વિજ્ઞાનકથા એક અનોખી યાત્રા

    ૨૯-મે-૨૦૧૮


 

બીપ... બીપ... બીપ...

ઑક્સિજન સિલિન્ડર સાથે જોડેલ મશીનમાંથી આવતા અવાજ સાથે પૃથ્વીવાસીઓનો જીવ ઊંચો થઈ રહ્યો હતો. ઑક્સિજનની ઘટતી જતી માત્રા તેઓની જીવન-રેખા સાથે જાણે રમત રમી રહી હતી.

અન્ય ગ્રહ પર જઈને જીવન ટકાવી રાખવાની પૃથ્વીવાસીઓ આશા સેવી રહ્યા હતા. પૃથ્વીનું વાતાવરણ એટલું પ્રદૂષિત થઈ ચૂક્યું હતું કે સૌનો શ્ર્વાસ ‚રૂંધાઈ રહ્યો હતો. વિજ્ઞાનીઓના મતેવિક્રાંતગ્રહ પર જવાથી સૌને સુરક્ષિત રાખી શકાશે. આમ, પૃથ્વીવાસીઓ માટેવિક્રાંતગ્રહ આશાના કિરણ સમાન હતો.

પ્રભાસે પોતાના વિજ્ઞાની મિત્રો નગિન, સુરેશ તથા માયા સાથે મળીને પૃથ્વીવાસીઓને બચાવવાનું બીડું ઝડપ્યું હતું. અવકાશયાન હવે પૃથ્વીથી ઘણું દૂર પહોંચી ચૂક્યું હતું. પ્રભાસ અવકાશયાનને દોરી રહ્યો હતો.

જ્યાં જન્મ લીધો તે પૃથ્વી તરફ પ્રભાસે અવકાશયાનમાંથી નજર નાખી. તેણે પૃથ્વીનું આવું ચિત્ર સ્વપ્નેય વિચાર્યું નહોતું. પોતાના સ્વાર્થ ખાતર પૃથ્વીના પર્યાવરણની જરાય ચિંતા કરતા માનવોને લીધે આજે પૃથ્વીની દશા થઈ હતી. ‘જો પૃથ્વી પર પ્રદૂષણની માત્રા વધતી જશે તો પૃથ્વી પર રહેવું મુશ્કેલ બની જશે.’ - વિજ્ઞાનીઓએ કરેલી આગાહી સાચી ઠરી રહી હતી.

વાહનો... કારખાનાં.... અને રસાયણો...!

પ્લાસ્ટિક... પ્રદૂષિત પાણી... મોટા ઉદ્યોગો... તથા એવી તો અનેકવિધ પ્રવૃત્તિઓના લીધે ઉત્પન્ન થયેલા પ્રદૂષણનાં વાદળોએ પૃથ્વીને બરાબરની બાનમાં લીધી હતી. ચોતરફ પ્રદૂષણની માત્રા અસહ્ય બની ગઈ હતી. શુદ્ધ ઑક્સિજન તથા તાજી-પ્રફુલ્લિત હવા હવે સ્વપ્નમાત્ર બની ગયા હતા. પ્રદૂષણ તથા ભયંકર ગરમીના લીધે પૃથ્વી હવે પૃથ્વીવાસીઓ માટે રહેવા લાયક રહી હતી.

તેના માટે પ્રભાસ અને તેના મિત્રોએ આગોતરું આયોજન કરેલ હતું. જુદાં જુદાં અવકાશયાનોમાં કેટલાંય માણસોને સમાવવામાં આવ્યાં હતાં. તમામને પૃથ્વીના પ્રદૂષણથી બચાવવા પૃથ્વીથી દૂર આવેલાવિક્રાંતગ્રહ પર લઈ જવાનું આયોજન કરી રહ્યા હતા.

જીવનદાયિની તથા પોષણદાત્રી પૃથ્વીમાતાને તેના હાલ પર છોડી સૌએ વિદાય લીધી હતી. જીવ હથેળીમાં લઈ સૌ અવકાશમાં આશરો મેળવવા ભટકી રહ્યા હતા. અવકાશ સંસ્થાના ખગોળનિષ્ણાતોએવિક્રાંતગ્રહ જીવન ટકાવી રાખવાની અનુકૂળતાઓ ધરાવે છે એવી આગાહી કરી હતી. ગ્રહ પૃથ્વી જેવું બંધારણ ધરાવતો હોવાનું તેઓએ સૂચન કર્યું હતું.

