પ્રકરણ – ૧૬ : કોઈ મોટી ટુકડી આ ક્રાઇમ કરી રહી હતી અને મલ્હાર કદાચ એ ટુકડીનો બોસ હતો

    ૩૦-ઓગસ્ટ-૨૦૧૮   



 

કોઈ મેજર ઓપરેશન માટે એનેસ્થેશિયાનું ઇન્જેકશન લીધું હોય અને શરીર બહેરું થઈ ગયું હોય એમ ગુલાલ, અંતરા અને નિખિલ જડ બનીને બેઠાં હતાં. ઇન્જેકશન આઘાતનું હતું, ભયંકર આઘાતનું. કોલર હાથમાં હતો છતાંય ગુનેગાર છટકી ગયો હતો. કેબિનમાં કેટલીયે વાર સુધી મૌનની ચાદર પથરાયેલી રહી, આખરે નિખિલે બોલવાની હિંમત કરી, ‘ડોન્ટ વરી, ગુલાલ! અત્યારે ભલે છટકી ગયો. પણ તું જોજે બહુ જલદી પકડાઈ જશે. . ઝાલાનું કામ એવું છે. તો ત્યાં કંઈક ગરબડ થઈ ગઈ લાગે છે.’

ગુલાલને પણ ખબર હતી કે નિખિલ ખોટું આશ્વાસન બંધાવી રહ્યો છે. આવા શાતિર દિમાગી સાયબર ક્રિમિનલ એકવાર છટકે પછી એમને પકડવા મુશ્કેલ હોય છે. નિખિલ કેન્સરથી સડી ગયેલા પગવાળા દર્દીને સોફ્રામાઈસિન લગાવીને બહુ જલદી સાજા થઈ જવાનું આશ્વાસન આપતો હોય એમ ગુલાલને સમજાવી રહ્યો હતો. ગુલાલે માત્ર માથું હલાવ્યું. એની અંદર અત્યારે ખળભળાટ મચી ગયો હતો. નિખિલ અને અંતરાની અંદર પણ એવી ઊથલપાથલ હતી. ભાર એકસામટો સહન કરવો મુશ્કેલ હતો. બધાં થોડી વારમાં છૂટાં પડ્યાં.

***

. ઝાલાની હાલત પણ ખરાબ હતી. . દેશમુખનો સેલ કટ કરી બહાર નીકળ્યા અને ગાડીમાં ગોઠવાયા. એમના ચહેરા પર હારની રેખાઓ ઊપસી આવી હતી. આજે પહેલી વાર કોઈ ગુનેગાર એમના હાથમાં આવીને છટકી ગયો હતો. એમને . દેશમુખ અને એમની ટીમ પર ગુસ્સો ચડી રહ્યો હતો. પોતે હોત તો આવુ કોઈ કાળે ના થવા દેત. વિચારી રહ્યા હતા ત્યાં એમના સેલની રીંગ વાગી. એમણે સ્ક્રિન પર નજર નાંખી. . દેશમુખનું નામ બ્લિંક થઈ રહ્યું હતું. કમને એમણે સેલ રિસીવ કર્યો, ‘યેસ, . દેશમુખ!’

ઝાલાસાહબ, આપ નારાજ હો ગયે કયાં ?’

નહીં.... નહીં!’ . દેશમુખનો અવાજ એવો હતો કે ઝાલાસાહેબની નારાજગી તરત દૂર થઈ ગઈ. એમણે અવાજને એકદમ સરળ કરી હસતાં હસતાં કહ્યું, ‘અરે ભઈ, મૈં આપસે ક્યું નારાજ હોઉંગા! પુલીસ ડિપાર્ટમેન્ટ કી મજબૂરિયાં ઔર લિમિટ મુઝે તો માલૂમ હૈ, મૈં કોઈ આમ આદમી થોડા હૂં જો પુલીસકી નાકામિયાબી પર ઉસકે સીર પર મછલિયાં ધોઉંગા ઔર કામયાબી પર ઉસકો થેંક્સ તક નહીં કહૂંગા ?’

. ઝાલાએમાથે માછલાં ધોવાંની ગુજરાતી કહેવતનું હિન્દી રૂપાંતર કરી . દેશમુખને પોસ્ટ કરી દીધી. . દેશમુખને થેંક્સવાળી વાત તો સમજાઈ પણ મછલિયાં ધોઉંગાએટલે શું ના સમજાયું. એમણે તરત પૂછી લીધું, ‘મછલિયાં ધોઉંગા યાની?’

હા... હા... હા..’ . ઝાલા હસ્યા, ‘અરે વો તો હમારી એક ગુજરાતી કહાવત હૈ.’

કહાવત યાની ?’

