અંજનીપુત્ર પવનસુતનું નામ હનુમાન - બજરંગબલી કેમ પડ્યુ?

    ૨૮-માર્ચ-૨૦૧૮

  
 
 
ચૈત્રીપૂર્ણિમા - તા. ૩૧--૨૦૧૮ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે

અયોધ્યાના રાજા દશરથે વશિષ્ઠઋષિના આશીર્વાદથી પુત્રપ્રાપ્તિ માટે પુત્ર-કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ સુવર્ણપાત્રમાં પ્રસાદ લઈને બહાર આવ્યા. અગ્નિદેવે દશરથને કહ્યું : ‘હે રાજન ! તમે પ્રસાદ તમારી રાણીઓને આપશો. જેથી તમારે ત્યાં પુત્રોનો જન્મ થશે.’ પ્રસાદ લઈ રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રા પાસે ગયા. ત્યારબાદ રાણી કૈકયીને પ્રસાદ આપવા ગયા. રાણી કૈકયી કોપાયમાન થાય છે. રાજાને જણાવે છે કે, ‘તમારે મને પહેલો પ્રસાદ આપવા જેવો હતો !’ તમે કંઈ બજારમાંથી મને વેચાતી લાવ્યા છો ? કૈકયી પ્રસાદ લેવાની આનાકાની કરે છે. તે દરમિયાન કુદરતી - આકસ્મિક ઘટના ઘટે છે. આકાશમાંથી એક સમળી પ્રસાદ લઈ આકાશમાં ઊડી જાય છે. દરમિયાન અંજન પર્વતમાં અંજનીમા પંચાક્ષર શિવમંત્રનો જપ કરતાં હતાં : ‘ભગવાન શંકરના જેવો મને દીકરો થાય. મહાજ્ઞાની, મહાન વીર પુત્ર થાય.’ તેવી અંજનીમાની ઇચ્છા હતી. ક્ષણે શિવજીની પ્રેરણાથી સમડીએ પવનદેવ મારફતે કૈકયીના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજનીમાના હાથમાં પધરાવ્યો. માતાજીની આંખો બંધ હતી. ‘શિવજીએ મને પ્રસાદ આપ્યો છે.’ તેવું સમજી અંજનીમાં તે પ્રસાદ આરોગી ગયાં. પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો.

નવ માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ચૈત્ર માસ, શુક્લ પક્ષ, પૂર્ણિમા તિથિ બરાબર સૂર્યોદયનો સમય થયેલો છે. ત્યારે શ્રી હનુમાનજી મહારાજ કી જય... શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્મા, વિષ્ણુ, દેવો, ગંધર્વો ભગવાન શંકરના અગિયારમા રૂદ્ર તરીકેના પ્રાગટ્યને પુષ્પવર્ષાથી વધાવે છે. સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ છે. અંજન પર્વતની ગુફાઓમાંથી વાનર યોદ્ધાઓ તથા સમગ્ર પ્રાણીઓઅંજની પુત્ર પવનસૂત નામાનાં દર્શને આવ્યાં છે. અંજનીમાં તથા તેમના સમગ્ર પરિવારમાં પુત્રજન્મની વધામણી થાય છે. જન્મતાંની સાથે બાળક પડખું ફેરવે છે તથા તેની આસપાસ પ્રકાશનો પુંજ ફેલાયો છે. અદ્ભુત દર્શનથી પુત્રનાં લક્ષણો પારણામાંથી દૃશ્યમાન થયાં છે. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સાથે સંકળાયેલ શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય વિધિવિધાન છે.


 

અંજનીપુત્ર પવનસુતનું નામ હનુમાન - બજરંગબલી કેમ પડ્યુ? 

પવનસુત જન્મથી બહુ બળવાન હતા. સૂર્યનો ઉદય થયો. તે વેળાએ પવનસુત સૂર્યને ફળ સમજ્યા. પવનવેગે આકાશમાર્ગે છલાંગ મારી દોડી ગયા. સૂર્યને ગળી ગયા. તેમનું આખું શરીર સિંદૂરવર્ણું થઈ ગયું. આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો. હાહાકાર થઈ ગયો. દેવોના રાજા ઇન્દ્રએ અંધકારનું કારણ જાણી તેને ગળી ગયેલા બાળક પર વજ્રનો પ્રહાર કર્યો. બાળકનું ડાબું જડબું તૂટી ગયું. ત્યારથી પવનસુત હનુમાન તરીકે ઓળખાયા. હનુ એટલે દાઢી (જડબુ). પોતાના બાળક પર ઇન્દ્રના વજ્રપ્રહારથી પવનદેવ કોપાયમાન થયા. તેમણે ત્રણે લોકમાં વાવાનું બંધ કરી દીધું. બધા દેવો પણ ગભરાઈ ગયા. પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું : ‘પવનદેવ ! તમારો પુત્ર યુદ્ધમાં કોઈપણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. તેનું આખું શરીર વજ્રનું થશે. તે બળવાન થશે. તે વજ્ર અંગબલી થશે. ત્રણે લોકમાં અજન્મા અમર થશે. અપભ્રંશ થતા પવનપુત્ર ત્રણે લોકોમાં બજરંગબલીના નામથી પૂજાવા લાગ્યા. આજે કલિયુગમાં પણ ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું સ્થાન છે.’

અશ્ર્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ર્વ વિભીષણ:

કૃપ: પરશુરામશ્ર્ચ, સપ્તૈતે ચિરંજીવિન:

લોકમુખે પણ ગવાય છે : ‘તને ચઢે તેલ ને સિંદૂર રે... હનુમાન બજરંગી...’ આજે પણ જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાન કોઈક સ્વરૂપે અવશ્ય હાજરી આપે છે. તેથી રામકથાકાર પ્રથમ હનુમાનજીની સ્થાપના કરી ગણેશ-સ્થાપન કરે છે. કથાના મંગલાચરણમાંમંગલમૂર્તિ મારુતનંદન, સકલ અમંગલ મૂલ નિકંદનગવાય છે. વિઘ્નહર્તા ગણાધિપતિ ગણપતિની જેમ હનુમાનજીને વંદન કરી કથાકાર ગણાધિપતિ ગણપતિની જેમ હનુમાનજીને વંદન કરી કથાકાર કથાની શરૂઆત કરે છે. શ્રી રામજીના પરમભક્ત હનુમાનનો ભગવાન શ્રીરામ પોતે યશ ગાય છે. તુલસીદાસે ગાયું છે કે : ‘મહાવીર બિનવઉ હનુમાન રામ જાસુ જસ આપ બખાના.

રામાયણનાં આદર્શ પાત્રોમાં શ્રી હનુમાન

પરાક્રમ, ધૈર્ય, બુદ્ધિ અને ચાતુર્યથી રામાયણના અગ્રણીઓની હરોળમાં હનુમાજીએ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત પ્રજા સમસ્તના હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે. જેમની સ્વામીનિષ્ઠા અને સેવાભક્તિ અનન્ય છે. હનુમાનજી કરોડો લોકોના આરાધ્યદેવ અને પ્રેરણામૂર્તિ છે. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કે અન્ય ઉપાસનાભક્તિથી હનુમાનજીનું સ્મરણ કરવાથી જીવનમાં આવનાર સંકટોમાંથી મુક્તિ મળે છે તથા ભૂત-પિશાચ (આસુરી શક્તિઓ) નિકટ આવી શકતી નથી. તેવી અપાર શ્રદ્ધા ભક્તોના હૃદયમાં હોય છે.

શ્રી રામચરિતમાનસ - રામાયણની રચના સાત મોક્ષપુરીના સંદર્ભમાં થઈ છે.

અયોધ્યા, મથુરા, માયા, કાશી,

કાંચી, અવન્તિકા,

પુરી દ્વારાવલી ચૈવ,

સત્પૈતા મોક્ષદાયિકા:.

અયોધ્યા-બાલકાંડ, મથુરા-અયોધ્યાકાંડ, માયા-અરણ્યકાંડ, કાશીપુરી-કિષ્ક્ધિધાકાંડ, કાંચીપુરી - સુંદરકાંડ, અવન્તિકા - લંકાકાંડ અને પુરી - ઉત્તરકાંડ છે. શ્રી રામચરિત માનસના સાત ઘાટ પણ કહેવાય છે, જેમાં શ્રી હનુમાનજીની યશગાથા સુંદરકાંડમાં છે. કાંડનું નામસુંદરકાંડકેમ છે ? બીજા બધા કાંડના નામ ભગવાન શ્રી રામની લીલા-ચરિત્રોને અનુરૂપ છે. જ્યારે કાંડમાં હનુમાનજીની ભક્તિ, શક્તિ અને યુક્તિને કારણે સીતાજીની મુક્તિનો માર્ગ ખૂલે છે. તો ભક્તિ સુંદર છે, હનુમાનજીની શક્તિ પણ સુંદર છે અને સમુદ્ર પરથી કૂદકો માર્યો અને પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમણે કાર્યશક્તિ માટે જે યુક્તિ વાપરી તે પણ સુંદર છે અને પરિણામ સ્વરૂપે સીતાજીની શોધનું સુંદર કાર્ય સંપન્ન થયું તેથી પણ કાંડનું નામસુંદરકાંડછે.

સુંદરકાંડના પ્રારંભમાં હનુમાન બળવાન તો છે પણ સાથે-સાથે બુદ્ધિમાન પણ છે તેની રોચક ધર્મકથા છે.

સ્વામીનિષ્ઠા અને સેવાભક્તિમાં ત્રણ વિઘ્ન આવે છે. હનુમાનજી દરિયો ઓળંગતા હતા ત્યારે તેમાંસુરસાનામનું સાત્વિક વિઘ્ન પ્રથમ આવ્યું. ‘સુરસાની સિદ્ધિઓનેઅષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાસા બુદ્ધિથી પરાસ્ત કરીને શ્રીલંકામાં પ્રવેશ કર્યો. વિઘ્નો દરમિયાન ભગવાન ભક્તની કસોટી પણ કરે છે. મૈનાક પર્વતની વિશ્રામ લેવાની વિનંતી પણ હનુમાનજી ઠુકરાવે છે. કાર્યસિદ્ધ થાય ત્યાં સુધી વિશ્રાંતિ કેવી ? ત્યારબાદ હનુમાનજીસિંહિકાલંકાની રાક્ષસણી લંકિનીનો સામનો કરી સીતામાતા સુધી પહોંચે છે. રામચંદ્રજીની વીંટીનું પ્રમાણ આપી હનુમાનજી સીતાજી સમક્ષ પ્રગટ થાય છે. રામદૂત તરીકે રાવણને પરચો આપી, લંકાદહન કરી સકુશળ હનુમાનજી ભગવાન શ્રી રામને સીતામાતાની ભાળનો શુભસંદેશ આપે છે.