સૌર ઊર્જાના પ્રયોગમાં ગુજરાત પ્રથમ હતું

    ૩૧-માર્ચ-૨૦૧૮


 

ઋતુ-પરિવર્તનની વિપરીત અસરોને રોકવા માટે વિશ્ર્વભરમાં હવે ફોસીલ ફ્યુઅલના વપરાશને ક્રમશ: ઘટાડી અન્ય વૈકલ્પિક સ્ત્રોતના ઉપયોગ પર ભાર મુકાઈ રહ્યો છે. તેમાં સૌથી સોંઘા વિકલ્પ તરીકે સૌર ઊર્જા શ્રેષ્ઠ છે એનો સ્વીકાર થયો છે, પરંતુ જગત આખાને અનેક સાંસ્કૃતિક વારસાની ભેટ આપનાર ભારતમાં સૌરઊર્જાનો સૌથી પહેલો વ્યાવસાયિક ઉપયોગ .. ૧૯૦૦ના પ્રારંભમાં શરૂ થયો હતો. તેમાં ગુજરાત વખતે પ્રથમ હતું, તેવું જાણીતા ઇતિહાસવિદ ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આજથી ૧૧૬ વર્ષ પૂર્વે પોરબંદરના સાહસિકોએભાનુતાપનામનું સૂર્યકૂકર રજૂ કર્યું હતું અને સમયે લોકોને આશ્ર્ચર્ય થયું હતું. ગુજરાતમાં સૂર્ય આધારિત વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ પણ શરૂ થઈ હતી. ડૉ. કાદરીએ જણાવ્યું કે, ગુજરાતમાંસૂર્યઊર્જાથકી ગુજરાતમાં જે અદ્ભુત કાર્યો થતાં હતાં, તેની રસપ્રદ વિગતો અત્રે પ્રસ્તુત છે. વર્ષ ૧૯૦૨માં અમદાવાદમાં ભારતનું રાષ્ટ્રીય સ્તરનું દ્વિતીય ઔદ્યોગિક પ્રદર્શન યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન વડોદરા નરેશ મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) દ્વારા થયું હતું, જેમાં તેમણે મહત્ત્વનું પ્રવચન પણ કર્યું હતું. પ્રદર્શનમાં ૨૦ હજાર જેટલી ચીજો રજૂ કરવામાં આવી હતી. જેમાં, આપણને આત્મગૌરવ થાય એવી એક ચીજ હતીભાનુતાપનામનું યંત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે લોકોનાં ટોળેટાળાં ઊમટતાં હતાં. એક વર્ષ પછી યંત્રની ઇંગ્લેન્ડ ખાતે પેટન્ટ પણ રજિસ્ટર્ડ કરવામાં આવી હતી.