મુહાવરા, સાહબ ! મુહાવરા! હમારા ગુજરાતી મુહાવરા હૈ જો મૈંને હિન્દીમેં કહા. લેકિન વો સબ છોડીયે આપ! યે બતાઈએ કી એક્ચ્યુઅલી હુઆ ક્યા થા ? વો કમબખ્ત ભાગ કૈસે ગયા?’

અરે સાહબ, હમ વહાં પહુંચે તબ તક વો વહાં સે ભાગ ગયા થા. હમને સાયબર કાફે કે માલિક કે પાસ સે ઉસકા આઈ.ડી પ્રૂફ લે લિયા હૈ ઔર વહાં કી સીસીટીવી ફૂટેજ ઔર વો કમબખ્ત જીસ કમ્પ્યૂટર પર બૈઠા થા વો કમ્પ્યૂટર ભી અપને કબજે મેં લે લિયા હૈ. અબ યે કેસ મેરા હૈ. મેં ઉસ પર ઇન્વેસ્ટીગેશન કર રહા હૂં, બહુત હી જલદી વો સાયબર ક્રિમિનલ અપને કબજે મેં હોગા.’

. દેશમુખે આખીયે વાત મુદ્દાસર રજૂ કરી. . ઝાલાએ એમને પ્રશ્ર્ન કર્યો, ‘વો સબ તો ઠીક હૈ. લેકિન વો ભાગ કૈસે ગયા ? ઉસે પુલીસ કે બારે મેં પતા ચલ ગયા થા યા ફિર કુછ ઔર વજહ હોગી?’

વો તો સાહબ, કૈસે કહ સકતે હૈં.’ . દેશમુખે સ્વાભાવિક વાત કરી.

.કે. ધેન નો પ્રોબ્લેમ ! આપ અપની તહેકિકાત જારી રખીએ. કુછ ઈમ્પ્રૂવમેન્ટ હો તો મુઝે તુરંત હી બતાના.’

ઠીક હૈ, જય હિન્દ !’

જય હિન્દ !’

***

. ઝાલાનો પ્રશ્ન સ્વાભાવિક હતો તો . દેશમુખનો જવાબ પણ વાજબી હતો. એમને કઈ રીતે ખબર પડે કે ગુનેગાર ત્યાંથી શા માટે ભાગી ગયો હતો? તો માત્ર એક અને એક વ્યક્તિ જાણે છે. અને છે વ્યક્તિ પોતે. વાત કંઈક આમ બની હતી.

. ઝાલા તરફથી એક્ઝેક્ટ લોકેશનની માહિતી મળતાં . દેશમુખ એમની ટુકડી લઈને નીકળી પડ્યા. દસ મિનિટ પછી એમની ગાડીનેટવર્ક ચેટવર્ક સાયબર કાફેથી વીસેક ફૂટ દૂર આવેલા એક મેદાનમાં ધીમી પડી. સાયબર કાફે સામે દેખાતું હતું. છેક ગાડી લઈ જશે તો ગુનેગાર ચેતી જશે એવું વિચારી એમણે ત્યાં ગાડી પાર્ક કરી અને એમની ટુકડી સાથે સાયબર કાફે તરફ ચાલવા માંડ્યા. પણ એમનાથી ભૂલ થઈ ગઈ. સાયબર કાફેની બારી પાસે બેસીને ગુલાલ સાથે ચેટિંગ કરી રહેલા ક્રિમિનલની નજર ચારે તરફ દોડી રહી હતી. પોલીસની ગાડીને દૂર મેદાનમાં ઉભી રહેતી જોતા એણે ફટાફટ ગુલાલ સાથેનું ચેટિંગ આટોપી લીધું. એક ધમકીભર્યો મેસેજ મોકલીને લોગ આઉટ થઈ ગયો અને . દેશમુખની ટુકડી પહોંચે ત્યાં બહાર નીકળીને એમની વિરુદ્ધની દિશામાં ચાલવા લાગ્યો. થોડીવારમાં તો મુંબઈની ભીડમાં અદૃશ્ય પણ થઈ ગયો.

. દેશમુખ સાયબર કાફેના કાઉન્ટર પર આવ્યા. માલિક મરાઠી હતો.

યા સાહેબ! કાય સેવા કરું આપલી? ઊભો થતાં ઝૂકીને બોલ્યો પછી એની બાજુમાં બેઠેલા છોકરાને કહ્યું, ‘જા, પાટીલ ! સાહેબ સાઠી ઠંડ ઘેઉન યે! સાહેબ, કાય પેણાર! કોલ્ડ ડ્રિન્કસ કિ લસ્સી ?’

સાહેબ પણ મરાઠી હતા, એમણે ગુસ્સાથી કહ્યું, ‘આતા મલા ઠંડ પ્યાય મુડ નાહી, રક્ત પ્યાય મુડ આહે.’ પછી એમણે હિન્દીમાં આગળ ચલાવ્યું, ‘યહાં સે એક લડકા એક લડકી કો બ્લેક મેઈલ કર રહા હૈ. કાફે કા દરવાજા બંદ કર દે ઔર અંદર ચલ.’

દુકાનમાલિક ગભરાતાં ગભરાતાં સાહેબને અંદર લઈ ગયો. પણ આખાયે સાયબર કાફેમાં એક બોક્સ ખાલી હતું. દુકાનમાલિક પણ મરાઠી ત્યજી હિન્દી પર ઊતરી આવ્યો અને કહ્યું, ‘સાહેબ, અભી જો બૈઠે હુએ હૈં, વો મેરે રેગ્યુલર કસ્ટમર્સ હૈ. અભી અભી એક લડકા ઈસ કમ્પ્યૂટર સે ઉઠકે ગયા હૈ. લેકીન ઇસ કમ્પ્યુટર પર જો બૈઠા થા વો લડકા આજ પહેલી બાર આયા થા. મૈંને ઉસકા આઈ.ડી પ્રુફ ભી લિયા હૈ.’ . દેશમુખે એનું આઈ.ડી. પ્રૂફ લઈ લીધું. જોવા ઉપરથી લાગતું હતું કે હન્ડ્રેડ પર્સન્ટેઝ નકલી છે. . દેશમુખ પાસે . ઝાલાએ વોટ્સ એપ પર મોકલેલો મલ્હારનો ફોટોગ્રાફ હતો . એમણે દુકાનના માલિકને ફોટો બતાવ્યો, ‘યે લડકા થા વો?’

નહીં સાહબ, યે નહીં થા!’

ઇન્સપેક્ટર ઝાલાએ તરત સીસીટીવી ફૂટેજ જોયા. ખરેખર કમ્પ્યૂટર પર બેઠેલો છોકરો મલ્હાર નહોતો. . ઝાલા એનું શાતિર દિમાગ સમજી ગયા. એમને અંદાજ હતો કે કોઈ મોટી ટુકડી ક્રાઇમ કરી રહી છે. મલ્હાર કદાચ ટુકડીનો બોસ હતો અને હવે જે ચહેરાઓ સામે આવશે બધાં મલ્હારે ગોઠવેલાં પ્યાદાં હશે. એમણે દુકાનમાલિકને મલ્હારનો ફોટો વોટ્સ એપ કર્યો, ‘યે ફોટો સેવ રખ્ખો! ઔર અગર કભી ભી યે લડકા ઔર જો આજ બૈઠા થા વો લડકા યહાં આયે તો તુરંત મુઝે ખબર દેના, ઠીક હૈ?’

ઠીક હૈ સાહબ!’

પછી . દેશમુખે સાયબર કાફેમાં લાગેલો સી.સી.ટી.વી. કેમેરા ફૂટેજનો સોર્સ અને કોમ્પ્યુટર કબજે લેવડાવી લીધું. ઉપરાંત ત્યાં બેઠેલા બધા કસ્ટમર્સની તપાસ તો કરી . એમના બધાનાં આઈ.ડી. પ્રૂફની ઝેરોક્ષ લઈને પછી એમને બહાર જવા દીધા.

***

પચાસ હજારની એચ.ઓે.એફ.ની ઓટો એકઝેસ્ટ ચેરમાં બેઠલો નિખિલ ચેર સાથે સાથે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ઘૂમી રહ્યો હતો. એણે બ્રાન્ડેડ ફોર્મલ સ્ટ્રેટફિટ ગ્રે પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. વ્હાઇટ શર્ટ પર બ્લેક કોટી હતી. દાઢી ફેશનમાં ચાલે એના કરતાં પણ વધારે વધી ગઈ હતી. હાથમાં માર્લબોરોની બ્રાન્ડેડ સિગાર હતી. અને એની ચેર જેમ એના મગજમાં પણ રાઉન્ડ એન્ડ રાઉન્ડ થિંકિંગ પ્રોસેસ ચાલી રહી હતી. બધી મહેનત પર પાણી ફરી વળ્યું હતું. મલ્હાર છટકી ગયો, પણ મલ્હાર છટકી ગયો એના કરતાં પણ વધારે દુ: એને ગુલાલે થેંક્સ પણ ના કહ્યું એનું હતું. એને તો હતું કે ગુલાલ જ્યારે જાણશે કે ગુલાલને બ્લેકમેઇલ કરીને હેરાન કરનારા મવાલી મલ્હારને પકડાવવા માટે નિખિલે આટલી બધી મહેનત કરી છે ત્યારે એને વળગી પડશે. પોતાના આગલા વર્તન માટે સોરી કહેશે અને કદાચ, આઈ લવ યુ પણ કહી દે.

પણ આમાંનું કશું થયું નહોતું. ગુલાલે થેંક્સ તો નહોતું કહ્યું પણ એક મીઠી નજર પણ એના તરફ નહોતી નાંખી. અંતરાને અને . ઝાલાને એણે અસંખ્યવાર થેંક્સ કહ્યું હતું. એણે શા માટે આવું કર્યું ? શું એને મારા પ્રત્યે આટલી બધી નફરત હશે? કે પછી મારા વિશે ઘરકી મુર્ગી દાલ બરાબર જેવું વિચારતી હશે? શું મલ્હાર ફ્રોડ છે છતાં હજુ ગુલાલ એના લવ લોગઈનમાંથી લોગઆઉટ નહીં થઈ શકી હોય? ના, ના, એવું તો ના બને. આટલા મોટા ફ્રોડને આજની કોઈ આધુનિક છોકરી ચાહી ના શકે! તો શું હશે? મલ્હારની થિંકિંગ પ્રોસેસમાંથી કાચની કણીઓ જેવી દલીલો અને એસિડનાં ટીપાં જેવાં તારણોનું પ્રોડક્શન થઈ રહ્યું હતું અને નસોમાં ભળી રહ્યું હતું.

નિખિલની સિગાર જેમ એનું હાર્ટ પણ અત્યારે સ્મોક છોડી રહ્યું હતું. એણે હતાશ થઈ ખુરશી પર માથું ટેકવ્યું ત્યાં એનો સેલ રણક્યો. સ્ક્રીન પર ગુલાલનો ફોટો દેખાયો. નિખિલનું મગજ ઝાટકો ખાઈ ગયું. ગુલાલ અને સામેથી ફોન? વિચારતાં વિચારતાં એણે સેલ રિસિવ કર્યો, ‘યા, ગુલાલ!’

હાય, નિખિલ! હાઉ આર યુ?’

ફાઇન, વોટ્સ અબાઉટ યુ! આજે સન કઈ સાઇડમાં રાઇઝ થયો છે. તું અને મને કોલ?’

તારી દિશામાં રાઇઝ થયો છે!’ ગુલાલે મીઠા અવાજે કહ્યું ! નિખિલ ખુરશીમાંથી બેઠો થઈ ગયો.

માય લક! બોલ, શું કામ પડ્યું ?’

સાંજે શું કરે છે ?’

બસ, ફ્રી છું.’ બોલતાં બોલતાં નિખિલના હાથમાંથી સિગાર પડી ગઈ. એની નસોમાં વહેતું લોહી ફાસ્ટ થઈ ગયું.

તો મારી સાથે ડિનર પર આવીશ?’ અને ઝાટકો, નિખિલને વીજળીનો ઝાટકો લાગ્યો. શું બોલવું પણ એને ખબર ના પડી. થોડીવાર તો સાવ ચુપકીદી છવાઈ ગઈ. ગુલાલ ફરી બોલી, ‘નિખિલ, તને પૂછું છું ! બહુ દિવસથી બહાર જમી નથી. મારી સાથે આવીશ?’

હા, હા, કેમ નહીંગુલાલનો નિર્ણય બદલાઈ જાય પહેલાં નિખિલે હા પાડી દીધી.

.કે. સાંજે આપણે સાથે નીકળીશું. પહેલાં લોંગ ડ્રાઇવ અને પછી ડિનર. .કે. ?’

હા,... .કે... .કે.’ સેલ કટ થઈ ગયો. નિખિલને લાગ્યું કે આજે ખરેખર સન નહીં પણ ગુલાલ નામનું સનફ્લાવર એની સાઇડમાં રાઇઝ થઈ રહ્યું હતું. ઊછળવા લાગ્યો. જેને છાતી ફાડીને પ્રેમ કરતો હતો અને જેણે એના પ્રેમને ઠુકરાવી દીધો હતો ગુલાલ આજે સામેથી લોંગ ડ્રાઇવ વિથ ડિનર ઓફર કરી રહી હતી. આને પ્રેમ કહેવાય. એનાં નસીબ ઊઘડી રહ્યાં હતાં. અત્યાર સુધી ગુજારિશફિલ્મના પેરેલિસિસ થયેલા પાત્ર જેવો હતો, પણ હવે ઊછળવા લાગ્યો હતો, ચહેકવા લાગ્યો હતો, મહેકવા લાગ્યો હતો. એણે સિગારનો ખૂણામાં ઘા કર્યો અને ગુજારિશનું સોંગ ગણગણતો બહાર નીકળી ગયો,

યે તેરા જિક્ર હૈ, યા ઈત્ર હૈ...

જબ જબ કરતા હૂં

ચહેકતા હૂં... બહેકતા હૂં

મચલતા હૂં... ઉછલતા હૂં

ક્રમશ: