ઉચ્ચ પગારની નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યું : કરોડોની આવક મેળવી

    ૨૩-જૂન-૨૦૧૮

 
 
પટિયાલાના નાભા બ્લોકના અમરિંદર સિંહે નેધરલેન્ડ જઈને Geoinformatics માં એમ.એસસી કર્યુ હતું. ત્યાર પછી પંજાબ સરકારના રિમોટ સેંસિગ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે લગભગ ચાર વર્ષ સેવા આપી, પરંતુ તેને સંતુષ્ટિ તો ખેતી કર્યા પછી જ મળી. અમરિંદર સિંહ આજે કેપ્સિકમ, મશરૂમ, ખીરુ, કાકડી, કારેલાં, લીલાં મરચાં વગેરેની લેટેસ્ટ ટેક્નોલોજીથી ખેતી કરે છે અને ઘણી સારી કમાણી પણ કરે છે. તે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્રોત બની ગયો છે.
 

 
 
૨૦૧૩માં નોકરી છોડીને અમરિંદરે પરિવારની ૩૨ એકર જમીન પર ૪૦૦૦ સ્કવેર મીટરના પોલી હાઉસથી શાકભાજીના ઉત્પાદનની શરૂઆત કરી ત્યાર પછી ૨૦૧૪માં ૪૦૦૦ મીટરનું વધારે એક પોલી હાઉસ બનાવ્યું. અમરિંદર સિંહે પ્રતિ એકર ૧૬,૮૮,૦૦૦ ‚પિયા અને પ્લાન્ટિંગ મટીરિયલ માટે પ્રતિ હેક્ટર ૨,૮૦,૦૦૦ સબસિડી લીધી. હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા તેને ટેક્નિકલ મદદ પણ પૂરી પાડવામાં આવી. આ સિવાય તેણે મશ‚મના કંપોસ્ટ યુનિટ માટે પણ સબસિડીની મંજૂરી મેળવી લીધી. અમરિંદર સિંહ પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટનો સતત સહયોગ અને ગાઈડન્સ માટે આભાર માને છે. તે કહે છે કે, ઘણી વાર વૈજ્ઞાનિકો મારા ખેતરમાં આવે છે અને મને કામની સલાહ આપે છે. સરકાર પણ મને સપોર્ટ કરે છે.