તીખી વાત : શું ઝીણાની તસવીર એ.એમ.યુ.માં લગાવાય?

    ૨૬-મે-૨૦૧૮


 

આપણે ત્યાં કહેવત છે કે, તસવીર બોલે છે પરંતુ ક્યારેક ક્યારેક કોઈ તસવીર કોઈનું ચરિત્ર, મનસાનો અરીસો પણ બની જાય છે. અલીગઢ મુસ્લિમ વિશ્ર્વવિદ્યાલય (એએમયુ)માં લાગેલી ભારત વિભાજનનાં સૌથી મોટા ખલનાયક ઝીણાની તસવીર હાલ દેશના અનેક ગદ્દારોનો ચરિત્ર અને દેશદ્રોહનો અરીસો બની રજૂ કરી રહી છે.

ઝીણાની તસવીરને લઈને વિવાદ ત્યારે થયો જ્યારે અલીગઢના ભાજપ સાંસદ સતીષ ગૌત્તમે એએમયૂના કુલપતિ તારિક મંસૂરને પત્ર લખી યુનિવર્સિટીના છાત્ર સંઘ ભવનમાં મહંમદઅલી ઝીણાની લગાવવામાં આવેલી તસવીર અંગે ખુલાસો માંગ્યો. પરંતુ વિશ્ર્વ વિદ્યાલય પ્રશાસનની બેશરમીની હદ જુઓ, તે નફ્ફટાઈપૂર્વક કહે છે કે, ભાઈ, ઝીણા તો ૧૯૩૮માં અહીં આવ્યા હતા અને તેમને માનદ્ ઉપાધિ આપવામાં આવી છે. અને ઝીણાને આજીવન સદસ્યતા મળી છે. માટે ઝીણાની તસવીર લગાવવી એમાં કાંઈ ખોટું નથી. દેશના વિભાજનના સૌથી મોટા ખલનાયક, લાખો હિન્દુઓના ખૂની, હજારો હિન્દુ મહિલાઓના બળાત્કાર કરવાના આરોપી ઝીણાની શાનમાં કુરનિશો બજાવતા બેશરમ લોકો પાસે વાતનો જવાબ છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ અત્યાર સુધી ૧૬૫થી પણ વધુ લોકોને આજીવન સદસ્યતા આપી છે છતાં ઝીણા પર આટલો પ્રેમ કેમ ? દેશના લાખો લોકોના હત્યારા ઝીણા માટે આટલી સહિષ્ણુતા હોય, તો વિશ્ર્વવિદ્યાલય માટે જમીન દાનમાં આપનાર મહેન્દ્ર પ્રતાપસિંહ સામે અસહિષ્ણુતા કેમ ? કેમ તેમની જયંતી ઊજવવાનો વિરોધ થાય છે.

એએમયૂના ડીએનએમાં ભારતવિરોધ

કહેવા ખાતર તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દેશનું એક જાણીતું શિક્ષણ સંસ્થાન છે. પરંતુ ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ બની છે જે તેના દામનને દાગદાર બનાવે છે. અલગ પાકિસ્તાનની માંગ ભલે લાહોરમાં થઈ હોય પરંતુ તેને સૌથી વધુ સમર્થન તો ભારતમાંથી મળ્યું છે. એમાં પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તો અલગ મુસ્લિમ દેશ બનાવવાની માંગણીને પૂરજોશમાં સમર્થન મળ્યું છે.

અત્યાર સુધી આપણા મનમાં એવું ઠસાવવામાં આવ્યું છે કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સંસ્થાપક સરસૈયદ અહેમદ ખૂબ મોટા શિક્ષણવિદ્ અને રાષ્ટ્રવાદી હતા. પરંતુ હકીકત છે કે, ઝીણાની ટૂનેશન થિયરીનો મમરો તો તેમણે છેક ૧૮૮૭ની સાલમાં મૂકી દીધો હતો. કાદિમ હંમેદ આદિલ સબ્બાસી નામના મુસ્લિમ લેખકના પુસ્તક ખિલાફત આંદોલનના ૨૬મા પાના પર સર સૈયદ અહેમદને દેશના મુસ્લિમો અને આઝાદીની ચળવળ અંગે શું મંતવ્ય ધરાવતા હતા તેનો ઉલ્લેખ છે. તેમના ભાષણને ટાંકીને લખાયું છે કે, ભારતની આઝાદી બને ત્યાં સુધી ટાળવામાં આવે, કારણ કે જો દેશમાંથી અંગ્રેજો ચાલ્યા ગયા તો દેશના / હિન્દુઓ / મુસ્લિમો પર હાવી થઈ જશે અને તેમને પીસી નાખશે. હિન્દુ-મુસ્લિમ અલગ અલગ કોમો છે. જો અંગ્રેજો ચાલ્યા જશે તો ભારત પર કોણ રાજ કરશે ? રાજ સિંહાસન પર હિન્દુ અને મુસ્લિમ બન્ને એક સાથે તો નહીં બેસી શકે. બન્નેમાંથી કોઈ એકબીજા પર હાવી થઈ જશે. ત્યારે બન્નેને સમાન અધિકાર મળશે એવી આશા રાખવી અસંભવિત છે. ચૂંટાયેલી સરકાર હિન્દુસ્થાન માટે ઠીક નથી. કારણ કે હિન્દુ-મુસ્લિમ કોમમાં / અને /૪નો ભેદ છે માટે મુસ્લિમોએ અંગ્રેજ સરકારનો વિશ્ર્વાસ કરવો જોઈએ. જેને દેશના બુદ્ધિજીવીઓ અને વામપંથી ઇતિહાસકારો દેશના મોટા શિક્ષણવિદ તરીકે ઓળખાવે છે, તે સર સૈયદ અહમદે વિચારો ૨૮ ડિસેમ્બર, ૧૮૮૭ના એક ભાષણમાં વ્યક્ત કર્યા છે. માટે કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે ઝીણાની ટુનેશન થિયરીની પ્રથમ ઈંટ સર સૈયદ અહમદે ૧૮૮૭માં મૂકી દીધી હતી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઇતિહાસકાર યાશ્મીન ખાન તેમના પુસ્તક ગ્રેટ પાર્ટિશન મેકિંગ ઑફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનના ૮૫મા પેજ પર લખે છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અલગ પાકિસ્તાનની માંગ અને મુસ્લિમ લીગને ખૂબ સમર્થન હતું. ઝીણાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પાકિસ્તાનના (અતિયક્ષફહ) કહ્યા હતા એટલે કે હથિયાર જેના દ્વારા પાકિસ્તાનની રચના થશે.

ભારત વિભાજનમાં જેનો સૌથી મોટો ફાળો છે. મુસ્લિમ લીગના સદસ્યોમાં અલીગઢ મુસ્લિમ લીગના લોકોની સંખ્યા મોટી હતી. યુનિવર્સિટીના માધ્યમથી મુસ્લિમ લીગના સદસ્યોએ દેશભરમાં ફેલાઈ અલગ પાકિસ્તાન માટેનું વાતાવરણ ઊભું કર્યંુ હતું.

હજી ઘટના બહુ જૂની નથી. ગત વર્ષે અહીંની મુન્નાન બશીરવાની નામનો રિસર્ચ સ્કોલર આતંકવાદી સંગઠન હિઝબ-ઉલ મુજાહિદ્દીનમાં સામેલ થઈ ગયો હતો. રમજાન મહિનામાં અહીંની હોસ્ટેલોની કેન્ટીનોને તમામ માટે બંધ કરી આવે છે. અહીં ભણતાં કાશ્મીરી કટ્ટરવાદીઓને કાશ્મીર જેવું વાતાવરણ મળી રહે, ગૌમાંસ પ્રતિબંધનો જોરદાર વિરોધ થયો હોય કે પછી કાશ્મીરની કથિત આઝાદીને લઈને નારા લાગવા સામાન્ય છે.

અહીંના સ્ટુડન્ટ યુનિયન એટલી હદે કટ્ટર અને અનિયંત્રિત બની ગયું છે કે તે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદને એએમયૂ કેમ્પસમાં પગ નહી મૂકવા દેવાની ધમકીઓ આપે છે. મુસ્લિમો રાષ્ટ્રવાદ સાથે એકાકાર થાય, તેમના મનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને બેસી ગયેલ ગેરમાન્યતા દૂર થાય તે માટે રા.સ્વ.સંઘની શાખા એએમયૂમાં લગાવવાની પરવાનગી માંગવામાં આવે છે. ત્યારે જો અહીં શાખા લાગી તો જોવા જેવી થશેની ધમકીઓ આપે છે. લોકોને અહીં માત્ર ભારતવિરોધ પસંદ છે. વિદ્યાર્થી સંગઠનની ગુંડાગર્દી તો જુઓ ? એક તો ઝીણાની તસવીર અહીં લાગેલી રહેશે, જે થાય કરી લો નો પડકાર ફેંકે છે. અને જ્યારે આનો વિરોધ કરવા હિન્દુવાદી સંગઠનો એએમયૂ સામે વિરોધ પ્રદર્શન કરે છે તો તેમના પર હુમલો કરી દે છે.

અરે તેઓની ગુંડાગીરીનું રીપોર્ટીંગ કરવા ગયેલા પત્રકાર પર પણ જીવલેણ હુમલો કરે છે અને તેના કેમેરા તોડી નાખે છે. ગુસ્તાખ લોકોની હિંમત જુઓ એમઓયુમાં પ્રદર્શનો દરમિયાનનો એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. ‘આઝાદીના નારા સાથેના વીડિયોમાં કટ્ટરવાદીઓ ભગવા આતંકસે આઝાદી, હમ છીન કે લેંગે આઝાદી, ભારત સે લેંગે આઝાદી આરએસએસ સે લેંગે આઝાદીના નારા લગાવી રહ્યા છે. આમ છતાં વોટબેન્ક ભૂખ્યા વરુ જેવા એનસીપી, કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને બીએસપીના નપાવટ નેતાઓ ગદ્દારોનું ખુલ્લેઆમ સમર્થન કરવા પહોંચી જાય છે.

