તમાકુ નિષેધ દિવસ : કહો તમાકુને ના.... જિંદગીને હા...

    ૩૧-મે-૨૦૧૮   



 

તમાકુની પેદાશનાં ખોખાં ઉપર ૮૫ ટકા ચેતવણી આપતા ફોટા છાપવા જોઈએ તો કદાચ આ વ્યસનીઓ તમાકું છોડી દે. એવું જ થયું. પણ પરિણામ શું આવ્યુ? કઈ નહિ! આજે તમાકુ નિષેધ દિવસ છે ત્યારે આવો જાણીએ તમાકું વિષે ચોકાવનારી બાબતો...આવો જાણીએ....

# વિશ્વમાં દર સેકન્ડે વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે.

# એક સર્વે પ્રમાણે દેશમાં ૨૦ કરોડ લોકો તમાકુનું સેવન કરે છે.

# તમાકુના સેવનથી દેશમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુ પામે છે.

# પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે.

# આશરે ૧૮ ટકા હાઇર ફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે.

# દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે.

એવું કહેવાય છે કે તમાકુના ખેતરને રખેવાળની જરૂર પડતી નથી કારણ કે તેને તો ગધેડા પણ ખાતા નથી. પણ તેને માણસ ખાય છે. તમાકુનું વ્યસન લોકો માટે ખતરનાક હોવા છતાં કરોડો લોકોની સવાર તમાકુથી શરૂ થાય છે અને રાત તમાકુના સેવનથી પડે છે. મોતનો સામાન અહીં એક-એક રૂપિયામાં પડીકીરૂપે વેચાય છે અને તેના ખરીદદારો પણ તેને મળી રહે છે.

કૃપયા ધ્યાન દે... તમાકુના સેવનથી કેન્સરજન્ય રોગ થઈ શકે છે...’ એવી ચેતવણી છાપો કે ધૂમ્રપાનથી સડી-ગળી ગયેલાં ફેફસાંનો ફોટો છાપો, તમાકુના બંધાણી તો તેને આરોગવાના ! આવામાં ચેતવણીયુક્ત ફોટાઓ તમાકુજન્ય પેદાશોનાં ખોખાં પર મોટા છાપવામાં આવે તો કોઈ ફરક પડે ? સ્વાભાવિક રીતે એવો પ્રશ્ર્ન થાય કે બધાં નાટકો કરવા કરતાં તમાકુનું ઉત્પાદન બંધ કરાવી દો ને ! વાત સાચી છે ! પણ અહીં અનેક કાવાદાવા છે.

ભૂતાન : શીખવા જેવું...

બાબતે ભૂતાન સૌથી આગળ છે. દુનિયાનો સૌથી પહેલોતમાકુ ફ્રીદેશ જો કોઈ હોય તો તે ભૂતાન છે. વર્ષ ૨૦૧૦થી ભૂતાનમાં તમાકુની ખેતી - લણણી તથા તમાકુમાંથી વિવિધ ઉત્પાદન બનાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં તમાકુ કે સિગારેટનું સેવન કરનારને દંડ ફટકારવામાં આવે છે. ભૂતાન માટે તેમની પ્રજાનું સ્વાસ્થ્ય અગત્યનું છે. તમાકુ પર પ્રતિબંધ મૂકી ત્યાંની સરકારે સાબિત પણ કરી દીધું છે. દુનિયાના દેશોએ ભૂતાન પાસેથી શીખવા જેવું છે.


 

ભારત : ફિફ્ટી... ફિફ્ટી...

વિશ્ર્વની બીજા નંબરની વસ્તી ધરાવતા દેશને જો વ્યસનમુક્ત બનાવવામાં આવે તો ? તમાકુનો વેપાર કરતી કંપનીઓ નાદાર થઈ જાય અને ભારત દેશ સમૃદ્ધ થઈ જાય. આવુ બનવું અશક્ય છે પણ તમાકુનું નુકસાન જોઈ હવે તરફ આગળ વધવા પહેલ થઈ રહી છે. ચેતવણીયુક્ત લખાણ છાપવું, ચેતવણીયુક્ત ફોટા છાપવા, જાહેરમાં ધૂમ્રપાન કરવું નહિ... આવા નિયમો ભારતમાં બન્યા છે. પણ હજુ શરૂઆત છે. દુ:ખની વાત છે કે ભારતમાં તમાકુના વ્યસનને કારણે થતા રોગોથી દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકોનાં મૃત્યુ થાય છે. મૃત્યુનો આંકડો આટલો મોટો હોવા છતા ભારતમાં તમાકુનું ઉત્પાદન ઉત્તરોત્તર વધી રહ્યું છે. ભારતમાં તમાકુનું ઉત્પાદન વર્ષ ૨૦૦૮-૦૯માં ૩૧. કરોડ કિલોગ્રામ હતું, જે આજે ૭૨ કરોડ ૫૦ લાખ કિલોગ્રામ સુધી પહોંચી ગયું છે. અમેરિકા અને ચીન પછી જો સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતો કોઈ દેશ હોય તો તે ભારત છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, ઉત્તરબિહાર, મહારાષ્ટ્રમાં તમાકુની પુષ્કળ ખેતી થાય છે. જેની નિકાસ અમેરિકા, રશિયા, બેલ્જિયમ, શ્રીલંકા, બાંગ્લાદેશ, સિંગાપુર, જાપાન જેવા અનેક દેશોમાં થાય છે.

 

 

ઇન્ટરનેટ પર પ્રકાશિત થયેલ એક રિપોર્ટનું સાચું માનીએ તો તમાકુની નિકાસથી ભારતને ૧૨૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થાય છે પણ તમાકુના કારણે થયેલ રોગોનો ઉપચાર કરવા ભારત સરકારે દર વર્ષે ૨૫૦૦ કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. બીજી મહત્ત્વની બાબત છે કે, ભારતમાં તમાકુના વ્યવસાય સાથે લગભગ ૨૦ લાખ લોકો જોડાયેલા છે. વિદેશી મુદ્રા ભારતમાં લાવવાનુંતમાકુએક ઉત્તમ માધ્યમ છે. એવું કહી શકાય કે તમાકુનો વ્યવસાય ભારતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો છે. આવામાં આપણે વિચારવું રહ્યું કે શું તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ ? કે પછી તમાકુજન્ય પેદાશનાં ખોખાં પર ચેતવણીઓ છાપી લોકોમાં જાગૃતિ ફેલાવી લોકોને તમાકુના વ્યસનમાંથી મુક્ત કરાવવા ? કેન્દ્ર સરકારે પોતાનો રસ્તો શોધી લીધો છે ! તમાકુના બંધાણીઓએ આગળ વિચારવું રહ્યું ! માટે ટૂંકમાં કહેવું હોય તો તમાકુના પ્રતિબંધ માટે ભારતના પ્રયત્નો ફિફ્ટી... ફિફ્ટી છે. જેનો આધાર સરકાર અને દેશના નાગરિકો પર વધારે છે.

ચોંકાવનારા સર્વે - ચોંકાવનારા આંકડા

ભ્રષ્ટાચારની જેમ તમાકુ પણ અત્ર-તત્ર-સર્વત્ર છે. વિશ્ર્વ આખાને તમાકુથી થતા નુકસાનની ચિંતા છે. ચિંતાના કારણે તમાકુ માટે અનેક સર્વે થયા છે, જેના આંકડા ચોંકાવનારા છે. જુવો...

