Levisના CEOએ આપેલી આ ટિપ્સ અનુસરસો તો તમારું જીન્સ ઝાંખું નહિ થાય

    ૦૩-એપ્રિલ-૨૦૧૮

 
 
તમારું જીન્સ કેટલા દિવસ ચાલે છે. તમે કહેશો ચાલે તો ખૂબ છે પણ તેનો કરલ ઉડી જાય છે. બરાબર પણ આ સમસ્યા તમારા એકલાની નથી. બધાની છે. જેનો ઉકેલ ખૂદ વિશ્વની પ્રથમ જીન્સના મેન્યુફેકચરર કંપની લેવીસના સીઇઓએ આપ્યો છે. તેમનું કહેવું છે કે આ ટીપ્સ અપનાવશો તો કયારેય ઝડપથી ખરાબ નહિ થાય તમારું જીન્સ.
 
લેવીસના સીઇઓ ચિપ બર્ગનું કહેવું છે કે જો તમે જીન્સ ધોતા હો તો આજથી ધોવાનું બંધ કરી દો.
 
તેમનું કહેવું છે કે જીન્સને ધોવાને બદલે તેને માત્ર સાફ કરવું જોઈએ. ચિપ બર્ગે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે પોતાની જીન્સને ધોવી ન જોઈએ. પરતું ટુથબ્રશની મદદથી સાફ કરી લેવી જોઈએ.
 
જીન્સને ધોવાથી તેના મટિરિયલને નુકશાન પહોંચે છે અને પાણી પણ બગડે છે. આ અંગે કેટલાક એકસપર્ટનું કહેવું છે કે જીન્સને ઓછામાં ઓછું 6 મહીના ન ધોવું જોઈએ. જેટલા લાબા સમય સુધી તમે તેને નહિ ધોવો તે વધુ સારું લાગશે. તમે તેને વારંવાર વોશ કરશો તો તેનો કલર નીકળી જશે.