કવર સ્ટોરી : એક દેશમેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન, નહિં ચલેંગે... નહિં ચલેંગે...

    ૨૬-જૂન-૨૦૧૮   


 

સપનું સાકાર થવાની ઘડી આવી ગઈ છે !

જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પીડીપી-ભાજપનું ગઠબંધન તૂટ્યું સાથે કાશ્મીરનો મુદ્દો ફરીવાર ચર્ચાની એરણે ચડી ગયો છે. ‘કજોડાનો અંત આવ્યો’ ‘વિપરીત વિચારધારાનું ગઠબંધન તૂટી પડ્યુંવગેરે અનેક વાતો અઠવાડિયાથી અખબારોમાં પ્રકાશિત થતી રહી છે એટલે એમાં વધારે નથી પડવું. આપણે કાશ્મીરની મુખ્ય સમસ્યાના મૂળમાં જવું છે. ગઠબંધન કેમ તૂટી ગયું તે અને કાશ્મીરનાં મૂળ પ્રશ્ર્નો ચર્ચવા ખૂબ જરૂરી છે. કલમ ૩૭૦ અને ૩૫(), અલગાવવાદ અને આતંકવાદ મૂળ સમસ્યા છે. તેના વિશે જનતામાં અનેક ભ્રમણાઓ ફેલાવવામાં આવી છે. કાશ્મીરનો સાચો ઇતિહાસ, કલમ ૩૭૦નું ખરું અર્થઘટન અને મૂળભૂત સમસ્યાની છણાવટ અહીં પ્રસ્તુત છે.

ગઠબંધનના અંતના મૂળમાં શું છે ?

૨૦૧૫માં જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી એમ બે વિરોધી વિચારધારાવાળા પક્ષોએ મળીને સરકાર રચી ત્યારથી તેના લાંબા ભવિષ્ય વિશે શંકા હતી કારણ કે ભાજપે કાશ્મીરના મૂળ પ્રશ્ર્નોના સમાધાન માટે યુતિ કરી હતી પણ પીડીપીનો મૂડ કંઈક જુદો હતો. પીડીપીના તત્કાલીન પ્રમુખ મુફતી મોહંમદ સઈદના જન્નતનશીન થયા પછી મહેબૂબાએ શાસનની ધુરા સંભાળી પછી પરિસ્થિતિ વધારે વિષમ બની કારણ કે મહેબૂબા પણ અલગાવવાદીઓના સીધા સંપર્કમાં હતાં. કેન્દ્ર સરકાર સાથે છેતરપિંડી કરતા રહેવાનો પિતાનો વારસો તેમણે આગળ ધપાવ્યો. અલગાવવાદ, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરના પ્રશ્ર્નો બાબતે મહેબૂબા મુફ્તિનો પચાસ ટકા પણ સહયોગ મળી જાય તો પ્રશ્ર્નોનું સુખરૂપ સમાધાન થાય તેવી ભાજપની ઇચ્છા પર મહેબૂબાએ પાણી ફેરવી નાંખ્યું ! ત્રણ-ત્રણ વર્ષ ભાજપે રાહ જોઈ. પણ વર્ષમાં મહેબૂબાએ જરા પણ નમતું ના જોખ્યું. આતંકીઓ અને પથ્થરબાજો પ્રત્યે એમનો ઝુકાવ રહ્યો. જ્યારે બુરહાનવાણી જેવા આંતકીને ઠાર માર્યા પછી કાશ્મીરમાં દેશ-વિરોધી તત્ત્વોએ ભારે આતંક મચાવ્યો અને બગાવતનું માથું વધારે જોરથી ઊંચક્યું ત્યારે ભાજપને આશા હતી કે મહેબૂબા એમને કચડી નાંખશે, પરંતુ મુખ્યમંત્રી મહેબૂબાએ જેહાદીઓને મુહોબ્બત આપી. જનતાની સુરક્ષા માટે રાત-દિવસ ખડે પગે ઊભા રહેલાં પોલીસો, અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના જવાનો પર સેંકડો પથ્થરબાજો પથ્થર વરસાવી રહ્યા હતા. આતંકીઓ એમને પડકારી રહ્યા હતા તેમ છતાં મહેબૂબા ચૂપ રહ્યાં હતા, ઊલટાનું પોલીસ અને આર્મીએ જીવના જોખમે પથ્થરબાજોને પકડ્યા ત્યારે મહેબૂબાએ એમની તરફદારી લઈ પાછલે બારણે છોડી પણ મૂક્યા. અને પાછો ગર્વ લઈને દાવો પણ કર્યો કે ત્રણ વર્ષમાં અમે ૧૧ હજાર પથ્થરબાજ યુવાનોને છોડી મુકયા છે. બધું કદાચ આતંકીઓ અને અલગાવવાદીઓની રહેમ નજરના વાસ્તે તેમણે કર્યું હતું. કેન્દ્ર સરકારે વખતે પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા જડબાતોડ જવાબ આપ્યો હતો પણ સ્થાનિક સરકાર એમાં પણ રાજી જણાઈ નહોતી. તોયે કજોડું ચાલ્યું.