# ૧૮૫૭માં ઇંગ્લૅન્ડના બ્રિટિશ મેડિકલ ઍસોસિયેશને પોતાના અનેક ડૉક્ટરોને એક પ્રશ્ર્ન પૂછ્યો. પ્રશ્ર્ન હતો કે ધૂમ્રપાનથી કયાં કયાં નુકસાન થાય છે ? સર્વેનેબ્રિટિશ ડૉક્ટર્સ સ્ટડીનામ અપાયું. બધા ડૉક્ટરોના જવાબોમાંથી જે તારણો નીકળ્યાં તે ત્યારે નવાં અને ચોંકાવનારાં હતાં. લગભગ બધા ડૉક્ટરોનો જવાબ હતો કે ધૂમ્રપાન કરવાથી કેન્સર ભયાનક રોગ થાય છે. તમાકુથી થતા નુકસાનનો પહેલો સર્વે હતો. બીજો સર્વે ૧૯૬૦ પછી થયો અને વિષય વધારે સ્પષ્ટ થયો.

 

 

# ૧૯૬૪માં અમેરિકાના સર્જન જનરલ ટેરી લૂથરે પોતાના એક રિપોર્ટમાં સાબિત કરી દીધું કે ધૂમ્રપાન નિશ્ર્ચિત રીતે કેન્સર, હાર્ટ એટેક, લકવા સહિતના અનેક ગંભીર તથા જાન લેવા રોગોનું મૂળ કારણ છે. એવું કહેવાય છે કે તમાકુ વિરુદ્ધની વૈશ્ર્વિક લડાઈ રિપોર્ટ પછી શરૂ થઈ. વિશ્ર્વના જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞો વધ્યા. સમસ્યા સામે લડવા એક આમ સહમતી બની. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)ને તેનું નેતૃત્વ સોંપાયું. તમાકુના નુકસાનને અટકાવવા, તેનું ઉત્પાદન ઘટાડવા, લોકોને જાગ્રત કરવા આજે ભારત સહિત વિશ્ર્વના અનેક લોકો ડબ્લ્યુએચઓ સાથે જોડાયા છે. તેના અંતર્ગત તમાકુ સંદર્ભે અનેક ધારા-ધોરણો ઘડાયાં છે, જેનું અનેક દેશો અનુકરણ કરે છે.

# એક સર્વે અનુસાર વિશ્ર્વમાં આજે ધૂમ્રપાનના કારણે ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં ભારતના ૧૦ લાખ લોકો છે. જો આમ ને આમ તમાકુનું વ્યસન થતું રહેશે તો વર્ષ ૨૦૨૦ સુધીમાં ધૂમ્રપાનથી મૃત્યુ થનારા લોકો વર્ષે એક કરોડ કરતાં વધુ હશે.

# ક્ષય રોગ, એઇડ્સ અને મેલેરિયા જેવા રોગોથી જેટલા લોકો નથી મરતા તેના કરતાં વધારે લોકો ધૂમ્રપાનથી થતા રોગોના કારણે મૃત્યુ પામે છે.

# વૈશ્ર્વિક વયસ્ક તમાકુ સર્વેક્ષણ (જીએટીએસ) ઇન્ડિયા ૨૦૧૦નો રિપોર્ટ કહે છે કે, વર્તમાનમાં ૩૪. ટકા વયસ્ક તમાકુનું વ્યસન કરે છે, જેમાં ૪૭. ટકા પુરુષ અને ૨૦. ટકા મહિલાઓ છે. ૬૦. ટકા ભારતીયો સવારે ઊઠતાંની સાથે અડધો કલાકની અંદર તમાકુનું સેવન કરે છે.

# ગુજરાતના ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચનાં ડૉક્ટરોનું કહેવું છે કે કેન્સરના દરેક દસ રોગીઓમાંથી નવ રોગીઓ તમાકુ કે ગુટખા ખાનારા હોય છે.

# ટાટા મેમોરિયલ કેન્સર હૉસ્પિટલનો એક સર્વે કહે છે કે, દેશમાં ૧૨ વર્ષની ઉંમરેથી ૧૭ કરોડ પુરુષો અને કરોડ મહિલાઓ તમાકુનું સેવન શરૂ કરી દે છે. સર્વેક્ષણ કહે છે કે ભારતમાં લાખ ૧૭ હજાર માતા-પિતાઓના ૨૬ હજાર કરતા વધારે બાળકો માત્ર માત્ર મૃત પેદા થાય છે, કારણ કે તેમના માતા-પિતા તમાકનું સેવન કરે છે.

* * *

 

 

વર્ષ ૧૯૩૦ પછી તમાકુથી થતા નુકસાન અંગે ચોંકાવનારા આંકડા દુનિયાની સામે આવ્યા. વિષયની ગંભીરતા વિશ્ર્વને ખબર પડી પણ દેશોને આર્થિક રીતે સધ્ધર કરતુ તમાકુ નામનું ઉત્પાદન કોઈ બંધ કરવા ઇચ્છતુ નથી. હા, લોકો જાગ્રત બને, તમાકુનું સેવન કરે તે માટે પગલાં અનેક ભરાય છે. અનેક બિનસરકારી સંગઠનો (એનજીઓ) અને કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી વ્યસનમુક્તિ માટે પ્રયત્નશીલ છે. પણ કોઈ અસરકારક કામ જોવા મળ્યુ નથી. ૩૧ મે એટલે વિશ્ર્વ તમાકુ વિરોધી દિવસ. બસ શહેરોમાં દિવસ મનાવાય છે. એનજીઓ દિવસે થોડા પોસ્ટર શહેર કે ગામોમાં લગાવી રેલી કાઢી વિષય પૂરો કરી દે છે. છેલ્લા એક દાયકાથી આવું થઈ રહ્યું છે. જો ખરેખર તમાકુનો વિરોધ થયો હોત તો તમાકુના બંધાણી ઘટ્યા હોત પણ અહીં માહોલ અલગ છે. બંધાણીઓ વધ્યા છે. સ્મોકિંગ હવે ફેશન બની ગઈ છે.

કાયદા ઘણા અમલ ક્યાં ?

એક બાજું દેશમાં તમાકુનું ઉત્પાદન વધી રહ્યું છે, તેના સેવનથી રોગીઓ વધી રહ્યા છે . છેલ્લા ૧૦ વર્ષમાં તમાકુનું વ્યસન અટકાવવા સરકારે અનેક કાયદાઓ બનાવ્યા છે પણ દુ:ખની વાત છે કે તે માત્ર કાગળ ઉપર રહી ગયા છે અથવા તમાકુના વેપારીઓ તે કાયદામાંથી છટકબારી તરત શોધી લે છે. જેમ કે ગુજરાતમાં ગુટખા વેચવા પર પ્રતિબંધ છે. હવે તમે વિચારો ગુટખા અહીં મળે છે? કેવી રીતે મળે છે? ખૂબ સરળતાથી મળી રહે છે. ટીવી ચેનલો પર કે અન્ય કોઈ જગ્યાએવ્યસનની કે તમાકુના પેદાશની જાહેરાત કરી શકાય નહિ એવો કાયદો છે. પણ છતા ખૂબ ચાલાકી પૂર્વક બધે તેની જાહેરાત આવે છે. માણેકચંદ હોય કે મહેક હોય.. છે તો ગુટખા ને? પણ તેને પાન-મસાલાના નામે જાહેરાત બતાવી લોકો સુધી પહોંચાડી દેવાય છે. કાયદાનો કાયદો જળવાય અને વેપારીઓનું કામ પણ થઈ જાય. તમાકુ જેવા નશીલા પદાર્થોને વેચતા અટકાવવા સરકારે કેટલાક કાયદા બનાવ્યા છે જુવો...

# વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના સભ્ય દેશોએ ભેગા મળીને એક આંતરરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સંધિ બનાવી છે તેમાં ભારત સહિત દરેક સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા છે. સંધિ પ્રમાણે તમાકુનો ઉપયોગ ઘટાડવા માટે ૧૮ મે, ૨૦૦૩ના રોજ ભારત સરકારેતમાકુ નિયંત્રણ કાયદોપસાર કર્યો. જેને સિગરેટ તથા અન્ય તમાકુ ઉત્પાદ અધિનિયમિ - ૨૦૦૩ નામ આપવામાં આવ્યું. જે સંપૂર્ણ ભારતમાં લાગુ કરવામાં આવ્યો જેમાં સમય પ્રમાણે અનેક સુધારા થયા. ૨૦૦ રૂપિયાથી લઈને જેલ સુધી સજા થાય તેવી કાયદામાં જોગવાઈ છે.

