ભારતના આ દિગ્ગજ ખેલાડીઓ પર લાગ્યા છે બોલ ટેમ્પરીંગના આરોપ, પણ...

    ૩૦-માર્ચ-૨૦૧૮

 
 
અસ્ટ્રેલિયાના ક્રિકેટ જગતનો હાલ સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટ દ્વારા જે કઈ પર મેદાનમાં થયું તેને આખું ક્રિકેટ જગત સરમ જનક ઘટના ગણે છે. તેમને જે સજા મળી તે પણ તેમના માટે અને બધાજ ક્રિકેટરો માટે દાખલારૂપ છે. પણ મહત્વની વાત એ છે કે બોલ ટેમ્પરીંગની આ ઘટના નવી નથી કે પહેલીવાર બની નથી. આવું અનેકવાર જાણતા-અજાણતા થયું છે પણ આ વખતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો દ્વારા ખરાવ વર્તન દ્વારા જે રીતે ઇરાદા પૂર્વક કરવામાં આવ્યું તે ખરે ખર શરમ જનક બાબત ગણાય.
 
મહત્વની વાત એ છે કે ભારતના પણ દિગ્ગજ ખેલાડીઓ પર બોલ ટેમ્પરીંગના આરોપ લાગ્યા છે. પણ આ કિસ્સાઓમાં બન્યું છે એવું કે સંપૂર્ણ ક્રિકેટ જગત અને ભારતના લોકોએ પણ સમ્માનપૂર્વક ભારતીય ખેલાડીઓનો સાથ આપ્યો. કેમ કે આખું જગત આ ખેલાડીઓની ક્રિકેટભાવનાવી કદર કરતું હતું….
 

 
 
આ ખેલાડીઓમાં પહેલું નામ આવે છે રાહુલ દ્રાવિડનું…..
 
૨૦૦૪માં ઝિમ્બામ્બે વિરૂધ્ધની એક દિવસીય ક્રિકેટ મેચ દરમિયાન રાહુલ દ્રવિડ બોલને ચમકાવતા નજરમાં આવ્યા. જ્યારે કેમેરા મેને રાહુલની હરકત પર ફોકસ કર્યુ તો જાણવા મળ્યું કે બોલ પર પીળા કલરનો કોઇ ચિકાસ વાળો પદાર્થ ચોટેલો છે. જેને રાહુલ ઘસી ઘસીને દૂર કરવાની કોશિશ કરતો હતો. આ પીળો પદાર્થ ચિંગમ સાથે ભળેલી લાળ હતી. આ પછી રાહુલ પર બોલ ટેમ્પરીંગનો ચાર્જ લગાવવામાં આવ્યો. આ પછી પોતાની વાત મુકતા રાહુલે જણાવ્યું હતું કે “હું બોલ ટેમ્પરીંગ ન્હોતો કરતો. ભૂલથી ચિંગમવાળી લાળ બોલ પર ચોટી ગઈ હતી. જેને હું દૂર કરવાની કોશિશ કરી રહ્યો હતો. પણ આઈસીસીના નિયમ મુજબ આ ગુન્હો હતો એટલે રાહુલ દ્રવિડની એ મેચની ૫૦ ટકા રકમ કાપવામાં આવી. મહત્વની વાત એ છે કે એ મેચના રેફરી ક્લાઈવ લોઇડ હતા જેમણે પછી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે “દ્રવિડનું વર્તન હંમેશાં ક્રિકેટનું સમ્માન વધારનારું રહ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ તેને આ નાનકડી સજા આપવામાં આવી છે. દ્રવિડની જ્ગ્યાએ બીજું કોક હોત તો તેને ૨ મેચ રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેત” જો કે દ્રવિડને આ ગમ્યું ન હતું અને જ્યારે બીજી મેચમાં ત બેટીંગ કરવા આવ્યો તો પહેલા ૩ બોલમાં ૩ ક્લાસિક ચોગ્ગા માર્યા હતા અને લોકોએ તે ચિયર કરી વધાવી લીધા હતા….
 

 
 
બીજા નંબરે સચિન તેન્ડુલકરનું નામ આવે છે…
 
૨૦૦૧માં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે હતી. ત્યારે બીજી મેચ દરમિયાન એક વીડિયો સામે આવ્યો જેમાં સચિન નખ દ્વારા બોલની સીમ સાફ કરતા દેખાતો હતો. આ માટે તેના પર બોલ ટેમ્પરીંગનો ચાર્જ લગાવવામાં આવ્યો. તેના પર ૧ ટેસ્ટ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ ટેસ્ટમેચના રેફરી માઈક ડેનિસ હતા. એ પછી ડેનિસ પર ભારતીય મીડિયા અને ભારતીય લોકો ગુસ્સે થયા હતા. કેમ કે ડેનિસે એ વખતે એવું બીજું કામ પણ કર્યુ હતું જે પહેલા ક્રિકેટ જગતમાં ક્યારેય ન્હોતું બન્યું. સચિનની સાથે સાથે ડેનિસે ભારતીય ટીમના પાંચ બીજા સભ્યો પર પણ એક મેચ માટેનો પ્રતિબંધ મૂક્યો હતો અને એ પણ એટલા માટે કે સહેવાગ, હરભજન, દીપદાસ ગુપ્તા, શિવસુંદરદાસ ફીલ્ડીંગ દરમિયાન થોડી વધારે અપીલ કરતા હતા. એક કેપ્ટન તરીકે આ લોકો પર ગાંગુલી કન્ટ્રોલ ન કરી શક્યો એટલે તેના પર પણ એક મેચનો પ્રતિબંધ આ ડેનિસે લગાવ્યો હતો.
 
આટલું થયા પછી એ સીરિઝ ખતરામાં આવી ગઈ. બીસીસીઆઈએ એક શરત મૂકી કે જો આ સીરીઝ આગળ વધારવી હોય તો ત્રીજી મેચમાં રેફરી તરીકે મીઈક ડેનિસ ને રાખવો નહિ. નહિતર ભારતીય ટીમ ત્રીજી મેચ રમવા મેદાનમાં ઉતરશે નહિ. જોકે આઈસીસીએ આ વાત માની નહિ. પણ જો આ મેચ કેન્સલ થાય તો તેનાથી સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડને ખૂબ નુકશાન જાય તેવું હતું એટલે આ મેચ રમાઈ તો ખરી પણ એક અનઓફિસિયલ મેચ તરીકે. અને આ મેચમાં જે ખેલાડીઓ પર પ્રતિબંધ લાગ્યો હતો તે રમ્યા ન હતા અને પોતાના પર લાગેલો એક મેચનો પ્રતિબંધ એ મેચ ન રમી પૂરો કર્યો હતો.
 

 
 
ત્રીજા નંબરે આવેઅ છે વિરાટ કોહલી
 
વર્ષ ૨૦૧૬. દરમિયાન ઇગ્લેન્ડના ખેલાડીઓએ વિરાટ પર બોલ ટેમ્પરીંગનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું હતું કે વિરાટે બોલને ચમકાવવા ચિંગમવાળી લાળ બોલ પર લગાવી હતી. જેવું દ્રવિડમાં થયુ તેવું જ વિરાટ સાથે પણ થયું. એટલે વિરાટ પર પણ પ્રતિબંધ પાક્કો જ હતો પણ એવું થયું નહિ કારણ કે આઈસીસીના નિયમ પ્રમાણે આવું બન્યાના પાંચ દિવસમાં આ બાબતે ફરિયાદ થવી જોઈએ. પણ આ બાબતના ધણા દિવસો થઈ ગયા હતા એટલે વિરાટ પર લાગેલા આ આરોપના સમાચાર તો બન્યા પર કોઇ અધિકૃત માહિતી બહાર ન આવી.