માધવપુરનો મેળો એટલે પૂર્વોત્તર ભારત સાથેના સનાતન સંબંધોનું સ્મરણ

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

 

આમ તો દર વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીથી તેરસ સુધી ગુજરાતના અતિ પ્રતિષ્ઠિત મેળાઓમાંના એક માધવપુર ઘેડનારૂક્મિણી વિવાહમેળાનું આયોજન થાય છે. કહેવાય છે કે મેળાની શરૂઆત લગભગ ૧૩મી સદીની આસપાસ થઈ હતી. પરંતુ વખતે મેળો તેના વિશિષ્ટ આયોજનને કારણે ચર્ચામાં રહ્યો હતો. વખતે ગુજરાતની સાથે સાથે આસામ, અરુણાચલ અને મણિપુરની સરકારે પણ મેળાને નવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો. મણિપુર, અરુણાચલ પ્રદેશના લોકકલાકારોએ રુકમણિ, કૃષ્ણ આધારિત નૃત્ય નાટિકાઓ રજૂ કરી આકર્ષણ જમાવ્યું હતું. પૂર્વોતરના ૧૫૦ કલાકારોની ટીમ સાથે અરુણાચલના રાજ્યપાલ ડૉ. બી.ડી. મિશ્રા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમાખાંડુ, મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંઘ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ શ્રી .પી. કોહલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ નજરે કદાચ આયોજન સરકારી આયોજન લાગે, પરંતુ નિષ્પક્ષ રીતે જોઈએ તો પ્રકારનું આયોજન રાષ્ટ્રીય એકાત્મતા માટે આવકાર્ય અને અનિવાર્ય છે. માત્ર આયોજન નથી, પરંતુ ભારતના એક છેડાને બીજા છેડાથી જોડવાનો પ્રયાસ છે, દેશની એક છેડાની સંસ્કૃતિ પરંપરાને બીજા છેડા સાથે જોડવાનો ઉમદા હેતુ છે. આજે કેટલા લોકોને વાતની ખબર હશે કે જે માધવપુરના મેળાને લઈ આપણે મલકાઈએ છીએ, હરખાઈએ છીએ તે માધવપુરના મેળાનો સંબંધ છેક પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ રાજ્યનામિશમીવનવાસી સમુદાય સાથે છે, જે ‚ક્મિણીને પોતાનાં રાજકુમારી અને શ્રીકૃષ્ણને તેમના રાજના જમાઈ તરીકે જુએ છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમાખાંડૂ અને મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંઘ પણ માધવપુર મેળાની મુલાકાત દરમિયાન ગુજરાત અને પૂર્વોત્તરની પ્રજાના સંબંધને યાદ કર્યો હતો. ત્યારે પ્રકારના આયોજન માટે ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે.

માધવપુર (ઘેડ) નાનકડું એવું મજાનું ગામ છે. ઐતિહાસિક રીતે અતિ મહત્વ ધરાવતું ગામ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ રુક્ષમણીજી સાથે વિવાહ કર્યા હતા. ત્યારથી લઈને આજની તારીખે અહી દર ચૈત્ર માસમાં પરંપરાગત મેળાનું આયોજન ગામલોકો દ્વારા હોંશે હોંશે થાય છે જેમાં ભગવાનનાં લગ્ન લેવાય છે. ગામમાં આવેલ ભગવાન શ્રી માધવરાયનું મંદિર વિધિવત્ કંકોત્રી લખી સર્વે પ્રજાજનોને લગ્નનું આમંત્રણ પાઠવે છે. ગામલોકો જોશભેર લગ્નની દરેક વિધિમાં ભાગ લે છે, મન મૂકીને ફુલેકામાં નાચે છે અને સાંજે દરિયે ન્હાવા જાય છે. ૧૨મી સદીનું પ્રાચીન મંદિર દરિયાકિનારે આજે પણ ઊભું છે. મહાપ્રભુજીની બેઠક પણ અહી મધુવનમાં છે અને ભગવાન શ્રી કૃષ્ણનાં પગલાં પણ મંદિરમાં છે. જ્યાં લગ્ન થયાં હતાં સ્થળ પણ આજની તારીખે લગ્નનાં દૃશ્યો કેવાં હશે એની કલ્પના કરાવી જાય છે.

