેબિયા FATF નું ફુલ ટાઇમ સભ્ય હોવા છતાં સૌથી પહેલો વિરોધ તેણે નોંધાવ્યો હતો. ત્યાર બાદ અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ બીજા દિવસે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે એક અભૂતપૂર્વ બાબત હતી. તે દરમિયાન અમેરિકાએ ફુલ મેમ્બરશીપ અપાવવાની લાલચ આપીને સાઉદી અરેબિયાને પોતાના પક્ષમાં કરી લીધું હતું. આમ પાકિસ્તાનના પક્ષમાં હવે માત્ર ચીન અને તુર્કી એમ બે દેશો રહી ગયા હતા. નિયમાનુસાર FATFના કોઈ પણ પગલાને રોકવા માટે ઓછામાં ઓછા ત્રણ સભ્ય દેશોનું સમર્થન હોવું ‚રી છે. તેવામાં હવે ચીને પણ પાકિસ્તાનનો સાથ છોડી દીધો છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાંથી લોન મળવી મુશ્કેલ બનશે

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ), વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક સહિત મૂડીઝ, સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર અને ફિંચ જેવી રેટિંગ એજન્સીઓ પાકિસ્તાનને ડાઉનગ્રેડ કરી શકે છે. જો આમ થાય તો પાકિસ્તાનના સ્ટોક માર્કેટમાં જબ્બર કડાકો બોલી શકે છે અને તેની ઈકોનોમીમાં પણ નકારાત્મક અસર પડી શકે છે. પાકિસ્તાનના અર્થતંત્રને પડનારા ફટકાનો સીધો લાભ ચીનને થશે અને તેની સામે પાકિસ્તાનમાં રોકાણ વધારવાની વિશાળ તકો ઊભી થશે.

કોઈ પણ દેશને FATF દ્વારા ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવે તો તેની નાણાકીય શાખ પર નકારાત્મક અસર પડે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી લોન મેળવવી મુશ્કેલ સાબિત થાય છે. ટાસ્ક ફોર્સ તરફથી ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવવાથી વિદેશી રોકાણકારો અને કંપનીઓનો પાકિસ્તાનમાંથી રસ ઘટશે.

પાકિસ્તાનની ઈકોનોમીના નિષ્ણાતોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ), વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક સહિત મૂડીઝ, સ્ટાંડર્ડ એન્ડ પૂઅર અને ફિંચ જેવી રેટિંગ એજન્સીઓ પાકિસ્તાનને ડાઉનગ્રેડ કરી શકે છે. જો આમ થાય તો પાકિસ્તાનના સ્ટોક માર્કેટમાં જબ્બર કડાકો બોલી શકે છે અને તેની ઈકોનોમીમાં પણ નકારાત્મક અસર પડી શકે છે. પાકિસ્તાનના અર્થતંત્રને પડનારા ફટકાનો સીધો લાભ ચીનને થશે અને તેની સામે પાકિસ્તાનમાં રોકાણ વધારવાની વિશાળ તકો ઊભી થશે.