હુન્નરહીનને કન્યા અપાય કે ? આ વાર્તામાં આનો જવાબ છે.

    ૨૦-એપ્રિલ-૨૦૧૮

 
 
હુન્નરહીનને  કન્યા અપાય કે ?
 
એક શાણા અમીરને ત્યાં એક મોટા જાગીરદારે તેની કન્યાનું માગું કર્યુ.
 
અમીરે ભાગીદારને પૂછ્યું, ‘આપ મને એ જણાવો કે આપને કયો હુનર આવડે છે ?’
જાગીરદારે કહ્યું, ‘જી, મારી પાસે પૈસા ખૂબ છે.’
‘એમ નહીં હુન્નર કયો આવડે છે ?’
 
‘જી, એક પણ નહીં. પણ તમે ચિંતા ના કરો હું તમારી દીકરીને દુ:ખ નહીં પડવા દઉં. મેં કહ્યું કે મારી પાસે અઢળક પૈસા છે. તેનાથી હું તમામ સુખો ખરીદી લઈશ.’
 
અમીરે જવાબ આપ્યો : ‘તમે ભલે જાગીરદાર છો, પૈસાવાળા છો, આબ‚દાર છો, પણ તમને કોઈ પ્રકારનો હુન્નર આવડતો નથી, માટે હું કન્યા નહીં આપું.’
 
આથી જાગીરદારને લાગી આવ્યું અને ઘેર આવીને ટોપી ટોપલીઓ તથા સાદડીઓ ગૂંથતાં તે શીખ્યો. ત્યાર પછી અમીર પાસે જઈ પેલી કન્યાનું માગું કર્યુ,  ત્યારે પેલા શાણા અમીરે તેને પોતાની ક્ધયા પરણાવી.
 
જતે દિવસે એવું બન્યું કે, કોઈ મોટા રાજાએ તેની જાગીર લૂંટી લીધી, તેથી તે ગરીબ અવસ્થામાં આવી પડ્યો, પરંતુ ગૂંથવાનો ધંધો શીખેલો હોવાથી પોતાની કારીગીરીથી તે પોતાનું જીવન ચલાવવા લાગ્યો.
 
આ સમયે તેને પોતાના સસરાનો ઉપદેશ યાદ આવ્યો.
પહેલાંના રાજાઓ ઘણુંખરું પોતાની કમાણીનું જ ખાતા, એ વાત જનકરાજાએ હળ ખેંચતાં સીતા નીકળી, એ ઉપરથી સિદ્ધ થાય છે.