સાવધાન આ સ્પીકર પ્રાઈવેટ વાતો રેકોર્ડ કરી કોઇને મોકલી શકે છે!?

    ૨૬-મે-૨૦૧૮

 
 
આજ કલ ટીવી પર ઇ-કોમર્સ કંપની અમેઝન દ્વારા બહાર પાડેલ સ્માર્ટ સ્પીકર ઇકો સ્પોટની જાહેરાત ખૂબ આવી રહી છે. આ સ્પીકર આજની એડવાન્સ ટેકનોલિજીનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્પીકર તમારા અવાજની ઓપરેટ થાય છે. એપ્પલના આઈ ફોનમાં જેમ સીરી છે તેમા આ સ્પીકરમાં એલેક્સા છે. તમારા પ્રશ્નનો જવાબ આ સ્પીકરમાં એલેક્સા આપે છે. આ સ્પીકરમાં અનેક એડવાન્સ ફિચર છે. જે સારા જ છે પણ એમેરિકાની એક દંપતી માટે આ સ્પીકર ખતરનાક સાબિત થયું છે.
 
થયું એવું કે આ સ્પીકરે અમેરિકાના પોર્ટ્લેન્ડમાં રહેતા એક દંપતીની ખાનગી વાતો રેકોર્ડ કરી તે વાતોને આ સ્પીકરનો ઉપયોગ કરતા કોઇ બીજા યુજર્સને મોકલી દીધી. આ દંપતીની ખાનગી વાતો જાહેર થઈ ગઈ. આના પર અમેઝોનનું કહેવું છે કે બેક્ગ્રાઉન્ડમાં એલેક્સા સાથે ભળતો આવાજ સાંભળી આ સ્પીકરનું ડિજિટલ આસિસ્ટન્ટ એક્ટીવ થઈ ગયું. જેણે આ દંપતીની વાતો રેકોર્ડ કરી અને એલેક્સાએ તેને સેન્ડ મેસેજ રિક્વેસ્ટ ગણી કોઇને મોકલી આપી….
 
કારણ જે પણ હોય પણ આ રીતે ઓટો સ્પીકર ઘરમાં રાખવું ચેતવણીરૂપ છે. આ દંપતી સાથે જે થયું તે તમારા સાથે ન થાય તેનું ધ્યાન રાખજો…ભાઈ આ તો ટેકનોલોજી છે….સારી પણ અને ખરાબ પણ!!!