રમજાન મહિનો શાંતિનો મહિનો છે તે માન્યતા ભ્રામક છે…શસ્ત્રવિરામ અશક્ય છે!!!

    ૧૬-જૂન-૨૦૧૮   


 

 
કાશ્મીર, શસ્ત્રવિરામ અને જેહાદીઓ

વર્તમાનમાં રમજાન માસમાં સરકારે જમ્મુ કાશ્મીરમાં શસ્ત્રવિરામ જાહેર કર્યો અને સર્ચ ઓપરેશન પણ થંભાવી દીધું. રમજાનમાં મુસ્લિમો રોજા અર્થાત્ ઉપવાસ કરતા હોય છે. આપણા દેશમાં ઉપવાસને પવિત્ર માનવામાં આવે છે. ઉપવાસ જેવું પવિત્ર આચરણ કરનાર સામે શસ્ત્ર નહીં પણ શાંતિ હોય તેવી માનવતાભરી લાગણીને કારણે સરકારે જમ્મુ-કાશ્મીરમાં શસ્ત્રવિરામ જાહેર કર્યો, પરંતુ પાકિસ્તાનના ઇશારે ચાલતા કાશ્મીરના તોફાનીઓએ આનો સાનુકૂળ પ્રતિસાદ આપવાને બદલે હિંસા આચરી જેમાં પ્રારંભમાં પાંચ જવાનો શહીદ થયા, દસ કરતાં વધારે નાગરિકો પણ મરી ગયા. ૧૫૦ શાળાઓ બંધ થઈ. ૧૦૦ જેટલાં ગામો ખાલી થઈ ગયાં. રમજાનમાં જમ્મુ-કાશ્મીરમાં ભયનો માહોલ છવાઈ ગયો. આપણને થાય કે સરકારે રમજાનના ઉપવાસીઓ પ્રત્યે સદ્ભાવનાભર્યો વર્તાવ દાખવ્યો તો પણ તેમણે તેનો યોગ્ય પ્રતિસાદ કેમ આપ્યો ?

અટલજીના સમયમાં શસ્ત્રવિરામ

એન.ડી.. સરકાર વખતે પણ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીએ પણ રમજાન માસમાં જમ્મુ-કાશ્મીરમાં શસ્ત્રવિરામ જાહેર કરેલો. પરંતુ વાજપેયીજીની ઑફરને ઉગ્રવાદીઓએ ફગાવી દીધેલી. તેનાથી ઊલટું ઉગ્રવાદીઓએ જેહાદ વધુ ઉગ્ર બનાવી હતી. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોએ પ્રતિજ્ઞા જાહેર કરતાં કહેલું કે, ‘અમારી દૃષ્ટિએ કાશ્મીર વિવાદ ઉકેલવાનો એક માત્ર માર્ગ જેહાદ છે.’ તેમના શબ્દો તા. ૨૧-૧૦-૨૦૦૦ના રોજ પ્રસિદ્ધ થયેલા.

શસ્ત્રવિરામ અટલ સરકારે એકપક્ષીય જાહેર કરેલો પણ બીજા દિવસે પાંચ શીખ ટ્રક ડ્રાઇવરોની હત્યા થઈ. ૨૯ મેના દિવસે બીજી ચૌદ હત્યાઓ થઈ. ૩૦-૧૧-૨૦૦૦ના રોજ સમાચારમાં શસ્ત્રવિરામની સામે રમજાનમાં જેહાદ કરવાની હાકલ થઈ. રમજાન માસમાં આતંકી હુમલા કરવાની વિનંતી પાકિસ્તાનના ૪૦૦ જેટલા મુસ્લિમ મુલ્લા મૌલવીઓએ કરી હોવા છતાં પાકિસ્તાનમાં લોહી રેડાયાં હતાં.

હકીકત જોઈએ તો ઉપવાસી પર શસ્ત્ર ઉગામાય તે આપણા દેશની સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલો વિચાર છે, પણ વિચાર ઇસ્લામિક જેહાદીઓની પરંપરા નથી એવું લાગે છે. રમજાન માસમાં થયેલા હત્યાકાંડોની કેટલીક સિલસિલાબંધ વિગતો રહી.

રમજાનમાં હિંસાચાર.....

રમજાનમાં જુલાઈ, ૨૦૧૬માં વિશ્ર્વમાં ૮૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.

