મુદ્ધાની વાત : રામમંદિર બાબતે ગેરમાર્ગે દોરતા ડાબેરી ઇતિહાસકારો

    ૨૮-માર્ચ-૨૦૧૮


 
 

અયોધ્યાની માલિકી સંબંધે ૧૯૯૦માં રાષ્ટ્રીય સ્તર પર ચર્ચાએ જોર પકડ્યું. એના પહેલાં ૧૯૭૬-૭૭માં પુરાતાત્ત્વિક અધ્યયન દરમ્યાન અયોધ્યા ઉત્ખનનમાં કે.કે. મુહંમદ નામના પુરાતત્ત્વ સર્વેક્ષકને પણ સામેલ કરાયા હતા. પ્રોફેસર બી.બી. લાલના નેતૃત્વમાં અયોધ્યા ઉત્ખનનની ટીમમાં દિલ્હી સ્કૂલ ઓફ આર્કિયોલોજીના ૧૨ વિદ્યાર્થીઓમાંથી કે.કે. મુહંમદ પણ એક હતા. સમયના ખોદકામમાં મંદિરના સ્તંભોની નીચેના ભાગમાં ઈંટોથી બનાવાયેલ આધાર જોવા મળ્યો. કોઈએ તેને સમગ્રતાથી જોયો નહીં. એક પુરાતત્વવિદની ઐતિહાસિક માનસિકતા સાથે બધાએ તેને જુદી રીતે જોયો. ખોદકામ વખતે ત્યાં જોવા મળ્યું કે બાબરી મસ્જિદની દીવાલોમાં મંદિરના સ્તંભ હતા. સ્તંભોનું નિર્માણ બ્લેક બેસાલ્ટ પત્થરોથી કરવામાં આવ્યું હતું. સ્તંભના નીચેના ભાગમાં ૧૧મી-૧૨મી સદીના મંદિરોમાં જોવા મળતા પૂર્ણ કળશ બનાવવામાં આવ્યા હતા. મંદિરકળામાં પૂર્ણ કળશ આઠ ઐશ્ર્વર્યચિહ્નોમાંનું એક છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદને તોડી પાડતાં પહેલાં પ્રકારે એક કે બે સ્તંભ નહીં, ૧૪ સ્તંભો ઉત્ખનન ટીમે જોયા. પોલીસને સુરક્ષાને કારણે મસ્જિદમાં પ્રવેશની મનાઈ હતી, પરંતુ ઉત્ખનન અને સંશોધન સાથે સંકળાયેલા હોવાને કારણે ઉત્ખનન ટીમ પર પ્રતિબંધ લાગુ પડતો હતો. આખી ટીમ ઉત્ખનન માટે બે મહિના અયોધ્યામાં રહી. બાબરના સેનાનાયક મીર બાકી દ્વારા તોડવામાં આવેલ કે પહેલેથી તોડેલા મંદિરોના અંશોનો ઉપયોગ કરીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ખોદકામથી મળેલા પુરાવાઓને આધારે કે.કે. મુહંમદે ૧૫ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ નિવેદન આપ્યું હતું કે બાબરી મસ્જિદની નીચે મંદિરના અંશો તેમણે પોતે જોયા છે. સમયે માહોલ ગરમ હતો. હિંદુ અને મુસલમાન બે જૂથોમાં વહેંચાયેલા હતા. કેટલાય નરમપંથીઓએ સમજૂતીની કોશિશ કરી, પરંતુ રામ જન્મસ્થાન પર વિશ્ર્વ હિંદુ પરિષદે પોતાની પકડ મજબૂત બનાવી દીધી હતી.

