1975ની એ કટોકટી...વો ભૂલી દાસતાં... લો ફિર યાદ આ ગઈ...

    ૨૫-જૂન-૨૦૧૮   



 

આપણા દેશમાં કટોકટીકાળમાં મુગલો અને અંગ્રેજ શાસનના અત્યાચારોને પણ ટપાવી દે તેવા અત્યાચારોની દાસ્તાન...

25 જૂન, 1975ની કાળરાત્રીએ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી આખા દેશને જેલમાં ફેરવી દીધો. કટોકટીના નામે અનેક નાગરિકોને પકડી જેલમાં પૂરી દેવામાં આવ્યા અને તેમના પર બેરહમ અત્યાચારો કરવામાં આવ્યા. ઘટનાને આજે 40 વર્ષનાં વહાણાં વાઈ ગયાં. આજે દેશની અડધી વસતીએ કટોકટીકાળના દિવસો જોયા નથી. નવી પેઢી દેશની કલંકકથા જાણે એટલા માટે લેખ લખાયો છે, તો વાંચો કટોકટીકાળની દર્દનાક દાસ્તાન.

 

 

 

ચત્તા સુવડાવી, જાંગો પર લાકડીઓ ગોઠવી, ઉપર નાચવામાં આવતું

મહારાષ્ટ્ર રાજ્યમાં કુલાબા જિલ્લામાં નાગોઢાણા વિસ્તાર છે. ત્યાંની એક શાળામાં મધુસૂદન ભાટે નામના શિક્ષકે 24-12-75ના રોજ કટોકટી વિરોધમાં સત્યાગ્રહ કર્યો. તેમની ધરપકડ કરી મહાડ અને અલીબાગ લઈ જવામાં આવ્યા, અપમાનિત અવસ્થામાં તેમને અહીંની સડકો પર ફેરવવામાં આવ્યા. પછી તેઓને સંઘની બેઠકો ક્યાં ક્યાં યોજાય છે તે બતાવવા કહ્યું. જવાબ ના મળતાં લાતો અને ગડદાથી માર શરૂ થયો. તેઓને જમીન પર સુવડાવી બે પોલીસવાળા ખીલાજડેલા બૂટ પહેરી તેમના શરીર પર કૂદવા માંડ્યા. રાત્રે તેમના પર ફરી પાછો અત્યાચારોનો સિલસિલો શરૂ થયો. તેઓને સીધા સુવડાવી જાંગો પર લાકડીઓ ગોઠવવામાં આવી અને બંને બાજુ બે-બે સિપાહીઓ વારાફરતી કૂદતા હતા. અસહનીય વેદનાથી જ્યારે તે રાડો પાડતા ત્યારે તેમના મોં પર લાતો મારવામાં આવતી. તેઓના શરીરના પ્રત્યેક ભાગને ઘાયલ કરવામાં આવ્યો. સતત આઠ દિવસ તેમની ઉપર પ્રકારનો ક્રૂર અત્યાચાર થતો રહ્યો અને તેઓનેમીસાહેઠળ ઠાણે જેલમાં પૂરી દેવામાં આવ્યા.

તેમનાં ગુપ્તાંગોમાં મરચાંની ભૂકી ભરવામાં આવતી

બિહારના રોહતાસ જિલ્લામાં કટોકટી દરમિયાન રેલવે લાઇન પર બોમ્બ ફૂટ્યા, પોલીસના હાથ કંઈ લાગતાં પોલીસ રોષે ભરાઈ અને સહદેવ ચૌધરી અને શાંતિપ્રકાશ સિંહાના નેતૃત્વમાં સત્યાગ્રહ કરી રહેલા લોકોની ધરપકડ કરી અને જનસંઘના સંગઠનમંત્રી નવલકિશોર શાહીની પણ ધરપકડ કરી લેવામાં આવી. તમામને સાંકડી કોટડીમાં ધકેલી દેવામાં આવ્યા. 24 કલાક સુધી પાણી પણ આપવામાં આવ્યું નહીં. ત્રણ રાત સુધી તેમને માત્ર ઊભા રહેવાનું હતું. સૂવાની સખત મનાઈ 23.jpgહતી. કોઈ નાનું અમથું મટકું આવી જાય તો ગડદા પાટુનો વરસાદ શરૂ થઈ જતો. શાંતિપ્રસાદ અને બજરંગી પ્રસાદના ગુપ્તાંગોમાં મરચાની ભૂકી ઠાંસી અમાનવીય યાતનાઓ આપવામાં આવી. જોઈ જનસંઘના રઘુવંશ પાઠક સત્યાગ્રહીઓની વ્હારે ચઢ્યા અને પોલીસને ધમકાવી તેમના પર થતા અત્યાચારો અટકાવ્યા.