ભાજપે કાશ્મીરના સળગતા પ્રશ્ર્નોના સમાધાનની વાત કરી ત્યારે મહેબૂબાએ હુર્રિયત કોન્ફરન્સ અને પાકિસ્તાનને શાંતિ-મંત્રણામાં પક્ષકાર બનાવવાની વાત મૂકી. કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ વિશે પણ પીડીપીનું વલણ રાષ્ટ્રવિરોધી રહ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારને બાબતે ચેતવતા હતા. પરિણામે છેલ્લાં ત્રણ વરસથી રાજકીય ચક્રવ્યૂહમાં ફસાયેલા કાશ્મીરને મુક્તિ મળી અને ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન ઓલઆઉટ- ની ખરી શરૂઆત થઈ. પીડીપીએ કાશ્મીર ખીણપ્રદેશમાં વધુ ધ્યાન આપ્યું અને જમ્મુ તથા લદ્દાખ ક્ષેત્રની હંમેશા ઉપેક્ષા કરી.ભાજપનો ટેકો લઈને તેણે છેલ્લાં ત્રણ વરસમાં ભારતીયતાની વિરુદ્ધમાં અલગાવવાદને ખૂબ વેગ આપ્યો. આતંકવાદ અને અલગાવવાદ વિષે એકદમ સ્પષ્ટ દૃષ્ટિકોણ રાખનાર ભાજપે હુર્રિયત જેવા અલગાવવાદીઓને મહત્ત્વ આપી પોતાનું સ્પષ્ટ વલણ દાખવ્યું, સુરક્ષા બળોને આતંકવાદના ખાતમા માટે આવશ્યક છૂટ પણ આપી. ભાજપાએ બધુ કર્યું પણ મહેબૂબાની હમદર્દી સદા અલગાવવાદીઓ સાથે રહી. ગઠબંધન તોડતી વખતે ભાજપના વરિષ્ઠ નેતા રામમાધવે કહ્યું કે, ‘હવે ગઠબંધનમાં રહેવું અસંભવ થઈ ગયું હતું. દેશની એકતા અને અખંડિતતા માટે અમે સરકારને આપેલું અમારું સમર્થન પાછું ખેંચીએ છીએ.’

વાત જૂની નથી. ભાજપે સર્જિકલ સ્ટ્રાઇક જેવાં ઘણાં પગલાં ભર્યાં, પરંતુ કેન્દ્રમાં ભાજપ અને જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધનની સરકાર હોવા છતાં જમ્મુ-કાશ્મીરના મૂળભૂત પ્રશ્ર્ન બાબતે ખાસ કાંઈ કામ થયું નથી. રાજ્યમાંથી તો કલમ ૩૭૦ હટી, તો રાજ્યમાં રહેનારા લાખો લોકોના મૌલિક અધિકારોનું હનન કરતી કલમ ૩૫અ હટી, તો અમરનાથના યાત્રિકોને સુરક્ષા મળી, તો કાશ્મીરી પંડિતોનું પુનર્વસન થયું, તો જમ્મુ-કાશ્મીરમાંથી રોહિંગ્યાઓ બહાર નીકળ્યા કે તો કાશ્મીર ઘાટીમાંથી આતંકવાદ અને કટ્ટરવાદનો ખાતમો થયો. ઉપરાંત રમજાન માસ દરમિયાન શસ્ત્રવિરામ કેન્દ્ર સરકારનું પગલું પણ નિરાશાજનક સાબિત થયું.


 
 

કાશ્મીરમાં હવે સાફ-સૂફી આવશ્યક

હવે આખો મુદ્દો કેન્દ્ર સરકારના હાથમાં છે. મહેબૂબા મુફ્તી સરકારની કેન્દ્ર સાથેની અક્ષમ્ય દગાબાજીનો ત્રિવાર્ષિક અહેવાલ સંપૂર્ણપણે કદાચ બહાર આવે તો પણ કાશ્મીરનું જનજીવન થાળે પાડવાની દિશામાં હવે આરંભ થશે એવી આશા રાખી શકાય. અલગાવવાદીઓને સમર્થન આપતી કાશ્મીરની નવી પેઢી છેલ્લાં ત્રણ વરસમાં સ્વાયત્ત કાશ્મીરની માગણીથી આગળ વધીને પાકિસ્તાનપ્રેરિત-જેહાદી આતંકવાદીઓના પ્રભાવ હેઠળ આવવા લાગી. સ્કૂલ અને કોલેજના યુવાનોમાં પણ ભારત વિરુદ્ધ ઝેર ભરવામાં આવ્યું. તેઓ પણ પથ્થરબાજી કરતાં થયા. તે વાત આતંકવાદી જૂથોમાં કાશ્મીરી યુવકોની વધતી સંખ્યા જોઈ સાબિત થતી હતી. હવે તો પાકિસ્તાની સૈન્યાધિકારીઓ સાથે પણ બુરહાન જેવા યુવાનો સ્વતંત્ર સંપર્ક સ્થાપવા લાગ્યા હતા. કાશ્મીરી છોકરાઓ દ્વારા પથ્થરબાજીના છૂટાછવાયા બનાવો તો રોગનું બાહ્ય લક્ષણ માત્ર છે, પરંતુ અંદરનો મહારોગ તો ખૂબ ખતરનાક છે ! છાને ખૂણે કાશ્મીરમાં પાક-જાસૂસોએ પોલાણ શોધીને કાયમી માહિતી કેન્દ્રો ઊભાં કરી દીધેલાં છે, જેની સાફસૂફી થશે તેવી આશા રાખી. શકાય. પરંતુ સૌથી વધુ મહત્ત્વનો મુદ્દો કલમ ૩૭૦નો છે. તેની અવિલંબ નાબૂદી અનિવાર્ય છે.

