કચ્છીઓનું નવું વર્ષ : અષાઢી બીજના દિવસે ભુજીયાને કાંગરેથી... કચ્છનો ઇતિહાસ…

    ૧૪-જુલાઇ-૨૦૧૮



આપણાં શાસ્ત્ર પુરાણોએ કચ્છને પુરાતન પ્રદેશ કહ્યો છે. એટલે સત્ય યુગથી ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલીયુગ સુધીમાં અનેક કક્ષાએ વર્ણવાયો છે. ભગવાન વિષ્ણુજીના દસ અવતારો મનાય છે, જેમાં કચ્છાવતાર એટલે કુર્મ કચ્છમાં થયો એવી માન્યતા છે.

નારદમુનિની વીણાના સ્વરો ભૂમિમાં ગુંજતા. સનકાદિક ઋષિનો અહીં ત્યારે આશ્રમ હતો. ભૃગુ ઋષિને મળવાને ભગવાન રામચંદ્રજી ભૂમિમાં દર્શને આવેલા. નખત્રાણા-અબડાસાના ત્રિભેટે-રામવાડીની સ્થાપના કરીને આશાપુરાજીનાં દર્શન થતાં પ્રથમ મંદિર ચણાવ્યું. વનવાસ બાદ અહીં માની છડી ઉપાડી મકરાનમાં મા હિંગલાજજી કે જેઓ એકાવન માની પીઠોમાં પ્રથમ પીઠ ગણાય છે ત્યાં જવાની માનતા કરેલી. ત્રેતાયુગની વાર્તા બાદ દ્વાપરયુગમાં વિરાટનગરી (ગડા)માં પાંડવોએ ગુપ્ત વેશે મજરી ચડાવેલી.

કચ્છમાં વિવિધ પ્રજાઓ

કચ્છના ઇતિહાસની વાત કરીએ ત્યારે પહેલાં વેદકાળ આવે. ત્યારબાદ ક્ષત્રપો, હૂણો, દ્રવિડો, પણીઓ, કાઠીઓની વસાહતો કચ્છમાં દેખા દે છે. ત્યારબાદ ચાવડાઓ, પરમારો, અબડાઓ, સોલંકીઓ, વાઘેલાઓ, સમાઓના કાળ નજરે પડે અને પછી જતાં જાડેજાઓ તે આઝાદી મળ્યા સુધીમાં. ક્ષત્રપો મધ્યકચ્છમાં તો પણીઓ પશ્ર્ચિમ કચ્છમાં દેખા દે ને કાઠીઓ, ચાવડાઓ પાટગઢથી ભદ્રેશ્ર્વર અને અબડાસાથી પૂર્વકચ્છ સુધી સાતમી સદીમાં ચાવડાઓ, સાંગો (પરમાર કે સોલંકી) અને કાઠીઓનો યુગ પૂરો થાય તો તેરમી સદીમાં અબડાઓને એમ કચ્છમાં કંઈક પ્રજાઓ દેખાય.


 
 

કાળનાં કચ્છનાં કલામંદિરો

છઠ્ઠા-સાતમા સૈકામાં ગુજરાત પર સોલંકી શાસન ચાલુ હતું. પાટણની રાણકીવાવ, સિદ્ધપુરનો રુદ્રમાળ વગેરે સ્થાપત્યો રચાયાં હતાં તો કચ્છને ગુજરાતનો પણ ગાઢ વ્યવહાર હતો. કચ્છમાં કંથકોટ વાગડ, હબાય પાસેનાં પંચદેવનાં મંદિરો, કેરાનું લાખેશ્ર્વર, મંજલ પાસેનું પૂંઅરેશ્ર્વર એવાં સ્થાપત્યો રચાઈ ચૂક્યાં હતાં કચ્છમાં સમા આવ્યાથી પહેલાં. ૧૯૭૩માં કચ્છમાં ભરાયેલ ગુજરાત ઇતિહાસ પરિષદના ગુજરાત-ભરના પુરાતત્ત્વ વિષયના જાણકાર શ્રી કે. કા. શાસ્ત્રી, મણીભાઈ વોરા, રમણભાઈ મહેતા, ચંદ્ર પરમાર વગેરેએ પ્રતિપાદિત કર્યું કે કચ્છના કંથકોટ અને અણગોરગઢ પાસેનું કોટાયનું વિલીન થયેલ સૂર્યમંદિર તથા કેરા, પૂંઅરેશ્ર્વર, ભૂવડેશ્ર્વર ને કોટાયનું હાલનું મંદિર સોલંકી કાળની છડી પુકારનારાં છે; સમાઓએ નથી બંધાવ્યાં. તેમણે તો માત્ર કિલ્લાઓ રચ્યા છે. અને અંજારનું ભદ્રેશ્ર્વર તો દસમી, અગિયારમી સદીનું છે. ભદ્રેશ્ર્વરથી દોકડાવાવ બારમી સદી કહી જાય છે. કક્ષાએ કચ્છ સ્થાપત્યસભર પ્રદેશ છે. કચ્છનાં કેટલાંક આખાં મંદિરોને કેરા, પૂંઅરેશ્ર્વર, ભૂવડેશ્ર્વર વગેરેને ૧૮૧૯નો વિનાશક ભૂકંપ ભરખી ગયો છે. પણ પ્રતીક રૂપે કેરાનું અર્ધ મંદિર, કોટાયનું શિવ મંદિર, શરદબાગની કોટાય પ્રતિકૃતિ, કેરાના કિલ્લાનું તોરણ, ચાર થંભી, દાખલા રૂપ છે. જો એમને પણ સાચવવામાં નહિ આવે તો કાળ ભરખી જશે. માત્ર એટલું બસ નથી, ‘રક્ષિત ઇમારતછે. આના માટે પૂર્ણ રક્ષણની આવશ્યકતા છે.

