એક એવી બૌધ્ધ ગુફા જ્યા ભારતીઓ ઓછા અને વિદેશીઓ વધુ આવે છે…

    ૩૦-એપ્રિલ-૨૦૧૮

 
મધ્યપ્રદેશના ઈન્દોરથી ૧૫૦ કિમી દૂર એક એવી ઐતિહાસિક અને પ્રાકૃતિક ધરોહર આવેલી છે જેનું કદાચ ભારતીઓએ નામ પણ નહિ સાંભળ્યું હોય. અને જો નામ સાંભળ્યું હસે તો નક્કી એ ધરોહર જોઇ નહિ હોય, અને જોઇ હશે તો તે તેની સંખ્યા ખૂબ ઓછી હશે. એમાં આપણો વાંક નથી આ ધરોહર એવી દુર્ગમ જગ્યાએ આવી છે કે હરવા- ફરવાના શોખીન આહિં આવવાનું પસંદ નહિ કરે પણ જેને જાણવું છે, જેને ભારતની ધરોહરોથી પ્રેમ છે તેમને નક્કી આ જગ્યા ગમશે. એટલે જ વિદેશીઓને આ જગ્યા પસંદ પડી ગઈ છે. ભારતીઓ કરતા અહિં વિદેશીઓ વધુ આવે છે.
 

 
 
આ ધરોરહ એટલે બઘની ગુફ જેને આજે બૌધ્ધ ભીક્ષુકોની ગુફા પણ કહેવાય છે. ઇન્દોર નજીક અલીરાજ્પુર પાસે બાઘની નદી વહે છે અહિં બાઘ નામનું ગામ પણ છે. અહિ એક પહાડી પર આ ગુફા બનાવવામાં આવી છે. અહિં ખૂબ જૂના ભીત ચિત્રો છે. જે અહિં તમે ફોટામાં જોઇ શકો છો. અહિથી નજીકમાં જ એક સરકારી મ્યુઝિયમ છે. ગુફામાં ભિક્ષુકોને રહેવાની જગ્યા તથા ગૌત્તમ બુદ્ધની પ્રતિમાં પણ છે.
 

 
 
બૌદ્ધ ધર્મના લોકો માટે આ તીર્થ સ્થાન છે. જેને અજંતાની ગુફા સમકક્ષ માનવામાં આવે છે. આ ગુફા ભારતીય પુરાતન વિચાગ હેઠળ આવરી લેવાઈ છે. ૧૯૫૩માં જ ભારતીય સરકાર દ્વારા આ ગુફાને “રાષ્ટ્રીય સ્મારક” તરીકે જાહેર કરવામાં આવી. જે ૧૫૦ ફૂટની ઊંચાઈ પર આવેલી છે. પ્રાકૃતિક સૌદર્યની વચ્ચે આવેલી આ ગુફા સૌદર્યનું પણ પ્રતિક છે.
 

 
 
અહિં નવ ગુફાઓ છે. જેમાથી પહેલી ગુફાનું નામ ગ્રુહ ગુફા, બીજીનું પાંડવ ગુફ, ત્રીજીનું હાથીખાના, ચોથી ગુફાનું નામ રંગમહેલ, પાંચમી અને છઠ્ઠી ગુફા એક સાથે સંકળાયેલી છે જે ૪૬ ફુટાના વર્ગાકારમાં ફેલાયેલી છે. બાકીની ત્રણ ગુફા નષ્ટ પામી છે તેના માત્ર અહિં અવષશો જ છે. આ ગુફાઓ સદીઓ જૂની છે. અહિં અનેક ગૌધ્ધ મઠ પણ છે…
 

 
 
કેવી રીતે પહોંચવું ?
 
પહેલા મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જવું પડે ત્યાથી ધાર જિલ્લામાં જવું પડે. અહિંથી ૯૭ કિમીના અંતરે ઘાર શહેર છે. ત્યાંથી અહિં ગુફા સુધી પહોચી શકાય. એક મહત્વની વાત પોતાનું વાહન હશે તો અહિં સુધી પહોચવું વધુ સરળા બનશે…