પૂર્વભારત સાથે અલગાવવાદ ફેલાવવાનો ષડયંત્રોનો ઈતિહાસ

પૂર્વોત્તર ભારત ભારતની ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક વિવિધતામાં પણ એકતાનું એક અનુપમ ઉદાહરણ છે અને વિવિધતા અહીંના પ્રાકૃતિક સૌંદર્ય અને જનજીવનમાં સહજ‚પથી દૃષ્ટિગોચર થાય છે. પૂર્વોત્તરનો ભાગ ૧૯૪૭ સુધી અખંડ અસમપ્રદેશ હતો તે સમયાંતરે સાત બહેનો અને હવે અષ્ટલક્ષ્મી એટલે કે, અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમ તરીકે ઓળખાય છે. ઉત્તર પશ્ર્ચિમથી અનેક જાતિઓ હિંદુકુશ માર્ગે ભારત આવી અને અહીંના જીવનમાં સમરસ બની ગઈ. જનજાતિઓનો ઉલ્લેખ રામાયણ, મહાભારત અને ભાગવત, પુરાણકાળમાં પણ જોવા મળે છે. વિશિષ્ટ ભૌગોલિક રચનાને કારણે તેણે પોતાની બોલી, પોતાના પહેરવેશ, રીત-રિવાજો અને પરંપરાઓને પણ જાળવી રાખી છે. પૂર્વોત્તરનો ઇતિહાસ હંમેશાથી પરકીય આક્રમણો સાથે સતત સંઘર્ષ અને વિજયનો રહ્યો છે. ૧૩મી સદીથી ૧૮મી સદી સુધી પઠાણો અને મુગલો દ્વારા સતત આક્રમણો થતાં રહ્યાં, પરંતુ વિસ્તાર ક્યારેય તેમના આધિપત્ય હેઠળ આવી શક્યો નથી.

પૂર્વોત્તર પર મુસ્લિમ આક્રમણો

નાલંદા વિશ્ર્વ વિદ્યાલયને સળગાવી મૂકનાર અને બંગાળ પર ઇસ્લામિક રાજ કાયમ કરનાર બખ્તિયાર ખિલજીને આસામનાં સંધ્યા નામના રાજાએ ૧૨૦૫માં ધૂળ ચટાવી હતી. ત્યાર બાદ ૧૨૨૮માં દિલ્હીનાં સુલતાન ઇલ્તમશનાં પુત્ર નાસિરુદ્દીનએ આસામ પર આક્રમણ કર્યું છતાં તે આસામની એક ઇંચ જમીન જીતી શક્યો. આસામના વીર સપૂતોને હાથે મૃત્યુ પામ્યો. ૧૩૧૩માં મુહમ્મદ તુગલકે એક લાખનાં સૈન્ય સાથે અસમ પર આક્રમણ કરી દીધું હતું. સમયે ત્યાં દુર્લભ નારાયણસિંહનું રાજ હતું. લાખની સેના છતાં પણ મુહમ્મદ તુઘલકને એવી તો કારમી હાર સહન કરવી પડી કે તેણે આજીવન આસામ સામે આંખ ઊંચી કરી જોવાની હિમ્મત નથી કરી. ૧૪૦૦-૧૪૧૫માં આસામનાંશુક્રાકનામના રાજાએ સુલતાન ગિયાસુદ્દીન આઝમશાહને હરાવ્યો હતો. ૧૫૩૩માં મુસ્લિમ સેનાપતિ તુર્બાક દ્વારાસુહુમ્ભુંગનામના રાજાના સમયમાં આસામ પર કર્યું, પરંતુ તુર્બાકને પોતાનો જીવ ખોવો પડ્યો. ઔરંગઝેબે પણ પોતાના શાસનકાળમાં અસમ પર બાર-બાર વખત આક્રમણ કર્યું હતું. પરંતુ અસમને જીતી શક્યો નહતો. ૧૬૯૨માં રાજારત્નધ્વજેમુસ્લિમ સેનાને રંગમાટી યુદ્ધમાં હરાવી હતી. આક્રમણ અસમ પર મુસ્લિમોનું અંતિમ આક્રમણ હતું. ત્યાર બાદ મુસ્લિમ શાસકોએ અસમ તરફ જવાનો વિચાર હંમેશા માટે છોડી દીધો હતો.

અંગ્રેજોનું ષડયંત્ર

૧૮૩૮ની ..માં અસમમાં હિન્દુઅહોયવંશનું ૬૦૦ વર્ષનું યશસ્વી રાજનું પતન થયું અને અસમ પર અંગ્રેજીરાજનો પ્રારંભ થયો. આમ છતાં હજી સુધી પૂર્વોત્તરમાં એક પણ ઈસાઈ હતો. ઈસાઈ મિશનરીઓએ સ્થાનિક લોકોને આકર્ષવા, શિક્ષણ, પ્રેસ, ભાષા શીખીને ઈસાઈમતનો પ્રચાર-પ્રસાર શરૂ કર્યો. શાળાઓ બનાવી ગરીબ અને અનાથ બાળકોને આશરાના નામે ઈસાઈ મતમાં લાવવા માંડ્યા.

માત્ર પૂર્વોત્તર ભારતના વનવાસી સમુદાયને નહિં પરંતુ સમગ્ર ભારતના વનવાસીઓને તેમની પરંપરા વિરુદ્ધ ભડકાવવાનું કામડૉ. એલ્વિન વેરિયરનામના એક અંગ્રેજે કર્યું હતું. વનવાસી સમુદાયમાં ઈસાઈ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે આવેલા એલ્વિને વિવિધ પુસ્તકો અને લેખો લખી વનવાસીઓ અને શેષ ભારતવાસી હિન્દુઓથી અલગ છે. પ્રકૃતિપૂજક છે, તેમને સનાતન ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી જેવી ભ્રામક વાતો તોડી-મરોડાયેલા તથ્યો સાથે રજૂ કરી. વનવાસીઓને ભરમાવવાનો પ્રયાસ કર્યો અને સ્વીકારવું પડે કે તેમાં તેને ઘણેખરે અંશે સફળતા પણ મળી છે.