બૃહદ મુંબઈ રાજ્ય

પછી તા. -૧૧-૧૯૫૬ના બૃહદ મુંબઈ રાજ્યની રચના કરાતાં કચ્છનોવર્ગના રાજ્યનો દરજ્જો મિટાવીને તેનો બૃહદ મુંબઈ રાજ્યમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સમાવેશ કરાયો. કચ્છને મુંબઈ વિધાનસભામાં આઠ અને વિધાન પરિષદ માટે એક બેઠક ફાળવવામાં આવી. રાજ્યનું મુખ્ય મથક મુંબઈ હોવાથી ભૌગોલિક રીતે કચ્છ અટૂલું પડી જતું હતું. તેના પ્રશ્ર્નો ઉકેલવામાં અનેક અડચણો પડતી હતી, પરંતુ દરમિયાન મહા ગુજરાતના આંદોલનનો આરંભ થયો અને તેને સફળતા મળતાં મુંબઈથી ગુજરાત વિખૂટું પડ્યું અને ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી. કચ્છનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો.

ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો

તા. --૧૯૬૦થી મુંબઈથી જુદા ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી અને કચ્છનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો અને કચ્છ ગુજરાત રાજ્યના એક જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો અને ત્યારથી કચ્છ પોતાની એક જુદી સંસ્કૃતિ જાળવીને પણ ગુજરાતના એક ભાગ તરીકે એક જિલ્લા તરીકે રહ્યું છે.

 

 
 

કચ્છીઓનું નવું વર્ષ : અષાઢી બીજ

કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ. ખેડૂતો નવા પાકનું વાવેતર કરતા હોય, આકાશ પોતાની ભુજાઓ પસારી અપાર પ્રેમ રૂપી વરસાદ વરસાવતો હોય, જમીનની સુવાસ ફેલાયેલી હોય ત્યારે આવે છે અષાઢી બીજનો તહેવાર. કચ્છના ઇતિહાસમાં અષાઢી બીજ અત્યંત મહત્ત્વ દાખવે છે. જેની શરૂઆત સાથે ઐતિહાસિકથી લોકમુખે ચર્ચાતી અનેક વાતો પ્રસિદ્ધ થાય છે. ખેંગારજી પહેલાએ કચ્છ રાજ્યની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ ના રોજ કરી એવી વાયકા હતી.

કચ્છના ઇતિહાસમાં અનેક વિચારવંતો થઈ ગયા, જેમાંથી એક હતો કેરાકોટમાં રાજધાની ફેરવી નાંખનાર જામ લાખો ફુલાણી. તેને વિચાર આવ્યો કે વિશ્ર્વનો અંત શું છે? દુનિયા ક્યાં પૂરી થતી હશે? રહસ્યોનો તાગ મેળવવા જામ લાખો ફુલાણી પોતાના અમુક સાહસિકોને લઈ સફરે નીકળ્યા. પ્રયાસ લોકોમાંસૂરજની...’ના નામે જાણીતો થતો. જામ લાખાનો દુનિયાનો અંત જાણવાનો પ્રયાસ કહે છે કે સફળ ના થયો અને અમુક સમય બાદ તે પરત ફર્યો ત્યારે અષાઢ મહિનો હતો, કચ્છની ધીંગી ધરાએ લીલી ચાદર ઓઢેલી હતી. મંદ મંદ ઠંડી હવાઓ વાતી હતી અને ત્યારે જ્યારે પોતાની ધરતીને રૂપમાં જોઈ જામા લાખા ફુલાણી અત્યંત આનંદિત થયા અને અષાઢી બીજને કચ્છના નવા વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરી, સમગ્ર કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઊજવવાનાં ફરમાન જાહેર થયાં.

સાથે શરૂઆત થયેલી ઉજવણીએ બાદ સમગ્ર પંથકમાં કાયમ રહી, અષાઢી બીજના નગરજનો કચ્છના રાજાને શુભેચ્છાઓ પાઠવવા આવતા. ત્યારે દરબાર કચેરીઓ ભરાતી અને કચ્છ રાજ્યના નામાંકિતોનું સન્માન કરાતું. અંદાજે આઠસો વર્ષ પૂર્વે શરૂ થયેલી ઉજવણી આજે પણ કાયમ છે. આજનો દિવસ અત્યંત શુભ અને સપરમો માનવામાં આવે છે.