વાંચેલુ યાદ રાખવાની સાધારણ પણ અસરકારક ટીપ્સ અજમાવી જુવો…

    ૦૮-માર્ચ-૨૦૧૮

 
 
પરીક્ષા હવે બસ થોડે જ દૂર છે. ઘણા વિદ્યાર્થીઓની સમસ્યા છે કે વાંચેલું તો હોય છે પણ તે પરીક્ષમાં પેપર લખતી વખતે યાદ નથી આવતું. જો તમને પણ આ સમસ્યા છે તો આ ટીપ્સ તમારા માટે છે…
 
મેમરી કિંગ ક્રિશન ચહેલનું નામ તમે સાંભળ્યું છે? આ યાદશક્તિનો રાજા છે. તેની યાદ શક્તિ એટલી પાવરફૂલ છે કે તેને મુશ્કેલમાં મુશ્કેલ સંખ્ય ૪૩૦૦૦ આંકડા તેને યાદ છે. આ મેમરી કિંગે જ યાદ યાદરાખવાની એક ટીપ્સ આપી છે જે અહિં તમારા માટે રજૂ કરવામાં આવી છે….
 
યાદશક્તિ શું છે. એક સધારણ પ્રોસેસ છે. આપણે પહેલી વાર કઈ જોઇએ, વાંચીએ તે આપણી મેમરીમાં ફીટ થઈ જાય છે. અને પછી જ્યારે તેની જરૂર પડે આપણે આપણે આંખો બંધ કરી તે યાદ કરવાની કોશિશ કરીએ છીએ.
 
ઘણા વિદ્યાર્થીઓની ટેવ હોય છે કે તે યાદ તો બધું કરી છે છે પણ ઘરે જ્યારે તે ફરી યાદ કરે ત્યારે આંખો બંધ કરીને યાદ કરવાની ટેવ પાડે છે. આ ટેવ જ નડી જાય છે…
 
યાદ રાખો મિત્રો જ્યારે આપણે પરીક્ષામાં બેઠા હોઇએ ત્યારે આપણે આંખો ખોલીને પેપર લખવાનું હોય છે. ત્યાં આપણે આંખોબંધ કરીને પ્રશ્નનો જવાબ ન લખી શકીએ. કેમ કે આપણને તો આંખો બંધ કરી યાદ કરવાની ટેવ પડી ગઈ છે. આપણા મગજ ને પણ આવી ટેવ પડી જાય છે. માટૅ ભૂલથી પણ આંખો બંધ કરી યાદ રાખવાની ટેવ ન પાડો…
 
જુવો વિડીઓ...