ભારત સાથે પૂર્વોત્તરનો પૌરાણિક સંબંધ

રુક્મિણી હરણ

હાલનાં અરુણાચલ પ્રદેશની પૂર્વભાગમાં આવેલી મિલિનનાથ પહાડીઓમાં પૂરાણકાળમાં ભીષ્મક નામના રાજાનું રાજ હતું. તેને પાંચ પુત્રો અને એક પુત્રી રુક્મિણી હતી. ખૂબ સૌંદર્યવાન એવી રુક્મિણી ભગવાન શ્રીકૃષ્ણની વાતો સાંભળી તેમને મનોમન પોતાના પતિ માની ચુકી હતી. શ્રીકૃષ્ણ પણ વાત જાણતા હતા, પરંતુ ભીષ્મકનો મોટો પુત્ર રુક્મિ શ્રીકૃષ્ણને ધિક્કારતો હોવાથી પોતાની બહેન રુક્મિણીના લગ્ન શ્રીકૃષ્ણને પોતાના દુશ્મન તરીકે જોતા શિશુપાલ સાથે કરાવવા માંગતો હતો. એણે શિશુપાલને સંદેશો મોકલી જાન લઈ આવવાનું કહેતા રુક્મિણીએ સંદેશ મોકલી પોતાને લઈ જવાની વિનંતી કરી. રુક્મિણીનો સંદેશ મળતા શ્રીકૃષ્ણ તેને લેવા ગયા. બાજુ શિશુપાલ પણ જરાસંઘ, પૌંણ્ડ્રક, શાલ્વ જેવા કૃષ્ણ વિરોધિઓ અને મોટા સૈન્ય સાથે જાન લઈને લઈ જઈ રહ્યો હતો. ત્યાં શ્રીકૃષ્ણ રુક્મિણીનું હરણ કરી દ્વારકા તરફ લઈ જઈ રહ્યા હોવાના સમાચાર મળતા શિશુપાલે તેના મિત્રરાજાઓ અને સૈન્ય સાથે શ્રીકૃષ્ણનો પીછો કર્યો, પરંતુ શ્રીકૃષ્ણની મદદે આવેલ બલરામ અને યદુવંશીઓએ તેમને રસ્તામાં રોકી લીધા અને શિશુપાલની સેનાને નષ્ટ કરી દીધા હતી. રુક્મિ મોટા સૈન્ય સાથે કૃષ્ણનો પીછો કરી રહ્યો હતો. કૃષ્ણ સાથે રુક્મિનું ભયંકર યુદ્ધ થયું અને કૃષ્ણે તેને યુદ્ધમાં હરાવ્યા. કૃષ્ણે તેના વધ માટે સુદર્શન ચક્ર કાઢ્યું કે રુક્મિણીએ પોતાના ભાઈને મારવાની અરજ કરી અને દંડ આપી છોડી દેવા કહ્યું. કૃષ્ણે રુક્મિણીની અરજ સ્વીકારી સુદર્શન ચક્રને રુક્મિનું અડધું માથું મુંડી નાખવાનો આદેશ આપ્યો.

ભગદત્ત

મહાભારતકાળમાં આસમમાં નરકાસુર નામનો રાજા રાજ કરતો હતો. નરકાસુરને ભગદત્ત નામનો એક પુત્ર હતો. જેની ગણના તે સમયે મહાન યોદ્ધાઓમાં થતી હતી. તેનું રાજ્ય તે સમયે છેક તિબેટ, ભૂટાન અને બ્રહ્મા (બર્મા) સુધી વિસ્તરેલું હતું. તેના નેતૃત્વમાં ચીનના શલ્પની સેનાએ મહાભારત યુદ્ધમાં ભાગ લીધો હતો.

ભીમ - હિડિમ્બા

મહાભારતમાં જે હિડિમ્બા રાક્ષસી અને તેના પુત્ર ઘટોત્કચનો ઉલ્લેખ આવે છે તેહિડિમ્બાનાગાલેન્ડની હતી. આજે પણ નાગાલેન્ડના દીમાપુરમાં તેની સાથે સંકળાયેલા અવશેષો જોવા મળે છે. અહીંની જનજાતિઓ ગૌરવપૂર્વક પોતાને હિડિમ્બા અને ભીમના વંશજો ગણાવે છે.

