NEET: ગુજરાતના 7 વિદ્યાર્થીએ ટોપ 50માં સ્થાન મેળવ્યું

    ૦૫-જૂન-૨૦૧૮

 
સેન્ટ્રલ બોર્ડ દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ (નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)નું પરિણામ જાહેર કરી દેવાયું છે.  ટોપ ૧૦૦માં ૧૦થી વધારે વિદ્યાર્થી હોવાની શક્યતા છે. નીટના પરિણામના આધારે હવે દરેક રાજ્યોમાં મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૧૩,૨૬,૭૨૫ વિદ્યાર્થી નોંધાયા હતા. જે પૈકી ૧૨,૬૯,૯૨૨ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૭,૧૪,૫૬૨ વિદ્યાર્થી ક્વૉલિફાઇ થયા છે. ગુજરાતમાંથી ૩૨,૬૨૫ વિદ્યાર્થી નીટ પાસ કરવામાં સફળ રહ્યા છે..