રમજાનમાં મહંમદ પયગંબરની મસ્જિદ--નબી આગળ વિસ્ફોટમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા.

રમજાનમાં ૨૮ જૂન, ૨૦૧૬ના રોજ તુર્કીના ઇસ્તંબુલના એરપોર્ટ પર ત્રણ જેહાદીઓએ ૪૧ લોકોને મારી નાખ્યા.

રમજાનના પ્રારંભમાં એટલે કે ૩૦ મે, ૨૦૧૭ના રોજ બગદાદમાં જેહાદીઓએ ધડાકા કર્યા જેમાં ૨૭ લોકો મર્યા.

રમજાનનો બીજો દિવસ એટલે કે ૩૧ મેના રોજ અફઘાનિસ્તાનમાં કરેલા વિસ્ફોટોમાં ૯૦ લોકો મૃત્યુ પામ્યા.

રમજાનનો ત્રીજો દિવસ એટલે જૂન, ૨૦૧૭ના રોજ ફિલિપાઈન્સમાં જેહાદીઓએ કરેલા વિસ્ફોટોમાં ૩૭ લોકો માર્યા ગયા.

રમજાનમાં અફઘાનિસ્તાનમાં રોજો છોડ્યા પછી લોકો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો જેમાં ઉપવાસી મુસ્લિમો માર્યા ગયા.

એવું લાગે છે કે રમજાનમાં યુદ્ધવિહીન સ્થિતિ હોય તે જેહાદી ઇસ્લામને જાણે મંજૂર નથી.

રમજાનમાં ઢાકામાં હિંસા

તા. જુલાઈ, ૨૦૧૬ના રોજ શુક્રવારે રમજાન માસમાં બાંગ્લાદેશમાં ઢાકાના ડિપ્લોમેટિક ઝોનમાં જેહાદીઓએ ૪૦ લોકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી ૨૦ને મારી નાખ્યા. તેમાં એક ભારતીય મહિલા તારિષી જૈન પણ હતી અને બે વિદેશીઓ પણ હતા. તે વખતે શેખ હસીનાએ કહેલું કે, ‘ તે કેવા મુસલમાન કે જેઓ રમજાનમાં નિર્દોષોને મારે છે !’

ડૉ. ફારુકે મહેબૂબાને ઠમઠોરી

અગાઉ રમજાનમાં કાશ્મીરના પંપોરમાં ઈછઙઋ પર હુમલા થયા જેમાં આઠ સુરક્ષાકર્મી શહીદ થયા. તે વખતે મુખ્યમંત્રી મહેબૂબાએ કહેલું, ‘રમજાનના ઉપવાસમાં પાપ ધોવાનાં હોય તેવે વખતે તમે જેહાદીઓ આતંકી હુમલા કરો.’

પરંતુ નેશનલ કોન્ફરન્સના ડૉ. ફારુક અબ્દુલ્લાએ મહેબૂબાના વિધાનને પકડી સાચી સમજ આપતાં નિવેદન કર્યંુ કે, "અગાઉ મહેબૂબાએ કહ્યું હતું કે આતંકને કોઈ ધર્મ હોતો નથી. તો હવે મહેબૂબા રમજાનમાં આચરેલા આતંક બદલ આતંકીઓને મજહબ સાથે કેમ જોડે છે ? ડૉ. ફારુક એવું કહેવા માંગતા હતા કે આતંકી સિર્ફ આતંકી છે. તેને ઇસ્લામ સાથે જોડો.

હજી પણ આપણે રમજાનમાં થતી હિંસાને માનવતાવાદી દૃષ્ટિકોણથી જોઈએ છીએ પણ હકીકત કંઈ જુદી છે. રમજાન માસમાં યુદ્ધ થાય તેવી ઇસ્લામિક માન્યતા હરગિજ નથી. રમજાનમાં યુદ્ધવિરામ જેહાદી ઇસ્લામને મંજૂર નથી. તેમની દૃષ્ટિએ જેહાદમાં યુદ્ધ સદા સર્વદા સર્વકાળ ચાલુ રહેવું જોઈએ.

બદરનું યુદ્ધ

સમજવા માટે આપણે મહંમદ પયગંબરના જમાનામાં જવું પડશે. ઇસ્લામની સ્થાપના પછી મહંમદ સાહેબે મક્કા મદીના તથા પડોશી વિસ્તારોમાં અનેક યુદ્ધો કર્યાં હતાં, જેવા કે બદરનું યુદ્ધ, અહદનું યુદ્ધ. હનીમની લડાઈ વગેરે. તેમાં મહંમદ સાહેબ બદરનું યુદ્ધ રમજાન માસમાં લડ્યા હતા. જંગે બદરના યુદ્ધમાં પયગમ્બરના વિરોધી અબુ જહલને પરાસ્ત કરી તેની કતલ કરવામાં આવી હતી. જો મહંમદ સાહેબે પોતે રમજાનમાં યુદ્ધ કર્યંુ હોય તો રમજાનને શાંતિનો સમય કેવી રીતે માની શકાય ?

તાજેતરમાં તા. જૂન, ૨૦૧૮ના રોજ પાકિસ્તાનના હાફિજ સઈદના ચીફ કમાન્ડર બશીરે હાકલ કરી છે કેકશ્મીર મેં માર-કાટ કરો ક્યોંકિ રમજાન મહિના જંગ કા મહિના હૈ.’

એમ.જે. અકબર શું કહે છે ?

ઉપરની વાતને સમજાવતો એક લેખ પ્રસિદ્ધ મુસ્લિમ પત્રકાર એમ.જે. અકબરે (જેઓ હાલ કેન્દ્રમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી છે.) ‘સમભાવનીબાયલાઈનકોલમમાં તા. /૧૨/૨૦૦૦ના રોજ પ્રગટ કરેલો. તેઓ પોતાના લેખમાં લખે છે કે, "ઇસ્લામમાં રમજાન દરમિયાન શાંતિની કોઈ પરંપરા નથી. આરબોમાં મહોરમનો મહિનો એટલે કે શાંતિનો પરંપરાગત સમયગાળો ઇસ્લામ પૂર્વેનો છે અને મુસ્લિમોએ પરંપરાનો ભંગ કરબલાની ભયંકર લડાઈમાં કર્યો હતો. (જેમાં સુલતાન યાજિદે સન ૬૮૦માં ઈમામ હુસેનના ૭૨ અનુયાયીઓને પાણી વગર તડપાવી તડપાવીને મારી નાખ્યા હતા.) કટાર લેખક પોતાના લેખમાં આગળ લખે છે કે મુસ્લિમોમાં ઘણાં ઝનૂની તત્ત્વોને ખાત્રી છે કે જો તેઓ રમજાન દરમિયાન જેહાદ કરતાં કરતાં યુદ્ધમાં માર્યા જાય તો મરનારને જન્નત (સ્વર્ગ)માં જવાનો માર્ગ બમણો સુનિશ્ર્ચિત થઈ જાય છે. ઇસ્લામમાં એક એવી પણ માન્યતા છે કે જેહાદમાં લડતાં લડતાં કોઈ શહીદ થાય તો તેને જન્નત મળે છે અને જન્નતમાં ૭૨ કુંવારી હૂર તેને મળે છે.

સીરિયાના અધિકારીની ચોંકાવનારી કબૂલાત

સીરિયાની સેનાના એક અધિકારીએ યુદ્ધમાં પકડાયેલા મુસ્લિમ યુદ્ધકેદીઓની તલાશી લેતાં જે વસ્તુઓ મળી તેનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, ‘સીરિયામાં કેટલાક આત્મઘાતી આતંકવાદીઓના કપડાંની અંદર બનેલા ખિસ્સામાં મહિલાઓના આંતરવસ્ત્રો (ઞક્ષમયલિફળિયક્ષતિં) મળ્યાં હતાં, જે તેઓ કુંવારી હૂર માટે લઈ જઈ રહ્યા હતા. જે હૂર તેમને જન્નતમાં મળવાની હતી. વિગત તા. ૨૮//૨૦૧૭નાનવગુજરાત સમયવર્તમાનપત્રમાં છપાઈ હતી. મુજાહિદો હંમેશા પોતાના ગળામાં દોરી પહેરે છે જેમાં એક ચાવી હોય છે. ચાવી સ્વર્ગનાં દ્વાર ખોલવા માટે છે તેવી તેમની માન્યતા છે.