અરૂણાચલ પ્રદેશ : જ્યાં પરશુરામે માતૃહત્યા દોષમાંથી મુક્તિ મેળવી હતી

એક દિવસ મહર્ષિ જમદગ્નિના પત્ની રેણુકા હવન માટે જળ લેવા ગયા હતા. ત્યારે નદી પર અપ્સરાઓ સાથે ગંધર્વરાજ ચિત્રરથને વિહાર કરતા જોઈ તેમના પર આસક્ત થઈ ગયા. પરિણામે તેમને આશ્રમ પહોંચતા મોડું થયું અને હવનમાં મોડું થતા મહર્ષિ જમદગ્નિ ક્રોધિત થયા અને તેમને પોતાના પુત્રોને માતાનો વધ કરવાની આજ્ઞા કરી. માતૃવશને કારણે તેઓ કરી શક્યા. મહર્ષિએ પરશુરામને આજ્ઞા કરી ત્યારે તેઓએ એક ઝાટકે માતાનું શિશ શરીરથી અલગ કરી દીધું. માતૃહત્યાનાં પાપથી મુક્ત થવાનો ઉપાય પૂછતા તેમણે દેશભરના પવિત્ર કુંડો અને નદીઓમાં સ્નાન કરવાની વાત કહી અને જ્યાં ફરસો હાથમાંથી છુટશે ત્યાં તને દોષમુક્તિ મળશેનું કહ્યું. અરુણાચલપ્રદેશનાં લોહિત સ્થિત કુંડમાં સ્નાન કર્યા બાદ ફરસો તેમના હાથમાંથી કુંડમાં પડ્યો હતો અને તેમને માતૃહત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી.

કાશ્મીરનો રાજકુમાર અને કામરૂપની રાજકુમારી

પૂર્વોત્તર ભારત શક્તિપીઠોને કારણે પણ અનાદિકાળથી સનાતનીઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ગૌહાટીમાં મા કામાખ્યાની પ્રમુખ શક્તિપીઠ આવેલી છે, જેમાં દર્શન અને આરાધના માટે ભારતના પ્રત્યેક ખૂણાથી લોકો આવે છે. ‘ત્રિપુરારાજ્યનું નામ ત્રિપુર સુંદરીના નામે પડ્યું હોવાનું મનાય છે. કાલિકા પુરાણ મુજબ જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના મૃતદેહના ટુકડા કર્યા હતા ત્યારે તેમાંનો એક ટુકડો અહીં આમ પૂર્વોત્તર ભારતના કણેકણમાં હિન્દુ સનાતન સંસ્કૃતિ વણાયેલી છે. મધ્યકાળ સુધી પણ પૂર્વોત્તર અને શેષ ભારત વચ્ચે વૈવાહિક તેમજ અન્ય પારસ્પરિક સંબંધો સ્થાપિત થતા રહ્યા હતા. કામ‚પના રાજાભાસ્કરવર્મનની સાથેહર્ષવર્ધનનાં ખૂબ મધુર સંબંધ હતા. કાશ્મીરના રાજકુમારના લગ્ન કામ‚પની રાજકુમારી સાથે થયાં હતાં, જેનો ઉલ્લેખ કલ્હાણનારાજતરંગિણીમાં થયો છે.

સામ્યંતક મણિ અને શ્રીકૃષ્ણની કથા સાથે મણિપુરનો સંબંધ

કહેવાય છે કે સત્રાજિત નામના રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ સૂર્યદેવે તેને દરરોજ ૨૦ તોલા સોનુ આપતી સમ્યંતક મણિ આપી હતી. મણિ જ્યાં રહેતી ત્યાં કોઈપણ પ્રકારની મહામારી, ગૃહપીડા, સર્પભય, માનસિક શારીરિક રોગો, સાથે કોઈપણ પ્રકારની માયાવી શક્તિનો લોપ થઈ જતો હતો. દ્વારિકા ભગવાન શ્રીકૃષ્ણને મળવા ગયેલ સત્રાજિતના ગળામાં મણિ જોઈ શ્રીકૃષ્ણે મણિને પ્રજા કલ્યાણ અર્થે રાજા ઉગ્રસેનને આપવાનું જણાવ્યું. પરંતુ સત્રજિતને આમાં શ્રીકૃષ્ણનું કપટ લાગ્યું. એક દિવસ સત્રાજિતના ભાઈપ્રસેનમણી પહેરી શિકારે ગયો, પરંતુ જંગલમાં વાઘે તેને મારી નાખ્યો અને મણી જામ્બવતના હાથમાં આવી. સત્રજિતે પોતાના ભાઈની હત્યાનો આરોપ શ્રીકૃષ્ણ પર મૂકતાં તેઓ મણિ શોધતા મણિપુર આવ્યા હતા. જ્યાં તેઓ જામ્બવતની ગુફા આગળ પહોંચ્યા તો તેમની નજર મણિ રમી રહેલી તેની પુત્રી જામ્બવતી પર પડી. શ્રીકૃષ્ણે સામ્યતક મણિ માંગતા જામવંત સાથે યુદ્ધ થયું. જ્યારે તે શ્રીકૃષ્ણને હરાવી શક્યો નહીં. ત્યારે તેણે પોતાની પુત્રીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા અને ભેટ રૂપે સામ્યંતક મણિ શ્રીકૃષ્ણને આપી દીધો.