બાબરી મસ્જિદ હિંદુઓને આપીને સમસ્યાનું સમાધાન કરવા માટે મધ્યમમાર્ગી મુસલમાનો તૈયાર હતા, પરંતુ તે બાબતે ખૂલીને કહેવાની કોઈનામાં હિંમત હતી. બાબરી મસ્જિદ પર દાવો છોડવાથી સંઘર્ષ ટાળી શકાશે. કેટલાક મુસલમાનોએ એવું પણ વિચાર્યું. પ્રકારના વિચારોથી સમસ્યાના સમાધાનની સંભાવના હતી. પરંતુ ખેદ સાથે કહેવાનું કે ઉગ્રપંથી મુસ્લિમ જૂથની મદદ કરવા માટે કેટલાક ડાબેરી ઇતિહાસકારો સામે આવ્યા અને તેમણે મસ્જિદ નહીં છોડવાનો ઉપદેશ આપ્યો. તેમને ખબર હતી કે તેઓ કેટલું મોટું પાપ કરી રહ્યા છે. જેએનયુના કે.એસ. ગોપાલ, રોમિલા થાપર, બિપિન ચંદ્રા જેવા ઇતિહાસકારોએ કહ્યું કે ૧૯મી સદી પહેલાં મંદિર તોડવાના પુરાવા નથી. તેમણે અયોધ્યાને બૌદ્ધ-જૈન કેન્દ્ર ગણાવ્યું. તેમનો સાથ આપવા માટે આર.એસ. શર્મા, અનવર અલી, ડી.એન. ઝા, સૂરજભાણ, પ્રૉ. ઇરફાન હબીબ વગેરે પણ આગળ આવ્યા. તેમાંથી માત્ર સૂરજભાણ પુરાતત્ત્વવિદ્ હતા. પ્રો. આર.એસ. શર્માની સાથે આવેલા કેટલાય ઇતિહાસકારોએ બાબરી મસ્જિદ એક્શન કમિટીના વિશેષજ્ઞો ‚પે કેટલીય બેઠકોમાં ભાગ લીધો. કમિટીની કેટલીય બેઠકો ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદના અધ્યક્ષ પ્રો. ઇરફાન હબીબની અધ્યક્ષતામાં થઈ. કમિટીની બેઠક પરિષદના કાર્યાલયમાં આયોજિત કરવાનો તત્કાલીન સદસ્ય સચિવ અને ઇતિહાસકાર પ્રો. એમ.જી.એસ. નારાયણે વિરોધ પણ કર્યો, પરંતુ પ્રો. ઇરફાન હબીબે તેને ગણકાર્યો નહીં. ડાબેરી ઇતિહાસકારોએ અયોધ્યાની વાસ્તવિકતા પર સવાલ ઉઠાવતા સતત લેખો લખ્યા અને તેમણે જનતામાં ભ્રમ અને અસમંજસ પેદા કરી દીધાં. ડાબેરી ઇતિહાસકાર અને તેમનું સમર્થન કરનાર મીડિયાએ સમજૂતીના પક્ષમાં રહેલા મુસ્લિમ બુદ્ધિજીવીઓને પોતાના ઉદાર વિચાર છોડવાની પ્રેરણા આપી. કારણે મસ્જિદને હિંદુઓ માટે છોડીને સમસ્યાના સમાધાન માટે વિચારી રહેલા મુસલમાનોએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને મસ્જિદ નહીં આપવાના પક્ષમાં વિચાર કરવાનું શરૂ કરી દીધું. સામ્યવાદી ઇતિહાસકારોના હસ્તક્ષેપથી તેમના વિચારમાં પરિવર્તન થયું. પ્રકારે સમજૂતીનો દરવાજો હંમેશ માટે બંધ કરી દેવામાં આવ્યો. જો સમજૂતી થાત તો હિંદુ-મુસ્લિમ સંબંધ ઐતિહાસિક દૃષ્ટિએ નવા વળાંક પર આવી જાત અને કેટલીય સમસ્યાઓનો સામાજિક હલ પણ નીકળી શકે તેમ હતું. તેનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે મુસ્લિમ-હિંદુ ઉગ્રપંથી નહીં, સામ્યવાદી ઉગ્રપંથી પણ રાષ્ટ્ર માટે ખતરનાક છે. પંથનિરપેક્ષ રહીને સમસ્યાને જોવાને બદલે ડાબેરીઓની આંખથી અયોધ્યા મુદ્દાનું વિશ્ર્લેષણ કરીને એક મોટો અપરાધ કરવામાં આવ્યો. તેના માટે રાષ્ટ્રએ ભારે કિંમત ચૂકવવી પડી. ઇતિહાસ સંશોધન પરિષદમાં સમસ્યાનું સમાધાન ઇચ્છનારા લોકો હતા, પરંતુ ઇરફાન હબીબ સામે તેઓ કશું કરી શક્યા. સંઘ પરિવારની અસહિષ્ણુતાને પાકિસ્તાનની અસહિષ્ણુતા અને આઈએસનાં નિષ્ઠુર કાર્યો સાથે તુલના કરવામાં ઇતિહાસ સંશોધન પરિષદના કેટલાય સભ્યો સહમત નહીં હોય, પરંતુ વિરોધમાં બોલવા માટે કોઈ તૈયાર થયું. અયોધ્યા મુદ્દાના પક્ષ અને વિપક્ષમાં ઇતિહાસકાર અને પુરાતત્વવિદ્ બે જૂથોમાં વહેંચાયેલા હતા.

