લો નવી બિમારી આવી….નિપા વાઈરસ…જે મરઘી, ઉંદરથી નહિ ચામાચીડિયાથી ફેલાય છે…

    ૨૧-મે-૨૦૧૮

 
 

કેરલથી આજે એક ચોકાવનારા સમાચાર આવ્યા છે. કેરલમાં નિપા વાઇરસના કારણે ૧૦ લોકોના મૃત્યુ થયા છે. કેરલ સરકારે પણ આ બબતે તરત કેન્દ્ર સરકારની મદદ માંગી છે. કેરલ સરકારની આ માગ પછી તરત જ કેન્દ્ર સરકારે પણ ત્રણ એક્સપર્ટની ટીમ ત્યાં મોકલી છે.
 
અહિં જાણવા જેવું એ છે કે આ નિપા વાઈરસ ચમાચિડીયામાં જોવા મળે છે. પછી તેના માધ્યમથી તે ફળોમાં પ્રવેશ કરે છે અને ફળ દ્વરા તે માનસના શરીરમાં પ્રવેશે છે.
 
૨૦ વર્ષ પહેલાની વાત છે…
 
ગૂગલ જણાવે છે કે સૌથી પહેલા આ વાઇરસની જાણકારી ૨૦ વર્ષ પહેલા ૧૯૯૮માં મલેશિયાના કામ્પુંગમાંથી મળી હતી. માટે આ જગ્યાના નામ પરથી જ આ વાઈરસનું નામ નિપા પાડવામાં આવ્યું. મેડિકલની ભાષામાં તેને નિવ (NiV) કહેવામાં આવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે મલેશિયામાં ડુક્કરમાં પણ આ વાઈરસ જોવા મળે છે. ૨૦૦૪માં બાગ્લાદેશમાં પણ આ બિમારીના કેટલાક દર્દીઓ હતા. ત્યારે એવું અનુમાન કરવામામ આવ્યું હતું કે તાડી પીવાથી આ બિમારી ફેલાય છે. પાછળથી ખવર પડી કે માણસ થકી માણસમાં પણ આ વાઇરસ ફેલાય છે. જોકે ભારતમાં આ વાઇરસ પહેલીવાર પ્રવેશ્યો છે. જે ઘણી ચિંતાની વાત છે.
 

 
 
હાલ તો દર્દીના લોહિના નમૂનાનું પરીક્ષણ કરી આ વાઈરસની ઓળખ કરવામાં આવી છે. આ જાણી કેન્દ્ર અને કેરળની રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. એવું અનુંમાન લગાવવામાં આવ્યું છે કે તાડીનું ફળ કે તાડી પીવાથી આ વાઈરસ માણસના શરીર સુધી પહોંચી ગયો છે.
 
આ વાઈરસ શરીરમાં પ્રવેશે એટલે તેના લક્ષણ દેખાવા લાગે છે. પહેલા તો સાંસ લેવામાં તકલીફ થાય છે. મગજમાં અને માથામાં દુઃખાવો ચાલુ થઈ જાય છે.
 

 
 
તમે કેહેશો આનો ઉપચાર શું તો હાલ તો કહેવું વહેલું ગણાશે કેમ કે આની કોઇ રશી હજુ સુધી શોધવમાં આવી નથી. કેટલી ક દવાઓ છે જેનાથી હાલ તેનો ઉપચાર કરવાની કોશિશ થઈ રહી છે.
 
આનાથી બચવા માટે પહેલા તો ડુક્કર દૂર રહો, જ્યાંચામાચિડીયા રહેતા હોય તેનાથી દૂર રહો. તે જાડનીચે પડેલા ફળ ન ખાવ. તાડી તો બિલકુલ દૂર રહો.