સુંદર દેખાવા માટે સર્જરી કરાવે એ સાંભળ્યું હશે, પરંતુ બદસૂરત અને ભૂત જેવા દેખાવા માટે પોતાના નાક, કાન અને જીભ કપાવી નાખે એ વાત માન્યામાં ન આવે એવી ભલે લાગે, પરંતુ આ હકીકત છે. કોલંબિયાના ‘કાલકા સ્કલ’ નામના આ વ્યક્તિને ખોપડી જેવા દેખાવાનું ઝનૂન એટલી હદે ચડ્યું કે તેણે પોતાના નાકને અડધું કપાવી નાખ્યું અને કાન પણ સંપૂર્ણપણે કાપી નખાવ્યા અને જીભને વચ્ચેથી ચીરી તેના ભાગ કરાવી દીધા. તેણે તેના લમણે પણ વિચિત્ર ટેટૂ બનાવ્યું છે અને તે લોકોને નજરમાં આવે તે માટે વિચિત્ર હેર સ્ટાઈલ કરાવી છે.