 

 

હાથ-પગ ફેલાવી તેના પર પોલીસ જવાનો કૂદતા હતા

પંજાબ છાત્રસંઘના મહામંત્રી પૃથ્વીસિંહ રંધાવાને 9 ડિસેમ્બર, 1975ના રોજ બંદી બનાવી લેવામાં આવ્યા. તેઓને અમૃતસરના રિમાન્ડ હોમમાં નિર્વસ્ત્ર કરી જમીન પર સુવડાવવામાં આવ્યા. ત્યાર બાદ બે-બે પોલીસ જવાનોએ તેમના પગની જાંગો અને હાથ પહોળા કરાવી તેના પર કૂદવાનું શરૂ કર્યું. પાંચમો જવાન પટ્ટાથી સતત પ્રહાર કરતો હતો. દસ દિવસ સુધી તેમની પર પ્રકારનો અત્યાચાર થતો રહ્યો. પ્રકારે જલંધરના તૃતીય વર્ષના નરેશકુમાર, દીપકકુમાર અને એમ..ના સત્યપાલ જૈન, મહેશકુમાર ગોયલ સહિતના કેટલાય વ્યાપારીઓ સાથે તો પોલીસે નિર્લજ્જતાની હદ વટાવી દીધી હતી. તેઓને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી મેદાનમાં લાવવામાં આવતા અને એકબીજાના સંવેદનશીલ અંગ પકડી દોડ લગાવવા મજબૂર કરાતા હતા. કેટલાકને ઊંધા માથે કલાકો સુધી નગ્ન વસ્થામાં લટકાવી રાખવામાં આવતા. ધરપકડ કરાયેલા લોકોને ચાર-ચાર દિવસો સુધી તો નાહવાનું, તો સૂવાનું, ભોજન, ઉપરથી નગ્ન કરી બેલ્ટ અને બૂટ દ્વારા નિર્દયતાપૂર્વકની મારઝૂડ... દૈનિક ક્રમ બની ગયો હતો.

અત્યાચારનો નિર્દયી પ્રયોગ ખુરશીયંત્રણા

14 નવેમ્બર, 1975માં પંજાબના સુભાષચંદ્ર ફુટલા, પ્રેમકુમાર ફુટલા, જનકરામ જામ્બે, રાજકુમાર જૈન અને મહેશકુમાર ગોયલ નામના સત્યાગ્રહીઓને ગિરફતાર કરી લેવામાં આવ્યા. પરંપરા પ્રમાણે તેઓનું સ્વાગત પણ ગંદી ગાળોથી કરવામાં આવ્યું. બે કલાક સુધી ગડદાપાટુથી માર મારી અધમૂઆ કરી કોટડીમાં પૂરી દેવામાં આવ્યા. ત્યારબાદ રાત્રે તેઓને બહાર ખેંચી નિર્વસ્ત્ર કરવામાં આવ્યા અને ક્રૂર ખુરશી અત્યાચારની રીત અજમાવાઈ. પ્રત્યેકને વારાફરતી જમીન પર હાથ પાછળ રાખી બેસાડી દેવાયા અને પ્રત્યેક હાથ પર ખુરશીનો એક એક પાયો રહે તેમ ખુરશીઓ ગોઠવવામાં આવી, જેના પર બેસેલો પોલીસ તેઓના વાળ ખેંચતો અને ખુરશી પર કૂદતો હતો. તેઓને સુવડાવી બે સિપાહીઓ તેમની જાંગોને જાણે કે ચીરી નાખવાની હોય તેમ પ્રહારો પર પ્રહાર કરતા. ત્યારબાદ તમામને એક મંડળ (ગોળાકાર)માં નિર્વસ્ત્ર દોડવાનું હતું.

 

 

પેટ્રોલનું પૂમડું...