કથિત બૌદ્ધિકો દ્વારા અનેક તથ્યહીન માહિતી ફેલાવાઈ છે

જમ્મુ-કાશ્મીર બાબતે અને કલમ-૩૭૦ બાબતે, અલગાવવાદી કથિત બૌદ્ધિકો દ્વારા ભૂતકાળમાં અનેક પ્રકારની તથ્યહીન માહિતી પ્રજાના મગજમાં ભરવામાં આવી છે. આજે પણ આવા દુષ્પ્રયાસો ચાલુ છે. ૩૭૦મી કલમ જમ્મુ-કાશ્મીરને અલગ સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપે છે, માહિતી પણ ખોટી છે. ખરેખર તો એક પ્રકારનું રાષ્ટ્રવિરોધી ષડયંત્ર હતું અને એને ખુલ્લું પાડવું રાષ્ટ્રના વ્યાપક હિતમાં અનિવાર્ય છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી ભારતની આઝાદીના પ્રભાતે ૧૯૪૭માં બ્રિટિશ હિતોને સાચવવા જમ્મુ-કાશ્મીરને લઈને ભ્રામક ઇતિહાસ ઊભો કરવામાં આવ્યો છે. આજે પીડીપી-બીજેપીનું ગઠબંધન તૂટતાં ફરી જમ્મુ-કાશ્મીર અને કલમ ૩૭૦ના મુદ્દે દેશભરના લોકોમાં ચર્ચા ઊઠી છે ત્યારે એના અજાણ્યા ઇતિહાસ પર નજર કરીએ...

...અને તે દિવસથી જમ્મુ-કાશ્મીર ભારતનું થઈ ગયું હતું

આઝાદી પછી ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫, જેમાં ૧૯૪૭માં સુધારો કરી કામચલાઉ બંધારણ તરીકે ભારતમાં લાગુ કરવામાં આવ્યું તેમાં આર્ટિકલ-૬માં દેશી રાજાઓના રજવાડાઓના વિલીનીકરણની પ્રક્રિયા સ્પષ્ટપણે આપવામાં આવી છે. વિલીનીકરણની પ્રક્રિયા હતી કે, દેશી રજવાડાંઓનાં રાજ્યોના રાજા ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન (ઈંક્ષતિિંીળયક્ષિં જ્ઞર ફભભયતતશજ્ઞક્ષ - ભારતીય સંઘ સાથેના જોડાણના કરાર) પર હસ્તાક્ષર કરશે. ત્યાર પછી ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયા તેના પર હસ્તાક્ષર કરશે. પ્રક્રિયા પૂર્ણ થાય એટલે થઈ ગયું વિલીનીકરણ. જમ્મુ-કાશ્મીરના મહારાજાએ ૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન પર હસ્તાક્ષર કર્યા હતા અને ૨૭ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયાએ તેના પર હસ્તાક્ષર કરી તેનો સ્વીકાર કર્યો હતો. તે દિવસે જમ્મુ-કાશ્મીર ભારતનું થઈ ગયું હતું. ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન ભારતનું હતું. કોઈ રાજાનું હતું. ગ્વાલિયર, મૈસુર, ત્રાવણકોર-કોચિન, ભોપાલ, મેવાડ સ્ટેટે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન પર હસ્તાક્ષર કર્યા હતા તેના પર જમ્મુ-કાશ્મીરના મહારાજાએ પણ હસ્તાક્ષર કર્યા હતા.

પરંતુ આઝાદી બાદ અંગ્રેજો ઇચ્છતા હતા કે, જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં ભળી જાય. જે દિવસે જમ્મુ-કાશ્મીરનું વિલીનીકરણ ભારતમાં થયું તે દિવસથી, વિલય તોડવાની ‚આત થઈ ગઈ હતી. યુનોની ડિબેટ યોજાઈ ત્યારે આપણે ભૂલ કરી કે ડિબેટમાં ચર્ચા કરવા આપણે શેખ અબ્દુલ્લાને મોકલી દીધા. જમ્મુ-કાશ્મીરનો પાકિસ્તાનમાં વિલય શક્ય નહોતો એટલે અંગ્રેજોએસ્વતંત્ર રાજ્ય જમ્મુ-કાશ્મીરનો વિચાર શેખ અબ્દુલ્લાના મનમાં રમતો મૂકી દીધો અને શેખ અબ્દુલ્લા અંગ્રેજોની ચાલમાં ફસાઈ ગયા. અંગ્રેજોએ શેખને સમજાવ્યું કે સ્વતંત્ર રહેવું હોય તો ભારતનું બંધારણ રાજ્યમાં લાગુ કરો અને આમ ને આમ ચાલવા દો.

૧૯૫૧-૫૨માં ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ. શેખ અબ્દુલ્લાની અવળી હરકતો અહીંથી શરૂ થઈ ગઈ. શેખ અબ્દુલ્લાએ લોકશાહીની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિરોધ પક્ષના બધા ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ કરી દીધા. સંદર્ભે વિરોધ કરવા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વાત કરવામાં આવી પણ કોઈએ કંઈ સાંભળ્યું. અંતે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી શેખ અબ્દુલ્લાના સાંસદો પહોંચી ગયા. સંસદનું સત્ર શરૂ થયું. પહેલા સંસદ સત્રમાં શેખ અબ્દુલ્લાએ પોતાની માંગ સંસદમાં રજૂ કરી દીધી. માંગ મુજબ હતી :

- અમને અલગ બંધારણ જોઈએ. - સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં અમે નહિ આવીએ. - જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિ નક્કી નહિ કરે. - જમ્મુ-કાશ્મીર રાજ્યનો અલગ ધ્વજ - ઇલેક્શન કમિશન, કેગ, અનામત અમને જોઈતું નથી. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી વઝીરે આઝમ કહેવાશે. વગેરે...

