આ ઉનાળામાં ગુજરાતના ત્રણ જોવા, માણવા જેવા જળધોધ

    ૦૫-જૂન-૨૦૧૮

 
 
ગુજરાત પાસે પ્રકૃતિનો ખજાનો છે. આમ તો ગુજરાતમાં અનેક જગ્યાએ જળધોધ છે, પણ આજે અહિં કેટલાંક ઓછા જાણીતો ધોધની વાત કરવી છે. આ એવા ધોધ છે જે છે તો મજાના પણ અહિં આવે છે ખૂબ ઓછા લોકો. અને ઓછા લોકો હોવાથી આ ધોધ માણવા જેવા છે. સગવડ ઓછી છે પણ એકવાર આ ઉનાળામાં અહિં જઇ આવો. વોટર પાર્ક કરતા વધારએ મજા આવશે એ વાત નક્કી. અને સ્વચ્છ પાણે મળશે એ લટકાનું!
 

 
 
 
ગિરા જળ-ધોધ
 
સાપુતારા હિલ સ્ટેશન નજીક આવેલો ગિરાનો આ અત્યંત સુંદર એવો મોસમી ધોધ આ જિલ્લાનાં સૌથી નયનરમ્ય દ્શ્યોમાંનો એક છે. વધઈ શહેરતી 3 કિ.મી. દૂર આવેલો ગિરા જળધોધ અંબિકા નદીમાં 30 મીટરની ઊંચાઈથી પ્રાકૃતિક રીતે પડે છે. તે સામાન્ય જનતા માટે ખુલ્લું છે અને જીપ થકી ત્યાં પહોંચી શકાય છે.
 
કેવી રીતે પહોંચશો
 
સડક માર્ગે : અહીંથી વધઈ શહેર 51 કિ.મી. દૂર આવેલું છે. અમદાવાદ : 409 કિ.મી., સુરત : 164 કિ.મી., મુંબઈ : 250 કિ.મી., વડોદરા : 309 કિ.મી.
 
રેલ માર્ગે : પશ્ર્ચિમ રેલવેના બિલિમોરા-વધઈ નેરો ગેજ વિભાગ પર અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન વધઈ છે. ગુજરાતમાંથી સુરત થઈને અથવા અમદાવાદ થઈને આવનારાઓ માટે કે મુંબઈથી આવનારાઓ માટે પણ, બિલિમોરા એ સૌથી સગવડભર્યું રેલવે મથક છે, અને અહીંથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે.
 
હવાઈ માર્ગ : અહીંથી સૌથી નજીકનું વિમાનમથક વડોદરા છે. 309 કિ.મી. દૂર છે.
 
 

 
 
 
નીનાઈ જળધોધ
 
નર્મદા નજીકના ડેડિયાપાડા જંગલ વિસ્તારનાં સુંદર જંગલોમાં તમને નીનાઈનો ધોધ અને શૂલપાણેશ્ર્વર વન્યજીવન અભયારણ્ય જોવા મળશે. ખાસ કરીને ચોમાસાની મોસમ પછી, જ્યારે સમગ્ર વિસ્તાર લીલોછમ હોય છે ત્યારે અહીં અત્યંત સુંદર આરોહણ અને કેમ્પિંગના વિકલ્પો પ્રાપ્ય છે. ‘પર્યાવરણીય’ સ્થળ તરીકે વિકસાવાઈ રહેલા આ વિસ્તારના મુલાકાતી તરીકે તમને એ સમજવાની તક મળશે કે તમારી આ મુલાકાતની સારી અસર કઈ રીતે થાય (કેમ કે કેટલીક અસર અનિવાર્ય હોય છે), અને તમે જે કંઈ શીખો તે તમારા માટે કે દુનિયાભરના જૈવિક વૈવિધ્ય ધરાવતા વિસ્તારો માટે સંભવિતપણે સારી અસર ઉપજાવનારું પણ હોઈ શકે છે.
 
અહીં કેવી રીતે પહોંચશો?
 
નર્મદા નદી, નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશતી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
 
વાહન માર્ગ : ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
 
રેલવે દ્વારા : ભરૂચ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારા : સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.
 

 
 
 
હાથણી માતાનો ધોધ અને રતનમહાલનો ધોધ
 
લંબાઈની બાબતમાં મધ્ય ગુજરાતમાં જાંબુઘોડાથી હાલોલના પટ્ટામાં આવેલો હાથણી માતાનો ધોધ વિખ્યાત છે. આ ધોધ તેની સિઝનમાં થોકબંધ પ્રવાસીઓને આકર્ષે છે. મહદ્અંશે મધ્ય ગુજરાતમાંથી પ્રવાસીઓ આવતા હોય છે.
ગુજરાતનો અતિ અલ્પ ખેડાયેલો અને બહુ જ ઓછા લોકોની નજરે ચડતો એક અન્ય ઊંચો અને સ્નાન પણ કરી શકાય તેવો ધોધ પૂર્વના આદિવાસી પટ્ટામાં આવેલો રતનમહાલના જંગલનો ધોધ છે. આ ધોધના સ્થળે પહોંચવા માટે ડુંગરાઓમાં ઘણું પરિભ્રમણ કરવું પડે છે અને ત્યાં સુધી માત્ર ટ્રેકિંગના રસિયાઓ જ સામાન્ય રીતે પહોંચતા હોય છે. નર્મદા અને અન્ય ડેમ પરથી ઓવરફ્લો થતું પાણી એક રીતે કૃત્રિમ ધોધ જેવું જ હોય છે, જેને જોવા માટે પ્રવાસીઓની ભીડ જામે છે, પરંતુ ગુજરાતના નાના મોટા અનેક કુદરતી ધોધ પણ ચોમાસાથી શિયાળાના મધ્ય સુધીની સિઝનમાં પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. વડોદરા ખાતે આવેલું છે.