અવકાશયાનવિક્રાંતગ્રહ ભણી ગતિ કરી રહ્યું હતું.

પરંતુ પૃથ્વીવાસીઓને ત્યાં ખસેડી શકાશે ખરા ?

શું માનવજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળતા મળશે ?

શુંવિક્રાંતગ્રહ પર જીવન ટકાવી રાખવાની વિચારેલી શક્યતાઓ સાચી પુરવાર થશે ?

એવા તો કંઈ કેટલાય વિચારોથી પ્રભાસનું હૃદય હચમચી ઊઠ્યું.

પ્રભાસે મિત્રોને કહ્યું : ‘આપણે માનવજાતિને પહેલેથી ચેતવણી આપી હતી કે હવા-પાણી-જમીનનું પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયત્ન કરો. પરંતુ સ્વાર્થી માણસોએ એક પણ વાત કાને ધરી.’

નગિને પ્રભાસને સાંત્વના આપતાં કહ્યું : ‘પ્રભાસ ! હવે દુ:ખી થવાથી શું વળશે ? જેની ચિંતા હતી તે કરુણ દિવસ તો ઊગી ચૂક્યો છે. પ્રદૂષણના લીધે મનુષ્યની જીવન જીવવા માટેની અનુકૂળતાઓ હવે રહી નથી. વિજ્ઞાન અને ટેક્નોલોજીના લીધે માનવજાતિને તમામ સગવડો તો મળી. પંરુત શુદ્ધ ઑક્સિજનયુક્ત હવા, પીવાલાયક પાણી અને પોષણક્ષમ જમીન હવે રહ્યાં નથી. અવકાશયાનમાં રહેલો પ્રાણવાયુ જીવનનો આધાર છે.’

સુરેશે પણ દુ: વ્યક્ત કરતાં કહ્યું : ‘મિત્રો ! પૃથ્વીનું આરોગ્ય જાળવવા માટે માનવજાતે વૃક્ષો ક્યાં રહેવા દીધાં છે ? જ્યાં જુઓ ત્યાં સિમેન્ટનાં જંગલો...! વૃક્ષો જાણે તેઓની શોભાને આડે આવતાં હોય તેમ તેમનું નિકંદન કાઢી દીધું. પોતાના લાભ-સ્વાર્થ ખાતર વૃક્ષોનો નાશ કરી નાખ્યો. તેથી તો પૃથ્વી પ્રદૂષિત થઈ ગઈ ! હવે જુઓ... દૂરથી પૃથ્વી કેવી લાગી રહી છે !’

પ્રભાસે ફરીવાર પૃથ્વી પર નજર નાખી. નિરાશ થઈને કહ્યું, ‘નહીં મિત્રો ! પૃથ્વી નથી, જેની આપણે ગાથા ગાતા હતા. તો રોગિષ્ઠ પૃથ્વી

છે, જેના પ્રદૂષણના લીધે શ્ર્વાસ ‚રૂંધાઈ રહ્યો છે.’

માયાએ કહ્યું : ‘હવે તો વિક્રાંત ગ્રહ પર પહોંચીએ ત્યારે નવું જીવન મળશે...!’

ચારેય મિત્રોની વાત સાંભળી અવકાશયાનમાં સવાર પૃથ્વીવાસીઓ પણ પસ્તાવો કરવા લાગ્યા. આખરે પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં સૌએ અમુક ભાગ તો ભજવ્યો હતો ને !

વૈજ્ઞાનિકોએ આગાહી કરી હતી કે હજી કેટલાંય દિવસો સુધી પ્રદૂષણનાં વાદળો પૃથ્વી પરથી ખસે તેમ નથી. તેવામાં પૃથ્વી પર રહેવાથી માનવજાતને ભયંકર ખતરો છે. અનિશ્ર્ચિતતાઓ વચ્ચેવિક્રાંતગ્રહ પર જવામાં ભલાઈ છે.’

અવકાશયાન અવકાશમાં તેજ ગતિથી દોડી રહ્યું હતું. દરેકના મનમાં એક વિચાર ચાલી રહ્યો હતો.

શું પૃથ્વીને બચાવી શકાઈ હોત...?

શું પ્રદૂષણ ઓછું થઈ શક્યું હોત ?

બધું શક્ય હતું. પરંતુ સૌએ પોતાના હાથે આધાર આપતી ડાળ કાપી મૂકી હતી. ‘માતાસમાન પૃથ્વીના આરોગ્ય વિશે કદી વિચાર્યું નહીં. લાંબી યાત્રા બાદ માયાએ ચીસ પાડી : ‘જુઓ ! વિક્રાંત ગ્રહ ! દૂર વિક્રાંત ગ્રહ દેખાઈ રહ્યો છે... આપણે ત્યાં પહોંચી જઈશું..!’

માયાની ચીસથી સૌનું ધ્યાનવિક્રાંતગ્રહ તરફ ગયું. સૌને આશાનું કિરણ દેખાયું. નવું જીવન મળ્યાની ખુશી થવા લાગી. ‘વિક્રાંતગ્રહ મરણાસન્નને નવું હૃદય મળી રહ્યું હોય તેવો જણાયો.

ત્યાં ફરીથી અવાજ આવ્યો...

બીપ... બીપ.... બીપ...’

અવકાશયાનમાંનાં છેલ્લા ઑક્સિજન-સિલિન્ડરમાંથી પ્રાણવાયુ ઘટી ગયાનું સૂચન કરતો હતો ! સામે જીવન બક્ષતોવિક્રાંતગ્રહ દેખાઈ રહ્યો હતો. તો બીજી બાજુ સૌના શ્ર્વાસ ‚રૂંધાઈ રહ્યા હતા...! ચારેય મિત્રોને તેમનું મિશન નિષ્ફળ ગયાનો અહેસાસ થયો. ખરેખરની કરૂણ સ્થિતિ સર્જાઈ..!

પ્રભાસે પૃથ્વીવાસીઓને બચાવવા માટે શક્ય એટલા પ્રયત્નો કર્યા હતા. પરંતુ અત્યારે તો તે જીવન માટે વલખાં મારી રહ્યો હતો. જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી રેખા ભૂંસાવા લાગી.

પ્રભાસનું માથું ચકરાવા લાગ્યું...

આંખે અંધારા આવવા લાગ્યાં...

બીપ.... બીપ.... બીપ...’

બીપ.... બીપ.... બીપ....’

અને... ?....?...?

ટ્રીન... ટ્રીન... ટ્રીન...’

ટ્રીન... ટ્રીન.... ટ્રીન...’

(એલાર્મ ક્લોકનો અવાજ..!)

એલાર્મ વાગવાથી ગાઢ નિદ્રામાંથી પ્રભાસ ઝબકીને જાગ્યો. સવાર થઈ ચૂક્યું હતું...! ઊઠીને બારી ખોલતાં ઓરડામાં સવારની પ્રફુલ્લિત તાજી હવાની લહેરો ફરી વળી. પ્રભાસને અંદાજ આવી ગયો કે એણે માત્ર એક ભયંકર સ્વપ્ન જોયું હતું...!

યુવાન અવકાશયાત્રી પ્રભાસે પૃથ્વી પરનું પ્રદૂષણ દૂર કરવા ખૂબ પ્રયત્નો કર્યા હતા. અનેક કાર્યક્રમો યોજ્યા હતા.

આપણા રોજિંદા જીવનની પ્રવૃત્તિઓના લીધે વધતા જતા પ્રદૂષણથી તે લોકોને બચાવવા માંગતો હતો.

સ્વપ્નમાં જોયેલી પૃથ્વીની દશા વાસ્તવિકતામાં પરિણમે તે માટે પ્રભાસે નક્કી કર્યું કે પ્રદૂષણ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓ અટકવી જરૂરી છે. લોકો જાગૃત થવા જરૂરી છે.

પછી યુવાન અવકાશયાત્રી પ્રભાસ લોકોને પ્રદૂષણ અંગે જાગૃત કરવાની મહાન માનવયાત્રા માટે પુન: નીકળી પડ્યો !

શું વિનાશના પગરવ સાથે પ્રભાસના પગરવ આપણા કાન સાથે અથડાઈ રહ્યા છે ?

મિત્રો ! ‚રથી અનુભવજો.

ચાલો, આપણે પણ માનવયાત્રામાં જોડાઈએ... પૃથ્વી બચાવીએ...!