ઉત્તર પ્રદેશના આગરામાં મહાવીરસિંહ નામનો એક વ્યાપારી પોતાની દુકાન પર હતો ત્યારે કેટલાક લોકો તેમની દુકાન પર કેટલુંક સાહિત્ય ફેંકી ગયા. પોલીસે આવી તેમની ધરપકડ કરી. તેઓને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો. રાત્રે થાનેદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને ચોપાનિયાં ક્યાંથી કોણ આપે છે જણાવી દે નહિ તો જોવા જેવી થશે. અમને તમને લોકોને જાનથી મારી નાખવા સુધીની છૂટ છેની ધમકી પણ આપવામાં આવી, પરંતુ વીરસિંહ કાંઈ નહોતો જાણતો, પોલીસનો પિત્તો સાતમા આસમાને પહોંચ્યો અને ડાબી તર્જની મરડી તોડી નાખી. તેમને જમીન પર નગ્ન અવસ્થામાં સુવડાવવામાં આવ્યા. હવાલદારે તેમના પગ પહોળા કરવાનો આદેશ આપ્યો અને પેટ્રોલમાં પલાડેલ એક કપડાનું પૂમડું તેમના સંવેદનશીલ ભાગમાં ઠોંસી દેવામાં આવ્યું. અસહ્ય વેદનાથી વીરસિંહ તડપતા હતા, રાડો પાડી રહ્યા હતા. જ્યારે પોલીસો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. ઘટનાથી તેઓ ફરી ક્યારેય ઠીક રીતે સાંભળી કે જોઈ શક્યા નહોતા. એટલે કે આંખ અને કાનથી લગભગ અપંગ બની ગયા હતા.

અત્યાચારનો અત્યંત આતંકી પ્રયોગપ્લાસ

24.jpg15 આગસ્ટ, 1975. ઉત્તર પ્રદેશના બરેલીના ચંદોસી નગરમાં વૃંદાવનવિહારી અને ઓમપ્રકાશની સરકાર વિરોધી પ્રવૃત્તિના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી. જ્યાં સુધી ડંડા તૂટી ના ગયા ત્યાં સુધી તેમને માર મારવામાં આવ્યો. બાદમાં તેમને હાથકડી બાંધી મુખ્ય પોલીસ અધિકારી સામે રજૂ કરવામાં આવ્યા. જ્યાં વીજળીયુક્ત (પ્લાસ) કાઢી વૃંદાવનવિહારીની આંગળીઓ અને અંગૂઠાને જોરથી દબાવવાનું શરૂ કર્યું. દરેક વખતે પ્લાસને વધુ ને વધુ કડક કરાતો જતો હતો. પ્લાસ દ્વારા તેઓના અંગૂઠાના નખ ખેંચી કાઢવામાં આવ્યા. ક્રમ રાતભર ચાલ્યો, પાણીના બદલે પીવામાં પેશાબ અપાતો. શૌચ બાદ પણ સફાઈ માટે પાણી અપાતું. બીજા દિવસે જ્યારે તેઓને મુરાદાબાદ મોકલવામાં આવ્યા ત્યારે બંનેના પાયજામા લોહીથી લથબથ હતા. બંને ઠીક રીતે ચાલી પણ શકતા નહોતા. કૃષ્ણ અવતાર નામના વ્યાપારીને તો માર માર્યા બાદ મોં અને કાનમાંથી લોહી નીકળતાં પોલીસો દ્વારા તેમના મોંમાં અને કાનમાં પેશાબ કરવામાં આવતો. અત્યાચાર બાદ તેઓ એક કાનથી હંમેશા માટે બહેરા થઈ ગયા હતા.

 

 

પોલીસ બની દુશાસન

બદાયુ ઇન્ટર કાલેજના કલાવિભાગના પ્રવક્તા વિજયપાલસિંહને ટ્યૂશનની બાબતે કાંઈક ચર્ચા કરવાને બહાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. તેઓને સંઘના જિલ્લા પ્રચારક સ્વદેશજી વિશે માહિતી આપવા જણાવાયું. જવાબ મળતાં ગંદી ગાળોનો વરસાદ વરસાવ્યો. પછી કહ્યું, એમ નહિ માને. સાલાની પત્નીને ઉઠાવી લાવો. તેની સામે નિર્વસ્ત્ર કરીશું ત્યારે તે મોં ખોલશે... જીપ તેમના ઘરે પહોંચી. તેમના 7, 5, 3 વર્ષના બાળકોએ મા સાથે પ્રકારનું વર્તન ક્યારેય જોયેલું હોવાથી રાડારાડ કરી ઊઠ્યા... 3 વર્ષની બાળકી દોડી તેની માની છાતીએ ચોંટી ગઈ, પોલીસે એક ઝાટકે તેને માથી દૂર કરી ફેંકી દીદી. ત્રણેય નિર્દોષ બાળકો સામે તેના વાળ પકડી જીપમાં નાખી પોલીસ સ્ટેશને ઉપાડી લાવવામાં આવી. તેની સામે વિજયપાલ સિંહને અપમાનિત કરવામાં આવ્યો, માર મારવામાં આવ્યો.

