ઘૂસણખોરો માટે એક જ ઉપાય...શોધો... રદ કરો...અને દેશ બહાર કરો...

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
#  છેક ૧૯૦૧થી ઉત્તર-પૂર્વાંચલમાં અંગ્રેજોએ ઇસ્લામને પ્રભાવી બનાવી હિન્દુઓને નબળા પાડવાની યોજના બનાવી, પરિણામે ૧૯૦૬માં જ બંગાળના લાખો મુસલમાનોએ આસામની જમીન પચાવી પાડી.
#  આઝાદી બાદ માત્ર ત્રણ જ વર્ષની અંદર બાંગ્લાદેશ કટ્ટરપંથી ઇસ્લામિક દેશ બની ગયો.
#  ૧૯૭૧માં બાંગ્લાદેશ સર્જન વખતે ૧૦ લાખ લોકોએ આસામમાં શરણ લીધું ત્યારબાદ ઘૂસણખોરી સતત વધી.
#  બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને અત્યાચારો ખૂબ છે. તેથી હિન્દુઓ અહીં શરણાર્થી તરીકે આવે છે.
#  બાંગ્લાદેશથી આવેલા ઢગલાબંધ મુસ્લિમ ઘૂસણખોરો દેશ વિરોધી કૃત્યો કરે છે.
#  ૧૯૮૫માં રાજીવ ગાંધી સરકારે આસામ એકોર્ડ કર્યો હતો જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલવાની જોગવાઈ હતી.
#  મમતા બેનર્જી, કોંગ્રેસ સરકાર, કોમ્યુનિસ્ટો અને સેક્યુલારિસ્ટો જાણી જોઈને ખતરાને અવગણે છે અને ઘૂસણખોરોને પનાહ આપી મતબેન્કનું રાજકારણ ખેલે છે.
#  વર્તમાનમાં ૪૦ લાખ બાંગ્લાદેશી ઘૂસણખોરો આસામમાં અને ૨ કરોડથી વધુ ભારતમાં ઘૂસી ગયા છે.
#  ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે ખતરો છે. કેન્દ્ર સરકાર તેમને તગેડી મૂકવાની વાત કરે છે તે યોગ્ય છે.
# ઘૂસણખોરોના માનવ અધિકારની વાત કરનારા લોકો જવાબ આપે કે કાશ્મીરી પંડિતોને એમની જ ભૂમિમાંથી હાંકી કઢાયા છે ત્યારે તેમના વિશે તેઓ કેમ મૌન છે ?
તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ આસામમાં જારી થયેલા નેશનલ રજિસ્ટર્ડ ઓફ સિટીઝન (ગછઈ)માં ૪૦ લાખ લોકોની બાદબાકીના સમાચાર પ્રસિદ્ધ થયા. આ સમાચારે સમગ્ર દેશમાં આસામમાં પ્રવેશેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ફરી વખત ચર્ચાને ચકડોળે ચડાવ્યો. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે આસામનો એનઆરસી ફક્ત એક મુસદ્દો છે. સરકાર ૧૬મી ઑગસ્ટ સુધીમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સિસ્ટમ તૈયાર કરી રજૂ કરે. જ્યારે સરકાર તરફથી ઘૂસણખોરોને દેશમાંથી દૂર કરવાનું વલણ સામે આવ્યું છે. આસામના ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો દાયકાઓ જૂનો છે. એને સમજવા માટે આસામ, બાંગ્લાદેશ, તેની આબાદી, આ વિવાદનાં કારણો તેના ઉકેલ માટે થયેલા રાજકીય અને સામાજિક પ્રયત્નો તથા વર્તમાનમાં તેનો શું ઉકેલ કરી શકાય તેના વિકલ્પો સમજવા જ‚રી છે. આપણે બાંગ્લાદેશ અને આસામના ઇતિહાસથી માંડીને ક્રમશ: આ મુદ્દો સમજીએ.
 
બાંગ્લાદેશ-આસામના વિવાદની પૃષ્ઠભૂમિ
 
ઇતિહાસ સાક્ષી છે કે આજે આસામ સહિત સમગ્ર ભારતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો જે વિવાદ ચાલે છે તે એક સદી પહેલાંના ષડયંત્રનું પરિણામ છે. આ ષડયંત્ર પછીથી દર દશકે વધુ વિકરાળ થતું ગયું અને તેને ચલાવનારાં પાત્રો બદલાતાં રહ્યાં. આસામ-બાંગ્લાદેશની વર્તમાન સમસ્યાની છણાવટ કરતા પહેલાં આ ષડયંત્રની માહિતી મેળવીએ.
૧૨મી થી ૧૮મી શતાબ્દી સુધી ભારતવર્ષમાં ઇસ્લામના શાસન સમયે પણ ઇસ્લામી આક્રમણકારીઓ ૧૭ વખત પરાજિત થઈને આસામથી દૂર રહ્યા હતા. ૧૬૭૧માં ઔરંગઝેબની વિશાળ સેનાને બ્રહ્મપુત્રાના કિનારે મહાન સેનાપતિ લાચિત બડફૂકન સામે પરાજિત થવું પડ્યું હતું. મુગલોને સેંકડો વર્ષો સુધી ધૂળ ચટાવનારું આસામ ૧૮૨૬માં અંગ્રેજોની કુટિલ નીતિઓને કારણે એમના નિયંત્રણમાં સરી પડ્યું. ૧૯૦૧ સુધી દેશમાં ઈસાઈઓની વસ્તીનો દર ૧ ટકાથી પણ ઓછો હતો ત્યારે અંગ્રેજોએ કપટનો સહારો લઈને ઉત્તર-પૂર્વાંચલનાં પહાડી ક્ષેત્રોમાં ઈસાઈ મતાંતરનું કાર્ય વધારી દીધું અને મેદાની વિસ્તારમાં ઇસ્લામને પ્રભાવી બનાવીને ત્યાંના મૂળ હિન્દુઓને નબળા બનાવવાની યોજના પર અમલ શ‚ થયો.
૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળ વિભાજનના નામે આસામને મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળ (આજનું બાંગ્લાદેશ)ની સાથે જોડીને રાજ્યની રચના કરી અને ઢાકાને એની રાજધાની બનાવી. સરકારી કર્મચારી, પોલીસ, શાસનવ્યવસ્થા વગેરેના બહાને બંગાળી મુસલમાનોને સમગ્ર આસામમાં નિયુક્ત કરવામાં આવ્યા. આસામની ફળદ્રુપ જમીન ઉપર કબજો કરીને પૂર્વ બંગાળમાં મુસ્લિમ વસ્તીને વધારવી, એ બધા આ ષડયંત્રનો ભાગ હતો. આ બધી ગતિવિધિઓનું સંચાલન ઢાકાનો નવાબ સલીમુલ્લા ખાં જાતે કરતો હતો. ૧૯૧૧માં બંગાળ વિભાજન રદ કરવું પડ્યું, પણ યોજના મુજબ બંગાળનો મુસ્લિમ બહુમતીવાળો જિલ્લો સિલહટ આસામ સાથે જોડી દેવામાં આવ્યો.
 
૧૯૦૬માં આસામ રાજ્યની રાજધાની ઢાકામાં સલીમુલ્લા ખાંના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી. મુસ્લિમ લીગને અંગ્રેજોનું સંપૂર્ણ સમર્થન હતું. આ કારણે જ મુસ્લિમ લીગે બંગાળ વિભાજનને ટેકો આપ્યો હતો. એ સમયે યોજનાપૂર્વક બંગાળના લાખો મુસલમાનોએ આસામની જમીન ઉપર કબજો જમાવવાનું શ‚ કરી દીધું.
બીજા વિશ્ર્વયુદ્ધ સમયે અનાજની તંગીનું બહાનું કાઢીને આસામની ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરીને બંગાળનો મુસલમાન વધારે અનાજ ઉત્પન્ન કરી શકે છે, તેમ કહી ૠજ્ઞિૂ ખજ્ઞયિ ઋજ્ઞજ્ઞમ (વધારે અનાજ ઉગાડો) અભિયાનના નામે પૂર્વ બંગાળના લાખો મુસલમાનો માટે આસામના દરવાજા ખોલી નાખવામાં આવ્યા. ૧૯૩૦-૧૯૫૦ દરમિયાન મુસલમાન ઘૂસણખોરોએ આસામની ૪૨,૯૭,૮૦૦ વીઘાં જમીન ઉપર કબજો જમાવી દીધો હતો.
 
૧૯૪૭માં ભારત વિભાજન સમયે ઝીણાની ઇચ્છા હતી કે, આસામ પણ પાકિસ્તાન સાથે જાય, પણ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગોપીનાથ બારડોલાઈનો પ્રયત્નોને કારણે આસામ તો બચી ગયું પણ સિલહટ જિલ્લો પૂર્વ પાકિસ્તાન સાથે જતો રહ્યો. ત્યારે એક સ્થાનિક સૂત્ર પ્રચલિત બન્યું હતું કે, "સિલહટ નિલામ ગણભોટે... કછાર નેબો લાઠીર્ ભોટે.! એ વખતે આસામના મોઈનુલ હકને મહંમદઅલી ઝીણાએ વચન આપ્યું હતું કે, ‘દસ વર્ષ થોભી જાઓ. હું તમને આખુંય આસામ ચાંદીની તાશકમાં બક્ષીશ આપીશ.’ આ રીતે ૧૯૪૭માં દ્વિરાષ્ટ્રવાદ અને ઇસ્લામના આધારે આજનું બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે ભળી ગયું અર્થાત્ ઇસ્લામના નામે ભારતને તોડવામાં આવ્યું. ૧૯૭૧માં બાંગ્લા ભાષાના નામે પાકિસ્તાનને પણ તોડવામાં આવ્યું અને પછી ઇસ્લામને છોડીને સેક્યુલર બાંગ્લાદેશ બન્યું. એ પછી ત્રણ વર્ષની અંદર જ સેક્યુલારિઝમનું મહોરું ઉતારીને બાંગ્લાદેશ કટ્ટરપંથી ઇસ્લામિક દેશ બની ગયો.
 
ભારતના માનવીય, નૈતિક અને સૈન્ય સમર્થનને કારણે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો, જેને માટે આપણા હજારો સૈનિકોએ લોહી વહેવડાવ્યું. એક મિત્રરાષ્ટ્ર બનીને સારા પડોશીની ભૂમિકા ભજવવાનું વચન આપ્યું. આ જ ઉદ્દેશથી ૧૯ માર્ચ, ૧૯૭૨માં ઇન્દિરા-મુજીબુર રહેમાન કરાર થયો, પણ બાંગ્લાદેશે એ કરારનો અઘોષિત રીતે અસ્વીકાર કર્યો - એ કરારની શરત હતી કે બાંગ્લાદેશ પોતાની ભૂમિનો ભારત વિરોધી ગતિવિધિઓ માટે ઉપયોગ કરવા નહીં દે, પરંતુ એના વ્યવહારથી મિત્રતાનાં મહોરાં પાછળ સંતાયેલા દુશ્મનનો અસલી ચહેરો સ્પષ્ટ થયો અને હવે ગરીબીના નામે બાંગ્લાદેશી મુસલમાનો ભારતમાં ઘૂસણખોરી કરીને દેશને નુકસાન પહોંચાડી રહ્યાં છે.
 
NRC  અને આઝાદી પછીની ઐતિહાસિક ઘટનાઓ
 
એક સદી જૂના અંગ્રેજી ષડયંત્રની વાત આપણે જાણી હવે નેશનલ રજિસ્ટર અને આઝાદી પછી આ સંદર્ભે થયેલા કેટલીક ઐતિહાસિક ઘટનાઓ જોઈએ.
 
નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) ૧૯૫૧માં નાગરિકો તથા તેમનાં ઘરોની ગણતરીના ઉદ્દેશ્યથી અમલમાં મુકાયેલ કાર્યક્રમ છે. એ વખતે ૮૦ લાખ લોકોને આસામના નાગરિક મનાયા હતા પણ લાંબા સમયથી આસામના સ્થાયી નાગરિક સંગઠનો દ્વારા આ માંગણી કરાઈ કે આ ગણતરીને અપડેટ કરવામાં આવે. તેથી આ કામ શ‚ થયું.
આસામમાં નાગરિકતા નક્કી કરવાના માપદંડ અન્ય રાજ્યોથી ઘણા અલગ છે. એવું અહીં માઈગ્રેશન ઇતિહાસને કારણે છે. બ્રિટિશ શાસન દરમિયાન આસામને બંગાળ પ્રેસિડેન્સીમાં સામેલ કરી દેવાયો હતો. ૧૮૨૬થી ૧૯૪૭ સુધી બ્રિટિશ અધિકારી ચાના બગીચા માટે બીજા પ્રાંતમાંથી અહીં સસ્તા મજૂર લાવતા રહ્યા હતા. એ વખતે અનેક લોકો અહીં ઘુસ્યા. આઝાદી બાદ માઇગ્રેશનનો એક મોટો દોર આવ્યો. ૧૯૫૦માં પૂર્વ પાકિસ્તાનમાંથી મોટા પાયે હિજરતીઓ ભારતમાં આવીને વસ્યા અને તેઓ આસામ, પશ્ર્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારોમાં વસી ગયા હતા. અને ત્યારથી આ સમસ્યા શ‚ થઈ છે. ફોરેનર્સ એક્ટ ૧૯૪૬ના આધારે આ નેશનલ રજિસ્ટરને તૈયાર કરવામાં આવ્યું, જેમાં ભારતના નાગરિક ન હોય તેઓને ભારત બહાર પરત મોકલવાની જોગવાઈ હતી. દેશમાં આ પ્રકારે પ્રથમ અને એકમાત્ર કામ આસામમાં થયું પણ કમનસીબે તેને ગુવાહાટી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું અને આ હાઈકોર્ટે રજિસ્ટરને નાગરિકતાનો પુરાવો ગણવાનો ઇન્કાર કરી દીધો. ત્યારથી આ પ્રશ્ર્ન પેચીદો બની ગયો.
 
ઘૂસણખોરીનો બીજો દોર શ‚ થયો ૧૯૭૧ના યુદ્ધ પછી. આ મુદ્દે ૧૯૭૧ના બાંગ્લાદેશ સર્જને સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો. ૧૯૭૧ના બાંગ્લાદેશના સર્જન અને યુદ્ધ પૂર્વેના આંતરવિગ્રહથી લાખો બાંગ્લાદેશી શરણાર્થીઓનો બોજો ભારત પર આવી ગયો. બાંગ્લાદેશીઓ આસામ, બંગાળ અને ત્રિપુરામાં વસી ગયા અને ભારતભરમાં ફેલાઈ ગયા છે.
 
૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં થયેલ સેનાના દમનકારી વલણને કારણે ૧૦ લાખ લોકોએ આસામમાં શરણ લીધું હતું. બાંગ્લાદેશના નિર્માણ પછી બહુ ઓછા લોકો પરત ગયા. ઊલટાના પછી તો ઢગલાબંધ લોકો અહીં ઘૂસણખોરી કરવા લાગ્યા.
બાંગ્લાદેશની આઝાદીની લડાઈ સુધી પૂર્વ પાકિસ્તાનમાં ખૂબ હિંસા થઈ. સરકારી આંકડા મુજબ એ વખતે ૩૦ લાખ લોકો માર્યા ગયેલા. તેમાં વધુ લોકો હિન્દુ હતા. આઝાદી બાદ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર અટક્યા નહીં. સિલહટ અને ઢાકા જેવા જિલ્લાઓમાં તો હિન્દુઓ પરના અત્યાચારોએ એ હદે માઝા મૂકી કે હિન્દુઓને રીતસર ત્યાંથી મારી મારીને કાઢી મૂકવામાં આવ્યા. હિન્દુઓની હત્યાઓ કરવામાં આવી અને મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યા. આમ તો સમગ્ર બાંગ્લાદેશમાં આ જ સ્થિતિ છે. હિન્દુઓને જમીન નથી મળતી, મકાન નથી મળતું અને શાંતિથી જીવવા પણ નથી મળતું. હિન્દુની પોતાની જમીન હોય તો તે મુસલમાનો આંચકી લે, ખેતી ન કરવા દે. આથી બાપડા, બિચારા, લાચાર હિન્દુઓએ ભારત ભણી કદમ ઉપાડ્યા. હિન્દુ પરના અત્યાચારોને લીધે બાંગ્લાદેશમાં તેમની સંખ્યા ઉત્તરોત્તર ઘટી ગઈ. ૧૯૫૧ની વસતીગણતરી અનુસાર હિન્દુ આબાદી ૨૨ ટકા હતી, જે ૧૯૭૪માં ઘટીને ૧૪ ટકા થઈ અને છેલ્લે ૨૦૧૧ની વસતીગણતરી મુજબ માત્ર ૮.૪ ટકા હિન્દુઓ ત્યાં બચ્યા છે, એ પણ મરવાના વાંકે. પૂર્વી પાકિસ્તાનથી માંડીને અત્યાર સુધી અનેક હિન્દુઓ આ રીતે આવ્યા છે. તે લોકો ભારતના શરણાર્થીઓ છે. જ્યારે બાંગ્લાદેશના મુસલમાનો કે જેમને બાંગ્લાદેશમાં મજૂરી ના મળી, જમીન ના મળી, નોકરી ના મળી એ લોકો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને ભારતમાં આવી ગયા છે અને એ બધા જ ઘૂસણખોરો છે. તેથી તેમણે અહીંથી ચાલ્યા જવું જ જોઈએ.
 
૧૯૮૩માં આસામમાં થયેલી હિંસાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ હિંસામાં માત્ર ૨૪ કલાકમાં ૨૦૦૦ લોકોની હત્યા થઈ ગઈ હતી, જેના કારણે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તાત્કાલિક ધોરણે ઇલ્લિગલ માઇગ્રેન્ટ ડિટેરમિનેશન બાય ટ્રીબ્યૂનલ એક્ટIMDT ACTઅનુસાર ૨૫ માર્ચ, ૧૯૭૧ પછી ભારતમાં પ્રવેશ કરનારા લોકો વિદેશી ગણાવવા લાગ્યા. જે સંસદ આસામ માટે કાયદો બનાવી રહી હતી, એ સંસદમાં એ જ આસામનો એક પણ પ્રતિનિધિ હાજર નહોતો. આસામના પૂર્વ ડી.જી.પી. શ્રી પ્રકાશે સિંહે ૨૦૦૩માં ગુવાહાટીમાં કહ્યું હતું, ’ઈંખઉઝ અભિં ૧૯૮૩ હેઠળ પોલીસ અને વહીવટી અધિકારો ઘૂસણખોરોને સોંપી દેવામાં આવ્યા છે.’ વિશ્ર્વના ઇતિહાસમાં ભારતીય સંસદ દ્વારા બનાવવામાં આવેલો આ ઈંખઉઝ અભિં એક વિચિત્ર કાયદો હતો. આ એક્ટ પ્રમાણે કોઈ વ્યક્તિ ઘૂસણખોર છે તે સાબિત કરવાની જવાબદારી આસામના નાગરિકના માથે હતી, પોલીસના માથે નહિં. વળી, આ પ્રક્રિયા અત્યંત જટિલ બનાવવામાં આવી હતી. જે આ વાતથી સમજી શકાય એમ છે - ૧૯૮૩થી ૨૦૦૫ સુધી ૨૨ વર્ષોમાં કુલ ૨,૧૦,૭૯૫ કિસ્સાઓ સામે આવ્યા, જેમાંથી માત્ર ૧૦,૦૧૫ને જ વિદેશી નાગરિક જાહેર કરવામાં આવ્યા, એમાંથી હાલમાં માત્ર ૧૪૬૭ને જ બહાર મોકલી શકાયા છે. જેને માટે આ દેશની પ્રજાના લોહી-પરસેવાના ૩૦૦ કરોડ ‚પિયા ખર્ચાયા, એટલે કે એક ઘૂસણખોર માટે ૨૪,૫૯,૮૦૮ ‚પિયાનો ખર્ચ થયો. વિદેશી ઘૂસણખોરોની મદદ કરનારો આ કાયદો અંતે ૧૨ જુલાઈ, ૨૦૦૫ના દિવસે સર્વોચ્ચ અદાલતે નાબૂદ કરી દીધો. આ કાયદાને નાબૂદ કરતી વખતની સર્વોચ્ચ અદાલતની પ્રતિક્રિયા જાણવા જેવી છે.
૧૯૭૯થી ૧૯૮૫ વચ્ચે આ માઈગ્રેશનનો જોરદાર વિરોધ થયો. તેનું નેતૃત્વ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસૂ)એ કર્યંુ હતું. આ કારણે જ ૧૯૮૫માં રાજીવ ગાંધી સરકારે આસૂ તથા અન્ય સંગઠનો સાથે આસામ એકોર્ડ કરાર કર્યો. તેમાં ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરવા અને તેમને પાછા મોકલવાની જોગવાઈ હતી. તે માટે નાગરિકતા કાયદામાં અનુચ્છેદ-એ ઉમેરાયું, જેમાં આસામ માટે વિશેષ જોગવાઈ કરાઈ.
 
આમ વર્ષો સુધી કાર્યવાહી ચાલતી રહી. ૨૦૦૫ સુધી તેમાં કોઈ કાર્યવાહી ન થઈ. આ સમયે કેન્દ્રની કોંગ્રેસની મનમોહન સરકારે ફરી એક વખત સિટીઝન રજિસ્ટરને અપડેટ કરવાનો નિર્ણય લીધો જેમાં આસામની તરુણ ગોગોઈ સરકાર સામેલ હતી, પણ ફરી આ મુદ્દો ઠંડો પડ્યો અને ૨૦૧૨માં અહીં બોડો (મૂળ આસામી) અને બાંગ્લાદેશીઓ વચ્ચે હિંસા થઈ.
૨૦૧૨માં જે કોમી તોફાનો થયાં તે પછી બોડો લેન્ડ ટેરેટરીયલ એરિયા ડિસ્ટ્રીક્ટ સર્જવામાં આવ્યું જેમાં બોડો લોકોનું સંચાલન હતું, પરંતુ ત્યાં પણ બાંગ્લાદેશીઓ ઘૂસવા લાગ્યા અને કોમી અથડામણ થઈ અને મામલો છેક સર્વોચ્ચ અદાલતમાં ગયો.
 
એનઆરસી લિસ્ટ અપડેટ કરવાના કામમાં ઝડપ ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના આદેશ પછી આવી. વાસ્તવમાં ૨૦૦૯માં એક એનજીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનાવણી શ‚ કરી હતી. ૨૦૧૩માં કોર્ટે આ લિસ્ટ અપડેટ કરવા આદેશ આપ્યો.
૨૦૧૫માં સર્વોચ્ચ અદાલતે નેશનલ રજિસ્ટ્રી ઑફ સિટીઝન અપડેટ કરવા જણાવ્યું. સર્વોચ્ચ અદાલતે પણ બાંગ્લાદેશીની ઘૂસણખોરી અને ડેમોગ્રાફીક અસમતુલા બનતી જતી હતી તેના પર ચિંતા વ્યક્ત કરી અને મોનિટરીંગ સંભાળ્યું છે. આસામમાં ભાજપની સરકાર આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશના આધારે ‘ડિટેક્ટ’ એટલે કે બાંગ્લાદેશીઓને ઓળખી કાઢવા, ‘ડિલિટ’ એટલે કે તેઓનાં નામ મતદાર યાદી કે અન્ય સરકારી દસ્તાવેજોમાં હોય તો તે રદ કરવા અને ડિપોર્ટ એટલે કે તેઓને બાંગ્લાદેશ તગડી મૂકવાની કાર્યવાહી આરંભાઈ અને તેને માટે જ આ રજિસ્ટ્રી અપડેટ થઈ છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ તે રજૂ થશે. અત્યાર સુધી ૪૦ લાખ લોકો ગેરકાયદે માલૂમ પડ્યા છે.
 

 
 

દેશની સુરક્ષાને અવગણીને પણ મત બેંક સાચવવા થયેલાં રાજકીય કાવાદાવા
 
આસામ અને ઘૂસણખોરોને મુદ્દે વર્ષોથી રાજકીય સોગઠાંબાજી પણ રમાતી આવી છે. સત્તાની લાલચમાં મમતા, કોંગ્રેસ, વગેરે સરકારોએ આ મુદ્દાની આગ ન ઓલવાય તે માટે પ્રયત્ન કરી પોતાની મત બેન્ક સાચવી છે. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચાલીસ લાખ ગેરકાયદે લોકોનો મુદ્દો સપાટી પર આવતાં બંગાળના મમતા બેનર્જી છંછેડાયાં છે અને તેમણે ગૃહયુદ્ધ ફાટી નીકળવાની ચીમકી ઉચ્ચારી છે.
 
પરંતુ આ જ મમતા બેનર્જી ભૂતકાળમાં આસામમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓને અહીંથી કાઢી મૂકવાની વાત કરતાં હતાં. તેનું કારણ એ કે એ વખતે બંગાળમાં ડાબેરીઓનું રાજ હતું ને સેક્યુલારિઝમના નામે ડાબેરીઓ બાંગ્લાદેશીઓને પંપાળતા એટલે એ લોકો ડાબેરીઓને મત આપતા. તેના કારણે બાંગ્લાદેશીઓ મમતા દીદીને અળખામણા લાગતા. મમતાએ ૨૦૦૫માં તો બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે સંસદમાં ભવાડો કરી કહેલું કે બંગાળમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી હોનારત બની ગઈ છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો બંગાળમાં મતદાર બની ગયા છે ને બંગાળમાં રાજ કરનારા લોકો તેમને થાબડે છે.’ મમતાએ આ મુદ્દાને એકદમ ગંભીર ગણાવીને આ મુદ્દે ચર્ચાની માગણી કરેલી. એ વખતે લોકસભાના સ્પીકર તરીકે ડાબેરી સોમનાથ ચેટરજી હતા. પરિણામે ચેટરજીએ આ દરખાસ્ત ન સ્વીકારી. મનમોહનસિંહની સરકાર ડાબેરીઓના ટેકે ટકેલી ને કોંગ્રેસીઓ ડાબેરીઓના ઓશિયાળા હતા એટલે તેમને પણ ચર્ચામાં રસ નહોતો. ડાબેરીઓને મત આપતા આ ઘૂસણખોરોએ છેલ્લી ચૂંટણીમાં મમતાને મત આપ્યા. તેથી મમતાને ઘૂસણખોરો મનગમતાં બની ગયા.
 
મમતા બંગાળમાં સત્તામાં આવ્યા પછી તેમનો મત બદલાઈ ગયો ને હવે એ બાંગ્લાદેશી ઘૂસણખોરોની તરફદારી કરે છે. હદ તો એ છે કે, મમતા તેમને ઘૂસણખોર પણ ગણાવતાં નથી પણ ભારતના નાગરિકો ગણાવે છે.
 
કોમ્યુનિસ્ટ અને સેક્યુલારિસ્ટ જાણી જોઈને વાસ્તવિક ખતરાને જોવા અને સમજવા તૈયાર નથી. તેઓ આંતરરાષ્ટ્રીય સહયોગ, માનવાધિકાર વગેરેની દુહાઈ આપે છે. જો કોઈ ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો એને મુસ્લિમ વિરોધી અને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. પશ્ર્ચિમ બંગાળની સરકાર હંમેશા હિન્દુ શરણાર્થીઓને બાંગ્લાદેશ પરત મોકલવા તત્પર રહે છે, પરંતુ એક પણ મુસ્લિમ ઘૂસણખોરને પરત રવાના કરવા તૈયાર નથી. બેધારી નીતિઓ, અસ્પષ્ટ વલણને કારણે ઘૂસણખોરોની હિંમત વધી છે. કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ આ ઘૂસણખોરોને ખુલ્લી સુરક્ષા આપે છે. એમને આસામ, બિહાર, બંગાળ, ત્રિપુરા રેશનિંગ કાર્ડ આપીને વસાવ્યા છે. એમને સ્થાયી નિવાસનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, મતદાતા સૂચિમાં નામ જોડવામાં આવે છે અને મતદાતા સૂચિના આધારે નાગરિક બનાવવામાં આવે છે.
 
બાંગ્લાદેશી ઘૂસણખોરો સમગ્ર દેશમાં ફેલાયા છે
 
આપણે અહીં આસામમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશી ઘૂસણખોરીની વાત કરી પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરો માત્ર આસામમાં જ નહીં, સમગ્ર દેશમાં પ્રવેશી ગયા છે. અને આ દેશને ઊધઈ જેમ કોરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ૨ કરોડથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓ ભારતમાં હોવાની વાત કહી ચૂકી છે. ૨૦૧૬માં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં આ આંકડા રજૂ કર્યા હતા. ગુપ્તચર વિભાગનો રિપોર્ટ જણાવે છે કે લગભગ ૫૫ લાખ બાંગ્લાદેશી તો પશ્ર્ચિમ બંગાળમાં જ છે.
 
વાસ્તવમાં ભારતમાં ૧ કરોડથી વધુ બાંગ્લાદેશીઓ દેશભરમાં વસી ગયા છે. તેઓ હવે બીજી અને ત્રીજી પેઢીમાં પહોંચી ગયા છે અને તેથી આ તમામને ભારતમાંથી હાંકી કાઢવા જરૂરી છે.
 

વિશ્ર્વભરના દેશો ઘૂસણખોરો વિરુદ્ધ લાલ આંખ કરી રહ્યાં છે
 
જે રીતે ભારત દેશમાં ઘૂસણખોરીની સમસ્યા ઊધઈ જેમ કોરી રહી છે તેવી રીતે સમગ્ર વિશ્ર્વ પણ આ સમસ્યાથી પરેશાન છે. યુ.એન.એ. રેફ્યુઝી એજન્સી મુજબ વિશ્ર્વના વિવિધ ભાગોમાં ચાલતા વિવાદોને કારણે ૨૦૧૫ સુધી કુલ ૬.૫ કરોડ લોકો શરણાર્થી તરીકે વિવિધ દેશોમાં પહોંચ્યા છે. ઘૂસણખોરીના મામલામાં મોટાભાગના દેશો કડક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ ઘૂસણખોરોનો વિરોધ કરતાં કહ્યું કે, ‘અમેરિકા માટે દેશ અને દેશના નાગરિકોની સુરક્ષાથી વધીને કશું જ નથી. ઘૂસણખોરો આ દેશ માટે ખતરા‚પ છે માટે તેમને અહીંથી તગેડી મૂકવામાં આવશે.’
 
આવું જ કડક વલણ વિશ્ર્વના અન્ય દેશો પણ અપનાવી રહ્યા છે, પરંતુ ભારત ઘૂસણખોરો માટે આવું કડક વલણ અપનાવે ત્યારે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાય છે. અનેક લોકોએ આ ૪૦ લાખ લોકોના માનવાધિકારની વાત કરી. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે, ‘ભારતના સાચા નાગરિકોને દેશનિકાલ કરવા જોઈએ નહીં. આ હિન્દુ-મુસલમાનનો નહીં, પરંતુ માનવાધિકારનો મામલો છે.’ ગુલાબ નબી આઝાદને એટલું જ પૂછવાનું કે, ‘શું કાશ્મીરમાં તેમની જ માતૃભૂમિ પરથી લાખો કાશ્મીરી પંડિતોને કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તમારો માનવાધિકાર ક્યાં ગયો હતો ? હજુ સુધી તેમના પુનર્વસનની કામગીરી થઈ નથી. તે બાબતે તમે કેમ ચૂપ છો ?’ માત્ર ગુલાબનબી આઝાદ જ નહીં ઘૂસણખોરોના માનવાધિકારવાદનો ઝંડો લઈને નીકળી પડેલા કથિત માનવાધિકારીઓને પણ પૂછવાનું કે શું દેશનું અહિત કરનારાનો કોઈ માનવાધિકાર હોય ખરો ? બાંગ્લાદેશથી આવેલા આ ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે ખતરો છે. શું તેમના કોઈ અધિકાર હોય ખરા ? આ પ્રશ્ર્ન હિન્દુ-મુસ્લિમનો નથી તો આપ હિન્દુ કાશ્મીરી પંડિતોના માનવ અધિકારો ભંગ થયા ત્યારે શા માટે હંમેશાં મૌન સેવો છો ? અને મુસ્લિમ આતંકીઓના માનવાધિકારો માટે શા માટે આગળ આવો છો ?
 

કેન્દ્ર સરકારનું કડક વલણ આવકાર્ય છે
 
આ મુદ્દે કેન્દ્ર સરકારનું વલણ પણ જોવું રહ્યું. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે કહ્યું કે, વિપક્ષી દળો એનઆરસીમાં વોટબેન્ક જોઈ રહ્યા છે જ્યારે ભાજપ માટે તે રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે. અમારી પાર્ટીનું વલણ સ્પષ્ટ છે અને તેનો અમલ સંપૂર્ણ રીતે કરાવવા માટે બાધ્ય છે. યુપીએ સત્તામાં હતી ત્યારથી ૨૦૦૫થી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઓળખવાનું શ‚ થયું હતું પણ એ સરકારની પાસે ગેરકાયદે બાંગ્લાદેશીઓને દેશની બહાર કાઢી શકવાની તાકાત નહોતી, પણ અમારી પાર્ટી તે કામ કરશે.
 
આ મુદ્દે ગૃહમંત્રી રાજનાથસિંહે પણ જણાવ્યું કે, ‘એનઆરસીમાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ સુપ્રીમની દેખરેખ હેઠળ થયેલી કામગીરી છે. દેશની સુરક્ષાને આંચ ન આવે તે રીતે કાર્યવાહી થશે.’
 

ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે મોટો ખતરા ઊભા કરે છે
 
શ્રી અમિતભાઈ શાહ અને ગૃહમંત્રીશ્રી રાજનાથસિંહે કહેલી વાત ખૂબ જ ગંભીરતાથી લેવા જેવી છે કે, આ ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે ખતરો છે ! આપણે સૌ જાણીએ છીએ કે મ્યાંમારથી ભાગી આવેલા રોહિંગ્યા ઘૂસણખોરોનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશના ઘૂસણખોરો જેમ કેટલાક અણસમજુ લોકો રોહિંગ્યાઓને પણ અહીં વસાવવાની અને તેમના માનવાધિકારની વાતો કરી રહ્યા છે, પરંતુ આ રોહિંગ્યાઓએ મ્યાંમારમાં હજારો હિન્દુઓની કતલ કરી છે અને ભારતમાં પણ તબાહી અને તોફાન મચાવી રહ્યા છે. દિલ્હીની એક કોલોનીમાં નોકર તરીકે કામ કરતા રોહિંગ્યાએ ચોરી કરી તેથી માલિકે તેને સજા કરી અને પોલીસ કેસ કર્યો. એટલી બાબતમાં તો ત્રણસોથી ચારસો રોહિંગ્યાઓના ટોળાએ કોલોનીને ઘેરી લીધી અને માલિકના ઘરે તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો.
 
બીજો કિસ્સોય જાણવા જેવો છે કે જલંધરમાં એક પત્રકારને માહિતી મળી કે શરણાર્થી તરીકે રહેતા રોહિંગ્યાઓ મોબાઈલ વાપરે છે. એને પ્રશ્ર્ન થયો કે શરણાર્થી રોહિંગ્યા આધારકાર્ડ કે પુરાવા વિના મોબાઈલ કેવી રીતે લઈ શકે ? તેથી એ સ્ટોરી કરવા ગયો. રોહિંગ્યા તોફાનીઓને આ વાતની ખબર પડતાં આ પત્રકારને જાહેરમાં ખૂબ માર્યો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
 
થોડા સમય પહેલાં બોધિગયામાં થયેલા જાનલેવા હુમલામાં રોહિંગ્યા મુસલમાનોની ભૂમિકા સામે આવી હતી. બિહારનાં બોધિગયા મંદિર અને તેની આસપાસ ૩૦ મિનિટમાં ૯ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ધડાકા રોહિંગ્યાઓ સામે થયેલી કાર્યવાહીનો બદલો લેવા તેમણે કરાવ્યો હતો. આ જ રોહિંગ્યાઓએ મ્યાંમારમાં ભારતીય સેના પર હુમલા કર્યા છે એ પણ યાદ રહે.
 
આ લખાઈ રહ્યું છે ત્યારે પણ એક કિસ્સો સામે આવ્યો છે : જમ્મુ કાશ્મીરના રોહિંગ્યા શરણાર્થીઓની શિબિરમાંથી ૩૦ લાખ ‚પિયા રોકડા મળી આવ્યા છે. આ મામલે ૧૯ વર્ષના ઈસ્માઈલ અને ૨૧ વર્ષના નૂર આલમની ધરપકડ થઈ છે. આ બંને છેલ્લા ૬ વર્ષથી પાસપોર્ટ વગર બાંગ્લાદેશ - ભારતમાં અવરજવર કરતા હતાં. પોલીસને શંકા છે કે આ ૩૦ લાખ ‚પિયાનો ઉપયોગ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા માટે થવાનો હતો.
 
આ રોહિંગ્યાઓ અનેક ગુનાખોરીના ભાગીદાર છે. સામૂહિક હત્યાથી લઈને ચોરી સુધી અને દેશમાં ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી સુધી સંડોવાયેલા છે, જેના કારણે દેશના એક એક નાગરિકને અને દેશની સુરક્ષાને તેમનાથી ખતરો છે. તે જ રીતે બાંગ્લાદેશથી ઘૂસી આવેલા ઘૂસણખોરો માત્ર આસામની નહીં સમગ્ર દેશની સુરક્ષા માટે ખતરો છે. ભારતનું એક પણ શહેર એવું નથી કે જ્યાં ઘૂસણખોરો વસતા ન હોય, આ બાંગ્લાદેશીઓએ ભારતની વસ્તીની સમતુલા બગાડી દીધી છે. કોમી તણાવ પણ સર્જાયો છે. દેશમાં વસ્તીવધારા અને ગરીબીવધારામાં પણ આ શરણાર્થીઓની ભૂમિકા છે. તેઓ ગાયની કતલ કરે છે. અવૈધ હથિયારો અને નશીલા પદાર્થોની તસ્કરીમાં પણ પકડાયા છે અને દેશમાં વૈમનસ્ય પણ ઊભું કરે છે. તેમનું આતંકવાદી કનેક્શન છે. આ શરણાર્થીઓ ભારતીય નાગરિકોના અધિકાર પર અતિક્રમણ કરી રહ્યા છે અને સુરક્ષા માટે જોખમ છે. આસામમાં ૪૦ લાખ અને સમગ્ર દેશમાં ૧ કરોડ કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓ ફેલાયેલા છે. તેમાંના થોડાક હિન્દુ શરણાર્થીઓ જે લોકો મજબૂરીથી છત્ર-છાયા માટે ભારત આવ્યા છે તેમને બાદ કરતાં બાકીના તમામ અવૈધ મુસ્લિમ ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે ભયજનક છે. તેથી જ તેમને અહીંથી તગેડી મૂકવા એ જ યોગ્ય છે !
 

 
 

કાયદો પણ એ જ કહે છે કે...
 
આપણે જોયું કે બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા સમગ્ર દેશમાં કઈ રીતે વકરી રહી છે. ઘૂસણખોરોને અહીંથી દૂર હટાવી દેવા જોઈએ. તે વાત કદાચ ધડમાથા વગરની અને પ્રેક્ટિકલ ન પણ લાગે. પરંતુ આ વાત બિલકુલ પ્રેક્ટિકલ છે અને કાયદો પણ તે વાત માન્ય રાખે છે. આપણે કાયદાની જોગવાઈ જોઈએ તો તેમાં આસામના કાયદેસર નાગરિક માનવા માટે આ વ્યવસ્થા કરાઈ છે. તેના આધારે જ હવે એનઆરસીને અપડેટ કરવામાં આવી રહ્યું છે.
 
હ ૧ જાન્યુઆરી, ૧૯૬૬ પહેલાં આસામમાં રહેનારી દરેક વ્યક્તિ અહીંનો નાગરિક માનવામાં આવશે.
હ ૧ જાન્યુઆરી, ૧૯૬૬થી ૨૫ માર્ચ ૧૯૭૧ વચ્ચે આસામમાં આવીને વસનારી વ્યક્તિને વિદેશીઓની માહિતી રાખનારા ટ્રિબ્યુનલ પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું જ‚રી હશે. નાગરિક તરીકે તેમને દરેક અધિકાર મળશે, પરંતુ મત નાખવાનો અધિકાર ૧૦ વર્ષ પછી જ મળશે.
 
હ ૨૫ માર્ચ, ૧૯૭૧ના રોજ કે તે પછી આસામમાં આવનારાને કોઈ પણ પ્રવાસીને નાગરિકતાનો અધિકાર મળશે નહીં. એનઆરસી માટે અરજદારોને આ સાબિત કરવું પડશે કે તે કે તેમના પૂર્વજો આ તારીખ પહેલાં આસામના નાગરિક હતા.
 

ઘૂસણખોરો બાબતે પ.પૂ. બાળાસાહેબ દેવરસનું માર્ગદર્શન
 
આસામ અને ઘૂસણખોરોની સમસ્યા જૂની છે. રા.સ્વ.સંઘનું પણ આ બાબતે માર્ગદર્શન આપણને પૂર્વ સરસંઘચાલક પ.પૂ. બાળાસાહેબ દેવરસ પાસેથી પ્રાપ્ત થાય છે. ૧૯૭૯માં આસામની પરિસ્થિતિ વિકટ બની હતી. આસામમાં વિદ્યાર્થીઓએ ‘બહારનાઓને’ હટાવો આંદોલન શ‚ કર્યંુ, પણ ‘બહાર’ના એવો શબ્દપ્રયોગ કરવાથી ‘હિન્દુ’ પર પણ સંકટ આવતું હતું. હિન્દુ ભયભીત થયા હતા. બાળાસાહેબનો આસામ પ્રવાસ ગોઠવાયો. તેમણે માર્મિક સૂચના આપી કે, ‘આપ સૌ ‘બહાર’ના એવો શબ્દપ્રયોગ કરો છો, પરંતુ બહારના તો ‘હિન્દુ’ પણ હશે અને રાષ્ટ્રદ્રોહીઓ માત્ર તે કારણે જ ફાવી જશે. માટે આ બાબત ધ્યાને લઈ તેમના માટે ‘ગેરકાયદેસર’ એવો શબ્દપ્રયોગ કરવો જોઈએ. બાંગ્લાદેશના જે હિન્દુઓ ત્યાંની પરિસ્થિતિને કારણે આસામમાં આવ્યા હશે અથવા બિહાર વગેરે પ્રાંતમાંથી આવેલા હિન્દુઓનો તેમાં સમાવેશ થાય તે ચાલશે નહીં.’
બાળાસાહેબે માત્ર આ સૂચના આપી વિષય પૂરો નહોતો કર્યો. તેમણે આસામમાં ઠેરઠેર સંમેલનો આયોજિત કરી આ વિષય મૂક્યો અને ઘૂસણખોર કોણ છે તેનું સ્પષ્ટ વિવેચન જાહેર કાર્યક્રમમાં કર્યંુ. તેમણે સમસ્યાના ઉકેલ માટે એવી સમજાવટ કરી કે તેનો સાર કંઈક આવો હતો કે - બાંગ્લાદેશથી આવેલા લોકો કેટલાંક ત્યાંના લોકોથી પ્રતાડિત થઈ, તેમના અત્યાચાર ભોગવીને આવેલા હિન્દુઓ પણ હશે. એ હિન્દુઓ આપણા શરણાર્થી છે. તેમને અહીં સમાવવાનો હક આપવો જોઈએ, પરંતુ જે વિધર્મીઓ ત્યાંથી નાસીને અહીં ત્રાસ ફેલાવવા આવ્યા છે તથા દેશની સુરક્ષા માટે ખતરા‚પ છે તેઓ શરણાર્થી ના કહેવાય પણ ઘૂસણખોર કહેવાય. માટે આવા ઘૂસણખોરોનો અહીંની ભૂમિ પર કોઈ હક નથી. તેમને પાછા મોકલી દેવા જોઈએ. બાળાસાહેબના વિચારો સ્વયં સ્પષ્ટ છે. તેમાં દેશની, હિન્દુની અને દેશના નાગરિકોની ચિંતા છે અને ગેરકાયદે ઘૂસણખોરો સામે લાલ આંખ પણ છે. વર્તમાનમાં પણ એ જ સમસ્યા ઊભી થઈ છે.
 

સમાજ અને સરકાર પાસે વિકલ્પ શું?
 
કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા દેશની સુરક્ષાના કારણસર બાંગ્લાદેશના ઘૂસણખોરોને હટાવવા માટે જે વાત કરવામાં આવી છે તે સર્વથા યોગ્ય છે. સરકારે તકવાદી, સ્વાર્થી રાજકારણીઓથી દબાઈ જવાની જરાય જ‚ર નથી. સરકારે કહેવાતા માનવાધિકારવાદીઓની ખોટી બૂમરેંગને કાનસરો આપવાની પણ જ‚ર નથી. જે રાજકારણીઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોને અહીં રાખી તેમની વોટબેન્ક સાચવી રહ્યા છે અને જે કથિત માનવાધિકારવાદીઓ પોતાની નોટબેંક (વિદેશી ફંડ) સાચવી રહ્યા છે. તેમને કડક શબ્દોમાં કહી દેવાની જ‚ર છે કે દેશની સુરક્ષા માટે ખતરા‚પ ઘૂસણખોરો સાથે એ જ વ્યવહાર થશે જે અન્ય દેશોમાં થાય છે. આવા લોકોને બક્ષવામાં નહીં આવે. હિન્દુસ્થાનદ્વેષીઓ માટે આ દેશમાં સૂઈની નોક જેટલી જમીન પણ નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરસંઘચાલક પ. પૂ. બાળાસાહેબ દેવરસે જે માર્ગ ચીંધ્યો છે. એ જ ઉત્તમ. બાંગ્લાદેશ અત્યાચારનો ભોગ બનીને આવેલા હિન્દુઓ ઘૂસણખોર નથી, શરણાર્થીઓ છે. હિન્દુસ્તાન તેમની ભૂમિ છે. તેમને અહીં છત્રછાયા મળશે. પરંતુ ત્યાંથી અવૈધ રીતે આપણી ભૂમિ પર ઘૂસી આવેલા અને દેશ માટે જોખમ બાંગ્લાદેશી ઘૂસણખોરોને અહીંથી દૂર હટાવવા. સરકાર આ માર્ગ પર આગળ વધે, હિન્દુસ્તાનનો એક એક નાગરિક આ મુદ્દે એકજૂટ થઈ દેશના દુશ્મનોને દેશમાંથી કાઢવા સરકારને સાથ-સહકાર આપે. તો જ આ ઊધઈ જડમૂળથી જશે.