બાબરી મસ્જિદ તોડતાં ત્યાંથી મળેલ સૌથી મહત્ત્વનો પુરાતત્ત્વ અવશેષ છે - વિષ્ણુ હરિશિલા પટલ, જેમાં ૧૧મી-૧૨મી સદીની નાગરી લિપિમાં સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું છે કે મંદિર બાલી અને દસ હાથોવાળા (રાવણ)ને મારનારા વિષ્ણુ (શ્રીરામ વિષ્ણુના અવતાર માનવામાં આવે છે)ને સમર્પિત કરવામાં આવે છે. ડૉ. વાય. ડી. શર્મા અને ડૉ. કે.એન. શ્રીવાસ્તવ દ્વારા ૧૯૯૨માં કરવામાં આવેલ નિરીક્ષણમાં વિષ્ણુના અવતારો અને શિવ-પાર્વતીના કુષાણ જમાના (૧૦૦-૩૦૦ એડી)ની માટીની મૂર્તિઓ પ્રાપ્ત થઈ. ૨૦૦૩માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચના નિર્દેશ અનુસાર કરવામાં આવેલ ખોદકામમાં લગભગ ૫૦ મંદિર-સ્તંભોની નીચેના ભાગમાં ઈંટોથી બનાવેલ ચબૂતરો જોવા મળ્યો. તે ઉપરાંત મંદિરની ઉપરનો આમલકા અને મંદિરના અભિષેકનું જળ બહાર કાઢનારી મકર પ્રણાલી પણ ખોદકામમાં મળી આવી. પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના ઉત્તર પ્રદેશના નિર્દેશકના રિપોર્ટમાં જણાવાયું કે બાબરી મસ્જિદની આગળના ભાગને સમતળ કરતી વખતે મંદિર સાથે જોડાયેલા ૨૬૩ પુરાતત્ત્વ અવશેષો પ્રાપ્ત થયા.

ખોદકામથી પ્રાપ્ત થયેલ પુરાવા અને પૌરાણિક અવશેષોના વિશ્ર્લેષણથી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ નિર્ણય પર પહોંચ્યું કે બાબરી મસ્જિદની નીચે એક મંદિર હતું. અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયની લખનૌ બેન્ચ પણ નિર્ણય પર પહોંચી. ખોદકામને નિષ્પક્ષ રાખવા માટે કુલ ૧૩૭ શ્રમિકોમાં ૫૨ મુસલમાનો પણ હતા. બાબરી મસ્જિદ એક્શન કમિટીના પ્રતિનિધિ તરીકે સૂરજભાણ મંડલ, સુપ્રિયા વર્મા, જયા મેનન વગેરે ઉપરાંત અલ્હાબાદ હાઇકોર્ટના એક મેજિસ્ટ્રેટ પણ સામેલ હતા. ખોદકામને આનાથી વધારે કેટલું નિષ્પક્ષ બનાવી શકાય ? હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ પણ ડાબેરી ઇતિહાસકારો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર થયા. તેનું મુખ્ય કારણ હતું કે તેમણે બાબરી મસ્જિદ એક્શન કમિટીના પ્રતિનિધિ રૂપે ખોદકામમાં ભાગ લીધો હતો. તેમાંથી ત્રણ-ચારને ટેક્નિકલ દૃષ્ટિએ પુરાતત્ત્વમાં ખબર પડતી હતી.

વિચારોથી સમસ્યાના સમાધાનની સંભાવના હતી. પરંતુ ખેદ સાથે કહેવાનું કે ઉગ્રપંથી મુસ્લિમ જૂથની મદદ કરવા માટે કેટલાક ડાબેરી ઇતિહાસકારો સામે આવ્યા અને તેમણે મસ્જિદ નહીં છોડવાનો ઉપદેશ આપ્યો. તેમને ખબર હતી કે તેઓ કેટલું મોટું પાપ કરી રહ્યા છે. જેએનયુના કે.એસ. ગોપાલ, રોમિલા થાપર, બિપિન ચંદ્રા જેવા ઇતિહાસકારોએ કહ્યું કે ૧૯મી સદી પહેલાં મંદિર તોડવાના પુરાવા નથી.

પંથનિરપેક્ષ રહીને સમસ્યાને જોવાને બદલે ડાબેરીઓની આંખથી અયોધ્યા મુદ્દાનું વિશ્ર્લેષણ કરીને એક મોટો અપરાધ કરવામાં આવ્યો. તેના માટે રાષ્ટ્રએ ભારે કિંમત ચૂકવવી પડી. ઇતિહાસ સંશોધન પરિષદમાં સમસ્યાનું સમાધાન ઇચ્છનારા લોકો હતા, પરંતુ ઇરફાન હબીબ સામે તેઓ કશું કરી શક્યા.