‚ણાચલ : જ્યાં વિષ્ણુ ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો

ભગવાન વિષ્ણુના અન્ય બે અવતારોનો સંબંધ પણ પૂર્વોત્તર સાથે રહેલો છે. જેહિરણ્યકશ્યપનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધર્યો હતો તેહિરણ્યકશ્યપનું રાજ્ય હાલના અરુણાચલ પ્રદેશની સુવનસિરી પહાડીઓમાં હોવાનું મનાય છે. એટલે કે ભક્ત પ્રહ્લાદનો સબંધ પણ અરુણાચલ પ્રદેશ સાથે છે.

બાણાસુરની પુત્રીઓખાઅનેઅનિરુદ્ધનાં લગ્ન

હાલના ઉત્તરાખંડમાં એક સમયે બાણાસુર નામના અસુર રાજાનું રાજ હતું. કહેવાય છે કે, બાણાસુરની પુત્રી ઉષાએ સ્વપ્નમાં શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ પ્રત્યે આકર્ષિત થઈ ગઈ હતી, અને તેણે પોતાની પ્રિય સખી ચિત્રલેખા દ્વારા અનિરુદ્ધનું અપહરણ કરાવી તેની સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા હતા. વાતની જાણ થતા બાણાસુરે અનિરુદ્ધને નાગપાસમાં કેદ કરી દીધા. સમાચાર નારદ દ્વારા શ્રીકૃષ્ણને મળતા શ્રીકૃષ્ણ અનિરુદ્ધના મદદે આવ્યા અને બાણાસુર સાથે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં બાણાસુરનો પરાજય થયો. છતાં ભગવાન શિવના આગ્રહથી શ્રીકૃષ્ણે બાણાસુરને જીવીત છોડ્યા.

અર્જુન અને નાગ ક્ધયા ઉલૂપીની મુલાકાત

મહાભારતમાં નાગક્ધયા ઉલૂપી અને અર્જુનના પ્રણય વિવાહની વાત આવે છે. કહેવાય છે કે, અર્જુનને મજબૂરી વશ દ્રૌપદીના શયનખંડમાં પ્રવેશ કરવો પડ્યો અને નિયમ મુજબ તેને એક વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. એક વર્ષના વનવાસ દરમિયાન અર્જુનની મુલાકાત કૌરવ્યની પુત્રી ઉલૂપી સાથે થઈ. ઉલૂપી અર્જુનને જોઈ વિમુગ્ધ થઈ અને તેણે અર્જુન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અર્જુને પ્રસ્તાવ સ્વીકારતાં અર્જુનને સમસ્ત જલચરોનો સ્વામી બનવાનો અને અજય બનવાનું વરદાન આપ્યું હતું. ઉલૂપીને અર્જુન થકીઇરાવાનનામનો મહાપ્રતાપી પુત્ર થયો હતો.

ચિત્રાંગદા અર્જુનના લગ્ન

મહાભારતમાં પાંડવોના વનવાસ દરમિયાન ચિત્રાંગદા અર્જુનના મિલન અને વિવાહની વાત આવે છે. ત્યારે મણિપુરમાં ચિત્રવાહન નામના રાજાનું રાજ હતું તેને ચિત્રાંગદા નામની અતિ સૌંદર્યવાન અને બહાદુર પુત્રી હતી. વનવાસ દરમિયાન અર્જુન મણિપુર પહોંચ્યો ત્યારે તે ચિત્રાંગદાનાં સૌંદર્ય અને શૌર્યથી સમ્મોહિત થઈ ગયો અને તેણે ચિત્રવાહન પાસે ચિત્રાંગદાનો હાથ માગ્યો. ચિત્રવાહને અર્જુનની માંગણીને સ્વીકારી પરંતુ શરત રાખી કે તેમની બન્નેથી જે પુત્ર થાય તે મણિપુરમાં રહેશે. અર્જુન શરત માન્ય રાખી ચિત્રાંગદા-અર્જુનના લગ્ન થકી બ્રભુવાહન નામનો પુત્ર થયો. જેણે વર્ષો સુધી મણિપુર પર રાજ કર્યું હતું.

મિશનરીઓના અલગાવવાદને આચાર્ય શંકર દેવનો પડકાર


 

અસમની પાવન ધરતી અહીં જન્મેલા વીરોની સાથે સાથે આધ્યાત્મિક શક્તિનાં સંતપુરુષોએ પણ સમયે સમયે જ્ઞાન અને ધર્મની જ્યોતિ જલાવી હિન્દુત્વની સનાતન પરંપરા ટકાવી રાખવામાં આમૂલ યોગદાન આપ્યું છે. સલતનત કાળમાં આસામમાં આવા એક મહાન આધ્યાત્મિક સંત થઈ ગયા. જેમનું નામ હતું સંત શંકર દેવ તેમનો સમયગાળો ૧૪૪૯થી ૧૫૬૮નો માનવામાં આવે છે. અહીંના સાહિત્યમાં ખાસ કરીને અસમિયા સંસ્કૃતિ, સમાજ અને આધ્યાત્મિક જીવન પર યુગાંતરકારી મહાપુરુષ શ્રીમંત શંકરદેવનું પ્રદાન અને પ્રભાવ એવો થયો કે ઈસાઈ ધર્મ પ્રચારકોના લાખ પ્રયત્નો છતાં પણ આજે પણ પૂર્વોતરમાં સનાતન સંસ્કૃતિ અડીખમ ઊભી છે. તેમનાં કાર્યોના પુણ્યપ્રતાપે પૂર્વોત્તરમાં સામાજિક સાંસ્કૃતિક એકતા વધુ સુદૃઢ બની. તેઓએરામાયણઅનેમહાભારતજેવા ગ્રંથોનો અસમિયા ભાષામાં અનુવાદ કર્યો અને સ્થાનિકોને તેમના પૌરાણિક ભારત સાથેના પૌરાણિક સંબંધોથી માહિતગાર કર્યા.

શંકરદેવેએક શરણ નામના ધર્મની સ્થાપના કરી હતી. આજે આચાર્ય શંકરદેવનાં દર્શનમાં વિશ્ર્વાસ કરનાર લોકો માટે વૃંદાવન ચાર ધામની યાત્રા જેટલું મહત્ત્વ ધરાવે છે. ભારતના રેલવે મંત્રાલયે પણ ગોહાટીથી દ્વારિકા જવા માટે નિયમિત રેલવે શરૂ કરવી પડી છે. મણિપુરનામૈંતેઈલોકો માટે પણ વૃંદાવન એટલું પવિત્ર ધર્મસ્થળ છે. મણિપુરમાં કૃષ્ણભક્તિનો પ્રભાવ એટલા છે કે અહીં તમને ચારેય તરફ કૃષ્ણમંદિરો જોવા મળી જશે. ત્યારે કેટલાક લોકો ભલે સદીઓથી અહીંના લોકોને ભારતીય નથી સનાતન નથી એવું ઠસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, પરંતુ અહીંના લોકો મથુરા, વૃંદાવન અને દ્વારિકા સાથે હદે જોડાયેલા છે કે, તેમના માટે પોતાના ભારતથી અલગ હોવાનું સ્વીકારવું શક્ય નથી.

પૂર્વોત્તરમાં વટાળ પ્રવૃત્તિ અને ગુરુજીની ચિંતા


 

પૂર્વોત્તરમાં થઈ રહેલી વટાળ પ્રવૃત્તિ અને ફેલાતા જતા અરાષ્ટ્રવાદ મુદ્દે મા. શ્રી ગુરુજીએ પણ અનેક વખત ચિંતા વ્યક્ત કરી હતી. ગુરુજી કહે છે કે, મહાપુરુષ શંકરદેવને ૧૯૬૮માં ૪૦૦ વર્ષ પૂર્ણ થયાં તે પ્રસંગે રાષ્ટ્રીય વિહિપ દ્વારા તિનસુકિયા નગરમાં મોટો સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રયાગ સંમેલનમાં એક પ્રમુખ સત્રાધિકારી આવ્યા હતા. ત્યારબાદ તેમની સહાયતા થકી અસમમાં આયોજિત એક કાર્યક્રમમાં તમામ સત્તાધિકારી આવ્યા હતા. આમ ધીરે ધીરે અહીંના સમાજને સંગઠિત કરવાની યોજના રંગ લાવી. વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા કેટલાક સ્વયંસેવકોને કાર્ય કરવા તેમના વિસ્તારમાં મોકલવામાં આવ્યા. સ્થાનિક વનવાસીઓની વચ્ચે જઈ ભજન થકી સનાતન ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવામાં આવતી. ધીરે ધીરે જે ઈસાઈ બની ગયા હતા તે પણ ભજનમાં આવવા લાગ્યા અને આમ તેમની સ્વધર્મ વાપસી થવા લાગી.

કેટલાક લેખકો લખે છે કે નાગા હિન્દુ નથી અને આપણે પણ તેમના જેવી વાતો કરવા લાગ્યા કે તેઓ જડ પદાર્થોના ઉપાસક છે. પ્રકૃતિપૂજકો છે. એક વખત મેં એક રાજનૈતિક નેતાને અંગે સાવલ પણ પૂછ્યો હતો કે, હિન્દુ નાગાઓની કોઈ કમિટી આયોગ કે સરકારમાં કેમ નથી ? તેમને કોઈ મુદ્દે વિચાર વિમર્શ માટે કેમ બોલાવવામાં આવતા નથી ? જ્યારે કે ઈસાઈ ધર્મમાં મતાંતરિત નાગાઓ કરતાં તેમની સંખ્યા ખૂબ વધુ છે. ત્યારે તેમનો જવાબ હતો કે, લોકો માત્ર પ્રકૃતિના ઉપાસક છે, હિન્દુ નથી. તેઓ પ્રકૃતિપૂજક છે, માટે તે હિન્દુ નથી. ત્યારે મેં કહ્યું હતું કે, હું પણ અન્ય હિન્દુઓની જેમ વડ અને સાપની પૂજા કરું છું. તો શું હું હિન્દુ નથી ? હિન્દુઓ પણ પ્રકૃતિની પૂજા કરે છે. હિન્દુઓ ભગવાનને સર્વવ્યાપી માને છે. ભગવાન સુબ્રમણ્યમના મંદિરમાં સાપ અને મોર, શિવ મંદિરમાં નંદી, ભગવાન વિષ્ણુના મંદિરમાં ગરુડની પૂજા હિન્દુઓ કરે છે. નાગપંચમીના દિવસે નાગની પૂજા એક ઉત્સવના ‚પમાં નથી કરાતી ?