છતાં પણ આપણા દેશમાં છાસવારે છાતીઓ પીટવામાં આવે છે કે દેશમાં મુસ્લિમો સુરક્ષિત નથી.

આપણા દેશની બલિહારી છે કે દેશના કેટલાક લોકોને અલગાવવાદીઓ એટલા વ્હાલા લાગે છે કે ભારતના સૌથી મોટા ખલનાયક ઝીણાની તસવીર આજે પણ અનેક સ્થળોએ લાગેલી છે. મુંબઈના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કાર્યાલયમાં ૧૯૧૮માં લગાવવામાં આવેલી ઝીણાની તસવીર આજે પણ છે. મુંબઈમાં ઝીણા હાઉસ પણ છે.

ઝીણાની તસવીર પોતાની છાતીઓ પર ચોંટાડી ફરનારાં ગદ્દારો કેમ ભૂલી જાય છે કે, ભારતના ભાગલા પછી તરત લાહોરના પિતામહ તરીકે ઓળખાતા સર ગંગારામ, શેર--પંજાબ, લાલા લજપતરાયની પ્રતિમાઓને લાહોરમાં જાહેર સ્થળો પરથી હટાવી દેવામાં આવી હતી કે તોડી પડાઈ હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ ભારતીય એલચી કચેરીમાં સ્થાનાંતરિત કરી દેવાની ફરજ પાડવામાં આવી હતી. શહીદ ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને પણ ત્યાં કાફિર તરીકે સંબોધવામાં આવે છે. જ્યારે પાકિસ્તાન આપણા મહાપુરુષોની પ્રતિમાઓને પોતાના દેશમાં સ્થાન આપવા રજામંદ નથી તો પછી તમારી એવી કેવી મજબૂરી છે કે ઝીણાની તસવીર છાતીએ લગાડી ફરી રહ્યા છો ?

ઇતિહાસ કોઈ વ્યક્તિના વિશ્ર્લેષણ ખંડોમાં નહીં પરંતુ સમગ્રતામાં કરે છે. ઝીણાના જીવનનું વિશ્ર્લેષણ છે કે તે દેશના ભાગલા કરાવનાર શૈતાન હતા. તેમની મહાજિદ્દને કારણે ભારત વિભાજન જેવી વિશ્ર્વની સૌથી મોટી માનવસર્જિત ત્રાસદીનો ભોગ ભારતના લોકોને બનવું પડ્યું, જેમાં લાખો લોકોને પોતાના જીવ ખોવા પડ્યા અને લાખોને પોતાની ભૂમિમાંથી વિસ્થાપિત થવું પડ્યું. ઝીણા દેશના ખલનાયક હતા, છે અને રહેશે. ત્યારે તેમને નાયક બનાવી પોતાની છાતીઓ પર ઝીણાની તસવીર ચોંટાડી ફરતા લોકો દેશના ગદ્દારો છે. તેમની સાથે પણ દેશના ગદ્દારો સાથે થવો જોઈએ એવો વ્યવહાર કરવો જોઈએ.

ભાગલા બાદ ભારતમાં રહી પડેલા મુસ્લિમો વિશે સરદાર પટેલે શું કહ્યું હતું ?

અલગ પાકિસ્તાન બન્યા બાદ જે મુસ્લિમો ભારતમાં પડ્યા રહ્યા હતા તેમને ઉદેશી તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે કેવી પ્રતિક્રિયા આપી હતી તે તેમના એક ભાષણમાંથી જાણવા મળે છે. સરદાર પટેલ કહે છે કે, કેટલાક લોકો કહે છે કે, આપણા બિનસાંપ્રદાયિક દેશમાં હિન્દુરાજ એટલે કે કોમી રાજ હોવું જોઈએ. પરંતુ કોણ કહે છે કે કોમી રાજ બનાવો ? હિન્દુસ્તાનમાં - કરોડ મુસ્લિમો છે, પરંતુ હકીકત છે કે, આમાંના મોટાભાગના મુસ્લિમોએ ભારત વિભાજનનું સમર્થન કર્યંુ છે, પરંતુ હવે આમ અચાનક એકાદ દિવસમાં તેમનું મન કેવી રીતે બદલાઈ ગયું ? સરદાર વલ્લભભાઈ પટેલનું ઝીણા અને પાકિસ્તાન સમર્થક લોકો માટે વલણ કેટલું કડક હતું તેનો અંદાજ ભાષણ પરથી લગાવી શકાય છે. તેમના ભાષણમાં કદાચ ભારત પરના સંભવિત ખતરાની ચેતવણી હતી તે આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઝીણાપ્રેમે સાચી પાડી છે.

સંજય ગોસાઈ