સમીકરણ : આ કહેવાતી વિપક્ષી એકતાથી ભાજપને ફરક પડે ખરો ?

    ૩૦-મે-૨૦૧૮


 

કર્ણાટકમાં જેડીએસ સાથે કોંગ્રેસે ગઠબંધન કરી સત્તાની ચાવી તેને સોંપ્યા બાદ અને કુમારસ્વામીની શપથવિધિમાં ડઝનએક વિપક્ષો સાથે આવ્યા બાદ વિશ્ર્લેષકો આને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપ માટે મોટો પડકાર ગણાવી રહ્યા છે પરંતુ વિશ્ર્લેષકોએ રાજનૈતિક ગઠબંધનની બીજી બાજુનું વિશ્ર્લેષણ કર્યંુ નથી ત્યારે શું ખરેખર વિપક્ષી શંભુ મેળો ભાજપ માટે પડકાર બની શકશે ખરો. અંગે વિશેષ છણાવટ અહીં પ્રસ્તુત છે...

કર્ણાટકમાં અંતે કોંગ્રેસ અને જેડીએસના કજોડાની સરકાર રચાઈ ગઈ. કર્ણાટકમાં ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ એટલી ઘાંઘી થયેલી કે, તેણે પરિણામના દિવસે જેડીએસના કુમારસ્વામીના પગ પકડી લીધેલા ને સામેથી તેમને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી નાંખેલી. કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસે જેડીએસને ભરપૂર ગાળો આપેલી. જેડીએસના કર્તાહર્તા ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા છે ને કુમારસ્વામી તેમના પુત્ર છે. કોંગ્રેસે બંને પર વ્યક્તિગત પ્રહારો પણ ભરપૂર કરેલા હવે કુમારસ્વામીને કોંગ્રેસે પોતાના બિગ બોસ તરીકે સ્વીકારી લીધા.

કર્ણાટકનો રાજકીય ઘટનાક્રમ મહત્ત્વનો છે

કર્ણાટકમાં બનેલો રાજકીય ઘટનાક્રમ બે રીતે અત્યંત મહત્વનો છે. પહેલું તો કે કોંગ્રેસે પોતાનાથી અડધાથી પણ ઓછી બેઠકો ધરાવતા કુમારસ્વામીની પાલખી ઊંચકવાનું જાહેર કરીને પોતે ભાજપથી કેટલો ગભરાયેલો છે તે સાબિત કરી દીધું. બીજું કે કોંગ્રેસે સામેથી જેડીએસને બિગ બ્રધર તરીકે સ્વીકારીને પણ સાબિત કરી દીધું કે હવે રાષ્ટ્રીય પક્ષ નથી રહ્યો અને પ્રાદેશિક પક્ષોની બી ટીમ તરીકે કામ કરવાના તેના દહાડા આવી ગયા છે. કમનસીબે મોટા ભાગના રાજકીય વિશ્ર્લેષકો બંને બાબતોને નજરઅંદાજ કરી રહ્યા છે ને કર્ણાટકની ઘટનાને જુદી રીતે રજૂ કરી રહ્યા છે. તેમના મતે કર્ણાટકમાં જે કંઈ થયું તેના કારણે દેશમાં ભાજપ વિરોધી પક્ષોની એકતાની શરૂઆત થઈ છે અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી મોરચો ભાજપ માટે મોટો પડકાર બનીને ઊભો રહેશે. કુમારસ્વામીની મુખ્યમંત્રીપદે શપથવિધિમાં ભાજપ વિરોધી પક્ષોનાં ધાડાં ઊતરી પડ્યાં તેના કારણે વાતને વેગ મળ્યો ને અત્યારે બધી વાતો જોરશોરથી ચાલી રહી છે.

આમ તો વાતો દમ વિનાની છે પણ તેની આટલી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે હકીકત શું છે લોકો સામે મૂકવી ‚રી છે. કુમારસ્વામીની શપથવિધિમાં આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ, બિહારના તેજસ્વી યાદવ, જમ્મુ અને કાશ્મીરના ફા‚ અબ્દુલ્લા, મહારાષ્ટ્રના શરદ પવાર, દિલ્હીના અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશમાંથી માયાવતી અને અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનરજી અને ડાબેરીઓ વતી સીતારામ યેચુરી હાજર રહ્યાં હતાં. તેના કારણે એવી વાતો ચાલી છે કે બધા પક્ષો એક થશે અને ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ વિરોધી મોરચો રચીને ભાજપને પછાડી દેશે. કેટલાક હરખપદૂડા વિશ્ર્લેષકોએ તો ગણિત પણ માંડી દીધું કે, દેશનાં ૧૨ રાજ્યોમાં ૩૬૭ બેઠકો પર વિપક્ષી એકતાની અસર પડે ને ભાજપ લોકસભાની ચૂંટણીમાં ઘરભેગો થઈ જાય. આંધ્ર પ્રદેશ(૪૨), બિહાર (૪૦), જમ્મુ અને કાશ્મીર (૦૬), કર્ણાટક (૨૮), કેરળ (૨૦), મહારાષ્ટ્ર (૪૮), પંજાબ (૧૩), તમિલનાડુ (૩૯), ઉત્તર પ્રદેશ (૮૦), પશ્ર્ચિમ બંગાળ (૪૨), દિલ્હી (૦૭) અને ત્રિપુરા (૦૨) ૧૨ રાજયોને ગણતરીમાં લેવાયાં છે ને ૧૨ રાજ્યોની કુલ ૩૬૭ બેઠકો પર ભાજપને ફટકો પડશે એવી વાતો જોરશોરથી શરૂ થઈ છે.

શું કહે છે લોકસભાની ચૂંટણીનું ગણિત ?

વાતો કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી છે ને સમજવા માટે લોકસભાની ચૂંટણીનું ગણિત અને રાજ્યોનાં સમીકરણો સમજવા જેવાં છે. પહેલી વાત તો કે અત્યારે જે પક્ષોની એકતાની વાતો થાય છે એમાંથી મોટા ભાગના પક્ષો ૨૦૧૪માં પણ ભાજપની સામે હતા ને ભાજપ સામે એક થઈને લડેલા. બિહારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ સાથે રહીને લડેલાં. જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ ને ઉણર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સનું જોડાણ હતું . મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી સાથે હતાં. તમિલનાડુમાં કોંગ્રેસ અને કરૂણાનિધિનો ડીએમકે પણ સાથે રહીને લડેલા. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે હતાં. આમ અડધોઅડધ રાજ્યો એવાં છે કે જ્યાં ૨૦૧૪માં પણ કહેવાતી વિપક્ષી એકતા તો હતી ને તો પણ ભાજપના વિજયરથને રોકી શક્યા નહોતાં.

હવે શંભુમેળો પાછો ભેગો થાય તો શું ફરક પડે ? રાજ્યોમાં બાકીનાં રાજ્યો એવાં છે કે જ્યાં કહેવાતી વિપક્ષી એકતાના મશાલધારી પક્ષો એકબીજા સામે લડે છે ને લડવાનું છોડે તો રાજ્યોમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ જાય કાં કોંગ્રેસ સાથે જોડાણ કરનારો પ્રાદેશિક પક્ષ પતી જાય. તેના કારણે પ્રાદેશિક પક્ષો મોરચામાં જોડાઈ શકે એમ નથી. અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબમાં તાકતવર છે. હવે કોંગ્રેસ સાથે બેસી શકે ખરા ? કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે બાપે માર્યાં વેર છે. બંને ત્યાં એક થઈ શકે ખરા ?

આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુનું રાજકારણ કોંગ્રેસના વિરોધ પર ટકેલું છે. નાયડુ કઈ રીતે કોંગ્રેસની સોડમાં ભરાઈ શકે ? માનો કે ચંદ્રાબાબુ કોંગ્રેસ સાથે જોડાય તો પણ ભાજપને બહુ ફરક ના પડે કેમ કે ત્યાં બીજા પક્ષો ભાજપ સાથે જોડાવા તૈયાર છે . આંધ્ર પ્રદેશ ને તેલંગાણામાં ભાજપ ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે રહીને ચૂંટણી લડેલો. ચંદ્રાબાબુ ભાજપ સાથે નથી ત્યારે ટીઆરએસના ચંદ્રશેખર રાવ અને જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ ભાજપ માટે વિકલ્પ છે . બે પૈકી ભાજપ વિરોધી મોરચામાં ના જોડાય પક્ષ ભાજપ સાથે આવે. તેના કારણે ભાજપે છેલ્લે જીતેલી બેઠકો જાળવવામાં વાંધો ના આવે.

પશ્ર્ચિમ બંગાળ કોંગ્રેસ અસ્તિત્વમાં નથી. બંગાળમાં મમતા અને ડાબેરીઓ સામસામે છે. બંને સાથે રહીને ચૂંટણી લડી શકે ખરાં ? તમિલનાડુમાં દ્રવિડિયન વિચારસરણી ધરાવતા પક્ષોનું પ્રભુત્વ છે. અહીં ડીએમકે અને એઆઈએડીએમકે બે પક્ષ તાકતવર છે. પૈકી કોઈ એક પક્ષ ભાજપ વિરોધી મોરચામાં જોડાય એટલે બીજો પક્ષ આપોઆપ ભાજપ સાથે આવે તેથી વિપક્ષી એકતા જેવું કશું રહે નહીં. સંજોગોમાં કર્ણાટક અને ઉત્તર પ્રદેશ બે રાજ્યો એવાં બચે છે કે જ્યાં કહેવાતી વિપક્ષી એકતા થાય અને તેની થોડી ઘણી અસર પડે. કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસનું જોડાણ કેટલું ટકશે ખબર નથી પણ ટકી જાય તો કદાચ બંને સાથે રહીને લડી શકે. તેના કારણે ૨૮ બેઠકો પર અસર પડે. રીતે ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતી એક થાય તો ભાજપે વધારે મહેનત કરવી પડે. ગોરખપુર ને ફુલપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં બંને સાથે હતાં તો ભાજપ હાર્યો. લોકસભામાં બંને સાથે રહે તો ભાજપને થોડી તકલીફ પડે પણ ભાજપ સાફ થઈ જાય વાતમાં માલ નથી. બંને રાજ્યોની મળીને ૧૦૮ લોકસભા બેઠકો છે. ભાજપ છેલ્લી ચૂંટણીમાં પોતાના સાથી પક્ષો સાથે મળીને ૯૦ બેઠકો બંને રાજ્યોમાંથી જીત્યો હતો. તેમાં દસેક બેઠકો ઘટે પણ સામે ભાજપે ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં પોતાનો પ્રભાવ વધાર્યો છે જોતાં તેને ચિંતા નથી.

ભાજપે ટચૂકડાં રાજ્યો ને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની તાકાત વધારી છે ને ત્યાં મોરચાની કોઈ અસર ના વર્તાય. એક સમયે પ્રદેશો કોંગ્રેસનો ગરાસ મનાતા. કોંગ્રેસ કાળા ચોરને પણ ઊભો રાખે તો તેના નામ પર જીતી જાય એવી હાલત હતી. ભાજપે ગરાસ લૂંટી લીધો છે ને ભાજપ ઘૂસી ગયો છે. ભાજપે કેટલાક ઠેકાણે સીધી ઘૂસ મારી છે તો કેટલાક ઠેકાણે પ્રાદેશિક પક્ષોને પડખામાં લઈને તાકાત વધારી છે. પ્રદેશોમાં લોકસભાની બેઠકો ઝાઝી નથી પણ ટીપે ટીપે સરોવર નહીં તો પણ કપ ભરાય એટલું તો ભાજપને મળી જાય.

૧૪ ટચૂકડાં રાજ્યો ને કેન્દ્રશાસિત પ્રદેશોની મળીને કુલ ૧૯ લોકસભા બેઠકો છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે તેમાંથી સાત બેઠકો જીતેલી પણ વખતે ભાજપનો આંકડો ચોક્કસ વધવાનો કેમ કે ભાજપે પૈકી મોટા ભાગનાં રાજ્યોમાં તાકતવર પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે લઈ લીધા છે. ત્રિપુરાની બંને બેઠકો ૨૦૧૪માં સીપીએમે જીતેલી પણ વિધાનસભાની ચૂંટણીમાં સીપીએમ સાફ થઈ ગઈ ને ભાજપે પોતાની સરકાર બનાવી છે. મેઘાલયની પીપલ્સ નેશનાલિસ્ટ પાર્ટી, નાગાલેન્ડની નાગા પીપલ્સ ફ્રન્ટ, પુડુચેરીની ઑલ ઇન્ડિયા એન.આર. કોંગ્રેસ જેવા પ્રાદેશિક પક્ષો હવે ભાજપ સાથે છે. તેના કારણે ભાજપને ફાયદો થવાનો . આમ કર્ણાટક કે ઉત્તર પ્રદેશમાં થોડું ઘણું નુકસાન થાય તો પણ નાનાં રાજ્યોમાં સરભર થઈ જાય એમ છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે બહુમતી માટે ‚રી બેઠકો કરતાં દસ બેઠકો વધારે એટલે કે ૨૮૨ બેઠકો જીતી હતી. સમીકરણો જોતાં ભાજપ ૨૦૧૪ની ચૂંટણી કરતાં વધારે બેઠકો જીતી શકે તેમ છે. સમીકરણોની સાથે નક્કર વાસ્તવિકતા પર પણ નજર નાખવી ‚રી છે. ભાજપ ક્યાં મજબૂત છે અને ત્યાં તેની સામે કેવા પડકારો છે તે જાણવું ‚રી છે કેમ કે તેના આધારે ૨૦૧૪ની ચૂંટણીનાં પરિણામ નક્કી થશે. વાસ્તવિકતાની વાત હવે પછીના અંકમાં કરીશું.

નાનાં રાજ્યોમાં ભાજપનો પ્રભાવ વધ્યો

ભાજપે દેશનાં ટચૂકડાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રભાવ વધાર્યો તેને ફળશે. ‚ણાચલ પ્રદેશ (), આંદામાન અને નિકોબાર (), ચંદીગઢ (), દાદરા નગર અને હવેલી (), દીવ અને દમણ (), ગોઆ (), લક્ષદ્વીપ (), મણિપુર (), મેઘાલય (), મિઝોરમ (), નાગાલેન્ડ (), પુડુચેરી (), સિક્કિમ () અને ત્રિપુરા ()નો ટચૂકડાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાવેશ થાય. ભાજપે ૨૦૧૪માં તેમાંથી બેઠકો જીતેલી. સિક્કિમની બેઠક તેના સાથી પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને મળેલી. કોંગ્રેસે બેઠકો જીતેલી પણ વખતે કોંગ્રેસ માટે બેઠકો જાળવવી અઘરી છે. ભાજપ અહીં વધારે બેઠકો જીત શકે એમ છે તેનું કારણ ૨૦૧૪ પછી બદલાયેલાં સમીકરણો છે. ભાજપે ૨૦૧૪ પછી નાગાલેન્ડ, સિક્કિમ, મણિપુર, મેઘાલય રાજ્યોમાં સત્તા સ્થાપી છે. અરૂણાચલ પ્રદેશ અને ગોઆમાં પહેલાં તેની સરકાર હતી. પહેલાં રાજ્યોમાં ભાજપનો ભાવ પણ નહોતો પુછાતો. હવે ત્રિપુરા જેવું ડાબેરી વર્ચસ્વવાળું રાજ્ય પણ ભાજપ પાસે છે જોતાં ભાજપને રાજ્યોમાં મોટો ફાયદો થશે તેની બેઠકો પણ વધશે.