ઉત્તર પ્રદેશમાં શ્રીરામ બાદ લક્ષ્મણજીની મૂર્તિનો વિરોધ

    ૧૨-જુલાઇ-૨૦૧૮

 
 
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને લક્ષ્મણપુરીના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં સ્થિત ‘ટીલેવાલી મસ્જિદ’ પાસે એક ખાલી મેદાન છે. અહીંના નગર નિગમના રેકોર્ડમાં પણ ટીલેવાલી મસ્જિદ પાસે ‘લક્ષ્મણ ટીલા’નો ઉલ્લેખ છે. તાજેતરમાં જ લખનઉ નગર નિગમ દ્વારા આ મેદાન પર લક્ષ્મણજીની પ્રતિમા લગાવવાનો પ્રસ્તાવ લવાતાં મુસ્લિમો મૌલાનાઓ ભડક્યા છે. ટીલેવાલી મસ્જિદના શાહી ઈમામે આનો વિરોધ કરતાં કહ્યું છે કે, મસ્જિદ પાસે મૂર્તિ લગાવી તો નમાઝીઓને પરેશાની થશે અને મુસ્લિમો તેનો વિરોધ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રાચીન કાળમાં લખનઉ કૌશલ રાજ્યનો એક ભાગ હતું. કૌશલ રાજ્યને ભગવાન શ્રીરામે પોતાના ભાઈ લક્ષ્મણને આપી દીધું હતું. આ જ કારણે તે લક્ષ્મણપુરી, લખનપુર કે લક્ષ્મણાવતી તરીકે ઓળખાતું હતું. બાદમાં તે લખનઉ તરીકે ઓળખાવા લાગ્યું, પરંતુ મુસ્લિમો હવે લક્ષ્મણના રાજ્યમાં જ તેમની પ્રતિમા લગાવવાનો વિરોધ કરી રહ્યા છે.