પ્રકરણ – 26 : ઇ. ઝાલા યુવરાજની પાસે આવીને બોલ્યા, ‘યુવરાજ, તારો ખેલ ખતમ થયો. યુ આર અન્ડર એરેસ્ટ.’

    ૦૯-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

. ઝાલાનુ મગજ એસેલવર્લ્ડના ટોરા ટોરા જેમ ઘુમરાવા લઈ રહ્યું હતું. ગુલાલને બ્લેકમેઈલ કરનાર સાયબર ક્રમિનલનું પગેરું એમને છેક જયદેવસિંહના ગામમાં મળી આવ્યું હતું. એમની પાસે ક્રિમિનલની જે તસવીરો હતી અદ્લ એવી વ્યક્તિની તસવીર રામપુર ગામના સરપંચ માનસિંહ જાડેજાના ઘરમાં લટકી રહી હતી. જાણે અચાનક ગોદડા વગરનો ખાટલો ખૂંચવા લાગ્યો હોય એમ . ઝાલા તસવીર જોઈને ઊભા થઈ ગયા હતા. એમનું હાર્ટ ટ્રેનના એન્જીન જેમ ધમધમાટ કરી રહ્યું હતું. એમણે બેગમાંથી ક્રિમિનલની તસવીર કાઢી અને દીવાલ પર લટકતી તસવીરની સાવ નજીક ગયા. તસવીર સાથે તસવીર મિલાવી તરત બોલી ઊઠ્યા, ‘યેસ, છે, આજ છે માસ્ટર માઇન્ડ સાયબર ક્રિમિનિલ !’ એમનાથી સહેજ જોરથી બોલાઈ ગયું. એમનું વાક્ય સાંભળીને કોન્સ્ટેબલ રાઠોડ ખડા થઈ ગયા અને પાણીનો લોટો ભરીને આવેલી છોકરી પણ ખોડાઈ ગઈ. એને માસ્ટર માઈન્ડ ક્રિમિનલનો અર્થ ખબર નહોતી પણ ઇન્સ્પેક્ટર સાહેબ આમ હાંફતા શ્વાસે એના ઘરની તસવીરોને તાકી રહ્યા હતા એનું આશ્ર્ચર્ય હતું.

લો, સાયેબ પાણી!’

પાણી પછી, પહેલાં કહે કે તસવીર કોની છે ?’

પેલો ફોટો મારી બાનો છે, એની પડખે મારી મોટી બહેન છે. ભગવાને બેયને એની પાંહે બોલાવી લીધાં છે સાયેબ!’ છોકરીએ હાર ચડાવેલી બે તસવીરોનો પરિચય આપ્યો અને અટકી ગઈ. એનો અવાજ ભીનો થઈ ગયો હતો. પણ . ઝાલાને ત્રીજી તસવીરમાં રસ હતો, એમણે પૂછ્યું, ‘અને એની બાજુની તસવીર કોની છે ?’

પણ છોકરી જવાબ આપે ત્યાં ડેલીનું અધખુલ્લું બારણું ખૂલ્યું અને સરપંચ બાપા અંદર દાખલ થયા. . ઝાલાને એમના ઘરમાં જોઈ એમના ચહેરાનો રંગ જરા ફિક્કો પડી ગયો. એમને ડર નહોતો લાગતો, પણ જમાનાના ખાધેલ માણસ હતા. એમને ખબર હતી કે ખાખી વર્દીની દોસ્તી પણ સારી નહીં કે દુશ્મની પણ સારી નહીં. અને . ઝાલાએ જ્યારે પહેલીવાર આવીને જયદેવસિંહની વાત કરી હતી ત્યારથી એમનું મન તો ગભરાઈ ગયું હતું. છતાંય પરાણે હોઠ પર હાસ્ય લાવીને એમણે . ઝાલાને આવકાર્યા, ‘ઓહો, સાહેબ! તમે! પધારો પધારો...’

. ઝાલાને મહેમાનગતીમાં રસ નહોતો, એમનો કેસ ગતિ કરે એમાં રસ હતો. એમણે સરપંચ સાથે રામ રામ કર્યા અને ખાટલામાં પાછા બેઠા. એમને ઓસરીમાં તસવીરો સામે ઊભેલા જોઈને સરપંચને થોડો શક ગયો હતો પણ કંઈ બોલ્યા નહીં.

. ઝાલાએ પરાણે થોડીવાર ઔપચારિક વાતો કરી પછી મુદ્દા પર આવી ગયા. એમણે સરપંચને સીધું પુછી લીધું, ‘સરપંચ બાપા, ડેલીનું બારણું બંધ કરી દો. મારે તમારી સાથે થોડી અગત્યની વાત કરવી છે.’

હેં... શું થ્યુ અમારાથી કાંઈ આડુંઅવળું તો નથી થઈ ગયું ને?’ સરપંચના પેટની ફાળ વધી.

ના ગભરાશો નહીં. સામાન્ય પૂછપરછ છે.’ છોકરી જઈને બારણું બંદ કરી આવી અને સમજીને ઓરડામાં ચાલી ગઈ. . ઝાલાએ પૂછ્યુ, ‘ ત્રણ તસવીરો લટકે છે એમાં છેલ્લી જે તસવીર છે કોની છે?’

મારો દીકરો છે સાહેબ!’

શું નામ છે એનું?’

યુવરાજ!’

ક્યાં છે અત્યારે ?’

મુંબઈમાં રહીને ભણે છે સાહેબ! અને હમણાં તો સારા પગારની નોકરી પણ મળી છે. ખૂબ પૈસા કમાય છે.’ સરપંચે સાચેસાચું કહી દીધું. એમને બિચારાને ખબર પણ નહોતી કે એમનો દીકરો મુંબઈમાં રહીને શું કરે છે અને પૈસા ક્યાંથી આવ્યા છે. . ઝાલાએ કશું ના કહ્યું, કારણ કે હજુ યુવરાજ હાથમાં નહોતો આવ્યો.

મુંબઈમાં ક્યાં રહે છે તમને ખબર છે ?’

ના, સાયેબ! મુંબઈમાં રેવાની કેટલી તકલીફ છે તો તમે જાણો છો! બિચારો વારે વારે ઘર બદલતો રહે છે. અને હું એકેય વાર ત્યાં ગયો નથી. પણ સાહેબ, તમે એના વિશે આટલું બધું કાં પૂછો ? સાચું ક્યો શું વાત છે?’

સરપંચને ખબર પડી ગઈ હતી કે દીકરાએ જરૂર કંઈક ખોટું કર્યું છે. ગભરાઈ રહ્યા હતા. એમણે . ઝાલાનો હાથ પકડી લીધો, ‘જે હોય કહી દેજો સાયેબ! એણે ગુનો કર્યો હશે તો હું જાતે એને તમારા હવાલે કરી દઈશ.’

. ઝાલા ગંભીર બની ગયા. એમના સુપુત્રે જે કર્યું હતું એમની સમજની બહાર હતું. . ઝાલાએ બે વાક્યમાં સરપંચને એમની ભાષામાં બધું સમજાવી દીધું, ‘બાપા, તમે ભગવાનનું માણસ લાગો છો. પણ તમારા દીકરાએ કોઈની દીકરીની આબરૂના ધજાગરા કર્યા છે અને ભાગતો ફરે છે. તમારે એને ફાંસીથી બચાવવો હોય તો ગમે તેમ કરીને એને બોલાવી લો. પછી હું તમને બધું સમજાવીશ. ખાતરી આપું છું કે હું એને ઓછામાં ઓછી સજા થવા દઈશ. બાકી આજે તમે એને પકડાવામાં મદદ નહીં કરો તો આવતી કાલે તમારો દીકરો દાઉદ ઈબ્રાહીમ કરતાંય કાઠું કાઢશે. સમજો છો ને મારી વાત!’

. ઝાલાએ સરપંચને આશ્વાસન અને ડરની બેવડી ટીકડી ગળાવી દીધી. સરપંચ ધ્રૂજી રહ્યા હતા. અચાનક એમના શરીરમાં તાવ ચડી ગયો. માંડ માંડ બોલી શક્યા, ‘સાહેબ, એમ મારા કીધે તો નહીં આવે !’

તો બીજો કોઈ રસ્તો કરો. પણ એને ખબર ના પડે કે અમે અહીં છીએ. કોઈ બહાનું કાઢીને બોલાવો.’

થોડીવાર વિચાર્યા પછી સરપંચે રસ્તો સુજાડ્યો, ‘સાહેબ, એક રસ્તો છે. આમ તો અમે એને ઘણી વાર બોલાવ્યો પણ અહીં આવતો નથી. કહે છે બહેનની સગાઈમાં ચોક્કસ આવીશ. હું એને ફોન કરું છું કે બહેનની સગાઈ ગોઠવાઈ ગઈ છે. કાલે ને કાલે અહીં આવી જાય. જોઈએ શું જવાબ આપે છે.’ સરપંચ બાપા દુઃખ ગળીને . ઝાલાનો સાથ આપી રહ્યા હતા. દીકરાને ગુનાખોરીના વધારે ઊંડા દલ-દલમાં ખૂંપવા દેવા નહોતા માંગતા. . ઝાલાને પણ રસ્તો ગમી ગયો. સરપંચ બાપાએ તાત્કાલિક ખિસ્સામાંથી ડાયરી કાઢી, પછી બીજા ખિસ્સામાંથી દીકરાએ હમણા અપાવેલો નવો મોબાઇલ કાઢ્યો અને ઝીણી આંખે નંબર લગાવવા માંડ્યા.

. ઝાલાએ એમના હાથમાંથી મોબાઈલ લઈને સ્પીકર ઓન કરી દીધું, ઘણી બધી રીંગ પછી યુવરાજે ફોન ઉપાડ્યો, ‘જય માતાજી, બાપુ !

જય માતાજી બેટા, કેમ છો તું?’

મજામાં છું, બોલો!’

એક ખુશખબર આપવાના છે દીકરા. આપણી નેનકીનું સગપણ પાક્કું થઈ ગયું છે. પરમદી મેમાન આવે છે.’

હેં... આટલી જલદી ! મને પુછવું તો હતું!’

અરે, દીકરા, બહુ મોટા ઘરનું માગું હતું. જોવા આયા, નેનકી ગમી ગઈ. એમને ઉતાવળ હતી એટલે તારીખ ગોઠવી દીધી. પછી દીકરીને આવું ઘર ના મળત એટલે...તોયે તું કેતો હોય તો ...’

ના... ના બાપુ! હું કાલે ચોક્કસ આવી જઈશ.’

ચોક્કસ આવજે હોં બેટા, નેનકી તને બહુ યાદ કરે છે.’

અરે બાપુ, કેવી વાત કરો છો ? નેનકીની સગાઈ હોય અને હું ના આવું? આજે રાત્રે નીકળું છું. કાલ બપોર સુધીમાં આવી જઈશ.’

ભલે બેટા,’ ફોન પૂરો થયો ત્યારે સરપંચની આંખોમાં આંસુ હતાં. રડી પડ્યા. એમને ખબર હતી કે હાથે કરીને દીકરાને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા હતા. પણ સાથે સાથે એમને એય ખબર હતી કે આજે જેલના સળિયાથી બચાવશે તો કાલે ફાંસીના માંચડે ચડાવવો પડશે. . ઝાલા એમને આશ્વાસન આપતા રહ્યા અને આવતી કાલની રાહ જોતા રહ્યા. એમણે ધાર્યું પણ નહોતું રીતે ઘટનાએ વળાંક લઈ લીધો હતો. ક્યાં સાયબર કંપનીની સી... ગુલાલ અને ક્યાં એક ઉજ્જડ ગામનો ઓછું ભણેલાં મા-બાપનો દીકરો યુવરાજ ? સરપંચને તો ખબર પણ નહીં હોય કેસાયબરશબ્દનો અર્થ શું થાય છે. પણ સૌથી મોટો પ્રશ્ન મલ્હારનો હતો. ક્યાંક યુવરાજે એને મારી નાખ્યો હશે તો સરપંચ દીકરો ગુમાવશે. દુનિયાની કોઈ તાકાત એને ફાંસી થતાં નહીં રોકી શકે.

