પ્રકરણ – ૪૨ : અને એ સાથે જ બહુ ગુંચવાઈ ગયેલી સાયબર જાળનું ગૂંચળું પણ એક ઝાટકે ખુલી ગયું.

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૮   
કુલ દૃશ્યો |



 

ગુલાલ બાથ લઈ રહી હતી ત્યાં એનો મોબાઈલ રણકયો. ક્યાંય સુધી રીંગ વાગતી રહી. ગુલાલ ફટાફટ બાથ પતાવી બહાર આવી અને બેડ પર પડેલો મોબાઈલ ઉઠાવી મિસ્ડ કોલ જોયો. નિખિલનો કોલ હતો. એણે તરત સામે કોલ કર્યો,‘હાય, નિખિલ !’

શું હાય, ક્યાં હતી ! ફોન કેમ નહોતી ઉપાડતી?’

હું બાથ લઈ રહી હતી.’ ગુલાલે અવાજ ધીમો કરી નાંખ્યો, ‘નિખિલ, પેલી વાતનું શું થયું? મારો જીવ ગભરાય છે. આપણે બેસી રહીએ અને સ્ત્રી બીજી કોઈ મોટી બબાલ ઊભી ના કરે.’

એટલા માટે તને ફોન કર્યો હતો. બસ, આવતી કાલે સાયબર ક્રિમિનલ આપણા હાથમાં હશે. એનો ખેલ ખતમ થઈ ગયો. આટલા દિવસ હું એને રંગે હાથ પકડવા માટેની ગોઠવણ કરી રહ્યો હતો.’

ધેટ મિન્સ તારો શક સાચો હતો. જેના પર તું શક કરતો હતો વ્યક્તિએ આખો સાયબર ખેલ ખેલ્યો છે એમ ને ?’

હા, ગુલાલ, મારો શક સાચો હતો. મારી પાસે એટલા બધા પુરાવા છે કે કોઈ પણ કાળે છટકી શકે એમ નથી. અને વધારામાં આપણે કાલે એને રંગે હાથે પકડી લઈશું....’

ઓહ, ધેટસ ગ્રેટ. હવે તો કહે કોણ છે ? મારો જીવ ગભરાય છે.’

નો, કાલે ખબર પડી જશે કે કોણ છે. હું આજે . ઝાલાને પણ વાત કરવાનો છું.’

પણ તું તો એમને વાત કરવાની ના પાડતો હતો.’

તો મારી તપાસ ચાલતી હતી એટલે. વચ્ચે આવત તો મારો આખો પ્લાન કદાચ બગડી શકત, કારણ કે એમના હાથ કાયદાથી બંધાયેલા હોય અને અમુક કાર્ય અમુક રીતે કરી શકે. નાઉ, મારો આખો પ્લાન ફુલ પ્રૂફ છે. બસ કાલે આપણે સ્ત્રીને રંગે હાથે પકડી લઈએ એટલે ખેલ ખતમ.’

***

નિખિલ લગભગ દોઢ કલાકથી . ઝાલાની કેબિનમાં બેઠો હતો. નિખિલે એમને જે વાત કરી હતી સાંભળીને એમનાં‚રૂંવાડાં ઊભા થઈ ગયાં હતાં. એમની આટલાં વર્ષની કારકિર્દીમાં એમણે ક્યારેય આવો કેસ નહોતો જોયો. છાપામાં વાંચતા પણ યકિન નહોતું આવતું. નિખિલની નિરીક્ષણ શક્તિ પર ઓવારી ગયા હતા,‘ઓહ માય ગોડ, યુ આર જિનિયસ નિખિલ ! તારે તો સી.આઈ.ડી.માં હોવું જોઈતું હતું. પણ તેં જે વાત કરી માનવા હજુ મારું મન ના પાડે છે. અને જો ખરેખર એવું હશે તો અનર્થ થઈ જશે.’

હશે તો નહીં છે સર ! ટેન્સમાં તો હું પણ છું. પણ હકીકત હકીકત છે. બસ આવતી કાલે તમે મારી સાથે રહેજો. મેં અને ઓમ્કારે બહુ મહેનત કરી એની મોડસ ઓપરેન્ડી જાણી છે. કાલે પણ એમ કરશે અને આપણે એને ઝડપી લેવાની છે.’

રાત્રે ગુલાલ, નિખિલ કે .ઝાલા કોઈ ઊંઘી ના શક્યાં. એક ગજબની બેચેની એમના દિલો-દિમાગને ઘેરી વળી હતી. એક વિચિત્ર ફિલીંગ્સ હતી. નિખિલ અને . ઝાલાને તો ખબર હતી કે ક્રિમિનલ કોણ છે છતાંય એમના મનમાં અજંપો વ્યાપેલો હતો. જ્યારે ગુલાલ તો વિચારી વિચારીને થાકી ગઈ હતી કે સ્ત્રી કોણ હોઈ શકે ? એને જોવા માટે, એનું નામ સાંભળવા માટે, આવું કરવાનું કારણ જાણવા માટે, એની પાસેથી પોતાની બરબાદીનો હિસાબ લેવા માટે ગુલાલ આતુર હતી. આખી રાત પડખાં ફેરવતી રહી.

***

સવારના સાડા અને પાંચ મિનિટ થઈ હતી. ગુલાલ ક્યારનીયે તૈયાર થઈને બેડરૂમમાં બેઠી હતી. ત્યાં એનો મોબાઈલ વાઈબ્રેટ થયો. એણે ઝડપથી કોલ રિસીવ કર્યો, ‘યેસ, નિખિલ!’

ફટાફટ બહાર આવી જા. બહાર એક વ્હાઇટ કલરની બી.એમ.ડબલ્યુ. પડી છે એમાં હું અને . ઝાલા સાહેબ તારી રાહ જોઈ રહ્યાં છીએ.’

ગુલાલ નીચે ઊતરી. મમ્મી મંદીરે ચાલ્યાં ગયાં હતાં એટલે એણે નોકર સુધીરને કહી દીધું, ‘હું નિખિલ સાથે બહાર જાઉં છું. મમ્મી આવે તો કહી દેજે!’

સારું, મેડમ !’ સુધીરે ટૂંકો જવાબ આપ્યો.

ગુલાલ ફટાફટ બહાર આવી ગાડીમાં બેઠી. વખતે સુધીર ઉપરની બાલ્કનીમાં ઊભો ઊભો એને તાકી રહ્યો હતો. નિખિલ ગાડી ડ્રાઇવ કરી રહ્યો હતો. એણે એક ચોક્કસ જગ્યાએ આવીને ગાડી ઊભી રાખી. ગુલાલ અને . ઝાલા ચૂપચાપ બધું જોઈ રહ્યાં હતા. લગભગ પાંચેક મિનિટ ત્યાં ઊભા રહ્યાં પણ કંઈ ચહલ-પહલ ના થઈ એટલે ગુલાલે પૂછ્યું, ‘નિખિલ, આપણે કેમ અહીં ઊભા છીએ ? તું કંઈક વાત તો કર એટલે ખબર પડે! આખરે આપણે એને કેવી રીતે પકડવાની છે! ક્યાં જવાનું છે ? શું કરવાનું છે ? કંઈક તો કહે !’

બસ દસ મિનિટમાં બધી ખબર પડી જશે. તું શાંતિ રાખ.’

. ઝાલાએ ગુલાલને બંધ રહેવાનો ઇશારો કર્યો. ફરીવાર ગાડીમાં ચુપકિદી છવાઈ ગઈ. બીજી પાંચેક મિનિટ પછી એમની ગાડીની બિલકુલ પાસેથી એક બ્લેક કલરની બ્લેક ગ્લાસવાળી હોન્ડા સિટી કાર નીકળી. નિખિલ ચોકન્નો થયો. એણે ગાડી સ્ટાર્ટ કરતાં કહ્યું, ‘મિત્રો, આપણે ગાડીનો પીછો કરવાનો છે.’

બ્લેક કલરની હોન્ડા સિટી આગળ હતી અને બી.એમ.ડબલ્યુ. પાછળ. ગાડી અમદાવાદને ચીરતી આગળ વધી રહી હતી. અમદાવાદને પાર કરીને ગાડી સરખેજ થઈને બગોદરા હાઈવે પર ચડી ગઈ. નિખિલ એક ચોક્કસ અંતર જાળવી એને ખબર ના પડી જાય રીતે એનો પીછો કરી રહ્યો હતો.

બગોદરા દૂર હતું અને અમદાવાદ દૂર છૂટી ગયું હતું. હાઈવે પર ફુલ સ્પીડે જતાં વાહનો હતાં પણ આસપાસનો વિસ્તાર એકદમ સુમસામ અને નિર્જન હતો. આગળ જતી હોન્ડા સિટી સાવ ધીમી પડી ગઈ. નિખિલે પણ એની ગાડી ધીમી પાડી. ધીમે ધીમે લગભગ એકાદ કિલોમીટર ગાડી ચાલી પછી ડાબી સાઇડે એક રફ રસ્તા પર વળી ગઈ. નિખિલે ગાડી ત્યાં ઊભી રાખી દીધી.

નિખિલ ! ગાડી કેમ ઊભી રાખી દીધી ?’ . ઝાલાએ નિખિલને પૂછ્યું.

સર, હવે એનો પીછો કરીશું તો એને ખબર પડી જશે અને છટકી જશે. કારણ કે હવે એની ગાડી નિર્જન ખેતરમાં જઈ રહી છે. પણ એક વાત છે કે આપણાથી છટકી નહીં શકે. જુઓ, રસ્તો નિર્જન છે. એની ગાડી આપણને અહીંથી પણ દેખાઈ રહી છે. મને એની મોડસ ઓપરેન્ડી ખબર છે. થોડેક દૂર જઈને એકાદ ઝાડી પાછળ ગાડી ઊભી રાખી દેશે અને પછી એનું કામ ચાલુ કરશે.’

ઓહ !’ . ઝાલાએ માથુ હલાવ્યુ.

પણ આપણે અહીં ઊભાં રહી જઈશું તો એને રંગે હાથે કેવી રીતે પકડી શકીશું ?’ ગુલાલે મુદ્દાનો સવાલ કર્યો. નિખિલે પણ ચિંતા દર્શાવી. ‘મને પણ ચિંતા છે. આપણે ગાડી લઈને એના સુધી જઈશું તો પકડાઈ જઈશું. એટલે આપણે અહીંથી ચાલીને લપાતાં-છુપાતાં ત્યાં સુધી જવું પડશે. અને પણ થોડા લાંબા રસ્તે. આપણને જોઈ ના શકે તેમ.’

પણ ત્યાં સુધી ત્યાંથી નીકળી જશે તો ?’

ના, નહીં નીકળે ! જ્યાં સુધી હું નહીં ધારું ત્યાં સુધી ત્યાંથી નહીં નીકળે. એવરીથિંગ ઈઝ પલાન્ડ. ડોન્ટ વરી.’

. ઝાલાએ ફરીવાર માથું હલાવી નિખિલની યોજનાને દાદ આપી. વાતો દરમિયાન ત્રણેની નજર ગાડી પર તો હતી . નિખિલે કહ્યું હતું એમ થોડે દૂર જઈને ગાડી એક ઝાડી પાછળ ઊભી રહી ગઈ. ઝાડીની વચ્ચેની ગેપમાંથી ગાડી દેખાઈ રહી હતી. નિખિલે કહ્યું, ‘ગાડીનુ મોં પેલી તરફ છે એટલે આપણે અહીં સામેથી જઈને એને પકડી લઈએ તો પણ વાંધો નથી. પણ આપણે રિસ્ક નથી લેવું. આપણે ત્રણે જુદા જુદા બાવળના ઝાડની ઓથ લઈને સાવચેતીથી ત્યાં પહોંચી જઈએ. ઓકે !’

.કે. ડન.’ ગુલાલ અને . ઝાલા બંનેએ કહ્યું અને ત્રણેય જુદા જુદા રસ્તે ગાડી તરફ ચાલી નીકળ્યાં.

***

ધૂંઆપૂંઆ થયેલી સ્ત્રી ચિંતાતુર વદને હોન્ડાસિટીની ડ્રાઈવિંગ સીટ પર બેઠી હતી. એના ખોળામાં લેપટોપ હતું. એને કોઈ શખસ બ્લેકમેલ કરી રહ્યો હતો. એણે આજે સાત વાગે મેઈલ કરવાનું અને તરત જવાબ આપવાનું કહ્યું હતું. મોબાઈલ નંબર, વોટ્સ એપ કે બીજી કોઈ રીતે શખ્સે સંપર્ક રાખવાની ના પાડી હતી. માત્ર મેઈલ કરવાનો અને મેઈલથી જવાબ આપવાનો. જે રીતે એણે ગુલાલને મેઈલથી બ્લેકમેલ કરી હતી એવી રીતે પણ હવે જાળમાં ફસાઈ હતી. સ્ત્રી અડધો કલાકથી ત્રણ-ચાર વખત મેઈલ કરી ચુકી હતી પણ એનો જવાબ નહોતો આવ્યો. એની ચિંતા વધવા માંડી હતી. ક્યાંક ફરી તો નહીં જાય ને? એના વિશે લોકોને કહી તો નહીં દે ને? ધારો કે એનો જવાબ ના આવે તો શું કરવું.? અનેક વિચારો એને આવી રહ્યાં હતા.

આવા નિર્જન વિસ્તારમાં ઊભા રહી ગાડીમાંથી મેઈલ કરવાની એને ફાવટ હતી તો પણ કોણ જાણે કેમ આજે એને ડર લાગી રહ્યો હતો. એણે ઘડિયાળમાં જોયું. પોણા આઠ વાગી રહ્યા હતા. ગાડીનું એસી ચાલુ હતું છતાં એને પરસેવો વળી ગયો હતો. કોણ જાણે કેમ એને બેચેની થઈ રહી હતી. હવે વધારે વાર અહીં ઊભી રહી શકે એમ નહોતી. એણે મનોમન નક્કી કર્યુ. બસ હવે પંદર મિનિટ રાહ જોવી છે પછી નીકળી જવું પડશે. પણ એને ખબર નહોતી કે પંદર મિનિટ પહેલાં એનો ખેલ ખતમ થઈ જવાનો છે.

ઘડિયાલના કાંટા એનું કામ કરી રહ્યાં હતા, સ્ત્રી એનું અને પેલી ત્રિપુટી એનું. ત્રણે જણ ઝાડીથી થોડે દૂર વડના એક ઝાડ નીચે ભેગા થઈ ગયાં હતાં. નિખિલે કહ્યું, ‘સર, આપણો ગુનેગાર હવે આપણાથી માત્ર હાથવેંત દૂર છે. બસ તમે કહો એટલે એનો ખેલ ખતમ. ગાડીનો દરવાજો અડધો ખુલ્લો છે. તમે જઈ એના લમણે રિવોલ્વર તાકો એટલે વાત પૂરી.’

.કે ધેન લેટ્સ ગો!’

સર,’ નિખિલ ગળગળો થઈ ગયો. ‘આટલુ બધું થયું પણ મારી ધડકનોમાં ક્યારેય સહેજેય ફેર નથી પડ્યો. પણ હવે છેલ્લી ઘડીએ મારા પગ ધ્રુજી રહ્યાં છે. મારી ધડકનો બમણી થઈ ગઈ છે.’ ગુલાલે નિખિલનો હાથ પકડી લીધો. એની ધડકનો પણ વધી ગઈ હતી. પગ ધ્રૂજી રહ્યાં હતા.

ડોન્ટ વરી નિખિલ ! હકીકતનો સામનો કર્યા સિવાય છુટકો નથી એવું તું કહેતો હતો. લેટ્સ ગો.’ . ઝાલાએ નિખિલને આશ્વસન તો આપ્યુ પણ ધડકનો તો એમની પણ તેજ થઈ ગઈ હતી. પગ ધ્રૂજી રહ્યાં હતા.

. ઝાલાના હાથમાં રિવોલ્વર હતી. નિખિલ પણ સેફટી માટે એની લાઇસન્સવાળી રિવોલ્વર લઈને આવ્યો હતો. . ઝાલા આગળ હતા અને ગુલાલ અને નિખિલ પાછળ. ત્રણે ધીમે ધીમે ગાડી તરફ આગળ વધી રહ્યાં હતાં. ગાડીની પાછળ આવી થોડી વાર ઊભા રહ્યાં. પેલી સ્ત્રીનું સંપૂર્ણ ધ્યાન એના લેપટોપની સ્ક્રિન પર હતું. ડ્રાઇવિંગ સીટનુ ડોર અધખુલ્લું હતું. નિખિલે ગુલાલનો હાથ પકડી રાખ્યો હતો. . ઝાલા આગળ વધ્યા, પાછળ નિખિલ અને ગુલાલ હતાં. એમણે એક ઝાટકા સાથે ગાડીનો અધખુલ્લો દરવાજો પૂરેપૂરો ખોલી નાંખ્યો અને પેલી સ્ત્રીના લમણે રિવોલ્વર ધરી દીધી, ‘યુ આર અન્ડર એરેસ્ટ ! તારો બધો ખેલ પૂરો થયો...’

સાથે બહુ ગુંચવાઈ ગયેલી સાયબર જાળનું ગૂંચળું પણ એક ઝાટકે ખૂલી ગયુ. બ્લેક મેઈલનો આખો ખેલ ખતમ થઈ ગયો. નિખીલે ગુલાલને કસોકસ પકડી લીધી હતી. એણે અંદર નજર કરી, એક સ્ત્રી હાથમાં લેપટોપ લઈને ડ્રાઈવિંગ સીટ પર બેઠી હતી. એનો ચહેરો જોતાં ગુલાલ બેભાન થઈને ઢળી પડી.

(ક્રમશ:)

(નોંધ : આવતી કાલે અંતિમ પ્રકરણમાંબ્લેકમેઇલનાં રહસ્ય પરથી પરદો ઉપડી જશે.)

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.