પ્રકરણ – 25 : ગુનેગારની તસવીર જોઈને ઇ. ઝાલાને લાગ્યું કે આ ચહેરો એમણે ક્યાંક જોયો છે. પણ ક્યાં ? એ યાદ નહોતું આવતું !

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

દુનિયાની ભીડમાં એકલી પડી ગયેલી ગુલાલને મલ્હારની યાદ સતાવી રહી હતી. એને વેદનાનો ડબલ ડોઝ અપાયો હતો. મલ્હારની જુદાઈ અને એની ચિંતા. . ઝાલાને સેલ જોડ્યો, ‘સર, પહોંચી ગયા? પેલો બ્લેકમેઈલર પકડાયો? શું કીધું એણે ? મલ્હારને એણે ક્યાં છુપાવી રાખ્યો છે? પ્લીઝતમે એને કંઈ કરતા નહીં, પહેલાં મલ્હાર વિશે પૂછી લેજો... પ્લીઝ સર... !’

.ઝાલા ગુલાલની આતુરતા પારખી ગયા. મુંબઈ જવા નીકળ્યા પછી પાંચમી વાર એમને ફોન કરી રહી હતી. ખરેખર એમણે ગુસ્સે થવું જોઈતું હતું પણ ના થયા. એમને ખબર હતી કે ફોન ગુલાલ નથી કરી રહી, પ્રેમી વિના તડપતી એક પ્રેમિકા કરી રહી છે. એમણે એને શાંતિથી જવાબ આપ્યો, ‘જો બેટા! ચિંતા ના કર! તારા કરતાં મલ્હારની ચિંતા મને વધારે છે. ગુનેગાર છૂટી જશે તોયે મને વાંધો નથી, પણ હું મલ્હારને કાંઈ નહીં થવા દઉં. અને એક વાત યાદ રાખ કે હજુ ગુનેગાર પકડાયો નથી. માત્ર એનો સુરાગ મળ્યો છે. હજુ તો એને પકડતાં દિવસો વીતી જશે. અને બીજું કે મલ્હાર એની પાસે છે એની કોઈ ખાતરી નથી. તો માત્ર આપણો અંદાઝ છે. બેટા, મારા પર વિશ્વાસ રાખ.’

.કે સર!’ ગુલાલે હતાશ થઈ સેલ કટ કરી નાંખ્યો. ફરી યાદોની વણઝાર એને ઘેરી વળી.

***

. ઝાલા મુંબઈ બોરીવલીના પોલીસ સ્ટેશનમાં . દેશમુખની ચેમ્બરમાં બેઠા હતા. ઔપચારીક સ્વાગત અને વાતો પૂરી થઈ ગઈ હતી. . દેશમુખ એમને માહિતી આપી રહ્યા હતા, ‘. સાહબ! બ્લેકમેઈલર બહુત હી ચાલાક લગતા હૈ. પતા નહીં ઉસ દિન ઉસે કૈસે પતા ચલ ગયા કિ વો ભાગ ગયા. હમને સાયબર કાફે કે સીસીટીવી કેમેરે કા ઉસ દિન કા રેકોર્ડિંગ ઔર વો જીસ કોમ્પ્યુટર પર બૈઠા થા વો લે લીયા થા. કોમ્પ્યુટરમેં સે તો કુછ ખાસ નહીં મિલા લેકિન વિડિયો કેમેરે કે રેકોર્ડિંગ મેં ઉસકી તસવીર બિલકુલ સાફ આઈ હૈ. આઈયે, મેં આપકો વો વિડિયો દિખાતા હૂં....’

. દેશમુખ એમને એક જુદા રૂમમાં લઈ ગયા અને એમના ટેકનિશિયન પાસે વિડિયો ચાલુ કરાવ્યો. યુવરાજની હિલચાલ, એનો ચહેરો, એનુ સ્મિત બધું સાફ સાફ દેખાઈ રહ્યું હતું. ચહેરો સ્વાભાવિક મલ્હારનો નહોતો. પણ એનો ચહેરો જોતા . ઝાલાના દિમાગમાં કંઈ સળવળાટ થયો. એમને લાગ્યું જાણે ચહેરો એમણે પહેલાં પણ ક્યાંક જોયો છે. પણ કંઈ બોલ્યા નહીં, માત્ર જોયા કર્યું.

બહાર આવીને . દેશમુખે એમના હાથમાં એનો કોમ્પ્યુટર પરથી બનાવડાવેલી તસવીરો મૂકી દીધી, ‘સાહબ, ફોટોગ્રાફ્સ હમને મુંબઈ કે સભી પુલીસ સ્ટેશનમેં ઔર સાયબર કાફેમેં ભીજવા દિયે હૈં. મુંબઈ કી જીતની ભી કમ્પ્યુટર્સ કી દુકાને હૈ વહાં ભી લગા દિયે હૈં ઔર પુલીસ સ્ટેશન ઔર બસ-સ્ટેશન પર તો ખાસ. બસ, અબ ઉસકા દાના-પાની ભર ગયા હૈ. વો મુંબઈ મેં હોગા તો જરૂર પકડા જાયેગા....’

ગુડ જોબ!’ . ઝાલાએ . દેશમુખ સાથે હાથ મિલાવ્યો, ‘આપને બહુત હી બડા કામ કિયા હૈ સાહબ.’ . ઝાલાએ .દેશમુખનો આભાર માન્યો પણ એમનું ધ્યાન એમના તરફ નહોતું, તો ધારી ધારીને ગુનેગારની તસવીર તાકી રહ્યા હતા. તસવીર જોયા પછી તો એમને વિશ્વાસ આવી ગયો હતો કે ચહેરો, વ્યક્તિને એમણે પહેલા પણ ક્યાંક જોયો છે અને પાછલા થોડાક દિવસમાં જોયો છે. હવે યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ક્યાં જોયો છે.

મુંબઈથી પાછા ફરતી વખતે પણ આખા રસ્તે એમના દિમાગમાં ચહેરો ફર્યા કર્યો. એમણે એમની લાઇફને રીવર્સ કરી જોઈ હતી. છેલ્લા બે-ત્રણ મહિનામાં ક્યાં ક્યાં ગયા હતા, કોને કોને મળ્યા હતા? બધું યાદ કરી જોયું પણ સાલું ચહેરા સાથેનું મેચિંગ એમને ક્યાં ભટકાયું હતું યાદ ના આવ્યું તે ના આવ્યું.

મુંબઈથી આવીને તરત ગુલાલને મળ્યા. .ઝાલાને જોતાં ગુલાલે અધીરાઈથી પૂછ્યું, ‘સર, મલ્હારનો પતો લાગ્યો ?’

ના, પણ ગુનેગારનો પત્તો હવે બહુ જલદી મળી જશે. અને પછી મલ્હારનો પણ.’

જવાબથી ગુલાલ થોડી હતાશ થઈ પણ . ઝાલાએ એને આશા બંધાવી હતી એટલે રસથી પુછ્યુ, ‘સર, શું સુરાગ મળ્યો છે, કોણ છે એવી કંઈ ખબર પડી?’

જવાબમાં . ઝાલાએ એને મોબાઈલમાં સેવ કરેલી ક્રિમિનલની તસવીરો બતાવતાં કહ્યું, ‘એટલા માટે આવ્યો છું. છે તારી જિંદગીને તબાહ કરનાર! યાદ કર તેં આને ક્યારેય જોયો છે ?’

ગુલાલ તસવીરો હાથમાં લઈ ઝીણી નજરથી જોવા લાગી. ક્યાંય સુધી જોયા પછી એણે કહ્યું :

ના, સર, માણસને મેં પહેલાં ક્યારેય જોયો નથી.’

૫ણ મેં જોયો છે. અહીં ક્યાંક! કદાચ તારી સાથે, કદાચ પોલીસ સ્ટેશનમાં, કદાચ કોઈ પાર્ટીમાં, કદાચ કોઈ સફરમાં, તારા સ્ટાફમાં, રસ્તે રઝળતો. ચહેરાને જોયો છે સો ટકા પણ ક્યાં જોયો છે યાદ નથી આવતું મને. મારી નજર કદી થાપ ના ખાય. તું યાદ કર ગુલાલ. માણસ તારી જિંદગીમાં આવ્યો હશે. અત્યારે નહીં તો પહેલાં ક્યારેક પણ. તું યાદ કર, કોલેજમાં, સ્ટાફમાં, કોઈ ટૂરમાં, કોઈ પાર્ટીમાં કોઈ પણ જગ્યાએ માણસ તને મળ્યો છે ખરો ?’

ના સર, મને ખાતરી છે કે મેં એને ક્યારેય જોયો નથી.’

યાદ કર જયદેવસિંહ તો આવો નહોતો લાગતોને ?’ .ઝાલાથી અચાનક પુછાઈ ગયું. ગુલાલે તરત ના પાડી દીધી, ‘ના, સર તો આનાથી તદ્ અલગ દેખાવ ધરાવતો હતો. એની હાઈટ, બોડી, ચહેરાનો આકાર, એની પુષ્ટતા બધું અલગ છે. એક ટકાનું પણ સામ્ય નથી. અને સર, કદાચ તમે ભૂલી ગયા લાગો છો કે જયદેવસિંહ મરી ગયો છે.’

ઓહ યેસ, ધૂનમાં ને ધૂનમાં એનું નામ લેવાઈ ગયું. સારું ચાલ, એક કામ કર. મને તારા સ્ટાફ, તારા નોકરો, ડ્રાઈવર બધાના ચહેરા બતાવી દે. અને હા, ધ્યાન રાખજે. તસવીરવાળી વાત કોઈને કરતી નહીં. નિખિલ અને અંતરાને પણ નહીં.’

.કે. સર!’

. ઝાલાએ ગુલાલના સ્ટાફથી માંડીને એના નોકરો, ડ્રાઇવર, રસોઇયા, નિખિલના નોકરો, ડ્રાઇવરો, અંતરાના મિત્રો, નિખિલના મિત્રો, ગુલાલના મિત્રો બધાની તપાસ કરી જોઈ. બધાના ચહેરાનું મેચિંગ પેલા ચહેરા સાથે કરી જોયું પણ મેચિંગ બેઠું નહીં. હવે એક જગ્યા બાકી રહી હતી. જયદેવસિંહ ઝાલાનું ગામ. એમને હવે એમ લાગી રહ્યું હતું કે કદાચ ચહેરો એમણે ત્યાં જોયો છે અને ઘડીનુંયે મોડું થાય પહેલાં રામપુર ઊપડી ગયા.

***

પોલીસની ગાડીમાં બે જણ હતા. એક તો . ઝાલા પોતે અને બીજો કોન્સ્ટેબલ રાઠોડ. સૂકી ધૂળ ઉડાડતી ગાડી પહેલાં રામપુરમાં પ્રવેશી. બીજીવાર પોલીસની ગાડીને ગામમાં જોઈ ગામના ચોરે ચર્ચા કરી રહેલા લોકોને ચર્ચાનો નવો મુદ્દો મળી ગયો. કોઈ સ્ત્રી હાથમાં સાડી લઈને મેચિંગનું બ્લાઉઝ પીસ લેવા નીકળી હોય એમ . ઝાલા હાથમાં ક્રિમિનલનો ફોટો લઈ નીકળ્યા હતા.

સૌથી પહેલાં ગયા સરપંચ માનસિંહ જાડેજાના ડેલે. ડેલો અંદરથી બંધ હતો. કોન્સ્ટેબલે સાંકળ ખખડાવી. અંદરથી ઝીણો મધુર સ્ત્રીસ્વર સંભળાયો, ‘કોણ છે?’

પોલીસ...’ કોન્સ્ટેબલે જવાબ આપ્યો. તરત ફટાક કરીને બારણું ખૂલી ગયું. સામે ઊભેલી છોકરી . ઝાલા સાહેબને ઓળખી ગઈ. એની આંખોમાં પરિચિતતાનો ભાવ ઊભરાયો. એણે ધીમેથી કહ્યું, ‘આવો, સાયેબ! બેહો! બાપુ તો ઘરમાં નથી. ગામતરે ગ્યા છે.’

. ઝાલા અંદર ના ગયા. પણ નજર અંદર ઘૂમી આવી. ક્યાંક કંઈક ખૂંચ્યું. પણ શું ખૂંચ્યું હતું ના કળાયું. ‘ક્યારે આવશે સરપંચ બાપુ?’

આજે આવી જાવાના છે.’

સારું, અમારી ગાડી અહીં પડી છે. હું ગામમાં આંટો મારીને આવું છું. ખાસ કાંઈ કામ નહોતું, તો અહીંથી નીકળ્યો હતો એટલે થયું ચાલો, બાપુને રામ રામ કરતો જાઉં.’

. ઝાલા અને કોન્સ્ટેબલ રાઠોડ પછી ગામમાં આંટો મારવા નીકળ્યા. સરપંચ જોડે નહોતા એટલે થોડું અજુગતું લાગતું હતું. પણ બીજો કોઈ રસ્તો નહોતો. જયદેવસિંહના ભાંગીને ટેકરો થઈ ગયેલાં ઘર પર પણ જઈ આવ્યા. બીજા બે-ત્રણ જણને પણ જયદેવસિંહ વિશે પૂછી લીધું. એનો વંશવેલો ખતમ થઈ ગયો હતો વાત સાચી હતી. ગામના ચોરે, કૂવે, ફળિયે, છાપરા જેવાં ઘરોમાં, ચોકમાં બધે એમણે નજર કરી લીધી. એક પછી એક ચહેરાઓ જોતા ગયા. ક્યાંય કોઈ મેચિંગ નહોતું મળતું. બીજે બધે તપાસ કરી લીધી હતી, જગા એમના માટે છેલ્લી જગા હતી. અહીંથી જો મેચીંગ ના મળે તો પછી એમનો અંદાજ ખોટો પડવાનો હતો. બહારથી સ્વસ્થ હતા પણ અંદરથી ધુંધવાઈ રહ્યા હતા. મગજ ચીખી ચીખીને કહી રહ્યું હતું કે ચહેરો એમણે પહેલાં ક્યાંક જોયો છે, રબ્બર જેમ મગજ પણ ખેંચી કાઢ્યું પણ કેમેય કરીને યાદ નહોતું આવતું કે ક્યાં જોયો છે ચહેરો ? પૂરા બે કલાક ગામમાં ફર્યા પણ ના તો ચહેરો મળ્યો કે ના તો યાદ આવ્યું. આખરે હતાશ થઈને પાછા વળી ગયા. પોતાની સાથે આંખ મિલાવી શકતા નહોતા. વીસ વર્ષની કારકિર્દીમાં આજે પહેલીવાર ખોટા પડ્યા હતા.

સાહેબ હવે મૌન થઈ ગયા હતા. કોન્સ્ટેબલ રાઠોડ અને .ઝાલા બંને પાછા સરપંચ માનસિંહ બાપુના ઘરે આવ્યા. ઇચ્છા તો હતી કે અહીંથી પાછા વળી જવું. પણ તરસ ખૂબ લાગી હતી અને કદાચ સરપંચ આવી ગયા હોય તો એમને મળ્યા વિના ચાલ્યા જવું પણ યોગ્ય નહોતું. એટલે એમણે પરાણે બારણું ખખડાવ્યુ, ફરીવાર પેલી છોકરીએ બારણું ખોલ્યું, ‘બાપુ તો નથી આવ્યા !’ એણે કંઈ પૂછ્યા વગર જવાબ આપ્યો.

કોન્સ્ટેબલને કહેવાનું મન થઈ ગયું, ‘બાપુ માટલુંયે સાથે લઈ જાય છે?’ પણ બીજું બોલ્યો, ‘બહેન, અમારે પાણી પીવું છે !’

હા, આવોને, અંદર બેહો !’

. ઝાલા અને કો. રાઠોડ અંદર ફળિયામાં ઢાળેલા ખાટલામાં બેઠા. છોકરી પાણી લેવા ગઈ. . ઝાલાની નજર ફરી પાછી સરપંચના ઘરમાં ફરવા લાગી. ખખડધજ સાઇકલ, એક રાજદૂત, ખૂણામાં બાંધેલી બે ભેંસો, બારણે ટીંગાડેલાં તોરણ, અને દીવાલ પર લટકાવેલી તલવારો, ભાલા અને લાઇનબંધ લગાડેલી તસવીરો. એમની નજર એક પછી એક તસવીર પર ફરવા લાગી. પહેલી તસવીરને હાર ચડાવેલો હતો. બીજી તસવીરને પણ હાર ચડાવેલો હતો. અને ત્રીજી તસવીર.... ત્રીજી તસવીર પર એમની નજર પડતાં જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ એક ઝાટકા સાથે ઊભા થઈ ગયા. એમને મેચિંગ મળી ગયું હતું.

ક્રમશ: