ભૂખમરાથી પીડાતા યમનીઓ પાંદડા ખાવા મજબૂર

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૧૮


 

સાઉદી અરબના ઘાતક બોમ્બમારાને કારણે ઘણા યમની પરિવારો પાસે ભોજન માટે અનાજનો એક દાણો પણ બચ્યો નથી, પરિણામે તે પાંદડાં આવા મજબૂર બન્યા છે. યમનના ઉત્તર-પશ્ર્ચિમના હજમાહ પ્રાંતના અસલમ જિલ્લાના લોકો પોતાની ભૂખ સંતોષવા માટેહલાસનામની સ્થાનિક વેલનાં પાંદડાંઓ ચૂંટે છે. બાદમાં તેને ધોઈ ઉકાળી ખાટા-એસિડિક પદાર્થો સાથે ભેળવી ચટણી બનાવી ખાય છે. અહીંનાં હજારો બાળકો કુપોષણનો શિકાર બની ગયા છે. અસલમના સ્વાસ્થ્ય કેન્દ્રનાં વડા કહે છે કે કહેવા ખાતર તો આપણે સૌ ૨૧મી સદીમાં જીવીએ છીએ, પરંતુ જુઓ, યુદ્ધે અમારી શું હાલત કરી નાખી છે.