પ્રકરણ – ૨૪ : મુંબઈથી દૂર આવેલું આ ખંડેર અઢારસોની સાલના કોઈ ભૂતબંગલા જેવુ લાગી રહ્યું હતું

    ૦૭-સપ્ટેમ્બર-૨૦૧૮   




વાતાવરણમાં ઠંડી ભળી ચૂકી હતી. આઠમાં દસ મિનિટની વાર હતી. ગાંધીનગર-મહુડી ચાર રસ્તા પર મલ્હારે મેઈલમાં જણાવેલી જગ્યાએ ગુલાલની વ્હાઇટ ગાડી ઊભી હતી. અંદર ગુલાલ બેઠી હતી. એમાંથી એને એક મોબાઈલ મળી આવ્યો. મોબાઈલ યુવરાજે મુકાવ્યો હતો. એના પર કોલ આવ્યો અને ગુલાલને ગાંધીનગરના બદલે બગોદરા બોલાવી. ગુલાલ પારખી ગઈ હતી કે મલ્હારનો અવાજ નહોતો. એનો અંદાજ સાચો ઠર્યો હતો. સામે મલ્હાર નહોતો. મનુ હતો. યુવરાજનો દોસ્ત. યુવરાજ બહુ ચાલાક હતો એને ખબર હતી કે મેઈલ કોઈ પણ વાંચી શકે છે અને ગરબડ થઈ શકે છે એટલે એણે પહેલાં ગુલાલને મહુડી-ગાંધીનગર હાઈવે પર બોલાવી અને પછી સ્થાન બદલ્યું. પછી ગુલાલનો ફોન અને કાર્ડ ફેંકી દેવાની પણ સૂચના અપાઈ.

ગુલાલ બિચારી કહેતો ગયો એમ કરતી ગઈ. તરત બગોદરા તરફ વળી ગઈ. પેલી તરફ ઓફિસના કોમ્પ્યુટર પરથી અંતરાને બધી વાતની ખબર પડી જતા એણે નિખિલને ઇન્ફોર્મ કર્યો અને નિખિલે . ઝાલાને. . ઝાલાની ટુકડી તરત ગાંધીનગર-મહુડી હાઈવે પર પહોંચી, પણ ત્યાં સુધી તો ગુલાલ ત્યાંથી નીકળી ચૂકી હતી.

સવાનવ વાગે તો ગુલાલની ગાડી બગોદરા-ધંધુકા હાઈવે પર આવેલા એક સુમસામ વિસ્તારમાં એક દેરી પાસે ઊભી હતી. દેરીની બાજુમાં ખીજડાનું ઝાડ હતું. એણે ઝાડના થડ નીચે મૂકેલી થેલી ઉપાડી. એમાં ઓરિજિનલ સોર્સ હતો. પછી ગાડીમાંથી પૈસાની બેગ કાઢીને ત્યાં મૂકી દીધી અને ફટાફટ ગાડી મારી મૂકી. ગુલાલની ગાડી છેક હાઈવે પર પહોંચી ગઈ પછી હાઈવે પર ઊભા રહીને વોચ કરી રહેલા મનુએ યુવરાજને મોબાઈલ કર્યો, ‘બોસ, કોઈ ખતરો નથી. છોકરી નીકળી ગઈ છે.’

.કે. તું આવી જા.’ સૂચના મળતાં મનુ યુવરાજ પાસે પહોંચી ગયો.

એક બ્લેક કલરની ખખડધજ સેન્ટ્રો ઝીંગ ચાલુ થઈ અને દેરી તરફ દોડી. દેરી પાસે આવીને ગાડી ઊભી રહી. યુવરાજ અને મનુ ઊતર્યા. યુવરાજે પૈસાની બેગ હાથમાં લીધી. બેગમાં બે બે હજારની નોટોનાં બંડલ ગોઠવેલાં હતાં. પૈસા લઈને એણે ગાડી મારી મૂકી.