. ઝાલાને હંમેશાં ગનેગારના નામ કરતાં ગુનાનું ધ્યેય જાણવામાં બહુ રસ પડતો હતો. આજે પણ એવું થયું હતું. ગુનેગારનું નામ સામે આવી ગયું હતું, બસ, હવે કાલે બપોરે સામે આવે એટલે ખેલ ખતમ.

***

બપોરના અઢી વાગ્યા હતા. રામપુર ગામની પ્રજા નહીં ધૂળ પણ જંપી ગઈ હતી. બરાબર વખતે એક મોંઘીદાટ ગાડી રામપુરના પાદરમાં પ્રવેશી અને જંપી ગયેલી ધૂળને આકાશમાં ઉડાડતી શેરીમાં પ્રવેશી. પાદરમાં ઊગેલા લીમડા ફરતે બાંધેલા ઓટલે ખાટલો ઢાળીને સૂતેલા બે-ચાર ભાભાઓ જાગી ગયા. ચશ્મા આંખે ચડાવ્યાં પણ ધૂળ સિવાય કંઈ નજરે ના ચડ્યું. ગાડી એક પછી એક શેરીને ચીરતી સરપંચ બાપાના આંગણે ઊભી રહી ગઈ. સાથે ગાડી પાછળ દોડતા ટાબરિયાઓ પણ થંભી ગયા. યુવરાજ ગાડીમાંથી નીચે ઊતર્યો. ટાબરિયાઓ સામે પરિચિત સ્મિત વેર્યું. પણ ટાબરિયાઓ એને ના ઓળખી શક્યા. આમેય ઓળખાય એવો નહોતો રહ્યો. મોંઘાદાટ કપડાં અને બૂટમાં સજ્જ યુવરાજ હવે બદલાઈ ગયો હતો. એણે ગાડીની ડેકીમાંથી કેટલોયે સામાન ઉતાર્યો. પછી ગાડીને રીમોટ વડે લોક કરી અને બંને હાથે સામાન ઊંચકી ડેલી ખખડાવી.

ઉત્સાહથી થનગનતો હતો. થોડી વારામાં બારણું ખૂલ્યું. બારણામાં એના બાપુ અને અને નાની બહેન નેનકી ઊભા હતાં. યુવરાજ તરત એના બાપાને પગે લાગ્યો અને બહેનને ભેટી પડ્યો. નેનકી ભાઈને ભેટતાં પોક મૂકીને રડી પડી, કેમેય કરી એનાથી જુદી નહોતી પડતી. યુવરાજે એના માથે હાથ ફેરવ્યો, ‘અરે, બહેન ! આટલું બધું કેમ રડે છે ? હજુ તારે સાસરે જવાની વાર છે.’

યુવરાજને એમ હતું કે બહેનને સાસરે જવાનો દિવસ આવ્યો છે એટલે રડી રહી છે પણ હકીકત હતી કે બહેનને નહીં એના ભાઈને સાસરે જવાનું હતું એટલે બહેન રડી રહી હતી. માંડ માંડ નેનકી અળગી થઈ. સરપંચ પણ થોડા છેટે ગયા અને ભીના અવાજે બોલ્યા, ‘સાહેબ, બહાર આવો! તમારો ગુનેગાર આવી ગયો છે!’

હાથમાં થેલીઓ ઊંચકીને હજુ ઘરમાં પ્રવેશી રહેલો યુવરાજ ત્યાંજ અટકી ગયો. અંદરના ઓરડામાંથી વર્દીધારી . ઝાલા અને કોન્સ્ટેબલ રાઠોડ બહાર આવ્યા. એમના હાથમાં હાથકડી હતી. યુવરાજની પાસે આવીને બોલ્યા, ‘યુવરાજ, તારો ખેલ ખતમ થયો. યુ આર અન્ડર એરેસ્ટ.’

યુવરાજને લાગ્યું જાણે એના માથે કોઈએ ઘણનો ઘા માર્યો છે. એના હાથમાંથી થેલી પડી ગઈ અને હાથકડી આવી ગઈ. એણે પહેલાં એના બાપુ અને પછી એની બહેન સામે નજર કરી. બંને નીચું ઘાલીને રડી રહ્યાં હતાં. યુવરાજની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં.

ક્રમશ: