જોલી, મોન્ટુ, રોકી...

    ૦૬-એપ્રિલ-૨૦૧૮


 

નાનો નાનો છોકરો.

મોન્ટુ એનું નામ.

ટીવી જુએ, એની મમ્મી ગુસ્સે થાય.

મોબાઈલ પર કોઈની સાથે વાત કરે તો પપ્પા ચિડાય.

ક્રિકેટ રમવા જાય, કોઈના ઘરની બારીનો કાચ ફૂટે, તો સોસાયટીમાં સૌ કોઈ કચકચ કર્યા કરે.

ક્રિકેટ રમવાનું બંધ થઈ ગયું.

મોન્ટુ હોમવર્ક કરે, ચોપડીઓ વાંચે, કંટાળે ને કહે :

મમ્મી, બોલ, હવે શું કરું ?’

જા, કૂતરાં રમાડ !’

પણ તો ડર્ટી છે !’

તું એને શેમ્પુથી નવડાવ, ચોખ્ખું રાખ ને પછી ઘરમાં રાખ...’

.કે. મમ્મી, લાલિયા કૂતરાને મારો બેસ્ટ ફ્રેન્ડ બનાવું છું. એનેજોલીકહીને બોલાવું છું.’

મોન્ટુડા...તું તો મારો ડાહ્યો દીકરો છે હોં !’

પછી તો મોન્ટુ હસે ને જોલી પાસે દોડી જાય, એને ઊંચકીને બાથ‚મમાં લઈ જાય, એને ફુવારો કરીને નવડાવે. સાબુ-શેમ્પૂથી એકદમ સુંવાળો ‚પાળો બનાવી દે.

પછી એને બેસવાની, બે પગે ઊભા રહેવાની, સલામ ભરવાની, કોઈની પાછળ દોડવાની, બોલ ફેંકે તો લઈ આવવાની તાલીમ આપે. ઘરમાં, કંપાઉન્ડમાં, સોસાયટીમાં દોડા-દોડી, પકડા-પકડી શરુ થઈ જાય. કોઈ વાર મોન્ટુ ટીવી જુએ. જોલી એની બાજુમાં ગોઠવાઈ જાય. સ્ક્રીન પર વાઘ-સિંહ કે ચિત્તાને જુએ તો ઘૂરકવા માંડે ને કોઈક વાર તો દોડે, ટીવી પાસે પહોંચી જાય. મોન્ટુ દોડે ને એને ઊંચકી લે, ને હસતો હસતો કહે : ‘શાબાશ, મારા વાઘ શાબાશ!’ પછી જોલીને બિસ્કૂટ-ભાખરી ખવડાવે. દૂધ પીવડાવે, એને વ્હાલથી પંપાળે અને તાળી આપે, તાળી લે...

થોડા દિવસ પહેલાં સાંજે બાજુના બંગલામાં મોનાભાભી હીંચકે બેઠાં હતાં. બે બાઈકવાળા આવ્યા. કોઈનું એડ્રેસ પૂછ્યું. મોનાભાભી હીંચકેથી ઊઠીને આવ્યાં. એક જણે એમના ગળામાંથી ચેઈન ખેંચી. મોનાભાભીએ રાડ પાડી : ‘ચોર...! ચોર...!’

પેલા લોકો જીવ લઈને ભાગ્યા. પણ ઉતાવળમાં ભાન ભૂલ્યા. જોલી, કંપાઉન્ડની દીવાલ કૂદીને દોડી આવ્યો. એણે બાઈકની પાછળ બેઠેલા માણસના પગે બટકું ભર્યંુ. પેન્ટ ફાડી નાખ્યું. બાઈક સાથે બંને પડ્યા નીચે. જોલીની દીપડા જેવી ઘૂરકતી આંખો જોતાં લોકો સોનાની ચેઈન ફેકતાંક ને જાય નાઠા - સોસાયટીના ગેટ સામે...

ભોદુકાકા પ્રેસ રિપોર્ટર દોડી આવ્યા. ઉપરાછાપરી ફોન શરુ કરી નાંખ્યા. પોલીસ, છાપાવાળા, ટીવીવાળા એક પછી એક તાબડતોબ દોડી આવ્યા. મોન્ટુ, જોલીને પાસે પાસે ઊભા રાખીને ફોટા લેવાયા. ભેગા થઈ ગયેલા સોસાયટીનાં લોકોએ જોલીની બહાદુરીનાં વખાણ કર્યાં. મોનાભાભી એકદમ હરખાઈ ગયાં. જોલી-મોન્ટુને એમના ઘરમાં લઈ ગયાં. મોન્ટુને આઇસ્ક્રીમ ને જોલીને બદામ-પિસ્તાવાળું દૂધ ! વાહ ભૈ વાહ...!

બીજે દિવસે મોન્ટુના પ્રિન્સિપાલે ન્યૂઝ વાંચ્યા. ટીવીમાં મોન્ટુ જોલીને જોયા. એમના ભરપેટ વખાણ સાંભળ્યાં. મોન્ટુને ઑફિસનું તેડું આવ્યું. મોન્ટુને ઓફિસનું તેડું આવ્યું મોન્ટુ જોલીને લઈને ગયો. પ્રિન્સિપાલે ઊભા થઈને જોલીને તેડી લીધો. એને ખૂબ પંપાળ્યો. વ્હાલ કર્યું. ને કીધું : ‘કેવું પ્યારું કૂતરું છે ! હું એને મારે ત્યાં લઈ જાઉં મોન્ટુ ?’ મોન્ટુ અદબ વાળી ચૂપ ઊભો રહ્યો. પ્રિન્સપાલે જોલીને બિસ્કૂટ ભરેલી ડિશ આપી. જોલીએ ડિશ સૂંઘી, બિસ્કૂટ ખાધાં નહીં. મોન્ટુએ કીધુંફ્રેન્ડ, સાહેબનું માન રાખો !’ જોલીએ પછી બે બિસ્કૂટ ખાધાં.

પ્રિન્સિપાલ હસ્યા : ‘મોન્ટુ, મારા ફેમિલીમાંય એક કૂતરો હતો - જોલી જેવો, પણ અત્યારે મારાં બૈરાં-છોકરાંની સાથે કેનેડા જતો રહ્યો છે - મને મૂકીને હોં !’

પછી તો પ્રિન્સિપાલે સ્કૂલના બધા વિદ્યાર્થીઓને સભાખંડમાં બોલાવ્યા. મોન્ટુને એક પુસ્તક ભેટ આપ્યું ને એમણે કીધું : ‘બાલમિત્રો, તમે જુઓને મોન્ટુના જોલીએ કેવી બહાદુરી બતાવી ! બધા છાપામાં એમના ફોટા છપાયા છે. આપણી સ્કૂલનું ગૌરવ વધ્યું છે. મોન્ટુના નામ સાથે આપણી સ્કૂલનું નામ પણ છાપા-ટીવીમાં ચમક્યું છે. જોલીને મોન્ટુએ તાલીમ આપી. એને બહાદુર બનાવ્યો. એનું પરિણામ છે. તમે સૌ પણ ચોર-ઠગ લોકોથી ગભરાશો નહીં. બળ નહીં તો કળથી એમની સામે લડવાનું, પોલીસ તો આપણી સાથે હોય છે ને ! માટે બહાદુર બનજો !’ આખોય સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો પછી મોન્ટુ-જોલી ઘેર ગયા. ઘર આગળ સોસાયટીનાં છોકરાં ઊભાં હતાં. સૌ નાચવા-કૂદવા લાગ્યાં.

જોલી ખાય પૂરી,

આંખો એની ભૂરી,

કેવો બાદુર-બંકો ,

વાગ્યો એનો ડંકો રે !

મોન્ટુની મમ્મી હરખાઈ ઊઠી.

એણે સૌ ટાબરિયાંઓને લીંબુનું શરબત પિવડાવી દીધું. છોકરાં એક પછી એક જોલીને થાબડીને પોતપોતાને ઘેર ગયાં.

બીજે દિવસે વડોદરાથી રાજુ અંકલ આવ્યા. એમની સાથે મોના આન્ટી, ને રોકીય આવ્યો હતો. રાજુ અંકલે આવતાંની સાથે મોન્ટુને તેડી લીધો : ‘વાહ ભૈ વાહ ! તારા જોલીએ તો રંગ રાખ્યો રંગ ! છાપામાં-ટીવીમાં તમારા ફોટા ! વાહ ! પછી તો રાજુ અંકલ, મોના આંટીએ જોલી-મોન્ટુને કેડબરી ખવડાવી ને ખૂબખૂબ શાબાશી આપી.

મોન્ટુએ એમને થેન્કયુ કહ્યું, ને રોકીએ તો દોડીને જોલીને ઊંચકી લીધો, એણે કીધું :

ડેડ, મોમ, મને જોલી ગમે છે !’

.કે. તું અને મોન્ટુ રમો કૂદો જોલીની સાથે !’

રોકી જોલીને બાજુની ‚મમાં લઈ ગયો.

મોન્ટુય પાછળ પાછળ ગયો.

રોકીએ જોલીના કાન આગળ ઇયરફોન મૂક્યું.

મોબાઈલમાં ફિલ્મી સોંગ વાગવા માંડ્યું.

રોકી, મોન્ટુ ડાન્સ કરવા લાગ્યા.

જોલીય એમ તેમ કૂદાકૂદ, દોડાદોડ કરવા લાગ્યો.

રોકી જોલીને લઈને પલંગ પાસે ગયો. જોલીને બાથ ભીડીને સૂઈ ગયો. મોન્ટુનું મોં ઊતરી ગયું.

રોકી એનાં મમ્મી-પપ્પા સાથે બે દિવસ રોકાયો.

એણે જોલી-રોકીને પોતાનાથી સહેજે છૂટો મૂક્યો નહીં. મોન્ટુ અકળાયો. ‘લાવ, જોલી મારો બેસ્ટ ફ્રેન્ડ છે !’ એણે રોકી પાસેથી જોલીને ખેંચ્યો. રોકીએ જોર કરીને જોલીને પકડી રાખ્યો, ચીસ પાડી.

ના, નહીં આપું, હું તો જોલીને લઈ જવાનો હા !’

મોન્ટુ રોવા જેવો થઈ ગયો.

મમ્મીએ એને લાડથી સમજાવ્યો : ‘જો, દીકરા, રોકી તો સાંજે એને ઘેર જવાનો છે. અત્યારે ભલેને જોલી સાથે રમતો.’ મોન્ટુ માની ગયો. એણે રોકીની કિટ્ટા કરી હતી. હવે બૂચ્ચા કરી નાખી. રોકી જોલી સાથે ક્રિકેટ રમ્યો. ડી.વી.ડી. પર સીડી મૂકી. હોમ-થિયેટરના ઘોંઘાટભર્યા અવાજમાં ત્રણેય જણ કૂદ્યાં, ને પછી થાકીને ડાઇનિંગ ટેબલ પાસે દોડી ગયા. જમવા બેઠા.

રોકીએ મેન્ગોનો રસ ખૂબ પીધો.

જોલીને પિવડાવ્યો, ચટાડ્યો. મોન્ટુ : ‘હેય હેય !’ કરી ચિચિયારી પાડતો ખૂબ ખુશ થયો. એણે રોકીને કીધું : ‘તું દિવાળી-વેકેશનમાં આવજે. આપણે ત્રણેય ધમાલ મસ્તી કરીશું !’

રોકીએ કીધું : ‘. કે. હું આવીશ!’

બપોરે ત્રણે જણ સૂઈ ગયા. રોકી જોલીને વળગીને સૂઈ ગયો. મોન્ટુ બાજુના પલંગ પર સૂતો. કંઈ બોલ્યો નહીં. જાણતો હતો : ભલેને સૂતો. સાંજે તો જવાનો છે !

બરાબરનો થાકી ગયો હતો. ઘસઘસાટ ઊંઘી ગયો.

જાગ્યો. જોયું તો શું ?

બાજુનો પલંગ ખાલી હતો ! રોકી ક્યાં ? ને જોલી ?

સફાળોમમ્મીઈઈઈ..’ એવી બૂમ પાડતો દોડ્યો.’

બારણે જઈને ઊભો રહી ગયો.

મમ્મી-પપ્પા : ‘બાયકરવા હાથ ઊંચા કરી રહ્યાં હતાડ્ઢ. રાજુ અંકલ મોના આંટી કારમાં બેઠાં હતાં.

રોકીયે જોલીને ખોળામાં લઈને બેઠો હતો.

મમ્મી, જોલી ?

ચિંતા કરીશ દીકરા, અંકલ આવતા રવિવારે જોલીને મૂકી જશે.’

મોન્ટુ રોવા લાગ્યો.

મોન્ટુ, રોકી તારાથી નાનો છે. ભલેને એની જિદ્દ પૂરી કરે ! થોડા દિવસોમાં શું ખાટું-મોળું થઈ જવાનું છે!?’ મોન્ટુ પપ્પાને વળગી પડ્યો.

એણેય બાય ! કહેવા હાથ ઊંચો કર્યો, પણ શું ? કાર ઊભી રહી ગઈ!? બારણું ખૂલ્યું ! રોકી બહાર આવ્યો. એણે જોલીને બાથમાંથી છોડી દીધો. છૂટતાંની સાથે દોડ્યો. મોન્ટુ પાસે આવી ગયો. એના હાથ-પગ સૂંઘવા લાગ્યો. કૂદકા મારવા લાગ્યો. પૂંછડી પટપટાવવા લાગ્યો. મોન્ટુએ એની સામે જોયું નહીં. મમ્મી હસી પડી : ‘લ્યા, મોન્ટુ, જોલીને બિચારાને ઊંચકી લે, કેવા લટુડા-પટુડા કરે છે - તેડાવવા માટે !’

મોન્ટુએ જોલીને ઊંચકી લીધો. કાર સામેબાય !’ કહીને મોટેથી ચીસ પાડી. રોકીને લઈને કાર ઊપડી. મોન્ટુ-જોલી બંને કારની પાછળ પાછળ ક્યાંય સુધી દોડતા ગયા. પછી થાકીને પાછા ફર્યા. ‘મોન્ટુ, જોયુંને રોકીય ડાહ્યોડમરો છે ને તારો જેવો!’

પણ... મમ્મીના શબ્દો સાંભળે બીજાં ! મોન્ટુએ દોટ મૂકી - જોલી પાછળ.