કેટલાંક વર્ષ પહેલાં પંડિત નહેરુ નાગા પર્વતીય ક્ષેત્રનાં પ્રવાસે હતા. ત્યાં કેટલાક લોકો પૃથક્ સ્વતંત્ર રાજ્યની માંગણી કરવા માટે તેમને સાર્વજનિક સભામાં એક સ્મૃતિપત્ર આપવા માંગતા હતા. પરંતુ સ્થાનિક અધિકારીઓને તેની અનુમતી આપી નહીં, જેના વિરોધ સ્વરૂપે ૩૦૦૦ નાગા સભા છોડી ચાલ્યા ગયા. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, વિદેશી મિશનરી દેશમાં દૂષિત રાષ્ટ્ર વિરોધી ષડયંત્ર રચી રહી છે. અગાઉ તેઓ મિશનરીઓની માનવસેવાનાં માત્ર વખાણ કરતા હતા. જ્યારે કોઈ પાદરી કાર્ડિનલ બની જાય તો દેશનું મોટું સન્માન થયું હોવાનું ગણાવતા. (‘શ્રી ગુરુજી સમગ્રમાંથી)

રા. સ્વ. સંઘ પૂર્વોત્તર ભારતમાં રાષ્ટ્રીયતાની અહાલેક જગાવી રહ્યો છે

રા.સ્વ.સંઘ થકી દેશભરમાં ઉત્તર-પૂર્વના લોકોમાં પોતીકાપણાનો ભાવ જગાડવા માટે તેમના સ્વાભિમાનને બચાવી રાખવા માટેમાય હોમ ઇન્ડિયાનામની સંસ્થા સ્થાપી અભિયાન ચલાવવા આવી રહ્યું છે. સંઘ દ્વારા વૃંદાવનના કેશવધામ મથુરામાં સહિતની સંસ્થાઓમાં પૂર્વોત્તર ભારતના સેંકડો બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. એક સમયે પૂર્વોત્તર ભારતમાં લગ્ન કરાવવા કોઈ વ્યવસ્થા હોવાથી લગ્ન કરવા માટે તે લોકોને ચર્ચમાં જવું પડતું હતું, જ્યાં તેમનું ધર્મ પરિવર્તન કરાવી તેમને ઈસાઈ બનાવી દેવામાં આવતા હતા. સંઘ સ્વયંસેવકો દ્વારા અહીં સમૂહલગ્નોનું આયોજન કરવાની પરંપરા શરૂ કરાઈ. પૂર્વોત્તર ભારતમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા એક ષડયંત્ર ચલાવવામાં આવ્યું. તેના લોકોને શેષ ભારતના હિન્દુઓને મનમાં ઠસાવવામાં આવ્યું કે, તમે લોકો વેદ નથી વાચતા, રામાયણ નથી વાંચતા, ગાયની પૂજા પણ નથી કરતા તો પછી તમે હિન્દુ કેવી રીતે હોઈ શકો ? અને ત્યાંના લોકોને ગારો, નાગા, મિઝો વગેરે સમાજોમાં વિભાજિત કરવામાં આવ્યા અને તેમના મનમાં અરાષ્ટ્રભાવ ઊભો કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પૂર્વોત્તર ભારતના વનવાસીઓમાં રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ કર્યું. શેષ ભારતના તબીબોને વિશેષ રીતે પૂર્વોત્તર સેવાઓ આપવા મોકલવામાં આવ્યા. સંઘશાખાઓ થકી ત્યાંના વનવાસીઓમાં રાષ્ટ્રભાવ જગાવવાનું કાર્ય કરવામાં આવ્યું. હાલ ૧૮૦૦૦થી પણ વધુ શાખાઓ માત્ર પૂર્વોત્તરમાં ચાલે છે. સેવા ભારતીના કેન્દ્ર, છાત્રાવાસ, કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું. કલ્યાણસેવાઓ શરૂ કરવામાં આવી. દેશભરના સ્વયંસેવકો પૂર્વોત્તર ભારતમાં પહોંચ્યા અને પૂર્વોત્તરના વનવાસીઓને હિન્દુ દર્શન અને તેમની હિન્દુ પરંપરા અંગે માહિતગાર કરવામાં આવ્યા. લોકોને જણાવવામાં આવ્યું કે, કેવી રીતે તે કારવી, નાગા અને મિઝો હોઈને પણ હિન્દુ છે.

પૂર્વોત્તરમાં સંસ્કૃતિના રક્ષણાર્થે ઝઝૂમનાર રાણી ગાઇડિન્લ્યુ


 

રાણી ગાઇડિન્લ્યુનું નામ માત્ર મણિપુર, પરંતુ સમગ્ર પૂર્વોત્તરના સનાતનીઓ માટે આદર્શ સમાન છે. વિરંગના હતા જેઓએ કોઈપણ ભોગે મણિપુરને ઈસાઈ મિશનરીઓના પંજામાં જતું અટકાવવાને પોતાનું મિશન બનાવ્યું હતું. ૨૬ જાન્યુઆરી, ૧૯૧૫માં મણિપુરનાં લેકઉ ગામમાં જન્મેલ વીરાંગના માત્ર ૧૩ વર્ષની ઉંમરે જીદોનાંગ નામના ક્રાંતિકારી સાથે અંગ્રેજોને હાંકી કાઢવાના આંદોલનમાં કૂદી પડ્યા. ગાઇડિન્લ્યુ જોત જોતામાં જીદોનાંગના જમણા હાથ સમાન બની ગઈ. ચાલાક અંગ્રેજોહારાકાને મળી રહેલા જનસમર્થનથી ચેતી ગયા. અને જીદોનાંગને ફાંસી આપી. પરંતુ ગાઈડિન્લ્યુના નેતૃત્વમાં નાગજાતિ વધારે સંગઠિત અને આક્રમક બની. આંદોલને નાગજાતિના લોકોમાંગાઈડિન્લ્યુને દેવી બનાવી દીધા. છેવટે અંગ્રેજોએ પડકારને પહોંચી વળવા ખ્રિસ્તી મિશનરીઓ થકી લાલચ અને વટાળ પ્રવૃત્તિનું શસ્ત્ર ઉગામ્યું. રાણી ગાઈડિનલ્યૂએ મણિપુરવાસીઓને હિન્દુ ધર્મ ત્યજ્વા ચેતવ્યા.

રાણી ગાઈડિન્લ્યુની વાતો અને ચેતવણીઓનો નાગ લોકો પર જબરો પ્રભાવ હતો. તેથી અંગ્રેજો-મિશનરીઓને પોતાના ષડયંત્રમાં ધારી સફળતા મળતા તેઓનું ગાઈડિન્લ્યુને પતો આપનાર માટે મસ મોટા ઈનામની જાહેરાત કરી અને તેમના અંગે સૂચના આપનાર ગામને દસ વર્ષ સુધી કરમાંથી મુક્તિ આપવાની લાલચ આપી. ૧૭ ઑક્ટોબર ૧૯૩૨માં અસમ રાઇફલ્સની એક ટુકડીએ નાગ લોકો પર અણધાર્યો હુમલો કર્યો અને ગાઈડિન્લ્યુની ધરપકડ કરી અને મિસ્ટર હિંગ્સિ રાણીમાને આજીવન કારાવાસની સજા સંભળાવી. ભારતને આઝાદી મળી તે પછી ટુરા જેલમાંથી રાણીમાને મુક્તિ તો મળી, પરંતુ અફસોસ કે તેમને મણિપુર પાછા જવાની અનુમતિ મળી નહીં.

માત્ર મણિપુર સમગ્ર પૂર્વોત્તરમાં હિન્દુત્વની અલખ જગાવનાર મહાન વિરાંગનાનું ૧૯૯૩માં નિધન થયું.પૂર્વોત્તરમાં સનાતન સંસ્કૃતિની જ્યોતને જળહળતી રાખવામાં તેનું યોગદાન આજે પણ અહીંના રાષ્ટ્રવાદીઓને પ્રેરણા અને બળ પૂરી પાડી રહ્યું છે.

બંને પ્રદેશોની સંસ્કૃતિ હજુ વધુ એકાત્મતા સાધે તે આવકાર્ય

આમ પૂર્વોત્તર ભારત સદીઓથી હિન્દુ સંસ્કૃતિ અને સંરક્ષકના રૂપે ઊભું છે, પરંતુ મહાન ગૌરવપૂર્ણ ભૂતકાળ ધરાવતા વિસ્તારને હાલ અલગાવવાદ, હિંસા, મતાંતરણ અને ઘૂસણખોરી થકી ભારત અને સનાતન પરંપરાથી અલગ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે, તેને તમામ રાષ્ટ્રવાદી શક્તિઓએ એક થઈ પડકારવાનો સમય આવી ગયો છે. જે પ્રકારે માધવપુરનો મેળો યોજી સનાતન સંબંધો ઉજાગર કરાય છે તેવી રીતે સમગ્ર દેશમાં કાર્યક્રમો થતાં રહે અને બંને પ્રદેશોની સંસ્કૃતિ હજુ વધુ એકાત્મતા સાધે તે આવકાર્ય.