પંડિત નહેરુ અને શેખ અબ્દુલ્લાની રાજકીય દગાબાજી

અહીં હવે પં. નહેરુજીને લાગવા લાગ્યું કે અમે ફસાઈ ગયા. જમ્મુ-કાશ્મીરને લઈને નહેરુ સરકાર કહેતી હતી કે જમ્મુ-કાશ્મીરની જનતા અમારી પણ છે, જ્યારે બીજુ બાજુ જમ્મુ-કાશ્મીરના ચૂંટાયેલા સંસદ સભ્યો ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરવાની ના પાડતા હતા. ઘટના બાદ ૧૯૫૨માં નહેરુ-શેખ વચ્ચે કરાર થયો, જેને દિલ્હી પ્રસ્તાવ કહેવાય છે. આજે પ્રસ્તાવની સજા આખો દેશ ભોગવી રહ્યો છે. નહેરુ-શેખે દિલ્હી પ્રસ્તાવમાં કેટલીક વાતો નક્કી કરી લીધી. તેમાં નક્કી કરવામાં આવ્યું કે જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો હશે. જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ હશે. સ્થાનિક પાવર જમ્મુ-કાશ્મીર પાસે રહેશે. રાજ્યપાલને રાષ્ટ્રપતિ નોમીનેટ નહિ કરે, ભારતના બાકીના લોકોને જમ્મુ-કાશ્મીરમાં રહેવાનો કે મિલકત ધરાવવાનો અધિકાર નહિ હોય. પ્રશ્ર્ન થાય છે કે બે રાજકીય નેતાઓ ભેગા મળીને આવો પ્રસ્તાવ કરી શકે? મહત્ત્વની વાત છે કે કરાર પર બંને નેતાઓના હસ્તાક્ષર પણ નથી. નહેરુ-શેખ કરાર હસ્તાક્ષર વગરનો દસ્તાવેજ છે. શું લીગલ દસ્તાવેજ ગણાય ? સૌથી મોટી રાજકીય દગાબાજી દેશની જનતા સામે થઈ હતી.

જ્યારે પંડિત નહેરુએ શેખ અબ્દુલ્લાને વિષય પર વાતચીત કરવા માટે ડૉ. આંબેડકર પાસે મોકલ્યા ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં શેખને કહ્યું : ‘તમે એવું ઇચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે, કાશ્મીરીઓને સમગ્ર ભારતમાં સમાન અધિકાર હોય પરંતુ ભારત અને ભારતીયોને તમે કાશ્મીરમાં કોઈ અધિકાર આપવા નથી માગતા. હું ભારતનો કાયદા પ્રધાન છું અને હું મારા દેશ સાથે પ્રકારના વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીમાં જોડાઈ શકતો નથી.’

એજ રીતે સરદાર વલ્લભભાઈ પટેલે પણ નહેરુ અને અબ્દુલ્લાની ભારત વિરોધી નીતિનો વિરોધ કર્યો હતો.

કાયદેસર રીતે તો કાશ્મીર ભારતનું છે, કારણ કે ભારતનું બંધારણ બન્યું તેમાં આર્ટિકલ-૧માં ૧૫મું રાજ્ય જમ્મુ-કાશ્મીર હતું. ૧૯૫૧માં જમ્મુ-કાશ્મીરની બંધારણીય સત્તા બની. ફેબ્રુઆરી, ૧૯૫૪માં જમ્મુ-કાશ્મીરની બંધારણીય સભાએ જમ્મુ-કાશ્મીરના ભારતના વિલયને મંજૂરી આપી દીધી. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૭માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ બન્યું. તેમાં આર્ટિકલ-૩માં જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ (Sp. intergrat part) માનવામાં આવ્યું છે.

કાશ્મીરનો વિવાદ છે નહીં

કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને કાયદેસર રીતે છે, તે બધા જાણતા હોવા છતાં રાજકીય લોભ-લાલચમાં વિરોધીઓએ તેનો વિવાદ બનાવ્યો. ખરેખર તો જમ્મુ-કાશ્મીરને લઈને કોઈ વિવાદ છે નહીં માત્ર, વિરોધીઓ દ્વારા ઊભો કરવામાં આવે છે. દુનિયાના કોઈ મંચ પર, ફોરમમાં જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને પોતાનો દાવો કર્યો નથી. તે કહી શકે તેવી સ્થિતિમાં પણ નથી.

# ૧૯૪૮માં થયેલ યુનોનો ઠરાવ કહે છે કે, ભારતની જમ્મુ-કાશ્મીરમાં હાજરી ગેરકાનૂની નથી, પાકની હાજરી અહીં ગેરકાનૂની છે. આવું કહી યુનોએ પ્રશ્ર્ન કાઢી નાંખ્યો હતો અને પાકિસ્તાનને ટકોર કરી હતી કે પાકિસ્તાને પોતાની સેના અહીંથી પાછી ખેંચી લેવી જોઈએ...

# પાકિસ્તાનનું બંધારણ કહે છે કે જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં આવેલું નથી.

# પાકિસ્તાને આક્રમણ કરી કબજે કરેલ જમ્મુ-કાશ્મીરના વિસ્તારની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, બંધારણ કહે છે કે જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં આવેલું નથી.

# ભારતનું બંધારણ કહે છે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેમ છતાં આજે કાશ્મીર માટે લાખો લોકો શહીદ થઈ રહ્યા છે તે આપણું દુર્ભાગ્ય છે.


 

ધારા-૩૭૦ : ભ્રમ, સત્ય અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન

બંધારણની કલમ ૩૭૦ને લઈને હાલ દેશમાં મોટી ચર્ચા ચાલી રહી છે, પરંતુ લોકો કહે છે તેમ કલમ ૩૭૦નો અર્થ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો ક્યારેય હતો. વાસ્તવમાં ૧૯૫૧માં જ્યારે બ્રિટન અને અમેરિકા જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવામાં નિષ્ફળ નીવડ્યા તો તેઓએ જમ્મુ-કાશ્મીર એક સ્વતંત્ર દેશ હોઈ શકે તેવું નવું તૂત ચલાવ્યું, જેમાં તેમનું મુખ્ય મ્હોરું શેખ અબ્દુલ્લા હતા. તેઓએ રમત રમી ૩૭૦ની કલમનો બંધારણીય દુરુપયોગ કરી જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનાં ષડયંત્રો આરંભ્યાં.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી એટલે જનસંઘના સ્થાપક અને પ્રખર દેશભક્ત. કાશ્મીરને ૩૭૦મી કલમ સાથે જોડવાથી જમ્મુની પ્રજામાં વિરોધ હતો. ડૉ. મુખર્જી પ્રથમથી તેના વિરોધી હતા. એમાંય અબ્દુલ્લા અને નહેરુના ષડયંત્રોનો તો તેઓએ પૂરજોશમાં વિરોધ કર્યો. જમ્મુ-કાશ્મીરને લઈ ડૉ. મુખર્જી એકદમ સ્પષ્ટ હતા. તેઓએ ત્યારે કહ્યું હતું કે, ‘આપણે યુ.એન.ના ચક્કરમાં પડવાની ‚ નથી અને હંમેશા માટે યુ.એન.ના પ્રશ્ર્નને ખતમ કરી દેવો જોઈએ.’

ડૉ. મુખર્જીને જ્યારે લાગ્યું કે પ્રશ્ર્ન વાટાઘાટોથી ઉકેલાય તેમ લાગતો નથી ત્યારે તેમણે પ્રજા આંદોલનમાં સહભાગી થવા નિર્ણય કર્યો. તેમણે વખતે સૂત્ર આપ્યું કે, ‘એક દેશમેં દો વિધાન... દો નિશાન... દો પ્રધાન નહીં ચલેંગે સૂત્ર ખૂબ લોકપ્રિય બન્યું. વિરોધીઓનાં સકંજામાંથી કાશ્મીરની મુક્તિ માટે મે, ૧૯૫૩ના રોજ તેઓ ગાડી દ્વારા જમ્મુ જવા રવાના થયા. માધોપુરથી જીપકાર જમ્મુ-કાશ્મીરની હદમાં પ્રવેશતાં તત્કાલીન મુખ્યમંત્રી શેખ અબ્દુલ્લાની પોલીસે શ્યામાપ્રસાદની ધરપકડ કરી હતી. શ્રીનગરની સેન્ટ્રલ જેલ નજીક એક બંગલામાં ડૉ. મુખર્જીને ૪૦ દિવસ સુધી નજરકેદ રખાયા. સમય દરમિયાન પંડિત નહેરુ શ્રીનગર પ્રવાસે આવેલા. તેઓએ તેમની દરકાર કરી નહોતી. સંસદસભ્ય ત્રિવેદી સર્વોચ્ચ અદાલત અને કાશ્મીરની વડી અદાલતની મંજૂરી માંગીને મળવા ગયા ત્યારે ડૉ. મુખર્જીની તબિયત જોઈને ચોંકી ગયા હતા. દાક્તરી સહાય માટે રાજ્ય સરકારે ભારે બેદરકારી સેવી હતી. આખરે ૨૨ જૂનના રોજ ડૉ. મુખર્જીને શ્રીનગરની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૨૩ જૂન સવારે -૪૫ વાગ્યે મહાપુરુષનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમના મૃત્યુ અંગે પણ શંકા-કુશંકાઓ સેવાય છે. તેમનાં પુત્રી સવિતા મુખર્જીએ પિતાનું મૃત્યુ દાક્તરી ખૂન થયું હોવાનું કહ્યું હતું. ડૉ. મુખર્જી એક એવા પ્રથમ રાષ્ટ્રનેતા હતા જેમણે કાશ્મીર માટે બલિદાન આપ્યું હતું. તેમના બલિદાન બાદ કાશ્મીર જવા માટે પરવાનો લેવો પડતો તે પ્રથા પણ દૂર થઈ. દુ:ખની વાત છે કે આવા બલિદાનના વર્ષો પછી પણ સમસ્યા આપણે ઉકેલી શક્યા નથી.

ધારા ૩૭૦ - વિશે એક વાત સ્પષ્ટ રીતે જાણી લેવા જેવી છે, કે ધારા ૩૭૦ આપણા ભારતીય બંધારણની એક કલમ છે. બંધારણમાં સમય સમય પર અનેક સુધારા થયા છે તેમ ૩૭૦મી કલમમાં પણ સુધારા થઈ શકે છે ઉપરાંત જમ્મુ-કાશ્મીરને ૩૭૦મી કલમથી કોઈ સ્પેશિયલ રાજ્યનો દરજ્જો મળતો નથી. બંધારણમાં ૩૭૦ની કલમનું શીર્ષક શું છે ? શીર્ષક છે, ‘ટેમ્પરરી પ્રોવિઝન ફોર ધી સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીરકામચલાઉ ધોરણે કલમ લગાડવામાં આવી હતી. તો પછી પ્રશ્ર્ન થાય કે આજે ૭૧ વર્ષ પછી પણ ટેમ્પરરી કલમ ૩૭૦ દૂર કેમ થઈ નથી ? ૩૭૦ના નામે આપણા દેશમાં એક ખૂબ મોટી રાજકીય દગાબાજી થઈ છે. તત્કાલીન પ્રધાનમંત્રી પં. નહેરુજીની અક્ષમ્ય ભૂલોના કારણે કાશ્મીરની સમસ્યા સર્જાઈ છે.

કલમ ૩૫ () લાખો લોકોને બેઘર કરતી કલમ...

બંધારણમાં ૩૭૦ પછી ૩૫-એની કલમ ઉમેરવામાં આવી. ધારા અંતર્ગત ભારતના કયા નાગરિકો જમ્મુ-કાશ્મીરના નાગરિકો હશે ? તેની પરિભાષા નક્કી કરવાની સત્તા જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને આપવામાં આવી.

આથી જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં નક્કી કરવામાં આવ્યું કે ૧૪ મે, ૧૯૪૪ સુધી જમ્મુ-કાશ્મીરમાં જે લોકો રહેતા હતા તે અને તેમના સંતાનોને અહીંના સ્થાયી નિવાસી માનવામાં આવશે.

આવા અધિકાર જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને કોણે આપ્યા ? તત્કાલીન રાષ્ટ્રપતિએ. શું રાષ્ટ્રપતિ પાસે આવો અધિકાર આપવાની સત્તા છે ? શું રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારો કરી શકે ? શું ભારતના રાષ્ટ્રપતિ દેશના નાગરિકોને બે અલગ ભાગમાં રીતે વહેંચી શકે ?

રાષ્ટ્રપતિના ૧૯૫૪ના અધ્યાદેશ સીધી રીતે ભારતીય સંસદનો પાવર ઓછો કરી દીધો. ભારતીય સંસદમાં બનેલો કોઈ કાયદો જમ્મુ-કાશ્મીરમાં ત્યાંની વિધાનસભાની મંજૂરી વિના જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરી શકાશે નહિ. કરારે જમ્મુ-કાશ્મીરના લાખો લોકોને દેશથી વિભાજિત કરી દીધા. બધું ૩૭૦ની કલમની આડમાં થયું.

આનું પરિણામ શું આવ્યું ? પણ જાણવા જેવું છે. આજે જમ્મુ-કાશ્મીરના લાખો લોકો કલમ ૩૭૦ના કારણે પીડિત છે. લાખો કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું અને આજેય હિન્દુઓ તકલીફમાં છે.

૩૭૦મી કલમની આડમાં જમ્મુ-કાશ્મીરમાં ૫૦-૬૦ પરિવારો રાજ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરને તેઓ લૂંટી રહ્યા છે. અહીં પરિવારને પસંદ હોય તેવા કાયદા લાગુ કરવામાં આવે છે. દા.., ભારતીય બંધારણમાંસેક્યુલરિઝમશબ્દ ઉમેરાયો પણ જમ્મુ-કાશ્મીરના સત્તાધારી પરિવારોએ સેક્યુલરિઝમશબ્દ સ્વીકાર્યો નહિ. વિધાનસભા વર્ષની જગ્યાએ વર્ષની કરવામાં આવી. ફાયદો થતો હોય ત્યારે બંધારણીય સુધારો તરત અહીં લાગુ કરવામાં આવે છે. આજે બધાં રાજ્યોની વિધાનસભાનો સમય પાંચ વર્ષનો હોય છે. જમ્મુ-કાશ્મીરમાં હજી વર્ષની મુદતવાળી વિધાનસભા છે.

કોંગ્રેસી નેતાઓ પાકિસ્તાની એજન્ટ જેમ વર્તી રહ્યા છે

જમ્મુ-કાશ્મીરની ઘટના બાદ કોંગ્રેસી નેતા સૈફુદ્દીન સોઝે લવારો કર્યો કે, ‘કાશ્મીરના લોકોને પસંદગીની તક અપાય તો લોકો ભારત કે પાકિસ્તાનના બદલે આઝાદ થવાનું પસંદ કરે.’ વાત તેમણે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની જૂની વાતમાં સૂર પુરાવતાં કહી છે. સોઝે કટાણે મંદમતિ જેવું જ્ઞાન ઠાલવ્યું એની પાછળ એમના બે સ્વાર્થ છે. એક તો આવું કહીને તેઓ પાકિસ્તાની અને અલગાવવાદીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ છતો કરવા માંગે છે અને બીજું, આવતા અઠવાડિયે તેમનું પુસ્તકકાશ્મીર : ગ્લિમ્પસીસ ઓફ હિસ્ટરી એન્ડ અનટોલ્ડ સ્ટોરી ઓફ સ્ટ્રગલપ્રકાશિત થવાનું છે. તેનો પ્રચાર-પ્રસાર તેઓ કરવા માંગે છે. સોઝ આટલેથી અટક્યા નથી, તેઓએ એવી પણ માંગ કરી કે જો જમ્મુ-કાશ્મીરમાં અમન અને ચેન જોઈતાં હોય તો કેન્દ્ર સરકાર અલગાવવાદી હુર્રિયતના નેતાઓ સાથે પણ વાત કરે. સોઝની માનસિકતા એેટલી હલકી કક્ષાની છે કે તેઓ દેશવિરોધી હુર્રિયતના નેતાઓને સાથે રાખીને દેશનું અહિત કરવા માંગે છે. આખો દેશ જાણે છે કે, પાકિસ્તાની દલાલોમાં હુર્રિયતની કોન્ફરન્સ મોખરે છે અને કાશ્મીરમાં તોફાનો કરાવવા હુર્રિયતના નેતાઓએ પોતાના જેવા બીજા પાકિસ્તાની પીઠ્ઠુઓને ભેગા કરીને જોઈન્ટ રેઝસ્ટન્સ લીડરશીપ (જેઆરએલ)ના નામે તૂત ઊભું કરી દીધું છે. સંગઠન કાશ્મીરમાં ભારતીય લશ્કર નિર્દોષ નાગરિકોને મારે છે એવો પાયાવિહોણો આક્ષેપ મૂકીને ત્યાંની પ્રજાને ભડકાવે છે, બંધના એલાન અને તોફાનો કરાવે છે. નેતાઓ પથ્થરબાજીના ધંધા કરાવે છે અને આતંકીઓને પોષે છે.

સોઝે નવા નિવેદનમાં ફરી પાયાવિહોણી વાત કરતાં એમ પણ કહ્યું કે, ‘સરદાર કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા માંગતા હતા, પણ જવાહરલાલ નહેરુ તેની તરફેણમાં નહોતા. સોઝેમાં ભારતના ઇતિહાસનાં જ્ઞાનનો અભાવ લાગે છે. દુનિયા જાણે છે કે, કાશ્મીરની સમસ્યા જવાહરલાલ નહેરુના સત્તાસ્વાર્થને કારણે ઊભી થઈ છે. ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે મહારાજા હરિસિંહે સરકારનો સંપર્ક સાધી વલ્લભભાઈ પટેલની મુત્સદ્દીગીરીથી જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું, પણ નહેરુની આડોડાઈને કારણે બધું અટકી ગયુ.

આપણા સિદ્ધહસ્ત સાહિત્યકાર ચિંતક ચંદ્રકાન્ત બક્ષીએ વરસો પહેલાં કાશ્મીર વિશે લખેલા એક લેખમાં નોંધ્યું છે કે, ‘કાશ્મીર સમસ્યા આજે જેટલી જટીલ બની છે તેટલી જટિલ સરદાર હોત તો કદાચ ના બનત. પણ કાશ્મીર રહી ગયું, કારણ કે કાશ્મીર પ્રધાનમંત્રી જવાહરલાલ નેહેરુનો વિષય હતો. નહેરુ કાશ્મીરી પંડિત હતા પણ એક કારણ હતું..... સરદારે ૧૯૪૭ના જુલાઈમાં કાશ્મીરના મહારાજાને સૂચન કર્યુ હતું કે હિન્દુસ્થાનમાં જોડાઈ જાઓ. પણ સપ્ટેમ્બરમાં જોડાવાની મહારાજાની ઓફરનો નહેરુએ અસ્વીકાર કર્યો.... કારણ કે નહેરુને તેમના મિત્ર અબ્દુલ્લાની મુક્તિ વધારે મહત્ત્વની લાગતી હતી.’ ઇતિહાસ ખૂબ લાંબો છે. સોઝનું દેશવિરોધી દિમાગ કદાચ સમજવા તૈયાર નથી.

સોઝની વિચારધારા ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી છે એનું એક કારણ છે. તેઓ મૂળ અબ્દુલ્લા ખાનદાનની બાપીકી પેઢી જેવી નેશનલ કોન્ફરન્સની પેદાશ છે. કાશ્મીરમાં અબ્દુલ્લાખાનનો સૂરજ તપતો હતો ત્યારે સોઝનો તેમની સાથે ખૂબ ઘરોબો હતો. અબદુલ્લાએ ખુશ થઈને તેમને સ્ટેટ બોર્ડ ફોર એજ્યુકેશનના સેક્રેટરી બનાવેલા. એટલે કોંગ્રેસ દેશ સાથે નમકહરામી કરીને વિરોધીઓની નમકહલાલી કરી રહ્યા છે.

પાકિસ્તાનીઓની વિચારધારાને સપોર્ટ કરનારા એકલા નથી. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પણ સોઝના નિવેદનને સપોર્ટ કર્યો છે. એટલું નહીં તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતીય સેનાના અભિયાનોમાં આતંકીઓ કરતાં વધારે તો આમ આદમી માર્યા છે.’ મહાશયનું ઇતિહાસજ્ઞાન પણ અલ્પ અને એકતરફી વિચારોથી ઘેરાયેલું લાગે છે. આમ આદમીઓ મરે છે આંતકીઓના હુમલાઓમાં, જ્યારે આર્મી દ્વારા ઓપરેશનમાં આતંકીઓનો ખાત્મો બોલે છે. આમ આદમીને ઊની આંચ ના આવે એટલા માટે તો આર્મીમેન પોતે સહન કરતા હોય છે અને શહીદી વહોરતાં અચકાતા નથી. સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલનો રિપોર્ટ કહે છે કે આતંકવાદીઓ કાશ્મીરીને મારે તો સામે સૈન્ય આતંકવાદીઓને મારે છે. છેલ્લાં બે વર્ષની વાત કરીએ તો ૧૪ સામાન્ય નાગરિકો આતંકી હુમલામાં માર્યા ગયા છે, જ્યારે સૈન્યએ ૧૬૫ આંતકીઓને ઠાર માર્યા છે.

ગુલામ નબીનો આતંકીપ્રેમ તો એનાથીયે આગળ વધીને એમ કહે છે કે, ‘આતંકવાદીઓના માનવઅધિકારનું રક્ષણ થવું જોઈએ.’ આવું કહીને ગુલામ નબી ખુદ કાશ્મીરી પથ્થરબાજ નીકળ્યા, તેમણે સેનાના સ્વાભિમાન પર આક્ષેપનો પથ્થર ફેંકી તેમનું અપમાન કર્યું છે. મિયાં ગુલાબ નબીને એટલું પુછવાનું કે, જે માનવહત્યા કરતા હોય એને વળી કયો માનવઅધિકાર આપવા માંગો છો તમે ? એમને એટલું પૂછવાનું કે તમે કયા નાગરિકોના અધિકારોની વાત કરી રહ્યા છો ? કાશ્મીરની નિર્દોષ પ્રજા અને સુરક્ષાબળો પર પથ્થર ફેંકનારા ૧૧ હજાર આતંકીઓના અધિકારની ? કાયદાને કારણે બંધાયેલા હાથે ફરજ બજાવતા આપણા લશ્કરી જવાનોને એલફેલ ગાળો દેનારા, મારનારા આતંકવાદીરૂપી કથિત નાગરિકોના અધિકારોની ? પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારા નાગરિકના અધિકારોની કે પછી આપણા જવાનોનાં માથાં કાપીને લઈ જનારા આંતકીઓના અધિકારોની ? જરા જવાબ આપો ગુલામ નબી સાહેબ ? કોંગ્રેસે બધાનાં નિવેદનોથી છેડો ફાડી નાંખવાનું તરકટ કર્યું છે. પણ પ્રજા સમજે છે કે કોંગ્રેસની ખરી માનસિકતા કેવી છે. કોંગ્રેસીઓ આતંકીઓના પરોક્ષ ટેકામાં હોય તેવુ સ્પષ્ટ જણાઈ આવે છે.

સંઘે શું કહ્યું હતું ?

માર્ચ, ૧૯૯૦માં રા. સ્વ. સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળી હતી. જેમાં કાશ્મીર સમસ્યા પર એક પ્રસ્તાવ પારિત થયો હતો. પ્રસ્તાવમાં ભારત સરકાર પાસે જમ્મુ-કાશ્મીર બાબતે વિવિધ માંગ કરવામાં આવી હતી તે નીચે મુજબ છે...

. દેશની સરહદોને અભેદ્ય બનાવવા અને દુશ્મનોને પરાસ્ત કરી માતૃભૂમિને બચાવવા માટે સેનાને પણ ‚રિયાત મુજબના પગલા ભરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે.

. સરહદી વિસ્તારમાં સેવા નિવૃત્ત સૈનિકોને વસાવવામાં આવે અને તેમને વ્યવસાયિક તેમજ સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરવામાં આવે.

. ઘાટીમાંથી વિસ્થાપિત થયેલા હિન્દુઓને તેમના વિસ્તારમાં પરત વસાવવામાં આવે અને તેમને થયેલા નુકસાનની પૂર્તિની વ્યવસ્થા કરવામાં આવે. તેમને વ્યવસાયિક સુવિધાઓની સાથે સુરક્ષા આપવામાં આવે અને જ્યાં સુધી વ્યવસ્થાઓ સંભવ ના હોય ત્યાં સુધી તેમને સંપૂર્ણ આત્મીયતા અને સન્માન સાથે રાહત શિબિરોમાં રાખવામાં આવે.

સભા સમસ્ત દેશવાસીઓને અને વિશેષ કરીને સંઘ સ્વયંસેવકોને આહ્વાન કરે છે કે ઘાટીમાંથી વિસ્થાપિત થયેલા હિન્દુઓના પુનર્વસન માટે તમામ જરૂરી પગલા ઉઠાવે અને કાશ્મીર ઘાટીમાં પાકિસ્તાની અને અલગાવવાદી તત્ત્વોને અલગ-થલગ કરી તેમને નિયંત્રિત કરવામાં સરકારને પૂર્ણ સહકાર આપે.

કેન્દ્ર સરકાર પાસે જનતાની અપેક્ષા છે..

પીડીપી સાથે છેડો ફાટતાં કેન્દ્ર સરકાર દ્વારા સેનાને છૂટ મળી છે અને સેનાએ અનેક આતંકીઓને ઠાર માર્યા છે વાતને જનતાએ બિરદાવી છે. કેન્દ્ર સરકાર પાસેથી દેશની જનતાની અપેક્ષા હજુ પણ ઘણી વધારે છે, કારણ કે જનતા હવે વરસો જૂના પ્રશ્ર્નનો નિકાલ ઇચ્છે છે. દેશની ઘણી માતાઓએ કાશ્મીરના વિવાદના માટે દૂધમલ જવાનોનાં માથાં શ્રીફળ જેમ વધેર્યાં. અનેક કાશ્મીરી પંડિતોએ પીડા સહન કરી, સેનાના અનેક જવાનોએ અલગાવવાદીઓની ગાળો ખાધી, માર ખાધો અને અપમાન પણ સહન કર્યું. પણ બધાને લાગે છે કે હવે બહુ થયું. ૭૧ વર્ષથી માત્ર સમય વહી રહ્યો છે, સમસ્યા હલ નથી થતી. કેન્દ્રમાં રાષ્ટ્રહિત ધરાવતો પક્ષ સત્તામાં હોય ત્યારે તો આનો ફેંસલો આવવો જોઈએ. તેવો લોકમત પ્રગટ થઈ રહ્યો છે.

જનતા ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર હવે તાત્કાલિક ધોરણે કલમ ૩૭૦ને દૂર કરવા માટે ‚રી એવાં તમામ પગલાં લેવાં જોઈએ. લશ્કરને સંપૂર્ણ છૂટ આપી દેવી જોઈએ, આતંકીઓને પનાહ આપનારા, આતંકીઓ પોતે, પથ્થરબાજો, દૂધ પીને ઊછરેલા સાપોલિયાં જેવાં તમામ રાષ્ટ્રવિરોધી તત્વોને વીણી વીણીને સાફ કરવાં જોઈએ. પાકિસ્તાનના એજન્ટોની બોલતી ગમે તે રીતે બંધ કરવી જોઈએ. કેન્દ્ર સરકારના હાથમાં અત્યારે સત્તા છે. એક દેશમેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન, નહિં ચલેંગે... નહિં ચલેંગે... સપનું સાકાર થવાની ઘડી આવી ગઈ છે. માટે સમગ્ર રાષ્ટ્રના નાગરિકો, વિપક્ષો સહુ એકમત અને એકજૂટ થઈને સરકારને સાથ આપે. સરકાર અને સમાજ સાથે મળીને વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ કરી ભારતની અખંડિતતા પર મહોર લગાવીએ.