સાવધાન : પાદરીઓના હેટ લેટર રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ રાજનૈતિક ષડયંત્ર

    ૩૦-મે-૨૦૧૮


 

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચ લોબીમાં ભારતના રાજકારણ અને ચૂંટણીઓને લઈને ભેદી હલચલ મચી છે. પહેલાં ગુજરાત, ત્યાર બાદ મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુર-ત્રિપુરામાં કોઈ ચોક્કસ રાજકીય પક્ષને મત આપવાનાં ફરમાનો અને હવે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓને લઈને નવી સરકાર માટે પ્રાર્થના કરવાનો દિલ્હીના આર્કબિશપનો ચર્ચોને પત્ર. ત્યારે સવાલ થાય છે કે, આખરે ચર્ચ લોબીને વર્તમાન સરકારથી આટલી હદે ઘૃણા કેમ છે ? શું આની પાછળ કોઈ મોટો આંતરરાષ્ટ્રીય દોરીસંચાર છે કે પછી દેશના કોઈ રાજકીય પક્ષનો હાથ ?

વાત વિચારવા મજબૂર કરી દે છે કે, આખરે ચર્ચને નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે એવો તે કયો વાંધો છે કે, પાદરીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજનૈતિક પત્રાચાર શરૂ થઈ ગયો છે. ઈસાઈ સંપ્રદાયના સૌથી મહત્ત્વના અને મોટા સ્થાને આરૂઢ આર્કબિશપ ભાજપ સરકાર વિરુદ્ધ ખુલ્લેઆમ દુષ્પ્રચાર કરી રહ્યા છે. સૌપ્રથમ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ વખતે ગાંધીનગરના આર્કબિશપ થોમસ મેકવાને ચિઠ્ઠી લખીને ઈસાઈ સમાજને અપીલ કરી હતી કે તેઓ રાષ્ટ્રવાદી તાકાતોને હરાવવા માટે મતદાન કરે. ત્યારબાદ મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં પણ ભાજપને સત્તામાં આવતા અટકાવવા માટે ચર્ચ લોબી સક્રિય બની હતી. કર્ણાટકમાં પણ ચર્ચ લોબીએ ખેલ ખેલ્યો હતો. હવે દિલ્હીના આર્કબિશપ અનિલ કાઉટોએ રાજધાનીનાં તમામ ચર્ચના પાદરીઓને પત્ર લખી આદેશ આપ્યો છે કે, પોતાના દેશ અને તેના નેતાઓ માટે સતત પ્રાર્થના કરતા રહેવી આપણી પરંપરા છે, પરંતુ જ્યારે આપણે સામાન્ય ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણી પ્રાર્થનાઓ વધી જવી જોઈએ. આપણે ૨૦૧૯ તરફ નજર કરીએ તો ત્યારે આપણી પાસે નવી સરકાર હશે. માટે ચાલો, આપણે આપણા દેશની નવી સરકાર રચાય તે માટે પ્રાર્થના કરીએ.

આર્કબિશપના પત્ર પર વિવાદ થવો સ્વાભાવિક છે. જ્યારે ચર્ચ ખુલ્લેઆમ રાજનીતિ કરવા પર ઊતરી આવે ત્યારે વિવાદ થવો સ્વાભાવિક છે અને તેના રાજનૈતિક પડઘા પણ પડવાના . પરંતુ આશ્ર્ચર્ય વાતનું છે કે, પાદરીની ચિઠ્ઠી માટે તેનો લોકો દ્વારા બચાવ થઈ રહ્યો છે જે હંમેશા છાતીઓ પીટી-પીટી રાડો નાખે છે કે ધર્મને રાજનીતિથી દૂર રાખવો જોઈએ. કથિત પ્રગતિશિલ બુદ્ધિજીવીઓ અને રાજનૈતિક ટિપ્પણીકારો પણ ચર્ચની અવળચંડાઈને લઈ મોમાં જાણે કે મગ ભરી બેસી ગયા છે. આમાંના કેટલાક લોકો બોલી રહ્યા છે પણ નફ્ફટાઈપૂર્વક પાદરીનો પક્ષ લઈ રહ્યા છે. તેમના મતે પત્ર સામાન્ય છે. જ્યારે કે આર્કબિશપનો પત્ર સીધે-સીધી રીતે રાજકારણમાં ધાર્મિક હસ્તક્ષેપને પ્રોત્સાહન આપે છે.

એક વખત વિચારી લો કે જો પ્રકારનો કોઈ પત્ર હિન્દુ ધર્મના કોઈ સંતે ભાજપને સમર્થન આપવાનું કહી લખ્યો હોત તો કેવું તોફાન મચત ? જે લોકો આજે ચર્ચના પત્રને સામાન્ય ગણાવી ચર્ચની અવળચંડાઈનો બચાવ કરી રહ્યા છે તે લોકો હિન્દુ ધર્મ પર ધોકા લઈ તૂટી પડ્યા હોત. સંસદથી માંડી સડક સુધી હાય તૌબા મચાવી હોત. મતબેન્ક અને સસ્તી લોકપ્રિયતાના લાલચુ સેક્યુલરો હિન્દુ ધર્મની ટીકા-ટિપ્પણી કરવાની હંમેશા તકો શોધતા હોય છે અને મળે તો નાજાયજ રીતે પેદા કરતા હોય છે. પરંતુ જેવી અન્ય ધર્મોની વાત આવે છે ત્યારે શી ખબર સેક્યુલરવાદીઓ બુરખો ઓઢી કયા ખૂણામાં ભરાઈ જાય છે ?

વાત અહીં ઈસાઈયત અને ચર્ચની નિંદા કરવાની નથી, પરંતુ રાજનીતિમાં પ્રકારના સીધેસીધા હસ્તક્ષેપને રોકવાની છે. આર્કબિશપ અનિલ આઉટોએ પોતાના પત્રમાં ભારતની રાજનૈતિક સ્થિતિને અશાંત બતાવતાં લખ્યું છે કે દેશની વર્તમાન અશાંત રાજનૈતિક પરિસ્થિતિ દેશની ધર્મનિરપેક્ષતા અને લોકશાહી માટે ખતરા સમાન બની ગઈ છે. કાઉટોના પત્રની ભાષા સીધે-સીધી વર્તમાન ભારત સરકાર, ભારતીય પંથનિરપેક્ષતા અને લોકશાહી પર હુમલો છે. કોઈ તો બતાવે કે આપણા દેશના પંથનિરપેક્ષ વાતાવરણ પર આખરે કેવો ખતરો આવી ગયો છે કે, આર્કબિશપો કૂતરાની પૂંછડી પર પગ મુકાઈ જાય અને ઘૂરકિયાં કરી કરડવા દોડે એમ ઘૂરકિયાં કરવા લાગ્યા છે ? હા, વાત તો છે કે, ભાજપ સરકાર આવ્યા બાદ તેમના ધર્માંતરણના ગોરખધંધા પર ઘણે-ખરે અંશે લગામ લાગી ગઈ છે. ભારતના વનવાસી વિસ્તારોમાં એક સમયે જે મિશનરીઓનું એકચક્રી શાસન ચાલતું હતું. ત્યાં હવે સ્થાનિક વનવાસીઓ દ્વારા તેમને પડકાર મળી રહ્યો છે. આને લઈને તો ચર્ચને પીડા થઈ રહી નથી ને ?

પ્રશ્ર્ન પણ છે કે, આર્કબિશપ ૨૦૧૯માં નવી સરકાર લાવવાની પ્રાર્થના અને ઉપવાસ કોના કહેવાથી શરૂ કરાવી રહ્યા છે? શું આની પાછળ કોઈ રાજનૈતિક પક્ષનો હાથ છે ? કે પછી વેટિકન સીટીનો હસ્તક્ષેપ ? ભારતમાં બિશપોની નિમણૂક સીધી પોપ દ્વારા કરવામાં આવે છે અને બિશપ પ્રાંત પ્રતિ જવાબદેહ હોય છે. ત્યારે શું પોપના કહેવાથી ભારતના આર્કબિશપો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રવાદી શક્તિઓને હરાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે ? વાત પર પણ વિચાર કરતાં બે મુખ્ય બાબતો ધ્યાનમાં આવે છે. આખરે પોપની ભારતીય રાજકારણમાં શું રુચિ હોય ? પોપ એટલે કે ચર્ચ શું કામ રાષ્ટ્રવાદી તાકાતોને હરાવી પોતાની કઠપૂતળી જેવી સરકાર બનાવવા માંગે છે ? શું મતાંતરણને લઈ પોપની ઊંઘ હરામ થઈ ગઈ છે અને બીજું કે શું ચર્ચ ભારતના રાજનૈતિક પક્ષોના આગ્રહ પર ઈસાઈ મતોનું ધ્રુવીકરણ કરી રહ્યું છે ?

દેશના પ્રમુખ રાજકીય પક્ષના પ્રમુખનો સંબંધ ચર્ચ સાથે છે તે વાત સૌ કોઈ છે. શંકા એટલા માટે પણ મજબૂત બને છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોકવા અનેક પ્રકારના કાવા-દાવા થઈ રહ્યા છે. ભાજપ વિરોધી રાજકીય પક્ષો સારી રીતે જાણે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજયરથને રોકવા માટે હિન્દુ મતોનું વિભાજન થવું અને અન્ય સંપ્રદાયોના મતોનું ધ્રુવીકરણ થવું ખૂબ જરૂરી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સરકારના મંત્રી ડૉ. એમ.બી. પાટિલનો એક પત્ર માધ્યમો થકી બહાર આવ્યો હતો. જુલાઈ ૨૦૧૭માં તેઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. પત્રમાં ડૉ. પાટિલ સ્પષ્ટ લખે છે કે, ભાજપને હરાવવું હશે તો હિન્દુ મતોને તોડવા પડશે. સાથે સાથે મુસ્લિમો અને ઈસાઈઓને ધાર્મિક ભાવનાઓને આધારે સંગઠિત કરવા પડશે. તેઓએ સોનિયા ગાંધીને લખ્યું હતું કે, હિન્દુઓને વિભાજિત અને ઈસાઈ-મુસ્લિમોને પોતાના તરફે કરવાનો પ્રયાસ તેઓએ શરૂ કરી દીધો છે અને તેમાં કર્ણાટક કોંગ્રેસે ગ્લોબલ ક્રિશ્ર્ચિયન કાઉન્સિલ અને વર્લ્ડ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશનની મદદ લીધી છે. પાટિલે લખ્યું હતું કે, હિન્દુઓને જાતિ (પછાત અને અનુસૂચિત જાતિ - જનજાતિ) અને ધર્મમાં વિભાજિત કરી તેમને કમજોર કરી શકાય છે. કર્ણાટક ચૂંટણીમાં જોવા મળ્યું કે, કેવી રીતે કોંગ્રેસે હિન્દુઓને જાતિ અને ધર્મ લિંગાયત સમુદાયને અલગ ધર્મની માન્યતા આપી હિન્દુઓમાં ભાગલા પડાવી હિન્દુ ધર્મને કમજોર કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસની કર્ણાટક વિધાનસભામાં જે આબરૂ બચી છે, તે કોંગ્રેસની તોડો અને રાજ કરોની નીતિને કારણે છે. હવે ચર્ચના માધ્યમ થકી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસે દાવ ખેલ્યો છે.

જે પણ હોય પરંતુ હવે ચર્ચ ખુલ્લેઆમ રાજનીતિના મેદાનમાં રાષ્ટ્રવાદી પક્ષો વિરુદ્ધ ઊતરી આવ્યું છે. હવે જોવાનું છે કે, હિન્દુ સમાજ અંગે શો વિચાર કરે છે ? ચર્ચનો રાષ્ટ્રવાદીઓને હરાવવાનો પત્રાચારનો જવાબ મતદાન થકી કેવી રીતે આપે છે. ચૂંટણીપંચ અને સમાજના પ્રબુદ્ધ વર્ગને ભારતીય લોકશાહીમાં ચર્ચના અનુચિત હસ્તક્ષેપ અને તેની રાજનૈતિક અવળચંડાઈ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. ચર્ચનું કદમ ભારતના બંધારણ અને ન્યાયાલયની પણ અવમાનના છે. સર્વોચ્ચ ન્યાયાલયે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, કોઈપણ ધાર્મિક નેતા પોતાના સમુદાયના લોકોને કોઈ ઉમેદવાર કે પક્ષના સમર્થન કે વિરુદ્ધમાં મતદાન કરવાનું કહી શકે, પરંતુ અહીં ચર્ચનું આચરણ ભારતના બંધારણની વિરુદ્ધ છે, ઉપરાંત પાદરીના પત્ર થકી ચર્ચની નિયત પણ ખુલ્લી પડી જાય છે.

***

(લેખક વિશ્ર્વ સંવાદ કેન્દ્ર, ભોપાલના કાર્યકારી નિર્દેશક છે)

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ રાષ્ટ્રવાદી તાકાતોને હરાવવા બિશપનો પત્ર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ ભાજપને હરાવવા માટે ચર્ચનો પત્ર ફરતો થયો હતો. ગાંધીનગરનાં આર્કબિશપ થોમસ મેકવાન દ્વારા ગુજરાતના ઈસાઈ મતદારોને સંબોધીને એક પત્ર લખ્યો હતો જેમાં તેઓએ લખ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ચૂંટણીનું પરિણામ દેશની દિશા અને દશા નક્કી કરવા માટે મહત્ત્વની બની રહેશે. દેશની બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી દાવ પર મુકાઈ છે. માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે. બંધારણિય હક્કો પર તરાપ મારવામાં આવી રહી છે. ચર્ચ અને તેની સાથે સંકળાયેલા લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે. લઘુમતીઓ અને પછાત જાતિઓમાંથી આવતા લોકોમાં અસલામતી વધી ગઈ છે. રાષ્ટ્રવાદીઓ આપણા દેશ પર હાવી થવાને આરે છે. આપણે ભારતને કટ્ટરવાદીઓથી બચાવવાનું છે. ત્યારે આવી રાષ્ટ્રવાદી તાકાતો વિરુદ્ધ મતદાન કરો.

જમિયતે ઉલેમા--હિન્દ દેવબંધનો ભાજપને હરાવવા ફતવો

તાજેતરમાં ઉત્તરપ્રદેશના કેરેના લોકસભાની પેટા ચૂંટણી વખતે પણ મુસ્લિમોમાં ખાસુપ્રભુત્વ ધરાવતી જમિયત--ઉલેમાએ હિન્દ દેવબંધ દ્વારા પણ મુસ્લિમોને ફતવો આપી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ઉશ્કેર્યા હતા.

૨૮ મેના રોજ યોજાયેલી કેરેના લોકસભાની પેટાચૂંટણી પહેલાં ૨૪ મેના રોજ ફતવામાં મુસ્લિમોને ખુલ્લેઆમ અપીલ કરાઈ હતી કે, ગરમી ખૂબ વધારે છે છતાં મુસ્લિમો મતદાન કરવા વધુમાં વધુ સંખ્યામાં બહાર નીકળે અને વધુમાં વધુ મુસ્લિમ મતો પડવા જોઈએ. દેશને બચાવવા માટે ભાજપને હરાવવો જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન પણ ભાજપને હરાવવા કોંગ્રેસને મત આપવા ખુલ્લેઆમ મુસ્લિમોને સંબોધી ફતવો પાડવામાં આવ્યો હતો.

ચર્ચોમાં ૨૦૧૯માં માતા મરિયમ મોદી પાસેથી સત્તા આંચકી લે તેવી પ્રાર્થના

મેરઠ ઐતિહાસિક ચર્ચ ખાતે માતા મરિયમનો દરબાર યોજાયો હતો, જેમાં મેરઠ પ્રાંતના ધર્માધ્યક્ષ પાદરી ફ્રાન્સીની કલિષ્ટે વિવાદાસ્પદ પ્રવચન આપ્યું હતું. ‘અમર ઉજાલાના અહેવાલ પ્રમાણે ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જણાવ્યું હતું કે, ભારતમાં લઘુમતીઓ ખતરામાં છે. દેશમાં માત્ર હિન્દુઓ સુરક્ષિત છે. અન્ય ધાર્મિકો ખતરામાં છે. ભારતમાં માત્ર હિન્દુઓ રહે વૃત્તિથી કામ ચાલે છે અને બંધારણ બદલવામાં આવી રહ્યું છે. પાદરી ફ્રાન્સીસીએ ૨૦૧૯માં નરેન્દ્ર મોદી સરકાર ફરી રચાય તે માટે માનતા રાખી છે અને ઉપસ્થિત લોકો પાસે પણ માનતા લેવડાવી હતી. મોદી સત્તા પર ફરીથી આવે તે માટે પ્રાર્થના કરાવાઈ હતી. પાદરી કહ્યું કે, વર્તમાન સમયમાં તુચ્છ માનસિકતાવાળા લોકો સત્તામાં છે. માતા મરિયમ આવા લોકો પાસેથી સત્તા છીનવી લેશે. વર્તમાન સરકાર ફરીથી સત્તામાં આવે તે માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે તેમ ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જણાવ્યું હતું.

ચર્ચની અકળામણ સરકારની કાર્યવાહીને કારણે તો નથીને...!

વિશ્ર્વભરમાં ઈસાઈ મતાંતરણ માટે કુખ્યાત સૌથી મોટી અમેરિકન એજન્સીકંપૈશન ભારતમાંથી પોતાના બોરિયા બિસ્તરા બાંધી લીધા છે. એજન્સીકંપૈશન ઇન્ડિયાનામનાં બિનસરકારી સંગઠનના ઓથા હેઠળ વનવાસીઓમાં મોટાપાયે ધર્માંતરણ કરાવતી હતી. થોડા સમય પહેલાં મોદી સરકારે તેના વિદેશી ફંડ મેળવતા પહેલા પરવાનગી લેવાની શરત લગાવી હતી. કારણ કે સરકારી તપાસમાં બહાર આવ્યું હતું કે, અમેરિકન એનજીઓ કંપૈશનેર ભારતમાં સૌથી વધુ પૈસા મોકલી રહી છે અને તે તમામ પૈસા ઈસાઈ ધર્મનાં પ્રચાર-પ્રસાર અર્થે વપરાય છે. એનજીઓ છેલ્લાં ૩૦ વર્ષથી ભારતમાં કામ કરી રહી હતી અને દર વર્ષે વિદેશમાંથી ભારતમાં ૨૯૨ કરોડ રૂપિયા લાવતી હતી. જેને દેશના ૩૪૦ નાના-મોટા બિનસરકારી સંગઠનોમાં વહેચવામાં આવતા જે વનવાસીઓનું મતાંતરણ કરાવતી હતી. ઓબામા સરકાર વખતે ભારત પર એનજીઓના કામમાં માથુ મારવાનું દબાવ પણ કરવામાં આવ્યું હતું ત્યારે વિદેશ સચિવ જયશંકરે તેના થકી થતા ધર્માંતરણના સબૂતો બતાવી એનજીઓ પર નરમાસ દાખવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સંસ્થાની વેબસાઈટ પર લખેલું છે કે, તેનું ધ્યેય ગરીબીમાં જીવી રહેલાં બાળકોને જવાબદાર અને સંપ્પન નવયુવાન ઈસાઈ બનાવવાનું છે. મોદી સરકારે મદ્રાસનાકરુણા બાલવિકાસ ટ્રસ્ટઅનેકંપૈશન ઑફ ઇન્ડિયાનામની બે એનજીઓ પર કડક કાર્યવાહી કરી હતી. બન્નેને કંપૈશન ઑફ ઇન્ટરનેશનલ તરફથી ફંડના નામે કરોડો રૂપિયા મળતા હતા જેના થકી ગરીબોને લાલચ આપી ઈસાઈ બનાવવામાં આવી રહ્યો હતા. ત્યારબાદ એક પછી એક એનજીઓનાં મતાંતરણની પોલ ખોલવાની શરૂ થઈ હતી.

 
લોકેન્દ્ર સિંહ