***

જે દિવસે ગુલાલ અમદાવાદ આવવા નીકળી હતી દિવસે સવારે વહેલો મલ્હારને ગુલાલના નામે મેઈલ કરીને પછી તરત યુવરાજ અને મનુએ વિરારની ખખડધજ ખોલી ખાલી કરી દીધી હતી. અને દિવસે એનું ખખડધજ કોમ્પ્યુટર પણ ભાંગીને દરિયાના પેટાળમાં ધરબી દીધું હતું. સાયબર જગતનો કીડો હતો, એને શક હતો કે કદાચ પોલીસ-તપાસ થાય, અને આઈ.પી. એડ્રેસની પણ તપાસ થાય. એક પણ પુરાવો છોડવા માંગતો નહોતો.

પછી દસ દિવસ સુધી એક ખખડધજ હોટેલમાં રહ્યો અને દસમા દિવસે વાઈફાઈ હેક કરી ગુલાલને પૈસા માટે મેઈલ કર્યો અને અમદાવાદ આવ્યો. હવે પૈસા આવી ગયા હતા. મનુની જિંદગી બદલાઈ ગઈ હતી. ખૂબ ખુશ હતો. પણ યુવરાજના મગજમાં હજુ કંઈક ગડમથલ ચાલી રહી હતી. પૈસા લઈને મુંબઈની મહાનગરીમાં ઓઝલ થઈ ગયો હતો. અઠવાડિયું અઠવાડિયું જુદી જુદી હોટેલમાં રહેતો હતો અને મોજ કરતો હતો. મનુ સેટ થવાની વેતરણમાં હતો જ્યારે યુવરાજ હવે આગળ શું કરવું એની ચિંતામાં હતો.

તરફ ગુલાલ હજુ એમ સમજી રહી હતી કે મલ્હારે એને છેતરી લીધી. એની રૂટીન જિંદગીમાં ડૂબી ગઈ હતી. મલ્હાર જાણે હવામાં ઓગળી ગયો હતો. મહિનાથી એનો કોઈ કોન્ટેક્ટ નહોતો. ગુલાલને લાગતું હતું જાણે સોદો સસ્તામાં પત્યો. પણ ત્યાં યુવરાજ તરફથી મલ્હારના નામે એક દિવસ મેસેજ આવી ગયો. ગુલાલ એની કેબિનમાં હતી અને મેસેજ આવ્યો. સાથે અંતરા, નિખલ અને .ઝાલા પણ અંદર આવી ગયા. એમણે ગુલાલના સ્થાને અંતરાને બેસાડી રાખી અને એને ટ્રેસ કર્યો. મુંબઈનું લોકેશન પણ મળી ગયું. એમણે તરત . ઝાલાની ટુકડીને લોકેશન પર મોકલી પણ એટલી વારમાં બારીમાંથી . દેશમુખને જોઈ ગયેલો યુવરાજ છટકી ગયો. . દેશમુખ વિડિયો કેમેરા અને કોમ્પ્યુટર જપ્ત કરીને રવાના થયા.

દિવસે હોટેલના રૂમ પર આવીને યુવરાજ બરાબર છંછેડાયો હતો, ‘સાલી કૂતરી, ગાળોનો વરસાદ વરસાવી રહ્યો હતો. મનુએ એને શાંત પાડ્યો, ‘અરે, દોસ્ત! આજે કેમ આટલો બધો ઉશ્કેરાયેલો છે. શું થયું?’

પેલી સાલી ગુલાલે, પોલીસને ઈન્ફોર્મ કરી દીધું છે. આજે માંડ માંડ બચીને આવ્યો. પોલીસ મારાથી માત્ર વીસ કદમ દૂર હતી. જો મારું ધ્યાન ના ગયું હોત તો આજે હું પકડાઈ ગયો હોત.’

તો મેં તને કીધુ હતું ને કે વધારે પૈસાનો લોભ ના કર! આપણી પાસે એક કરોડ રૂપિયા તો છે. હવે બીજા પચાસ લાખની ઉઘરાણી કરવા જવાની શી જરૂર હતી ?’ મનુ યુવરાજ પર ગુસ્સે થયો.

યુવરાજ ભેદી રીતે બોલ્યો, ‘ બધી તને નહીં ખબર પડે દોસ્ત!’

પડે છે, બધી ખબર પડે છે. તારે બદલો લેવો તો ને ? તો લઈ લીધો બદલો, હવે શું છે? ગુલાલને તેં બધી રીતે તો લૂંટી લીધી છે. હવે કશું બાકી નથી એની પાસે!’

હજુ મારા દિલને સંતોષ નથી. મારે એને બરબાદ કરી નાંખવી છે. એની સાત પેઢી યાદ રાખે રીતે તડપાવવી છે એને. તું જોજે, હવે તો હું એના એવા હાલ કરીશ કે ગાંડી થઈને આત્મહત્યા કરી લેશે.’

જો, દોસ્ત, કોઈ પણ વસ્તુ અતિ સારી નહીં. તું અત્યાર સુધી બરાબર હતો, હવે ખોટું કરી રહ્યો છે.’ મનુ બોલ્યો. યુવરાજ એની સામે જોઈ રહ્યો. એને લાગ્યું જાણે મનુનો રાહ હવે બદલાઈ રહ્યો છે. તરત એની આંખ સામે બુઝાવા આવતો દીવો તરવર્યો. બહુ ફડફડતો અને પછી તરત બુઝાઈ જતો.

યુવરાજનો ગુસ્સો કેમેય કરીને બુઝાવાનું નામ નહોતો લેતો. એણે મનુને કહ્યું, ‘ચાલ તૈયાર થઈ જા. આપણે પેલા મલ્હાર પાસે જવું છે.’ મનુ એક પણ પ્રશ્ર્ન પૂછ્યા વગર તૈયાર થઈ ગયો. લગભગ કલાક બાદ એમની ગાડી એક અવાવરુ ખંડેર પાસે ઊભી રહી. અંધારું ઘટ્ટ બની ચૂક્યું હતું. આમ લોકો મુંબઈમાં હતા અને આમ લાગતું હતું જાણે મુંબઈ એમનાથી બહુ દૂર રહી ગયું છે. દૂર દૂર હાઈરાઈઝ બિલ્ડિંગ્સની લાઇટ્સ દેખાઈ રહી હતી. લોકલ ટ્રેનોનો ખડખડાટ હવામાં ધીમો દેકારો ભરી રહ્યો હતો. મુંબઈમાં પણ મુંબઈથી અંતરિયાળ આવેલું ખંડેર અઢારસોની સાલના કોઈ ભૂતબંગાલ જેવુ લાગી રહ્યું હતું. આસપાસ દૂર દૂર સુધી માણસ માત્રનો શ્વાસ પણ નહોતો કળાતો. શિયાળવાની લાળી અને તમરાંઓના અવાજ વાતાવરણને વધારે બિહામણું બનાવી રહ્યા હતા. યુવરાજ અને મનુ નીચે ઊતર્યા. મનુએ એક મોટી ટોર્ચ સાથે લઈ લીધી હતી. એણે ટોર્ચ ચાલુ કરી અને બંને અંદર પ્રવેશ્યા. હમણા થોડા સમય પહેલાં આવ્યા હતા તોયે આખા ખંડેરમાં જાળાંઓનું સામ્રાજ્ય બાઝી ગયું હતું. જાળાંઓને હટાવતાં બંને પહેલા મજલે ગયા. ત્યાં વચ્ચોવચ્ચ મલ્હારને એક થાંભલા સાથે બાંધીને રાખવામાં આવ્યો હતો. અધમુવો થઈ ગયો હતો. મનુ રોજ અહીં આવીને મલ્હારને એક ટાઇમનું ખાવાનું આપી જતો. પછી એને પાણી પણ નહોતું મળતું.

યુવરાજે મનુના હાથમાંથી ટોર્ચ લઈને મલ્હાર પર પ્રકાશ ફેંક્યો. એની આસપાસ પણ જાળાં બાજી ગયાં હતાં. આજે ઘણા દિવસે યુવરાજ અહીં આવ્યો હતો, એને જોતાં મલ્હાર ચીખી ઊઠ્યો, ‘તમે લોકો કહેતા કેમ નથી. મને શા માટે આટલા દિવસથી અહીં બાંધી રાખ્યો છે ? પ્લીઝ મને છોડી દો. તમે ગુલાલને તો કાંઈ નથી કર્યું ને ? એને કંઈ થઈ ગયુંને તો હું......’ આગળ ના બોલી શક્યો. યુવરાજે વિકૃત મોં કરતાં પૂછ્યું, ‘તો શું બોલ! બોલ, અટકી કેમ ગયો? તો શું મરી જઈશ કે મારી નાંખીશ? બોલ!’

મલ્હાર રડી પડ્યો. યુવરાજે કમરેથી બેલ્ટ કાઢ્યો, અને મલ્હાર પર ઝૂડવા લાગ્યો...‘બોલ, યુ બાસ્ટર્ડ! તો શું હેં? તું મને મારીશ... મને? તારા બાપને મારીશ! જા તારી ગુલાલને હું બરબાદ કરી નાંખીશ, શું કરી લઈશ! બોલ, શું કરી લઈશ તું?’

મલ્હારના શરીરમાંથી લોહી ફૂટી નીકળ્યું. શર્ટ રક્તથી ખરડાઈ ગયો અને બેભાન થઈને ઢળી પડ્યો. યુવરાજ તોયે એના પર પટ્ટાઓનો પ્રહાર કરે જતો હતો. આખરે મનુએ એને રોક્યો, ‘બસ, યાર ! તું હવે હદ વટાવી રહ્યો છે. આપણે ક્રિમિનલ નથી. પ્લીઝ, સ્ટોપ!’

યુવરાજે પટ્ટો નીચે ફેંકી દીધો. ફરીવાર મનુ સામે જોઈ રહ્યો. ફરી એને દીવો યાદ આવ્યો. બુઝાવા આવેલો દીવો.

***

ગુલાલને ખ્યાલ પણ નહોતો કે એની સાથે શું શું થઈ ગયું હતું અને મલ્હાર સાથે અત્યારે શું શું થઈ રહ્યું હતું. એનો પાસવર્ડ હેક કરતા, એને મલ્હારના નામે મેઈલ્સ મોકલતા, મુંબઈમાં એમનું પગલે પગલું દબાવતા, એમની તસવીરો ઝડપતા, વિડિયો શૂટ કરતા યુવરાજને કોઈ ઓળખતું પણ નહોતું. એનું ધ્યેય શું હતું કે શું હોઈ શકે પણ કલ્પના બહારનો વિષય હતો. ગુલાલ માટે તો અત્યારે ફક્ત મલ્હાર મહત્વનો હતો. બસ, મલ્હાર મળી જાય એટલે બસ! એને મલ્હારની ચિંતા અંદર ને અંદર કોરી રહી હતી. એને એક તાલાવેલી હતી કે જલદી ગુનેગાર મળી જાય અને એને પૂછી લે કે મલ્હાર ક્યાં છે ?

ગુલાલને એમ હતું કે કોઈ સાઈબર ક્રિમિનલે એનો પાસવર્ડ હેક કરીને પૈસા માટે બધું કર્યું છે. પણ વાત કંઈક ઓર હતી, કિસ્સો કંઈક ઓર હતો. ગુલાલ ભૂલી ગઈ હતી કે પૈસા તો અત્યારે રસ્તે રખડતો ભિખારી પણ કમાઈ શકે છે. કોઈ પૈસા માટે આટલી હદે જાય ! તો પછી શું કારણ હતું ? શા માટે યુવરાજ આખોયે સાયબર ખેલ ખેલી રહ્યો હતો? બધા પ્રશ્ર્નોના જવાબ પકડાય પછી મળવાના હતા. અને પોલીસના હાથ અને એના કોલર વચ્ચે હવે બહુ ઝાઝું અંતર નહોતું રહ્યું.

. દેશમુખનો સંદેશો આવી ગયો હતો. . ઝાલાને એમણે ફોન કરીને બોલાવી લીધા હતા કે ગુનેગાર વિશે એક મહત્વનો સુરાગ મળી આવ્યો છે. તમે જલદી આવી જાવ. . ઝાલા ગુલાલને ઈન્ફોર્મ કરીને મુંબઈ જવા રવાના પણ થઈ ચૂક્યા હતા. મુંબઈ જાય અને સુરાગ જુએ એટલે આખોયે સાયબર ખેલ ખલાસ થઈ જવાનો હતો.

ક્રમશ: