બોલો ! આ પાદરીને ભારતમાં લોકશાહી ખતરામાં લાગે છે?!

    ૨૨-મે-૨૦૧૮

 
 
દિલ્લીના આર્કબિશપ અનિલ કાઉટોએ દિલ્લીના બધા જ પાદરીઓને એક પત્ર લખી ભારતેની રાજનીતિને અંશાંત ગણાવી છે. આર્કબિશપએ ૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેક પારદીને શુક્રવારે ઉપવાસ કરવાની અપીલ કરી છે. આ બિસપે પત્રમાં લખ્યું છે કે દેશમાં વર્તમાન સ્થિતિ અશાંત છે જે આપણા બંધારણ માટે અને લોકશાહીના સિદ્ધાંત માટે ખતરારૂપ છે. જેના પર ભાપજે જણાવ્યું છે કે આ દેશમાં જાતિઓને ભડકાવવાની કોશિશ છે. વડાપ્રધાન જાતિવાદને છોડી સર્વસમાવેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યા છે. આ મુદ્દે ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ દેશમાં અલ્પસંખ્યક સુરક્ષિત છે. અહિં ભેદભાવને કોઇ સ્થાન નથી.