પ્રકરણ – ૪૦ : નિખિલને હજુ વિશ્વાસ નહોતો આવતો કે અંતરા આવું કરે...

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

ગુલાલ, નિખિલ અને . ઝાલા ત્રણેની આંખોમાં મેઈલના શબ્દો એસિડ બનીને રેડાઈ રહ્યા હતા, ‘....હવે મલ્હાર દુનિયામાં નથી. અને હું પણ એની પાસે જઈ રહી છું. મને અને મલ્હારને એક ચિતામાં સળગાવજો. સરનામું નોંધી લો...’

નિખિલ અને . ઝાલાને ખબર હતી કે સમાચાર ગુલાલનો જીવ લઈ લેશે. એને સંભાળવી મુશ્કેલ પડશે. એટલે તાબડતોબ બંને પહેલાં ગુલાલના ઘરે પહોંચ્યા. કૌશલ્યાબહેન ઘરે હતાં. સવાર સવારમાં નિખિલ અને ઈન્સપેકટરને આવેલા જોઈ સમજી ગયાં કે નક્કી કંઈક અજુગતું બની ગયું છે. એમણે ફફડતા હૃદયે નિખિલને પૂછ્યુ, ‘બેટા, સવાર સવારમાં આવવું પડ્યુ! મારા મનમાં ફડકો પડે છે. કંઈ બનવાનું તો નથી બની ગયું ને ?...’

નિખિલે એક પણ શબ્દ છુપાવ્યા વગર વાત કરી દીધી,‘આન્ટી, બ્લેકમેઈલર સ્ત્રીનો મેઈલ આવ્યો છે. એણે મલ્હારને ખતમ કરી નાંખ્યો અને પોતે પણ સ્યુસાઇડ કરી લીધો છે. સરનામું આપ્યું છે. હવે ત્યાં જઈએ પછી ખબર પડે કે ખરી હકીકત શું છે ? કોણ છે ? અમને ગુલાલની ચિંતા છે. હેબતાઈ ગઈ હશે.’ બોલતાં બોલતાં નિખિલ દોડીને ઉપરના માળે આવેલા ગુલાલના રૂમમાં ચાલ્યો ગયો. . ઝાલા પણ એની પાછળ દોરાયા અને કૌશલ્યાબહેન સોફામાં ફસડાઈ પડ્યાં.

નિખિલ અને . ઝાલા રૂમમાં ગયા ત્યારે ગુલાલ લેપટોપ સામે જડ બનીને બેઠી હતી. નિખિલ કંઈ પણ ના બોલ્યો. માત્ર એની પાસે જઈ એનું માથું આલિંગનમાં લઈ લીધું અને સાથે ગુલાલની આંખો અને ગળું બંને મચ્છુ ડેમ જેમ ફાટી પડ્યાં.

***

. ઝાલાની જીપ પેલી સ્ત્રીએ આપેલા સરનામા તરફ દોડી રહી હતી. સાથે ભાંગી પડેલી ગુલાલ અને તૂટી ગયેલો નિખિલ પણ હતા. એમની પાછળ પોલીસ ટૂકડીની એક બીજી જીપ પણ હતી. અડધા કલાકમાં બધા સારથી ફ્લેટ પર પહોંચી ગયા. આખી ટુકડી સીધી ચોથા માળે આવેલા એકસો ને ચાર નંબરના ફ્લેટ પર ગઈ. સહેજ હડસેલો મારતાં બારણું ખૂલી ગયું. અંદરનું દૃશ્ય જોતાં ત્રણે સ્તબ્ધ થઈ ગયા. પલંગ પર મલ્હારની બંધાયેલી, વેતરાયેલી, છુંદાયેલી લાશ પડી હતી. લપસણા ફર્શ પરથી લોહીનો રેલો સરકતો સરકતો બારણા સુધી આવી ગયો હતો. મલ્હારની ઉપર એક સ્ત્રી ઊંઘે કાંધ પડી હતી. એણે ટાઈટ ફિટ જીન્સ અને ટી શર્ટ પહેર્યું હતું. એના ડાબા હાથમાં ચપ્પુ હતું અને જમણા હાથની નસ કપાયેલી હતી. એનું ઘણું લોહી વહીને ફર્શ પર ઢગલો થયું હતું.

બે ઘડી તો ત્રણેને અરેરાટી આવી ગઈ. નિખિલને હતું ગુલાલ ફરીવાર ભાંગી પડશે. પણ ઘણું બધું રડી લીધા પછી ખાલી થઈ ગઈ હતી. મલ્હારના મોતે આપેલો જખમ હવે નાસુર બનીને રહેવાનો હતો. આંસુ કંઈ દર્દની સાબિતીની એક માત્ર પહોંચ થોડી છે? દર્દ તો હાસ્યમાં સમાવી શકાય છે. રડવાની હવે એને જરૂર નહોતી. અંદરથી કણ કણ થઈ ગઈ હતી છતાં મક્કમ બનીને ઊભી રહી. એને જોવું હતું કે કોણ છે સ્ત્રી જેણે એની જિંદગી બરબાદ કરી નાંખી છે ?

. ઝાલા અને નિખિલ પણ આતુર હતા. પાછળથી આવેલી એફએસએલ ટીમના એક સભ્યે બધી તપાસ શરૂ કરી. એણે પહેલાં જે તે પરિસ્થિતિના ફોટા પાડી લીધા પછી હળવેક રહીને પેલી સ્ત્રીની લાશને મલ્હારથી અળગી કરી. ત્રણેના ધબકારા વધી ગયા હતા. બે જણે સ્ત્રીને સીધી કરી અને એની લાશને સ્ટ્રેચર પર સુવડાવી. સાથે એનો ચહેરો સામે આવી ગયો. ત્રણેના મોઢેથી આશ્ર્ચર્યની ચીસ નીકળી ગઈ, ‘ઓહ માય ગોડ ! .... અંતરા!’

કોઈને વિશ્વાસ આવે એમ નહોતું કે ગુલાલની ખાસ ફ્રેન્ડ અંતરાએ આટલી મોટી સાયબર ગેઈમ રમી હશે. પણ યકિન કરવું પડે એમ હતું. ત્યાંથી પુરાવાઓ પણ મળ્યા હતા. અંતરાએ જે લેપટોપમાંથી અત્યાર સુધી મેઈલ કર્યા હતા લેપટોપ અને છેલ્લે વાપરેલું ડેટાકાર્ડ પણ ત્યાંથી મળી આવ્યું હતું. ગુનેગાર પકડાઈ ગયો હતો પણ હવે સજા કરવાનું કોઈનું ગજું નહોતું. ઉપરવાળાએ એને એનાં કર્મોનું ફળ આપી દીધું હતું. પોલીસનું ઇન્વેસ્ટીગેશન શરૂ થયું. સૌ ભાંગેલા હૈયે ઘરે આવ્યા.

***

ગુલાલ માટે આઘાત અસહ્ય હતો. એના માટે જિંદગી એટલે હવે માત્ર શ્વાસ લેવા અને ઉચ્છ્વાસ છોડવાની નોકરી હતી. જિંદગી એને માટે હવે માત્ર મલ્હારની યાદોના વલોપાતમાં ગુજારાતો સમય હતો અને અંતરાએ આપેલા વિશ્વાસઘાતના જખમ પર બાઝેલાં ભીંગડાંને ખોતરવાની ક્ષણો. આખો દિવસ એના રૂમમાં પુરાઈ રહેતી હતી. સમય પસાર થવા લાગ્યો. દિવસ ઊગતો અને આથમતો જતો. પણ એના ચહેરા પર તો હાસ્ય ઊગતું કે તો ઉદાસી આથમતી. રોજ ગણગણ્યા કરતી.

ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોનસા દેશ

જહાં તુમ ચલે ગયે...

***

. ઝાલાએ કેસની ફાઈલ ક્લોઝ કરી દીધી હતી. કૌશલ્યાબહેને પણ હવે પૂજા પાઠ ઓછાં કરી દીધાં હતાં. મંદિર જવાનું બંધ કરી દીધું હતું. ગુલાલે જિંદગી સાથે સમાધાન કરી લીધું હતું. હવે કોઈ સાથે કિસ્સાની ચર્ચા કરતી નહોતી કે કરવા માંગતી પણ નહોતી. અને બાકીની આખી દુનિયા તો સ્વાભાવિક એક રસપ્રદ ફિલ્મ જેમ ઘટનાને ભૂલી ગઈ હતી. પણ એક નિખિલને ચેન નહોતું પડતું. આજે મલ્હાર અને અંતરાના મૃત્યુને એક મહિનો થઈ ગયો હતો પણ એક પણ દિવસ એવો નહોતો ઊગ્યો કે એણે ઘટના પર શંકા વ્યક્ત ના કરી હોય. કોણ જાણે કેમ પણ એનું મન નહોતું માનતું કે અંતરા આવું કરી શકે. એની સિક્સસ્થ સેન્સ કહી રહી હતી કે અંતરા આવું કદી ના કરે. હજુ કિસ્સામાં કોઈ મોટી ગેઈમ ખેલાઈ છે. અથવા ગુનેગાર અંતરા પર દોષનો ટોપલો ઢોળી આબાદ છટકી ગયો છે અથવા તો ગઈ છે.

રાતના સાડા દસ થયા હતા. લંડનના બેંકર સ્ટ્રીટ હોલમાં શેરલોક હોમ્સ અને વોટસન બેઠા બેઠા કોઈ રહસ્યમયી ગુના પરથી પરદો ઊંચકવાના પ્રયત્નો કરી રહ્યા હોય એમ નિખિલ અને ડિટેક્ટિવ ઓમકાર બેઠા હતા. પણ અહીં જરા ઊલટું હતું. ડિટેક્ટિવ ઓમકાર વોટસનની ભૂમિકામાં હતો અને નિખિલ શેરલોક હોમ્સની.

શું લાગે છે મિ. ઓમકાર! તમને યકિન છે કે અંતરા આવું કરે ?’

હા, પુરાવા મળ્યા છે, માનવું પડે.’

ના,એવું જરૂરી નથી! હું એટલા માટે નથી માનતો કે અંતરા સાથે હું વર્ષોથી રહું છું. હું એના સ્વભાવને નખશિખ જાણું છું. માત્ર એના બલબુતા પર હું કહું છું કે અંતરા હોઈ ના શકે. કામ બહુ મોટુ છે અને લખલૂંટ ‚રૂપિયાની જરૂર પડે.’

મે બી યુ આર રાઇટ! આપણે તપાસ ચાલુ રાખીએ.’

લગભગ કલાક સુધી ચર્ચાઓ ચાલતી રહી. નિખિલના હાથમાં એક ફાઈલ હતી. એમાં ઓમ્કારે પાડેલા મલ્હારની પ્રેમિકાના ફોટોગ્રાફ્સ હતા. આજ પહેલાં અનેકવાર ફોટા જોઈ ચૂક્યો હતો છતાં આજે ફરીવાર એને તાકી તાકીને જોઈ રહ્યો હતો. એને ફોટાઓમાં કંઈક ઓળખાણનો આભાસ થતો હતો. એને લાગતું હતું કે સ્ત્રીને પહેલાં પણ ક્યાંક જોઈ છે. અને હવે એને લાગી રહ્યું હતું કે સ્ત્રી અંતરા તો નથી . અંતરાની હાઇટ, એની બોડી લેંગવેઝ વગેરે કશું સ્ત્રી સાથે સેટ નહોતું થતું. ફોટા મલ્હારની પ્રેમિકાના છે વાત નક્કી હતી અને અંતરા એની જાતને મલ્હારની પ્રેમિકા ગણાવીને મરી ગઈ. તો પછી બંને સ્ત્રી એક હોવી જોઈએ. ચહેરો ભલે ઢાંકેલો હતો પણ અંતરાનો તો નહોતો . નિખિલ ફરીવાર ધારી ધારીને ફોટાઓ જોઈ રહ્યો હતો. છોકરીએ બ્લ્યુ કલરનું જિન્સ અને સ્કીન ટાઈટ પીન્ક કલરનું ટી-શર્ટ પહેર્યુ હતું. ચહેરાને એણે સ્કાર્ફથી એકદમ ચુસ્ત રીતે બાંધેલો હતો. ગળું ખુલ્લું હતું અને આંખે ચશ્મા ચડાવેલા હતા. એના વાળ, કાન, નાક કે આંખ બધું ઢંકાયેલું હતું. એટલે એને ઓળખવી મુશ્કેલ હતી. ફોટામાં ફરતી એની નજર અચાનક એક જગ્યાએ સ્થિર થઈ. સ્કાર્ફમાંથી સહેજ ખુલ્લા રહી ગયેલા પેલી સ્ત્રીના ગળા પર એક મોટો બદામી તલ હતો. નિખિલ ચોંકી ગયો. એણે તરત કોમ્પ્યુટરમાં એક ફાઈલ ખોલી અને એક ફોટો ઓપન કર્યો. પછી એને ઝુમ કરીને જોયો. એની ધડકનો વધતી જતી હતી. પછી એણે એના કોમ્પ્યુટરમાં સેવ કરેલા અંતરાના ફોટા ઓપન કર્યાં. એને ઝુમ કરીને જોયા. અંતરાના ગળા પર ક્યાંય કોઈ બદામી તલ નહોતો. એનો અર્થ થયો કે સાચો હતો. અંતરાનો ભોગ લેવાયો છે. સાયબર ગેઈમ ખેલનાર સ્ત્રી બીજી કોઈ છે. અંતરા નથી.

નિખિલે ઓમકારને બંને ફોટા બતાવ્યા. ઓમકાર પણ ચક્કર ખાઈ ગયો, ‘યેસ, સર! યુ આર રાઈટ. અંતરા નથી. ધેટ મીન્સ, આપણે ગેરમાર્ગે દોરાયા છીએ.’

યેસ, પણ મુસીબત બીજી છે. સ્ત્રી અંતરા નથી બરાબર પણ સ્ત્રી મને જે દેખાય છે હશે તો ભૂકંપ થઈ જશે.’

મને કંઈ સમજાયું નહીં!’ ઓમ્કારે આશ્ર્ચર્યથી કહ્યું.

નિખિલનાં રૂંવાડા ઊભા થઈ ગયાં હતાં. કોમ્પ્યુટરમાં સેવ કરેલા બીજા કેટલાક જૂના ફોટોગ્રાફ્સ ઓપન કરીને જોઈ રહ્યો હતો. .સી. ચાલુ હતું તોયે એને પરસેવો વળી ગયો હતો. નજરને કોમ્પ્યુટર પર સ્થિર રાખીને બોલ્યો, ‘ઓમ્કાર, મારો કહેવાનો મતલબ એમ છે કે ગળા પર બદામી તલવાળી એક સ્ત્રીને હું ઓળખું છું. જો અંતરા સાથે સાઇબર ગેઈમ કરનાર સ્ત્રી હશે તો ભુકંપ થઈ જશે. મારું મગજ અત્યારે કામ નથી કરતું. લેટ મી ચેક.. પ્લીઝથોડીવાર કંઈ ના બોલીશ…’

નિખિલ હાંફળો-ફાંફળો થઈ ગયો હતો. કોમ્પ્યુટરમાં સેવ કરેલા જૂના ફોટોગ્રાસ એક પછી એક ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો. આખરે અનુમાન કરતો હતો સ્ત્રીનો ફોટો એને એક ફાઈલમાંથી મળી ગયો. એણે ફોટો ઝુમ કર્યો. ગળા પરનો બદામી તલ પહેલાં રૂપમાં નિખાર લાવતો હતો આજે બદામી તલ સ્ત્રીના ગળે કાળો દાગ બનીને ચોંટ્યો હતો. નિખિલે બંને હાથે માથું પકડી લીધું. કયાંય સુધી કંઈ બોલ્યો નહીં. એના મગજમાં રેલવે એન્જિન જેવો ધમધમાટ થઈ રહ્યો હતો.

થોડીવારે અચાનક એના મગજમાં એક ચમકારો થયો. ફટાફટ ઊભો થયો અને ગુલાલના કેસની પોલીસ સ્ટેશનમાં તૈયાર થયેલી ફાઈલ લીધી. . પંડ્યાએ એને ફાઈલ ઉપલબ્ધ કરાવી હતી. રાધર હતી તો બધી ઝેરોક્ષ પણ કેસની એક એક વિગત એમાં હતી. કેટલાય દિવસથી એના મનમાં ફાઈલ અને ફોટોગ્રાસ વિશે થોડી શંકા-કુશંકાઓ જાગ્યા કરતી હતી. ફોટોગ્રાફ્સમાં જે બાબત ખૂંચતી હતી તો સામે આવી ગઈ હતી. પણ જ્યારે જ્યારે ફાઈલ જોતો ત્યારે ત્યારે એને કંઈક ખૂંચતું, પણ શું ખૂંચતું એને સમજાતું નહોતું. ફાઈલમાં કંઈક સુરાગ છે પણ એની નજરે નથી ચડતો એવું એને હંમેશાં લાગતું હતું. પણ આજે પેલી સ્ત્રી વિશેનો ખુલાસો એના મગજમાં થતાં ફાઈલમાં એને શું ખૂંચતું હતું એનો પણ ખુલાસો થઈ જશે એવું લાગ્યુ. એણે ફાઈલ ખોલીને એક પછી એક કાગળો જોવા માંડ્યા. જેમ જેમ કાગળો જોતો ગયો એમ એમ એની સામે ભૂતકાળનાં દૃશ્યો ઊઘડતાં ગયાં. પેલી બદામી તલવાળી સ્ત્રી એની સામે વિકરાળ બનીને તરવરવા લાગી. અત્યાર સુધી સ્ત્રી પર એંસી ટકા શક કરી રહ્યો હતો પણ હવે એને એકસો ને દસ ટકા ખાતરી થઈ ગઈ હતી કે ગુલાલ સાથે સાયબર ખેલ ખેલનાર સ્ત્રી છે.

રીતસરનો ધ્રૂજી રહ્યો હતો. એના હાથમાંથી ફાઈલ પડી ગઈ. પોતે ખુરશીમાં ઢગલો થઈને પડી ગયો. ઓમ્કાર ખુરશીમાંથી ઊભો થઈ ગયો, ‘નિખિલ, શું થયુ ? વોટ હેપન્ડ?’

નિખિલ માત્ર એટલું બોલી શક્યો,‘અનર્થ થઈ ગયો. સાયબર જગતનો સૌથી વિકરાળ ચહેરો મારી સામે આવી ગયો. તને કહેતા મારી જીભ નથી ઉપડતી.....’ અને માથું પકડીને બેસી ગયો. ઓમકાર સ્તબ્ધ બનીને પહેલીવાર આટલા ભાંગી પડેલા નિખિલને તાકી રહ્યો. એને ખબર પડી ગઈ હતી કે કંઈક ભયંકર થઈ ગયું છે. એને ઘણા બધા પ્રશ્ર્નો પૂછવા માંગતો હતો. શું થયું છે ? સ્ત્રી અંતરા નથી તો કોણ છે ? તું એને કેવી રીતે ઓળખે છે ? તને કેવી રીતે ખબર પડી કે છે? પ્રશ્ર્નો અનેક હતા પણ એને ખબર હતી કે નિખિલને અત્યારે કંઈ પુછાય એમ નહોતું. એના માટે એણે સ્વસ્થ થાય ત્યાં સુધી રાહ જોવાની હતી.

(ક્રમશ:)