દૂધ તો દૂધ અને ગૌમૂત્રના પણ દામ

    ૦૨-ઓગસ્ટ-૨૦૧૮

 

 
રાજસ્થાની ગોપાલકોમાં દૂધ ઉત્પાદન સિવાય ગૌમૂત્ર પણ આવકનો સ્રોત બની રહ્યું છે. અહીં ગાયો રાખતા ખેડૂતો હવે દૂધની સાથે ગૌમૂત્ર પણ બજારમાં વેચી ૩૦ ટકા વધુ આવક રળી રહ્યા છે. અહીં ગીર અને થરપારકર પ્રજાતિઓનું ગૌમૂત્ર દૂધની કિંમતે ૨૨થી ૨૫ રૂપિયે લીટર મળી રહે છે. ગોપાલક ગુર્જર જણાવે છે કે, ગૌમૂત્રનો ઉપયોગ જૈવિક ખેતી માટે થાય છે. હાલ તેની માંગ ખૂબ વધી છે. ત્યારે અમારી આવકમાં ૩૦ ટકાનો વધારો થયો છે. તે કહે છે કે, ગૌમૂત્ર જમીન પર પડી જાય તે માટે અમે આખી રાત જાગીએ છીએ.