આરીફ જમાલનો ખુલાસો

પાકિસ્તાની પત્રકાર આરિફ જમાલેઝવય ઞક્ષજ્ઞિંહમ તજ્ઞિંિુ જ્ઞર ઉંશવફમ શક્ષ ઊંફતવળશિલખી છે. કિતાબમાં આરિફે ૬૦૦ જેહાદીઓના અંતિમપત્રોનો અભ્યાસ કરી લખ્યું છે કેશાયદ હી કોઈ પત્ર હો જિસમેં જિહાદ મેં મરને કે બાદ જન્નત મેં મિલનેવાલી ૭૨ હૂર કા જિક્ર કિયા ગયા હો.’

ઇસ્લામિક જેહાદીઓ ધિમ્મી, કાફિર, દંભી મુસ્લિમ (મુનાફિક), ધર્મત્યાગ કરનારા (મુરતદ્), બહુ દેવોમાં માનનારા (મુશરિક) ઉપરાંત શિયા, ખોજા, અહેમદિયા, સૂફી, ઇસ્માઈલીને પણ પોતાના શત્રુ માને છે, જેમને તેઓ રમજાનમાં પણ મારે છે.

ઇરાકમાં આતંકી સુન્ની સંગઠન આઈ.એસ.. મોસુલ શહેરની આસપાસની શિયા મસ્જિદોને વિસ્ફોટોથી રમજાનમાં માસમાં ઉડાવી દીધી અને ચાર સૂફી સંતોની મઝારો પર બુલડોઝર ફેરવી દીધાં. તમામ પ્રાચીન મસ્જિદો હતી. ઇન્ટરનેટ પર હેવાનિયતની તસવીરો પણ પ્રકટ થઈ હતી.

બગદાદમાં જુલાઈ, ૨૦૧૬ના રોજ બજારમાં આઈ.એસ.. ધડાકા કર્યા જેમાં ૨૦૦ કરતાં વધારે લોકો મરાયા હતા. ધડાકા કરાડા શોપીંગ વિસ્તારમાં થયા હતા, જેમાં મરનાર તમામ શિયા મુસ્લિમો હતા. હત્યાકાંડ પણ રમજાન માસમાં થયો હતો.

કરાંચીમાં ઇદેમિલાદ (મહંમદ પયગંબરના જન્મદિવસ)ના રોજ નમાજ પઢતા લોકો પર બોંબ ફેંકાયા જેમાં ૫૭ શીયા મુસ્લિમો પવિત્ર દિવસે જન્નતનશીન થયા.

હવે ઇસ્લામિક દેશોમાં બદલાતી માન્યતા

કેટલાક સમયથી એક વિશેષ પરિવર્તનકારી ઘટના ઇસ્લામિક દેશોમાં બની રહી છે. રમજાન માસ વિશે મનાતી પવિત્રતા હવે ધીમે ધીમે જગતના મુસ્લિમ રાષ્ટ્રોમાં ઓછી થતી હોય તેવું જણાય છે. અગાઉ પાકિસ્તાનમાં રમજાન માસ દરમિયાન કોઈ ગુનેગારને ફાંસી અપાતી હતી. અર્થાત્ રમજાનમાં ફાંસી આપવા પર પ્રતિબંધ હતો. પ્રતિબંધ હવે હટાવી લેવાયો છે. હવે રમજાનમાં પણ ફાંસી અપાય છે. તાજેતરમાં મુલતાન જેલમાં બે જણને રમજાનમાં ફાંસી અપાઈ જે વિગત તા.૨૮//૨૦૧૫ના રોજ પ્રસિદ્ધ થઈ હતી.

માત્ર આપણા દેશમાં આપણને જુદી પરિસ્થિતિ જોવા મળે છે. સંસદ પર હુમલો કરનાર અફજલ ગુરુને ફાંસીની સજા જાહેર થઈ તો જમ્મુ-કાશ્મીરના તત્કાલીન કોંગ્રેસી મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે રમજાનને યાદ કરી લીધો અને અફઝલની ફાંસી રમજાનમાં થવી જોઈએ તેવી દલીલ કરતાં કહ્યું કે ૨૦ ઓક્ટોબર રમજાનનો મોટો રોજો હોઈ ફાંસીનો દિવસ બદલવો જોઈએ. પાકિસ્તાનની સરકાર રમજાનમાં ફાંસી આપે છે અને ભારતમાં આતંકવાદી ગુનેગાર પ્રત્યે રમજાનના નામે દયા ખાવામાં આવે છે.

અગાઉ મુસ્લિમ દેશ દુબઈમાં રમજાન માસમાં વિદેશી યાત્રીને દિવસે પણ ખાવાનું મળતું. શરાબ તો બિલકુલ નહીં, પણ હવે દુબઈમાં રમજાન માસ દરમિયાન દિવસે પણ બિન-મુસ્લિમ પ્રવાસીઓને શરાબની છૂટ તેના પર્યટન વિભાગે આપી છે. અગાઉ દુબઈમાં રોજા ખોલ્યા બાદ બિન-મુસ્લિમો ખાઈ શકતા હતા. દિવસભર હોટેલો બંધ રહેતી. શરાબ પણ સાંજ પછી મળતો. હવે તેમાં પણ ફેરફાર થયો છે.

(દિવ્ય ભાસ્કર - ૨૪--૨૦૧૬)


 
 

સમસ્યાનું યથાર્થ પૃથક્કરણ કરો

કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે છેલ્લાં ૭૦ વર્ષથી દેશની જુદી જુદી કેન્દ્ર સરકારો અધિકાંશ માત્ર એક માર્ગે કામ કરી રહી છે અને તે છે ડિપ્લોમેટિક વોર અર્થાત્ કૂટનીતિક યુદ્ધ. નિષ્ણાતો એવું કહે છે ઠફિ ફક્ષમ ઉશાહજ્ઞળફભુ ફયિ ફક્ષશિં-વિંયતશત જ્ઞિં યફભવ જ્ઞવિંયિ અર્થાત્ ખુલ્લં ખુલ્લું શસ્ત્રયુદ્ધ ટાળવું હોય તો કૂટનીતિ તેનો વિકલ્પ છે. કાશ્મીર સમસ્યાના જન્મથી માંડી વર્તમાન સમય સુધી કરવામાં આવેલા તમામ પ્રયત્નો ઢંગથી ચાલી રહ્યા છે, પણ આટલા લાંબાગાળાના સંનિષ્ઠ પ્રયત્નો પછી પણ કૂટનીતિના માર્ગે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત

થઈ છે કે નહીં તે મૂલ્યાંકનનો વિષય છે. કાશ્મીર સમસ્યાના મૂળમાં રહેલી રાષ્ટ્રવિરોધી વિચારધારા આજે પણ બદલાઈ નથી તેવું લાગે છે.

લેખ લખાય છે તે સમયગાળામાં લગાતાર હુમલાઓ આપણા સુરક્ષાકર્મીઓ પર રમજાનના ઉપવાસીઓ કરી રહ્યા છે. શોપિયા - પુલવામામાં માત્ર પાંચ દિવસમાં ગ્રેનેડથી ૧૫ હુમલાઓ આપણા સુરક્ષાકર્મીઓ પર થયા. ખુદ પીડીપીના ધારાસભ્યના ઘર પર પણ ઉપવાસીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. બાટાપુરાની પોલીસ ચોકી, પુલવામાની તહાલ ચોકી પર અને શ્રીનગરમાં સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ ફેંકાયા. આમ, માત્ર રમજાન મહિનામાં અત્યાર સુધીમાં ૧૮ ગ્રેનેડ હુમલા થયા, જેમાં ૩૮ જેટલા લોકો માર્યા ગયા છે. પરવેજ મુશર્રફે અગાઉ કહ્યું હતું કે કાશ્મીર બીજું પેલેસ્ટાઈન બનવા તરફ જઈ રહ્યું છે એનો અર્થ આપણી સમજમાં આવે છે ?

કાશ્મીરની હિંસક પરિસ્થિતિમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્ર્નો સ્પષ્ટ ઉત્તરો માંગે છે. () શું કાશ્મીરની લડાઈ શુદ્ધ મજહબી યુદ્ધ છે ? () કાશ્મીરની લડાઈ શું રાજનૈતિક લડાઈ છે ? () તો શું મઝહબ પ્રેરિત રાજનૈતિક લડાઈ છે ? કે પછી () પાન ઇસ્લામિઝમની દિશાનો પ્રયોગ છે ?

અત્યાર સુધીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતાં લાગે છે કે આપણા સૈન્યદળ પર પથ્થરો અને ગ્રેનેડથી હુમલા કરનાર કાશ્મીરના જેહાદીઓમાં રમજાનના ઉપવાસી મુસ્લિમ તરીકેનું દર્શન કરવું તે તદ્દન અર્થહીન લાગે છે. મઝહબનો બુરખો ઓઢી વિકરાળ સ્વ‚ ધારણ કરતી કુટિલ રાજનૈતિક સમસ્યા છે તે બાબત હવે સ્પષ્ટ થતી જાય છે.

બીબીસી રિપોર્ટરના પુસ્તકમાં

ઇઇઈ રિપોર્ટર એન્ડય્રુ હૉસ્કનના નવા પુસ્તક ઊળાશયિ જ્ઞર ઋયફિ : ઈંક્ષતશમય વિંય ઈંતહફળશભ જફિંયિં માં લખ્યું છે કે ભારત સહિત સંપૂર્ણ વિશ્ર્વ પર કબજો જમાવવાની ઈંજની યોજના છે. આગામી પાંચ વર્ષમાં તેઓ ખલીફાનું સામ્રાજ્ય સ્થાપવા માગે છે. ૨૦૨૦ સુધીમાં વિશ્ર્વ પર સત્તા જમાવવાની ગણતરીપૂર્વકની ઈંજની યોજના છે. ભારતીય ઉપખંડને તેણે ખુરાસન નામ આપ્યું છે. આમ સમગ્ર વિશ્ર્વને ઇસ્લામિક ઝંડા નીચે લાવવાનું સ્વપ્ન લઈ જેહાદીઓ કામ કરે છે.

ગઝવા--હિંદ એટલે શું?

ગુપ્તચર એજન્સીઓએ આપેલા એક અહેવાલ મુજબ અલકાયદાએ તાજેતરના આતંકી હુમલાને ગઝવા--હિંદ (એટલે કે ભારત પરનો છેવટનો હુમલો) એવું નામ આપ્યું છે. આમાં જોડાયેલા જેહાદીઓને જન્નત મળશે તેવી વાતોથી મુલ્લાઓ તેમને ભરમાવી રહ્યા છે અને વૈશ્ર્વિક જિહાદ માટેભારતને ઇંીક્ષશિંક્ષલ ૠજ્ઞિીક્ષમ તરીકે ઉપયોગ કરવા માગે છે. (ગુ.. ૨૦--૨૦૧૪) આમાં ઇસ્લામનું રાજનૈતિક ‚ સ્પષ્ટ દેખાય છે.

હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કાશ્મીરમાં ચાલતી અશાંતિ મઝહબને શસ્ત્ર બનાવી રાજનૈતિક આકાંક્ષા સાથે ભારતને તોડવાનું ષડયંત્ર છે.

પ્રકારના આતંકીઓ સામે કેવાં પગલાં લેવાં તેનો વિચાર વૈશ્ર્વિક કક્ષાએ હવે થવા માંડ્યો છે.

કેટલાક વિશ્ર્લેષકોએ જેહાદીઓ દ્વારા ઊભી કરાયેલી સ્થિતિને પહોંચી વળવા વાસ્તવદર્શી માર્ગ પણ વિચાર્યો છે. વિશ્ર્લેષકો કહે છે કે, અત્યાર સુધી જેહાદી આતંકવાદને ઙયફભયરીહ ઠફિ કહેવાનો રિવાજ હતો પરંતુ ઇસ્લામના નામે હિંસાચાર કરતા જેહાદીઓએ હવે વ્યાખ્યા બદલી છે. હવે તેને ખુલ્લંખુલ્લા ઠફિશિંળય ઠફિ કહે છે. એનો અર્થ એમ થયો કે જેહાદીઓની ખુનામરકી હવે ધાર્મિક વ્યાખ્યામાંથી નીકળી ગઈ છે અને સરેઆમ રાજકીય વિચારધારા બની ગઈ છે. પરિણામે અત્યાર સુધી જે પ્રકારના અભિગમથી પગલાં લેવાઈ રહ્યાં છે તે બદલવાં પડશે. હવે જેહાદી ઘટનાઓની નક્કર ધરાતલ પર રાજનૈતિક દૃષ્ટિએ મુલવણી કરીને તેને અનુ‚ વ્યૂહરચના બનાવી આસુરી શક્તિને પરાસ્ત કરવી પડશે તેવો લોકમત હવે મક્કમપણે બનતો જાય છે.

- સુરેશ ગાંધી 

(લેખકસાધનાસાપ્તાહિકના ટ્રસ્ટી છે)