...અને તે જ દિવસથી જમ્મુ-કાશ્મીર ભારતનું થઈ ગયું હતું

    ૦૩-જુલાઇ-૨૦૧૮

 
આઝાદી પછી ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫, જેમાં ૧૯૪૭માં સુધારો કરી કામચલાઉ બંધારણ તરીકે ભારતમાં લાગુ કરવામાં આવ્યું તેમાં આર્ટિકલ-૬માં દેશી રાજાઓના રજવાડાઓના વિલીનીકરણની પ્રક્રિયા સ્પષ્ટપણે આપવામાં આવી છે. વિલીનીકરણની પ્રક્રિયા એ હતી કે, દેશી રજવાડાંઓનાં રાજ્યોના રાજા ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન (ઈંક્ષતિિંીળયક્ષિં જ્ઞર ફભભયતતશજ્ઞક્ષ - ભારતીય સંઘ સાથેના જોડાણના કરાર) પર હસ્તાક્ષર કરશે. ત્યાર પછી ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયા તેના પર હસ્તાક્ષર કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે થઈ ગયું વિલીનીકરણ. જમ્મુ-કાશ્મીરના મહારાજાએ ૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન પર હસ્તાક્ષર કર્યા હતા અને ૨૭ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયાએ તેના પર હસ્તાક્ષર કરી તેનો સ્વીકાર કર્યો હતો. તે દિવસે જ જમ્મુ-કાશ્મીર ભારતનું થઈ ગયું હતું. આ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન ભારતનું હતું. કોઈ રાજાનું ન હતું. ગ્વાલિયર, મૈસુર, ત્રાવણકોર-કોચિન, ભોપાલ, મેવાડ સ્ટેટે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ ઍક્સેશન પર હસ્તાક્ષર કર્યા હતા તેના પર જ જમ્મુ-કાશ્મીરના મહારાજાએ પણ હસ્તાક્ષર કર્યા હતા.
પરંતુ આઝાદી બાદ અંગ્રેજો ઇચ્છતા હતા કે, જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં ભળી જાય. જે દિવસે જમ્મુ-કાશ્મીરનું વિલીનીકરણ ભારતમાં થયું તે જ દિવસથી, આ વિલય તોડવાની શ‚આત થઈ ગઈ હતી. યુનોની ડિબેટ યોજાઈ ત્યારે આપણે ભૂલ કરી કે આ ડિબેટમાં ચર્ચા કરવા આપણે શેખ અબ્દુલ્લાને મોકલી દીધા. જમ્મુ-કાશ્મીરનો પાકિસ્તાનમાં વિલય શક્ય નહોતો એટલે અંગ્રેજોએ ‘સ્વતંત્ર રાજ્ય જમ્મુ-કાશ્મીર’નો વિચાર શેખ અબ્દુલ્લાના મનમાં રમતો મૂકી દીધો અને શેખ અબ્દુલ્લા અંગ્રેજોની ચાલમાં ફસાઈ ગયા. અંગ્રેજોએ શેખને સમજાવ્યું કે સ્વતંત્ર રહેવું હોય તો ભારતનું બંધારણ રાજ્યમાં લાગુ ન કરો અને આમ ને આમ ચાલવા દો.
 
શેખ અબ્દુલ્લાની અવળી હરકતો 
૧૯૫૧-૫૨માં ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ. શેખ અબ્દુલ્લાની અવળી હરકતો અહીંથી જ શરૂ થઈ ગઈ. શેખ અબ્દુલ્લાએ લોકશાહીની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિરોધ પક્ષના બધા જ ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ કરી દીધા. આ સંદર્ભે વિરોધ કરવા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વાત કરવામાં આવી પણ કોઈએ કંઈ ન સાંભળ્યું. અંતે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી શેખ અબ્દુલ્લાના સાંસદો પહોંચી ગયા. સંસદનું સત્ર શરૂ થયું. પહેલા જ સંસદ સત્રમાં શેખ અબ્દુલ્લાએ પોતાની માંગ સંસદમાં રજૂ કરી દીધી. એ માંગ આ મુજબ હતી :
- અમને અલગ બંધારણ જોઈએ. - સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં અમે નહિ આવીએ. - જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિ નક્કી નહિ કરે. - જમ્મુ-કાશ્મીર રાજ્યનો અલગ ધ્વજ - ઇલેક્શન કમિશન, કેગ, અનામત અમને જોઈતું નથી. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી વઝીરે આઝમ કહેવાશે. વગેરે...
 
- જમ્મુ-કાશ્મીર અધ્યન કેન્દ્રના "શ્રી અરુણકુમાર" ના વ્યક્તવ્યના  આધારે....