આ તે કેવી અંધ્ધશ્રદ્ધા.......? આ તે કેવી શ્રદ્ધા ?!! ગજબ છે કે અજબ છે!!!

    ૨૩-જુલાઇ-૨૦૧૮

 
 
ચાણસ્માથી બેચરાજી જવાના રોડ પર વડાવલીથી આગળ મણીપુર રોડ પર થોડા આગળ વધો એટલે એક ઝાડ જોવા મળે. આ ઝાડ તો જેવું હોય તેવું જ છે પણ આ ઝાડની નીચે તમને ફોટામાં દેખાય છે તેવી પાણીની બોટલનો ઢગલો અને પાણીના પાઉચનો ઢગલો જોવા મળે. આપણને લાગે કે અહિં આ પાણી યાત્રીઓ માટે સેવાભાવે મૂકવામાં આવ્યું હશે. અથવા આજુ બાજુના કોઇ વેપારી પાસે જગ્યા નહિ હોય એટલે આ પાણીની બોટલનો ખડકલો આહિં ઝાડ નીચે થોડીવાર માટે મૂક્યો હશે. પણ એવું જરાય નથી. ઝાડમાં ટાંગવામાં આવેલી ચૂદડી અને બીજું બધું જુવો એટલે ખ્યાલ આવી જાય કે આતો લોકોની શ્રદ્ધા નો વિષય લાગે છે. અને એવું જ છે. અને જ્યા શ્રદ્ધાનો વિષય હોય ત્યાં લોકો પર છોડી દેવું જોઇએ. જેને આમાં માનવું હોય તે માની શકે છે, જેને ન મનવું હોય તે ન માને! 
 

 
 
માનતા અને શ્રધ્ધાના નામે લોકો આ ઝાડ નીચે આ રીતે પાણીની બોટલો અને પાઊચ મુકી જાય છે. અહિં લોકોના કહેવા પ્રમાણે ત્રણેક વરસ પહેલાં અહી અકસ્માત થયેલો અને બે ત્રણ બાળકોના મોત થયેલા. તેઓ મરતાં પહેલાં પાણી પાણી કરતાં હતા. તેમના જીવની મુક્તિ માટે લોકો અહી પાણીની બોટલ કે પાઊચ મુકે છે..
 
હવે આ વાત જેમ જેમ લોકોના ધ્યાને આવતી જાય છે તેમ તેમ અહિં લોકો પાણીના પાઊચ અને બોટલો મૂકતા થયા છે. જેનું પરિણામ શું આવ્યું છે તે તેમે ફોટામાં જોઇ શકો છો. જો આમને આમ ચાલશે તો અહિં લોકો વધતા જશે. પાણીની બોટલો પણ વધતી જશે પછી વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થશે, આપણે સમજવાની જરૂર છે…
 
આ ન્યુઝ ફેસબૂક યુઝર્સ અનિલભાઈ પટેલે સૌપ્રથમ પોતાના ફેસબૂક પેજ પર મૂક્યા છે. તેમણે આવા અનેક પ્રશ્નો આ માધ્યમથી લોકો સમક્ષ મૂક્યા છે અને લોકહિતમાં કામ પણ કર્યું છે.