કર્ણાટક પોલીસનો સૌથી પસંદનો અત્યાચારી પ્રયોગ હવાઈ જહાજ

કટોકટી દરમિયાન કર્ણાટક પોલીસની સૌથી પસંદગીની અત્યાચારી રીત હતી સત્યાગ્રહીઓને જહાજ બનાવી યાતનાઓ આપવી. રીત ખૂબ ક્રૂર હતી. તેમાં સત્યાગ્રહીના બંને હાથ પીઠ પાછળ મજબૂતીપૂર્વક બાંધી દેવામાં આવતા. સ્થિતિમાં તેઓને છતથી લટકાવી દેવામાં આવતા અને હવામાં વિમાનની જેમ ઝુલાવવામાં આવતા. કેટલાક પ્રસંગોમાં તો સ્થિતિમાં સત્યાગ્રહીઓને પંખા સાથે પણ બાંધી દેવામાં આવતા અને પંખો ચાલુ કરી દેવામાં આવતો.

ગર્ભવતી સત્યાગ્રહી મહિલાઓનો એક પગ પલંગ સાથે બાંધી રાખવામાં આવતો

કટોકટી દરમિયાન પોલીસ જાણે પોલીસ મટી હેવાન બની ગઈ હતી, પોલીસ કટોકટીનો વિરોધ કરતી મહિલાઓ સાથે પણ ક્રૂર વ્યવહાર કરતી. કર્ણાટકની શ્રીમતી નરસમ્મા ગરુડીયા નામની એક મહિલાની ગર્ભાવસ્થામાં ધરપકડ કરવામાં આવી અને આવી પરિસ્થિતિમાં પણ તેને અનેક યાતનાઓ આપવામાં આવી. ત્યાં સુધી કે તેને પ્રસૂતિના અંતિમ સમય સુધી દવાખાને પણ લઈ જવામાં આવી અને પ્રસૂતિ માટે ગયા બાદ પણ તેનો એક પગ પલંગ સાથે બાંધી દેવામાં આવ્યો. પરિસ્થિતિમાં તેને બાળકને જન્મ આપવા મજબૂર કરવામાં આવી.

બે પગ વચ્ચે માથું દબાવી બંદૂકના ગોદાથી પ્રહાર

બે જાંગો વચ્ચે સત્યાગ્રહીનું માથું દબાવી બંદૂકના કુંદાથી માર મારવો કેરલ પોલીસની પ્રિય રીત હતી. પોલીસ પહેલાં તો સત્યાગ્રહીની કરોડરજ્જુ પર બંદૂકના પાછળના ભાગથી પ્રહાર કરતી, બાદમાં છાતી પર એવી રીતે પ્રહારો કરતી. પોલીસ સત્યાગ્રહીઓના પગના અંગૂઠા ઉપર લાકડીઓ ગોઠવી તેના પર જોરદાર દબાણ આપતી. જ્યાં સુધી સત્યાગ્રહી બેહોશ થઈ જાય ત્યાં સુધી ક્રમ ચાલતો.

25.jpgકેરલના કેટલાક પોલીસો સત્યાગ્રહીઓને નિર્વસ્ત્ર કરી એડીઓ પર જમીન પર બેસાડી દેતા અને પોતાની જાંઘો વચ્ચેથી હાથ કાઢી એકબીજાના હાથ એવી રીતે ખેંચાવડાવતા કે હાથનો સીધો દબાવ અંડકોશ પર આવે...

શરીર પર મીણબત્તીના ડામ અને સંવેદનશીલ ભાગમાં મરચાની ભૂકી ભરવામાં આવતી

સત્યાગ્રહીઓ પાસેથી માહિતી કઢાવવા માટે દિલ્હી-પોલીસ દ્વારા પણ ક્રૂરતાતિક્રૂર રીતો અપ્નાવવામાં આવી. માર મારી અધમૂઆ કર્યા બાદ સત્યાગ્રહીઓને એવી રીતે ઊલટા લટકાવવામાં આવતા, જેમાં તેમના પગ ઊંચા રહે. તેની એડીઓ પર પોલીસ દ્વારા લાઠીઓનો વરસાદ કરવામાં આવતો. નિર્વસ્ત્ર કરી પેટ જમીનને અડે રીતે ઊંધા સુવડાવાતા અને રબ્બરના પટ્ટાથી સદંતર ફટકારવામાં આવતા. બે ખુરશીઓને સમાન અંતરે રાખી પગને શરીરની બેઠક અવસ્થામાં બાંધી દેવામાં આવતા. ત્યારબાદ એક વાંસને ઘૂંટણોની વચ્ચેથી ખુરશીઓના હાથા સાથે બાંધી દેવામાં આવતો અને વાંસના સહારે ઉપર ઉઠાવી પોલીસ ગોળગોળ ફેરવતી. પોલીસ સત્યાગ્રહીઓને ઊંધા લટકાવી તેના મોં પર સતત પાણી છાંટતી રહેતી. કેટલીક વખત તેમાં લાલ મરચું પણ ભેળવવામાં આવતું. શરીર પર મીણબત્તીઓના ડામ આપવામાં આવતા અને સંવેદનશીલ ભાગમાં મરચાની ભૂકી ઠાંસવામાં આવતી.

મધ્ય પ્રદેશ પોલીસે તો અશ્ર્લીલતાની હદ વટાવી

મધ્ય પ્રદેશ પોલીસ સત્યાગ્રહીઓની આંગળીઓને બૂટની એડીઓથી છૂંદી નાખતી હતી. કેટલાક પ્રસંગોમાં પુરુષ સત્યાગ્રહીઓના સંવેદનશીલ અંગ પર દસ-દસ કિલોના પથ્થર લટકાવવામાં આવતા અને લાકડીઓથી ઘાયલ કરવામાં આવતા જેને કારણે સત્યાગ્રહીઓ હંમેશ માટે વિકલાંગ બની જતા.

આંગળીઓમાં ટાંકણીઓ મારવામાં આવતી, યાતનાની ક્રૂર રીત મુસળમાર

અસમ પોલીસ પણ યાતનાઓ આપવામાં અન્યથી જરા સરખી પણ ઊતરતી હતી. પોલીસ દ્વારા સત્યાગ્રહીઓને અધમૂઆ થઈ જાય ત્યાં સુધી માર મારવામાં આવતો અને તેમની આંગળીઓમાં ટાંકણીઓ ભોંકવામાં આવતી.

આંધ્ર પોલીસ તો ઇન્દિરાજીનો વિરોધ કરનારને પકડી નિર્વસ્ત્ર કરી તેના ગુપ્ત અને સંવેદનશીલ અંગો પર કરાટે પ્રહાર કરતી. પગને મજબૂત રીતે બાંધી દેતી. ત્યારબાદ સત્યાગ્રહીને ઢીંચણીએ પાડી વચમાં સાંબેલું નાખી સિપાહીઓ દ્વારા ખૂબ દબાવવામાં આવતું. અહીં સત્યાગ્રહીઓને નિર્વસ્ત્ર કરી તેમના સંવેદનશીલ ભાગમાં સળગતી મશાલો નાખવા જેવી ક્રૂરતમ અને અશ્ર્લીલ રીતો પણ આચરવામાં આવતી.

તો માત્ર દેશના અમુક રાજ્યોની પોલીસ અને અમુક લોકો સાથે થયેલા અત્યાચારોની ઘટનાઓ છે. બાકી કટોકટીનો કાળ અને તેના દેશના લોકો દ્વારા દેશના લોકો પર કરવામાં આવેલા અત્યાચારો મોગલો અને અંગ્રેજો દ્વારા આચરાયેલ અત્યાચારોને પણ સારા કહેવડાવે એવા હતા.

(માણિકચન્દ્ર વાજપેયી દ્વારા લિખિતઆપાતકાલીન સંઘર્ષગાથાપુસ્તકને આધારે)