#જાહેરમાં સાર્વજનિક જગ્યાએ ધુમ્રપાન કરવું નહિ, ધુમ્રપાનની જાહેરાત કરવી નહિ, ૧૮ વર્ષથી નાના બાળકોને તમાકુનું વેચાણ કરવું નહિ. શાળા-કૉલેજની આજુબાજુમાં તમાકુયુક્ત પેદાશો મળવી જોઈએ... આવા અનેક કાયદો આમાં છે પણ દુ: સાથે કહેવું પડે છે કે તે માત્ર કાગળ ઉપર છે. કાયદાઓનું પાલન કરાવવામાં જરા પણ સખ્તતાઈ વર્તાઈ નથી. પરિણામે તે કાયદાની અસર પણ બહાર આવી નથી.

 

 

અને છેલ્લે

તમાકુ નામનું વિષ ભારત સહિત લગભગ વિશ્ર્વમાં ફેલાઈ ચૂક્યુ છે. વિષનું નુકસાન ભારતને વધુ થઈ રહ્યું છે. આની પાછળ જવાબદાર માત્ર એક વ્યક્તિ નથી પણ સમાજ, સરકાર અને વ્યક્તિ પોતે પણ છે. તમાકુ જીવલેણ છે તે સૌને ખબર છે પણ તેની અસર કોઈના પર નથી. ભારત સહિત વિશ્ર્વના દેશો તમાકુ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. બીજી બાજુ આજ દેશોમાં તમાકુના વેપારીઓ તમાકુની પેદાશ વેચવા ભરપૂર પ્રયત્નો કરી રહ્યાં છે. આમાં જીત વેપારીઓની થઈ રહી છે. જો આમને આમ ચાલશે તો ભારત ક્યારેય વ્યસનમુક્ત કે ધુમ્રપાન મુક્ત દેશ નહિ બની શકે. ભૂતાને શરૂઆત કરી છે. જો ભારતે પોતાની આવકનો મોટો ભાગ લોકોના આરોગ્ય પાછળ ખર્ચ કરવો હોય તો ખૂબ ઝડપથી તમાકુ નામના નશીલા પ્રદાર્થનું કઈક કરવું પડશે. શું તમાકુના પર પ્રતિબંધ લાવી શકાય? શું તમાકુનું ઉત્પાદન ઘટાડવાનો કોઈ ઉપાય નથી? જો ઇચ્છાશક્તિ હોય અને પ્રયત્ન કરવામાં આવે તો જરૂર સંદર્ભે અસરકારક કામ થઈ શકે છે અને દેશના હજારો લોકોને તમાકુથી થતા રોગોથી બચાવી શકાય.

આજે લોકોને વ્યસન છોડવાની વાત કરીએ તો તરત જવાબ મળે છે કે જવાદો ને યાર... આજે નહિ તો કાલે મરવાનુ તો છે ને! તો ચિંતા શાની? વાત સાચી પણ કેટલું જીવ્યા મહત્ત્વનું નથી કેવું જીવ્યા મહત્ત્વનું છે. બાકી પશુઓ પણ પોતાનું જીવન જીવે છે ને! આપણે માણસ છીએ વિચારવાની શક્તિ આપણામાં છે. આનંદ, પ્રેમ, બિંધાસ્તપણું જે આજની યુવાપેઢી માંગી રહી છે તે માત્ર સિગારેટના કસમાં નથી. વિચાર વ્યક્તિયે, સમાજે, સરકારે આગળ કરવો પડશે. બાકી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનનો એક રીપોર્ટ કહે છે. જો આમને આમ તમાકુનું વ્યસન થતું રહેશે તો વર્ષ ૨૦૨૦ સુધીમાં તમાકુજન્ય રોગના કારણે મરનારાની સંખ્યા એક કરોડને વટાવી જશે!